________________
૧/-I૯/૧૨૩ થી ૧૪૦
૧૩૯
[૧૧] અનેક મત્સ્ય, મગર, વિવધ ક્ષુદ્ધ જલચર પ્રાણીથી વ્યાપ્ત ગૃહરૂ૫, આ રત્નાકર મધ્યે, તારી સામે મારો વધ કરું છું. ચાલો, પાછા જઈએ. જે તું કુપિત હો, મારો એક અપરાધ ક્ષમા કર.
[૧૩] તારું મુખ મેઘવિહિન વિમલ ચંદ્ર સમાન છે, તારા નેત્ર શરદઋતુના સધ વિકસિત કમલ, કુમુદ, કુવલયના પ્ર સમાન અતિ શોભિત છે આવા નયનવાળ તારા મુખદર્શનતૃષાથી હું અહીં આવી છું તારું મુખ જોવું છે. નાથ ! મને જુઓ, જેથી તમારું મુખ કમળ જોઈ લઉં.
[૧] આ રીતે પ્રેમપૂર્ણ, સરળ, મધુર વચન વારંવાર બોલતી, તે પાપણી, પાપપૂર્ણ હૃદયા દેવી માગમાં પાછળ ચાલવા લાગી.
[૧૩] ત્યારે તે જિનરક્ષિત, તે કાનને સુખદાયી, મનોહર, આભૂષણશબ્દોથી, તે પ્રણયયુક્તન્સરળ-મધુર વચનોથી ચલિત-મન થયો. બમણો રાગ જન્મ્યો. તે રનદ્વીપ દેવીના સુંદર સ્તન, જઘન, વચન, કર, ચરણ, નયન, લાવણ્ય, ૫, યૌવનશ્રી, તથા તેણી સાથે હાથથી કરાયેલ આલિંગન, બિoભોક વિલાસ, વિહસિત, કટાક્ષ દષ્ટિ, નિઃશ્વાસ, મદન, ઉપલલિત, સ્થિત, ગમન, પ્રણય કોપ અને સાદિતનું સ્મરણ કરતા, રાગમોહિત મતિથી અવશ, કર્મવશ થઈ, લગ્ન સાથે પાછળ તરફ, તેણીના મુખને જોવા લાગ્યો.
ત્યારે તે જિનરક્ષિતને અનુરાગભાવ ઉત્પન્ન થયો, મૃત્યુ રાક્ષસે તેના ગળામાં હાથ નાંખી મતિ ફેરવી દીધી, દેવીને જોતો હતો, તે વાત, ચૌલકે અવધિજ્ઞાનથી જાણીને, ધીરે-ધીરે પીઠથી ઉતારી દીધો. ત્યારે તે રક્તદ્વીપદેવી, દયનીય જિનરહિતને રોલકની પીઠથી પડતો જોયો. જોઈને કહાં - હે દાસ ! તે મયોં. એમ બોલી, સાગરના જળ સુધી પહોંચતા પહેલા, બંને હાથ પકડી, બરાડતી, તેણીએ જિનરક્ષિતને ઉપર ઉછાળ્યો, નીચે પડતા પહેલા, તલવારની અણીએ ઝીલી લીધો. નીલકમલ-ગવલય-અળસીના પુષ્પ સમાન ચામરંગી શ્રેષ્ઠ તલવારથી જિનરક્ષિતના ટુકડેટુકડા કરી દીધા. ત્યાં વિલાપ કરતી, સથી વધુ કરાયેલ તેના લોહી વ્યાપ્ત અંગોપાંગને ગ્રહણ કરી, અંજલિ કરી, હર્ષિત થઈ, તેણે ઉહિપ્ત બલિ માફક ચારે દિશામાં બલિ ઉછાળ્યા.
[૧૩૫ એ પ્રમાણે કે આયુષ્યમાન શ્રમણો ! જે આપણા સાધુ-સાધ્વી dજિત થઈને ફરી માનુષી કામભોગમાં આશ્રય-પ્રાર્થના-ગૃહ-અભિલાણી રે છે, તે આ ભવમાં જ ઘણાં શ્રમણાદિ ચારેથી હીલના પામી યાવતુ તે જિનરક્ષિતની જેમ સંસારમાં ભમે છે.
[૧૬] પાછળ જનાર (જિનરક્ષિત) છળાયો, પાછળ ન જનાર (જિનપાલિત) નિર્વિદને (સ્વસ્થાને પહોંચ્યો. તેથી પ્રવચનસાર (ચાસ્ત્રિ)માં આસક્તિ રહિત રહેવું જોઈએ.
[૧૩] ચાસ્ત્રિ લઈને જે ભોગોની આસક્તિ કરે છે, તે ઘોર સંસાર સાગરમાં પડે છે, ભોગોથી નિરાસત સંસારકાંતારને પાર કરે છે.
[૧૩૮] ત્યારે તે રતનદ્વીપ દેવી, જિનાલિત પાસે ગઈ, ઘણા અનુકૂળ
૧૮૦
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ પ્રતિકૂળ, કઠો-મધુર, શૃંગારી-કરણ ઉપસગોંથી જ્યારે તેને ચલિત-શોભિતવિપરિણામિત કરવા અસમર્થ બની, ત્યારે શ્રાંત, તાંત, પરિતાંત, નિર્વિણ થઈ જે દિશાથી આવી, તે દિશામાં પાછી ગઈ.
ત્યારે તે રૌલક યક્ષ, જિનપાલિત સાથે લવણસમુદ્રની વરસોવરસ્યથી ચાલતો-ચાલતો ચંપાનગરીએ આવ્યો. ત્યાં અગ્રોલનમાં જિનપાલિતને પીઠથી ઉતારીને કહ્યું - હે દેવાનુપિય! આ ચંપાનગરી દેખાય છે. આમ કહી જિનપાલિતની જ લઈ, ચાવતુ પાછો ગયો.
[૧૯] ત્યારપછી જિનલિત ચંપામાં પ્રવેશી, પોતાને ઘેર, માતાપિતાની પાસે આવ્યો. તેણે રોતા યાવત્ વિલાપ કરતા કરતા જિનરક્ષિતના મૃત્યુના સમાચાર કહ્યા. પછી જિનહિત અને માતાપિતાએ, મિત્ર, જ્ઞાતિ યાવત પરિજનની સાથે રોતા રોતા ઘiાં લૌકિક મૃતક કાર્ય કર્યા અને કેટલોક કાળ જતાં શોકરહિત થયા.
ત્યારપછી જિનપાલિતે અન્ય કોઈ દિને ઉત્તમ સબરસને બેઠો હતો ત્યારે તેના માતાપિતાએ પૂછયું - હે પુત્ર! જિનરક્ષિત કઈ રીતે મૃત્યુ પામ્યો ? ત્યારે જિનપાલિતે તેમને લવણસમુદ્રમાં પ્રવેશ, તોફાની વાયુ ઉઠવો, વહાણનું નષ્ટ થવું, પાટીયું મળવું, રતનદ્ધીષે પહોંચવું, રતનદ્વીપદેવીના ગૃહે ભોગ વૈભવ, દેવીનું વધસ્થાન, શૂળીએ ચઢેલા પુરુષને જોવો, રૌલક યક્ષ ઉપર આરોહણ, દેવી દ્વારા ઉપસર્ગ, જિનરક્ષિતનું મૃત્યુ, લવણસમુદ્ર પાર કરવો, ચંએ આવવું, રૌલકયો જા લેવી, આદિ જે બન્યું તે સત્ય, પુરેપૂરુ જણાવ્યું. પછી જિનપાલિત ચાવતું શોકરહિત થઈ વિપુલ ભોગ ભોગવતો રહે છે.
[૧૪o] તે કાળે, તે સમયે ભગવંત પધાર્યા. ધર્મ સાંભળ્યો, દીક્ષા લીધી, અગિયાર અંગવિદ્દ થયા, માસિક અનરાન, સૌધર્મકશે બે સાગરોપમ સ્થિતિવાળો દેવ થઈ તે જિનપાલિત મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. -- આ પ્રમાણે છે આયુષ્યમાન શ્રમણો ! યાવતુ માનુષી કામભોગની પુનઃ અભિલાષા કરતા નથી, તે યાવત્ જિનપાલિતની જેમ સંસાર સમુદ્ર પાર પામે છે.
હે જંબુ વિશે, શ્રમણ ભગવંત મહાવીરે નવમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તે હું તમને કહું છું. • વિવેચન-૧૨૩ થી ૧૪૦ :
- સુખલક્ષણ ફળની બહલતાથી મૃતિ કે સ્મરણ, અતિ વ્યાકુળ ચિતપણે પામતા નથી, રતિ-ચિતામણ, ધિ6-ધૃતિ, ચિત સ્વાથ્ય. આસ-મુખ, પિહિતિ-સ્થગિત કરતા. આઘયણ-વધસ્થાન. સૂલાઇ ગ-શૂલિકાભિજ્ઞ. કલુણાઈ-કરુણાજનક, કઢંકષ્ટ, દુ:ખ. વિસર-વિરૂ૫. કૂજંત-અવ્યક્ત શબ્દો કરવા. ઓયાએ-ઉપાણત. અહાલહસ્સાંસિ-ચયા પ્રકારે લઘુસ્વરૂપ, ઉદ્દિઢ-અમાસ, આશયસમય-નીકટના અવસરે, હસ્થાઓ-હાયથી, ગ્રહણ પ્રવૃતત્વથી. સાહત્યિ-સ્વહસો, સિંગાર-શૃંગારરસ, * * * ઉપસર્ગ-વચનરેટાવિશેષરૂપ ઉપવ.
અવયકાહ-અપેક્ષા કરો. મારી સાથે કરેલ હાસ્યાદિ, તેમાં અક્ષાદિ વડે