________________
૧૧/-/૧૦/૫૧૦
અજીવને પણ જાણે છે, ત્યારપછી સિદ્ધ-બુદ્ધ થશે ઈત્યાદિ. પોલા ગોળા આકારે વચ્ચે પોલા ગોળા આકારે છે, કેમકે અલોકમાં “લોક” પોલાણ જેવો લાગે છે. અધોલોક ક્ષેત્રલોકમાં - જેમ ઐન્દ્રી દિશા, તેમ સંપૂર્ણ કહેવું. તે શતક-૧૦ના ઉદ્દેશા-૧-માં જેમ ઐન્દ્રી દિશા કહી, તેમ અધોલોકનું સ્વરૂપ સંપૂર્ણ કહેવું. તે આ રીતે - ભગવન્ ! અધોલોક ક્ષેત્રલોકમાં શું જીવો, જીવ દેશો, જીવપ્રદેશો, જીવો, અજીવદેશો, અજીવ પ્રદેશો છે ? ગૌતમ ! જીવ પણ છે, જીવના દેશ અને પ્રદેશ પણ છે. અજીવ પણ છે, અજીવના દેશ અને પ્રદેશો પણ છે ઈત્યાદિ. અધોલોક, તિર્થાલોકમાં પૂર્વે સાત પ્રકારે અરૂપી કહ્યા ઃ- ધર્મ-અધર્મ-આકાશાસ્તિકાયના દેશ, પ્રદેશ અને કાળ. ઉર્ધ્વલોકે સૂર્યપ્રકાશ ન હોવાથી કાળ નથી, તિાં અને અધોલોકમાં સૂર્ય પ્રકાશનો સદ્ભાવ છે. તેથી (પહેલામાં) છ ભેદ જ કહ્યા.
૧૩૫
લોકમાં - જેમ બીજા શતકમાં “અસ્તિ' ઉદ્દેશક છે, તેમ કહેવું લોકાકાશમાં વિષયભૂત જીવાદિ કહ્યા, તેમ અહીં પણ કહેવા. કેવળ આટલું વિશેષ છે કે – ત્યાં અરૂપી પાંચ ભેદે કહ્યા, અહીં સાતભેદે કહેવા. ત્યાં લોકાકાશને આધારપણે વિવક્ષા કરી, તેથી આકાશના ભેદ ત્યાં કહ્યા નથી. અહીં લોક અસ્તિકાયસમુદાયરૂપ આધારપણે વિવક્ષિત છે, તેથી આકાશભેદ પણ કહેવા જોઈએ, તેથી સાત ભેદ છે. તે આ રીતે - લોકમાં પરિપૂર્ણ વિધમાન હોવાથી ધર્માસ્તિકાય છે, ધર્માસ્તિકાયના દેશ હોતા નથી, કેમકે ધર્માસ્તિકાયનો તેમાં સદ્ભાવ છે. ધર્માસ્તિકાયના તપત્વી ધર્માસ્તિકાયના પ્રદેશો તેમાં હોય છે, તેથી બે ભેદ થયા. એ રીતે અધર્માસ્તિકાયના પણ બે ભેદ એટલે કુલ-૪. આકાશાસ્તિકાય નથી, કેમકે લોકનું આ દેશત્વપણું છે. આકાશના દેશ હોય છે, કેમકે તે લોકના અંશત્વ રૂપ છે, લોકના પ્રદેશ હોય છે, કાળ હોય છે. તેથી-૭.
અલોકમાં - અહીં અતિદેશ છે. તે આ રીતે - ભગવન્ ! અલોકમાં જીવ, જીવદેશ યાવત્ અજીવ પ્રદેશ છે ? ગૌતમ ! જીવદેશ, પ્રદેશ, અજીવદેશ કે અજીવ પ્રદેશ નથી, એક અજીવ દ્રવ્યદેશમાં અનંત અગુરુ લઘુ ગુણથી સંયુક્ત સર્વાકાશ અનંત ભાગન્યૂન છે. અર્થાત્ લોક લક્ષણથી સમસ્ત આકાશના અનંત ભાગથી ન્યૂન છે.
અધોલોક ક્ષેત્રલોકના એક આકાશપ્રદેશમાં જીવો નથી, કેમકે એક પ્રદેશમાં તેનું અવગાહન નથી. ઘણાં જીવોના દેશ અને પ્રદેશનું અવગાહન છે. જો કે ધર્માસ્તિકાયાદિ અજીવદ્રવ્ય એકત્ર આકાશ પ્રદેશને અવગાહતું નથી, તો પણ પરમાણુકાદિ દ્રવ્યોના કાળદ્રવ્યના અવગાહનના થકી અજીવો પણ છે, તેમ કહ્યું. દ્વિ અણુકાદિ સ્કંધ દેશોનું અવગાહનત્વ હોવાથી ‘અજીવદેશો’ પણ છે, તેમ કહ્યું. ધર્મઅધર્માસ્તિકાયના પ્રદેશો અને પુદ્ગલ દ્રવ્યપ્રદેશોના અવગાહનત્વથી ‘અજીવપ્રદેશો' છે, તેમ પણ કહ્યું. મધ્યના ભંગરહિત - તે શતકદશમા કહેલ ભંગત્રિકમાં - “અથવા
એકેન્દ્રિય દેશો અને બેઈન્દ્રિય દેશો'' રૂપ જે મધ્યમ ભંગ, તેનાથી રહિત આ ભંગ
૧૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
કહેવા. અર્થાત્ સૂત્રમાં બતાવેલ બે ભંગ કહેવા, મધ્યમ ભંગ અહીં અસંભવ હોવાથી ન કહેવો. બેઈન્દ્રિયના એકત્ર આકાશ પ્રદેશમાં ઘણાં દેશો હોતા નથી, માત્ર એક જ દેશ હોય છે.
આન વિદિઓ - અથવા “ઓકેન્દ્રિયના પ્રદેશો અને બેઈન્દ્રિયના પ્રદેશો’
· એ સ્વરૂપના આધ ભંગ વિરહિત ત્રણ ભંગ. સૂત્રમાં બતાવેલ બે ભંગ કહેવા. પહેલો ભંગ અહીં અસંભવ છે. એક આકાશપ્રદેશમાં કેવલિ સમુદ્દાત વિના એક જીવના એક પ્રદેશનો સંભવ નથી. - - વિષ્ણુ તિવષંશો - અનિન્દ્રિયોમાં ઉક્ત ત્રણે ભંગ પણ સંભવે છે, તે પ્રમાણે કહેવું. - ૪ - ૪ -
નો ધયિાય - ધર્માસ્તિકાય એકત્ર આકાશપ્રદેશમાં ન સંભવે. કેમકે અસંખ્યાત પ્રદેશો અવગાહેલા હોય છે. - ૪ - ૪ - ૪ - એ પ્રમાણે અધર્માસ્તિકાય
નથી, અધર્માસ્તિકાયદેશ, અધર્માસ્તિકાય પ્રદેશ છે, એ પ્રમાણે કહેવું. અધ્ધાસમય નથી. ઉર્ધ્વલોકમાં અદ્ધાસમય નથી, તે અરૂપી ચાર ભેદે - ધર્માસ્તિકાયદેશ આદિ,
ઉર્ધ્વલોકમાં એકત્ર આકાશ પ્રદેશમાં સંભવે છે.
લોક'ના જેમ અધોલોક ક્ષેત્રલોકમાં એક આકાશપ્રદેશમાં જે વક્તવ્યતા કહી, તે વક્તવ્યતા લોકના પણ એકત્ર આકાશપ્રદેશમાં કહેવી. તે આ છે - ભગવન્ ! લોકના એક આકાશપ્રદેશમાં શું જીવો છે ? ઈત્યાદિ પૃચ્છા. ગૌતમ ! ‘જીવ નથી' ઈત્યાદિ પૂર્વવત્ કહેવું અધોલોક ક્ષેત્રલોકમાં અનંતા વર્ણર્યવા એકગુણ કાળા આદિના અનંતગુણ કાળા આદિ સુધીના પુદ્ગલો ત્યાં હોય છે, એ ભાવ છે અલોક સૂત્રમાં અગુરુલઘુ પર્યવયુક્ત દ્રવ્યોના પુદ્ગલાદિનો અભાવ છે.
- સૂત્ર-૫૧૧ થી ૫૧૩ :
[૫૧૧] ભગવન્ ! લોક કેટલો મોટો છે ? ગૌતમ ! આ જંબૂદ્વીપ દ્વીપ, સર્વે દ્વીપોથી યાવત્ પરિધિથી છે. તે કાળે, તે સમયે છ મહર્ષિક યાવત્ મહાસૌખ્ય દેવો, જંબુદ્વીપના મેરુ પર્વતની મેરુ ચૂલિકાની ચોતરફ ઉભા રહ્યા. નીચે ચાર દિક્કુમારી મહત્તકિાઓ ચાર બલિપિંડ લઈને બુદ્વીપની ચારે દિશામાં બહારની તરફ મુખ રાખીને ઉભી રહી. તે ચારે બલિપિડ સમક-શમકની બાહ્યાભિમુખ ફેંક્યા. હે ગૌતમ ! ત્યારે તે દેવોમાંથી એક-એક દેવ, ચારે બલિપિંડોને પૃથ્વીતલ ઉપર પહોંચ્યા પહેલા, જલ્દીથી ગ્રહણ કરવામાં સમર્થ હોય. તેવા તે દેવોમાંથી એક દેવ, હે ગૌતમ ! તે ઉત્કૃષ્ટ યાવત્ દેવગતિથી પૂર્વમાં જાય, એ પ્રમાણે એક દક્ષિણમાં, એક પશ્ચિમમાં, એક ઉત્તરમાં જાય, એ રીતે એક દૈવ ઉર્ધ્વમાં અને એક દેવ અધોભિમુખ જાય.
તે જ કાળે, તે સમયે ૧૦૦૦ વર્ષના આયુવાળા એક બાળકે જન્મ લીધો. ત્યારે તે બાળકના માતાપિતા મૃત્યુ પામ્યા. (તેટલા સમયમાં) તે દેવ, લોકના અંતને પ્રાપ્ત કરી શકતા નથી. ત્યારપછી તે બાળક પણ આવુ પૂર્ણ થતાં મૃત્યુ પામ્યો. તેટલા સમયમાં પણ તે દેવ, લોકના અંતને પામી શકતો નથી. ત્યારપછી