________________
૧/-/૮/૬ થી ૮૦
નાવ રાય - બે માસિકી, ત્રણ માસિકી, ચાર માસિકી, પાંચ માસિકી, છ માસિકી, સાતમાસિકી, પહેલી સાત અહોરાત્રિકી, બીજી સાત અહોરાગિકી, ત્રીજી સાત અહોરાત્રિકી, અહોરાત્રિકી.
૧૩૯
સિંહનિષ્ક્રિડિત-સિંહ જ વિચરતા પાછળના ભાગને અવલોકે છે, તેમ અહીં
પણ બતાવ્યુ. આ તપ બે ભેદે છે - મહા અને લઘુ. તેમાં લઘુ સીંહનિષ્ક્રિડિતમાં એકથી નવ ઉપવાસ સુધી પછી પાછા ફરતા નવથી એક ઉપવાસ સુધી. તે બંનેની વચ્ચે છ-છ ઉપવાસ સહિત આવે છે. અહીં - ૪ - ૧૫૪ તપના દિવસ અને ૩૩
પારણા દિનની એક પરિપાટી છ માસ અને સાત રાતદિવસ અધિક થાય છે. પહેલી
પરિપાટીમાં બધાં સર્વકામગુણિક પારણા-વિગઈયુક્ત પારણા. બીજામાં વિગઈ સહિત, ત્રીજામાં અલેપ્પકૃત્, ચોથામાં આયંબિલથી પારણું. પહેલી પરિપાટીનું ચારગણું તે
સર્વ પ્રમાણ.
મહાસિંહનિષ્ક્રિડિત પણ એ રીતે જ થાય. માત્ર-ઉપવાસથી ૧૬ ઉપવાસ સુધીની પ્રત્યાવૃત્તિમાં ૧૬થી એક ઉપવાસ પર્યન્ત મધ્યે ૧૫-૧૫ ઉપવાસાદિ બધું સ્વયં જાણવું. સ્કંદક, ભગવતીના બીજા શતકમાં છે તે, અથવા અહીં જેમ મેઘકુમારમાં વર્ણવ્યુ તે. - x - રોજના બે ભોજન પ્રસિદ્ધ હોવાથી બે માસના ઉપવાસમાં ૧૨૦ ભક્ત, જયંત તે અનુત્તરવિમાન.
- સૂત્ર-૮૧ -
ત્યાં કેટલાંક દેવોની સ્થિતિ ૩૨-સાગરોપમ છે, ત્યાં મહાબલ સિવાયના છ દેવોની સ્થિતિ દેશોનાં ૩૨-સાગરોપમ હતી, મહાબલ દેવની પ્રતિપૂર્ણ ૩ર
સાગરોપમ સ્થિતિ હતી.
ત્યારપછી તે મહાબલ સિવાયના છ દેવો ત્યાંથી આયુ-સ્થિતિ-ભવનો ક્ષય થતાં અનંતર ચ્યવીને આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં વિશુદ્ધ પિતૃ-માતૃ વંશમાં રાજકુળમાં અલગ-અલગ કુમારપણે ઉત્પન્ન થયા. તે આ - પ્રતિબુદ્ધિ ઈક્ષ્વાકુ રાજ-પ્રતિબુદ્ધિ ગરાજ-ચંદ્રચ્છાય, કાશીરાજ-શંખ, કુણાલાધિપતિ રુક્મિ, ગુરુરાજ-દીનશત્રુ, પંચાલાધિપતિ જિતશત્રુ.
ત્યારપછી મહાબલ દેવ ત્રણ જ્ઞાન સહિત, ઉચ્ચ સ્થાન સ્થિત ગ્રહોમાં,
સૌમ્ય, વિતિમિર અને વિશુદ્ધ દિશા હતી, જયકારી શકુનમાં, દક્ષિણી-અનુકૂળભૂમિમાં પ્રસરતો વાયુ વહેતો હતો ત્યારે, ધાન્ય નિષ્પન્ન થયેલ કાળમાં, મુદીતપ્રક્રિડીત-જનપદ હતુ ત્યારે મધ્ય રાત્રિ કાળ સમયમાં, અશ્વિની નક્ષત્રનો યોગ થતા, હેમંતઋતુના ચોથો માસ, આઠમો પક્ષ, ફાગણ સુદ ચોથે જયંત વિમાનથી બર્ગીશ સાગરોપમ સ્થિતિ પૂર્ણ કરી, અનંતર વીને, આ જ જંબૂતીપના ભરત ક્ષેત્રમાં મિથિલા રાજધાનીમાં કુંભ રાજાની પ્રભાવતી રાણીની કુક્ષીમાં દેવ સંબંધી આહાર-શરીર-ભવ છોડીને ગર્ભપણે ઉપજ્યા.
--
તે રાત્રે ચૌદ મહાવન જોયા-વર્ણન. કુંભ રાજાને કહેવું. સ્વપ્ન પાઠકોને પૃચ્છા. યાવત્ વિચરે છે.
ત્યારપછી તે પ્રભાવતીને ત્રણ માસ પ્રતિપૂર્ણ થતાં આવા સ્વરૂપનો દોહદ
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
ઉપજ્યો-તે માતાઓ ધન્ય છે, જે જલ-સ્થલજ ઉત્પન્ન અને દેદીપ્યમાન, પંચવર્ષી
પુષ્પમાળાથી આચ્છાદિત-પ્રચ્છાદિત શય્યામાં સુખથી સુતી વિચરે છે, પાડલમાલતી-સંપક-અશોક-પુન્નાગ-નાગમરુત-દમનક-અનવધ-કોરંટ પત્રોથી ગુંથેલી, પરમ સુખદ સ્પર્શવાળી, દર્શનીય, મહા સુગંધયુક્ત શ્રી દામકાંડના સમૂહને સુંઘતી દોહદ પૂર્ણ કરે છે.
ત્યારપછી તે પ્રભાવતી રાણીને આવા સ્વરૂપના દોહદ ઉત્પન્ન થયેલ જાણીને, નીકટવર્તી વ્યંતર દેવો જલ્દીથી જલ-થલજ યાવત્ પંચવર્ણી કુંભ અને ભાર પ્રમાણ પુષ્પ કુંભ રાજાના ભવનમાં સંહરે છે. એક મહાન્ શ્રીદામ કાંડ યાવત્ સુગંધ છોડતું લાવે છે. ત્યારે તે પ્રભાવતી રાણી જલસ્થલજ યાવત્ માલ્યથી દોહદને પૂર્ણ કરે છે ત્યારે તે પ્રભાવતી રાણી પશસ્ત દોહદ થઈને સાવ વિચરે છે.
૧૪૦
ત્યારપછી તે પ્રભાવતી દેવી નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થતાં, હેમંતઋતુના પહેલા માસે, બીજા પક્ષમાં, માગસર સુદ-૧૧-ના મધ્ય રાત્રિમાં, અશ્વિની નક્ષત્રમાં, ઉચ્ચ સ્થાને ગ્રહો હતા, યાવત્ પ્રભુતિ-પ્રાક્રીડિત જનપદમાં
અરોગી માતાએ આરોગી ૧૯માં તીર્થંકરને જન્મ આપ્યો.
• વિવેરાન-૮૧ -
ઇક્ષ્વાકુ વંશજ કે ઈક્ષ્વાકુ જનપદનો રાજા, તે કોશલ જનપદ પણ કહેવાય છે. જેમાં અયોધ્યા નગરી છે. અંગરાય-અંગજનપદ. જેમાં કાંપિલ્સ-ચંપાનગરી છે,
કાશી જનપદમાં વારાણસી છે ઈત્યાદિ - ૪ -
ઉચ્ચઢ઼ાણસ્થિત-સૂર્ય આદિ ગ્રહો, મેષાદિ રાશિમાં ઉચ્ચ સ્થાને રહેલ હતા. મેષ-વૃષભ-મકર-કન્યા-કર્ક-મીન-તુલામાં ઉચ્ચ થાય છે. સૂર્યાદિના ઉચ્ચ અંશો અનુક્રમે ૧૦,૩,૨૮,૧૬,૫,૨૭,૨૦ કહ્યા છે.
સૌમ્ય-દિગ્દાહાદિ ઉત્પાદવર્જિત, વિતિમિર-તીર્થંકર ગર્ભાધાનના અનુભાવથી અંધકાર રહિત, વિશુદ્ધ-ધૂળરહિત, જયિક-રાજાદિને વિજયકારી શકુન, પ્રદક્ષિણાવર્તતી અનુકૂળ, વાયુ વહેવાથી, ધાન્ય નિષ્પન્ન ભૂમિવાળો કાળ, તેથી હર્ષિત થઈ ક્રીડા કરતા વિદેહ જનપદમાં વસતા લોકો, શીતકાળનો ચોથો માસ, આઠમો પક્ષ તે ફાગણ સુદની ચોથ, મધ્યરાત્રિમાં. - - બીજી વાચનામાં ગ્રીષ્મમાં પહેલો માસ લખે છે, તેમાં ચૈત્રસુદ-૪- થાય. ત્યાંથી માગસર સુદ-૧૧-સુધીમાં સાતિરેક નવ માસ, અભિવર્ધિત માસની કલ્પનાથી સંભવે છે. અહીં સત્ય શું ? તે વિશિષ્ટ જ્ઞાનીગમ્ય છે.
અનંતર-અવ્યવહિત, ચઇત્તા-ત્યજીને, આહારાદિ-દેવ આહાર છોડીને, દેવગતિ
છોડીને, વૈક્રિય શરીર છોડીને અથવા અપૂર્વાહાર છોડીને મનુષ્યાહાર ગ્રહણ. વ્યુત્ક્રાંતઉત્પન્ન માલ્ય-પુષ્પ, અત્થયપરત્થય - આચ્છાદિત, પુનઃ પુનઃ આચ્છાદિત, નિવઠ્ઠાસુતેલ, શ્રીદામ્ન-શોભાવાળા પુષ્પોનું કાંડ-સમૂહ અથવા ખંડ-દંડ, પાટલ આદિ પુષ્પજાતિ છે. જો કે મરુબક-પત્રની જાતિ છે. અણોજ્જ-નિર્દોષ, કુબ્જક-શતપત્રિકા. મહા ગંધદ્ધણિમુયંત-મહા પ્રકારે સુરભિગંધગુણ તૃપ્તિ હેતુ પુદ્ગલ સમૂહ છોડતાં. - X - આરોગ્ગારોન્ગ-બાધારહિત માતા અને તીર્થંકર.