________________
૧/-/૪/૬૨
૧૧૩
થયેલ તટ, તેમાં જે અગાધ, શીતળ જળ છે, ક્યાંક સ્વચ્છ-વિમલ-સલીલ પદો છે. પ્રતિચ્છન્ન-આચ્છાદિત. સંછન્ન-આચ્છાદિત, પત્ર-પદ્મિની દલ, બિશ-પદ્મિનીમૂલ, મૃણાલનલિનનાલ, પાઠાંતરથી પદ્મિનીદલ, કુસુમદલથી આચ્છાદિત. ઘણાં ઉત્પલાદિ, કેસર પ્રધાન-જળ પુષ્પોથી સમૃદ્ધ. તેમાં ઉત્પલાદ, કુમુદ, પુંડરી, શતાદિથી ઉપયિત.
તે ૫૫દથી પરિભુજ્યમાન કમળ, સ્વચ્છ-વિમલ-સલિલ વડે પૂર્ણ. જેમાં મત્સ્ય, કાચબાઓ ભમે છે, અનેક પક્ષી ગણ મિથુનાર્થે વિચરે છે. - ૪ - ૪ - પાપકારીપણાથી પાપી, ક્રોધ વડે ચંડ, ભીષણાકાર વડે રૌદ્ર, તેનાથી તે વિવક્ષિત વસ્તુ પામવા ઈચ્છે છે, સાહસથી પ્રવૃત્ત, - x - માંસાદિને પ્રાર્થતા, માંસાદિનું ભોજન કર્યા, માંસાદિ
વલ્લભ, માંસ લંપટ, માંસની ગવેષણા કરતા રાત્રિ અને સંધ્યામાં ફરવાના સ્વભાવવાળા, દિવસે છૂપાઈને રહેતા હતા.
સૂર્ય અત્યંત અસ્ત થતા, સંધ્યા વીતતા, મનુષ્યો ભ્રમણથી વિરત થઈ, - x
- જન સંચાર વિરહિત હોય છે. - ૪ - X +
છવિચ્છેદ-શરીર છેદ. શરીથી શ્રાંત, મનથી ખિન્ન કે ઉભયથી પરિત્રાંત. - x - કાચબાની ઉત્કૃષ્ટ ગતિથી, ત્વરિતાદિ ગતિ વડે. - ૪ -
જ્ઞાતોપનય નિગમન સરળ છે. - x - વિશેષ આ-કાચબો તે સાધુ, શીયાળ તે રાગ-દ્વેષ, પાંચ ઈન્દ્રિયો, શબ્દાદિ વિષયમાં ઈન્દ્રિય પ્રવૃત્તિ - x - ઈત્યાદિ વૃત્તિ સરળ છે. અહીં વૃત્તિકારે બે ગાથા મૂકી છે. - જે સરળ છતાં મનનીય છે. જરૂર જોવી. કેમકે તે નિષ્કર્ષરૂપ ગાથા છે.
14/8
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧૧૪
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
અધ્યયન-૫-“શૈલક'
— * - * — * - * —
• હવે શૈલક નામે પાંચમું જ્ઞાત અધ્યયન-આનો પૂર્વની સાથે આ સંબંધ છે • પૂર્વમાં અસંલીન-સંલીન ઈન્દ્રિયનો અનર્થ-અર્થ કહ્યો, અહીં પહેલા અસંલીન થઈ
પછી સંલીન થનારની અર્થ પ્રાપ્તિ કહે છે.
- સૂમ-૬૩ :
ભગવન્ ! જો શ્રમણ ભગવંત મહાવીરે ચોથા જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવન્ ! પાંચમાં જ્ઞાતનો શો અર્થ કહ્યો છે ?
હે જંબૂ ! તે કાળે, તે સમયે દ્વારવતી નગરી હતી. તે પૂર્વે-પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ પહોળી હતી. નવ યોજન લાંબી, બાર યોજન પહોળી હતી, કુબેરની મતિથી નિર્મિત, સુવર્ણના શ્રેષ્ઠ પ્રાકાર, પંચવર્ષી વિવિધ મણિના બનેલ કાંગરાથી શોભિત, અલકાપુરી સદેશ, પ્રમુદિત-ક્રીડિત, પ્રત્યક્ષ દેવલોકરૂપ હતી.
તે દ્વારવતી નગરી બહાર ઈશાનખૂણામાં રૈવતક પર્વત હતો, તે ઉંચો, ગગનતલને સ્પર્શતા શિખરવાળો, વિવિધ ગુચ્છ-ગુલ્મ-લતા-વેલથી વ્યાપ્ત હતો. હંસ-મૃગ-મયુર-કીય-સારસ-ચક્રવાક-મેના-કોયલના ઝુંડોથી વ્યાપ્ત હતો. અનેક તટ-કટક-વિવ-ઉઝર-પ્રપાત-પ્રાભાર-શિખર પ્રચુર હતો. અારણ, દેવસમૂહ, ચારણ, વિધાધરોના યુગલોથી યુક્ત હતો. તેમાં દશાર વંશીય વીર પુરુષો, ત્રૈલોક્યમાં બળવાન, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન, સુરૂપ, પ્રાસાદીયાદિ હતા. તે રૈવતકની સમીપ નંદનવન ઉર્ધાન હતું, તે સઋિતુક પુષ્પ-ફળ સમૃદ્ધ, રમ્ય, નંદનવન સશ પ્રાસાદીયાદિ હતું.
તે ઉધાનના બહુ મધ્ય દેશ ભાગે સુરપ્રિય યક્ષાયતન હતું.
તે દ્વારવતીમાં કૃષ્ણ નામે વાસુદેવ રાજા રહેતો હતો. તે ત્યાં સમુદ્રવિજય પ્રમુખ દશ દશાહ, બલદેવ પ્રમુખ પાંચ મહાવીરો, ઉગ્રસેન પ્રમુખ ૧૬,૦૦૦ રાજાઓ, પ્રધુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમારો, શાંબ આદિ ૬૦,૦૦૦ દુદો, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીરો, મહારોન આદિ ૫૬,૦૦૦ બળવાન પુરુષો, રુમીણી
આદિ ૩૨,૦૦૦ રાણીઓ, અનંગસેના આદિ અનેક હજાર ગણિકાઓ અને બીજા પણ ઘણાં ઈશ્વર, તલવર યાવત્ સાર્થવાહ વગેરે તથા વૈતાઢ્ય ગિરિ અને સમુદ્ર પર્યન્ત દક્ષિણાઈ ભરતનું અને દ્વારવતી નગરીનું આધિપત્ય યાવત્ પાલન કરતો વિચરતો હતો.
• વિવેચન-૬૩ :
સૂત્ર સુગમ છે. વિશેષ એ - ધનપતિ એટલે વૈશ્રમણ, તેની મતિથી નિરૂપિત, અલકાપુરી-ઈન્દ્રનગરી, તેના નગરજનો ક્રીડા કરવાથી પ્રમુદિત હતો. રૈવતક-ઉજ્જયંત, મયણસાલ-મેના... કટક-ગંડ શૈલ, વિચર-વિવરો, અવજ્ઝર-ઝરણા, પ્રાભાર-કંઈક નમેલ ગિરિદેશ. - ૪ - ચારણ-જંઘા ચારણાદિ. - ૪ - સંવિચિણ-આસેવિત. નિત્યસર્વદા, ક્ષણ-ઉત્સવો. કોનો ? દસાર-સમુદ્રવિજયાદિ, તેમની મધ્યે ઉત્તમ, તેજ વીરધીર પુરુષ. તેલ્લોબલવક-નેમિનાથસહિત હોવાથી બળવાન્.