________________
૧/-[૮/૮૨ થી ૮૫
આગળ ચાલ્યો. - ૪ *
પાંડુકવન જઈને પાંડુકંબલા શિલાના સિંહાસને પૂર્વાભિમુખ બેઠો. એ રીતે ઈશાનાદિ વૈમાનિકો, ભવનપતીન્દ્રો, વ્યંતર ઈન્દ્રો, ચંદ્ર-સૂર્યાદિ જ્યોતિકો સપરિવાર મેરુ પર્વત આવ્યા.
૧૪૩
પછી અચ્યુત દેવેન્દ્ર જિનાભિષેક માટે આભિયોગિક દેવોને આદેશ આપ્યો. તેઓ ૧૦૦૮ સોનાના ઈત્યાદિ કળશો, શૃંગાર, દર્પણ, સ્વાલાદિ અભિષેક યોગ્ય સામગ્રી બનાવી. તે કળશાદિમાં ક્ષીરોદકાદિનું જળ, કમળ આદિ, માટી, હિમવત્ આદિ પર્વતો અને ભદ્રાશાલાદિવનના પુષ્પ, ગંધ, ઔષધિ આદિ એકઠા કર્યા. અચ્યુત દેવરાજે, હજારો સામાનિક દેવો સાથે જિનપતિનો અભિષેક કર્યો. અભિષેકમાં વર્તમાન ઈન્દ્રાદિ દેવોએ હાથમાં છત્ર, ચામર આદિ લીધેલા. વજ્ર, શૂલાદિ આયુધ લીધા. આનંદાશ્રુ સહ યાવત્ પર્યાપાસના કરી.
કેટલાંકે-ચતુર્વિધ વાધ વગાડ્યા-ગીતો ગાયા-નૃત્ય કર્યા - ચારે અભિનય કર્યા - બત્રીશ પ્રકારે નાટ્યવિધિ દર્શાવી. પછી ગંધ કાષાયિક વસ્ત્રથી ગાત્રો લુછ્યા, પછી અચ્યુતેન્દ્ર એ મુગુટાદિ વડે જિનને અલંકૃત્ કર્યા. પછી જિનપતિ પાસે અષ્ટ મંડલિક આલેખ્યા. પુષ્પપુંજ વિખેર્યો. સુગંધી ધૂપ કર્યો. ૧૦૮ સ્તુતિથી સ્તવના કરી.
એ
હે સિદ્ધ!, બુદ્ધ!, નીરજ !, શ્રમણ ! સમાહિત સમસ્ત સમ!, યોગી શલ્યર્ક્શન ! નિર્ભય !, નીરાગદ્વેષ !, નિર્મમ !, નિઃશલ્ય !, નિસરૢ !, માનમૂરણાગણ્ય ગુણરત્ન ! શીલસાગર ! ધર્મવર ચાતુરંગ ચક્રવર્તી ! તમને નમસ્કાર થાઓ. હે અરહંત ! ભગવંત ! તમને નમસ્કાર. એમ કહીને વાંદીને, તેમની સમીપે રહી પર્યુપાસના કરે છે, એ રીતે બધાંએ અભિષેક કર્યો. માત્ર બધાં પછી શકે અભિષેક કર્યો. અભિષેક અવસરે ઈશાને શક્રની જેમ પાંચ રૂપ કરી, જિનને ખોળામાં બેસાડવાની ક્રિયા કરી. પછી શકે જિનની ચારે દિશામાં ચાર શ્વેત વૃષભ કર્યા. તેના શીંગડાથી આઠ જળધારા એક સાથે છોડી. તે ભગવંતના મસ્તકે પડતી હતી. બાકીનું અચ્યુતેન્દ્રની માફક તેણે કર્યુ.
પછી શકે ફરી પાંચ રૂપ કર્યા. પૂર્વવત્ જિનને લઈને ચારે નિકાયના દેવથી પરીવરીને, વાધના નિનાદ સાથે, જિનનાયકને જિનમાતા સમીપે સ્થાપ્યા. જિન પ્રતિબિંબને નિદ્રાને પાછી સંહાં, ક્ષોમ અને કુંડલ યુગલ તીર્થંકરના ઓશીકાના મૂલે સ્થાપ્યા. શ્રીદામદંડ આદિ જિનના આલોક માટે રાખ્યા. પછી શકે, વૈશ્રમણને કહ્યુંઓ દેવાનુપ્રિય ! બત્રીશ હિરણ્ય કોટી અને સુવર્ણકોટી જિન્મ જન્મ ભવનમાં સંહરો. ભક દેવોએ તેમ કર્યુ. - X - દોહદના શબ્દથી નિપાતન માટે ‘મલ્લી’ નામ કર્યુ. અહીં જે સ્ત્રીત્વ હોવા છતાં અર્હત્-જિન-તીર્થંકર ઈત્યાદિ શબ્દોથી જે કહેવાયુ છે, તે અર્હત્ આદિ શબ્દોની બહુલતાથી પુંસત્વથી પ્રવૃત્તિ દર્શાવવા છે. - x - ઋષભ, મહાવીરના વર્ણનને ઘણાં વિશેષણ સાધર્મ્સથી અહીં કહેવું. તેથી આવશ્ય નિયુક્તિની
બે ગાથા કહી નથી.
મલ્લિ, ઐશ્વર્યાદિ ગુણ યોગથી ભગવતી અને અનુત્તર વિમાનથી અવતરેલ હોવાથી અનુપમ શોભાયુક્ત હતી. પર્રિકીર્ણ-પરિકરિત, પીઠમĚ-વયસ્ય, આ પ્રાયઃ
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
સ્ત્રીઓ જ સંભવે. અથવા અલૌકિક ચત્રિત્વથી પીઠમર્દકનું વિશેષણ ભગવતીને ન સંભવે તેમ નહીં. અસિતશિરોજા-કાળાકુંતલવાળ, સુનયના-સુલોચના, બિંબોષ્ઠી-ફળ વિશેષ જેવા આકારના હોઠવાળી, વામનનર્મની એ વિશેષણ ન સંભવે, કેમકે ભગવતી મલ્લી પ્રિયંગુવર્ણત્વથી શ્યામ હતા. [? લીલો વર્ણ અર્થ થવો જોઈએ, વ્યવહારમાં શ્યામ અર્થ કાળો કહેવાય છે જે સુવ્રત-ોમિનો કો છે. અથવા ‘શ્યામ' શબ્દથી પ્રિયંગુઆભા જાણવી.] અથવા વસ્કમલ-હરણના જેવો ગર્ભ, તેના જેવી ગૌરી, કસ્તુરી પણ શ્યામ હોય, તેમ શ્યામ વર્ણપણે જાણવી. પાઠાંતરથી વરકમલ કોમલાંગી. કુલ્લ-વિકસિત,
કમળ જેવા શ્વાસવાળી. - ૪ - ૪ -
૧૪૪
વિદેહરાયવસ્કન્ન-મિથિલાનગરીના રાજા કુંભની શ્રેષ્ઠ કન્યા. ઉક્કિટ્ટા-રૂપાદિ
વડે ઉત્કૃષ્ટ. દેશોન ૧૦૦ વર્ષ થતાં, મોહનઘર એટલે સંમોહ ઉત્પાદક ગૃહ કે રતિગૃહ, ગર્ભગૃહ-મોહનગૃહના ગર્ભ ભૂત વાસભવન, જાલઘ-જાળી જેવી ભીંતો જેમાં છે તેવું મિત્તે વ - મૃત સર્પના કલેવરની ગંધ જેવી ગંધ કે તેની જ ગંધ અહીં ચાવત્ શબ્દથી ગોમૃતક, શ્વાનમૃતક, દીપડાનું મૃતક, મારમૃતક, મનુષ્ય મૃતક, મહિષમૃત, ઉંદરમૃતક, અશ્વમૃતક આદિ જાણવું. અહીં મૃતક અર્થાત્ જીવ વિમુક્ત માત્ર હોવાથી કોહવાયેલ, તેના જેવી દુર્ગંધ.
વિનષ્ટ-વિવિધ વિકારોથી સ્વરૂપ રહિત, જેનાથી તીવ્રતર દુષ્ટ ગંધ યુક્ત હતું, શીકારી શીયાળાદિ વડે ભક્ષણથી વિરૂપ અને બિભત્સ અવસ્થાને પ્રાપ્ત તીવ્ર અશુભ ગંધ. કિમિ-કૃમિ, આકુલ-સંકીર્ણ, સંસક્ત-સંબદ્ધ, અશુચિ-અસ્પૃશ્યત્વથી અપવિત્ર, વિલિન-જુગુપ્સાના ઉત્પાદકત્વથી, વિકારત્વથી વિકૃત્, જોવાને અયોગ્ય હોવાથી બીભત્સ, અર્થાત્ ભોજનના કોળીયાની ગંધ આનાથી પણ અનિષ્ટતર, અકાંતતર, અપ્રીતિકર, અમનોજ્ઞતર હતી.
• સૂત્ર-૮૬ ઃ
તે કાળે, તે સમયે કૌશલ જનપદ હતું, ત્યાં સાકેત નગર હતું. તેના ઈશાન ખૂણામાં એક મોટું નાગગૃહ હતું. તે દિવ્ય, સત્ય, સત્ય-ઉપાય, દેવાધિષ્ઠિત હતું. તે નગરમાં પ્રતિબુદ્ધિ ઈક્ષ્વાકુરાજ રહેતો હતો. પદ્માવતી રાણી, સુબુદ્ધિ અમાત્ય હતો, તે શામ-દંડાદિ નીતિકુશલ હતો.
ત્યારે પદ્માવતીને કોઈ દિવસે નાગપૂજા અવસર આવ્યો. ત્યારે તે પદ્માવતી નાગપૂજા ઉત્સવ જાણીને, પ્રતિબુદ્ધિ પાસે આવી. બે હાથ જોડીને કહ્યું – હે સ્વામી ! મારે કાલે નાગપૂજા આવશે. તો હે સ્વામી ! હું ઈચ્છું છું કે તમારી અનુજ્ઞા પામીને નાગપુજાયેં જઉં, હે સ્વામી ! મારી નાગપૂજામાં પધારો. ત્યારે પ્રતિબુદ્ધિએ પદ્માવતી દેવીની આ વાત સ્વીકારી.
ત્યારે પદ્માવતી, પ્રતિબુદ્ધિ રાજાની આજ્ઞા પામી, હર્ષિત થઈ. કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું હે દેવાનુપિયો ! મારે કાલે નાગપૂજા છે. તમે માલાકારને બોલાવો અને કહો પદ્માવતી રાણીને કાલે નાગયજ્ઞ છે, તો હે દેવાનુપિયો ! તમે જલજ, સ્થલજ પંચવર્ણી ફૂલો નાગૃહે લઈ જાઓ અને એક મોટુ શ્રીદામકાંડ લઈ જાય. ત્યારપછી જલ-સ્થલજ પંચવર્ષી પુષ્પોથી
-