________________
૯/-/૩૩/૪૬૩
૬૧
શ્રેષ્ઠી, સાર્થવાહ, દૂત, સંધિપાલ સાથે પરિવરેલો. તેનો અર્થ આ પ્રમાણે છે – ગણનાયક - સ્વાભાવિક મહત્તર, દંડનાયક-તંત્રપાલક, રાજા-માંડલિક, ઈશ્વરૂ
યુવરાજ, તલવ-ખુશ થયેલા રાજાએ આપેલ પબંધથી વિભૂષિત રાજસ્થાનીયો, માડંબિક-મડંબના અધિપતિ, કૌટુંબિક-કેટલાંક કુટુંબના સ્વામી, અવલગક-સેવક, મહામંત્રી-મંત્રી મંડલમાં મુખ્ય, ગણક-ગણિતજ્ઞ, દીવાસ્કિ-પ્રતીહાર, અમાત્ય-રાજ્યના અધિષ્ઠાયક, ચેટ-પાદમૂલિકા, પીઠમર્દક-આસને બેઠેલ સેવક-વયસ્થ, નગર-નગરવાસી પ્રજા, નિગમ-કારણિકો, શ્રેષ્ઠી-શ્રીદેવતા અધ્યાસિત સોનાના પટ્ટથી વિભૂષિત મસ્તકવાળા, સેનાપતિ-સૈન્યનાયકો, દૂત-બીજાને રાજાના આદેશના નિવેદક, સંધિપાલ
રાજ્ય સંધિરક્ષકો, તેમના સહિત, તેમની વડે પરિવરીત એવા. - ૪ - X + X - - ચડગર-વિસ્તરવંત, પહક-સમૂહ તેમના વૃંદથી પરિવરેલ.
પુષ્પ, તંબોલ, આયુધ આદિ. અહીં આદિ શબ્દથી શેખર, છત્ર, ચામરાદિ લેવા. મયંત - શૌય અર્થે જળનો સ્પર્શ કરેલ, રોઙે આચમન વડે અશુચિદ્રવ્યને દૂર કરેલ, તે જ કારણે અતિ પવિત્ર થયેલ જેણે હાથને અંજલિ કરવા વડે મુકુલવત્ કર્યા છે તે.
• સૂત્ર-૪૬૪ :
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમાર શ્રમણ ભગવંત મહાવીર વડે એ પ્રમાણે કહેવાતા હર્ષિત, સંતુષ્ટ થઈને ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા યાવત્ નમસ્કાર કરીને, તે જ ચાતુઈટ અશ્વસ્થમાં આરૂઢ થઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે બહુશાલક ચૈત્યથી નીકળે છે, નીકળીને કોરંટ પુષ્પની માળા યુક્ત છત્રને ધારણ કરીને મહાન ભટ્ટ, ચડગર યાવત્ પરિવરીને જ્યાં ક્ષત્રિયકુંડગ્રામ નગર છે, ત્યાં આવે છે. આવીને ક્ષત્રિયકુંડગ્રામ નગરની વચ્ચોવચથી જ્યાં પોતાનું ઘર છે. જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે. ત્યાં આવે છે, આવીને ઘોડાને રોકે છે, રોકીને રથને સ્થાપે છે. સ્થાપીને થમાંથી ઉતરે છે, ઉતરીને જ્યાં અત્યંતર ઉપસ્થાન શાળા છે, જ્યાં માતાપિતા છે, ત્યાં આવે છે.
ત્યાં આવીને માતા-પિતાને જય-વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહ્યું – નિશ્ચયથી હે માતા-પિતા ! મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળ્યો, તે ધર્મ મને ઈષ્ટ, પ્રતિષ્ટ, અભિરુચિકર લાગ્યો. ત્યારે તે માલિ ક્ષત્રિયકુમારના માતા-પિતા આમ બોલ્યા હે પુત્ર! તને ધન્ય છે, હું કૃતાર્થ છે, તું કૃષુ છે, તું કૃતલક્ષણ છે, જે તે શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ સાંભળ્યો, તે ધર્મ તને ઈષ્ટ, પ્રતિષ્ટ, રુચિકર લાગ્યો છે.
-
ત્યારે જમાલિ ક્ષત્રિયકુમાર, માતાપિતાને બીજી વખત પણ આમ કહ્યું કે – નિશ્ચયથી મેં ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળ્યો છે, યાવત્ મને રુચેલ છે. તેથી હે માતાપિતા ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું, જન્મ-જરા-મરણથી ભયભીત થયો છું, તેથી હે માતા-પિતા ! હું તમારી અનુજ્ઞા પામીને શ્રમણ
૬૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ભગવંત મહાવીર પાસે મુંડ થઈને, ઘરથી નીકળી, અણગારિક પ્રવ્રજ્યા લેવા ಶಬ್ಧ ಹೈ.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની માતા, તે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમણામ, અશ્રુતપૂર્વ વાણી સાંભળી, સમજીને, રોમ-કૂપથી વહેતા પીનાથી તેણીનું શરીર ભીંજાઈ ગયું, શોકના ભારથી તેણીના અંગે અંગ કાંપવા લાગ્યા, નિસ્તેજ, દીન-વિમનસ્ક વચના, હથેળીથી મસળેલ કમળ માળાની જેમ તેનું શરીર મુઈ ગયું. દુર્બળ થઈ ગયું, તેણી લાવણ્ય શૂન્ય, કાંતિરહિત, શોભાહીન થઈ ગઈ. આભૂષણ ઢીલા થઈ ગયા, હાથની શ્વેત ચૂડીઓ નીચે પડી ભાંગી ગઈ, ઉત્તરીય વસ્ત્ર શરીરથી હટી ગયું. મૂવિશ તેણીની ચેતના નાશ પામી તેણીનો સુકોમળ કેશરાશિ વિખરાઈ ગયો, કુહાડીથી છેદેલ સંપકલતા માફક અને મહોત્સવ પુરો થયા પછીના ઈન્દ્રદંડની માફક શોભાહીન થઈ. તેણીના સંધિબંધન ઢીલા થઈ ગયા, ધસ કરતી સવગિસહિત પડી.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની માતા સંભતપૂર્વક અહીં-તહીં પડતી એવી માતા ઉપર દાસીઓએ જલ્દી સ્વર્ણકળશના મુખથી નીકળતી શીતળ, નિર્મલ જલધારા સિંચિને શરીરને સ્વસ્થ કર્યું. પછી પંખા અને તાલપત્રના બનેલા પંખાથી જલકણ સહિત હવા નાંખી પછી અંતઃપુરના પરિજનોએ તેણીને આશ્વસ્ત કરી. તેણી રોતી-કંદન કરતી - શોક કરતી - વિલાપ કરતી જમાલી ક્ષત્રિયકુમારને આમ બોલી –
હે પુત્ર ! તું અમારો એક માત્ર પુત્ર છે. ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, આધારભૂત, વિશ્વા, સંમત, બહુમત, અનુમત, આભુષણોના પટારા સમાન, રત્ન, રત્નભૂત, જીવિત સમાન, હૃદયને આનંદ દેનાર, ઉંબરના પુષ્પ સમાન, (તારું નામ શ્રવણ) પણ દુર્લભ છે, તો તારું દર્શન દુર્લભ હોય એમાં શું કહેવાનું ? તેથી હે પુત્ર ! અમે તારો ક્ષણ માત્ર વિયોગ પણ ઈચ્છતા નથી. તેથી જ્યાં સુધી અમે જીવીએ છીએ, ત્યાં સુધી તું અહીં જ રહે. ત્યારપછી અમારા મૃત્યુબાદ, પરિપકવ વયે, કુલવંશ કાર્યની વૃદ્ધિ થયા પછી, નિરપેક્ષ થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડ થઈ, ઘરથી નીકળી દીક્ષા લેજે.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું – હે માતાપિતા ! હમણાં જે તમે કહ્યું કે – હે પુત્ર ! તું અમારો એક માત્ર પુત્ર છે. ઈષ્ટ છે યાવત્ દીક્ષા લે જે. પણ હે માતાપિતા ! આ મનુષ્યભવ, અનેક જાતિજરા-મરણ-રોગ-શારીકિ માનસિક અનેક દુઃખોની વેદના, સેંકડો ઉપદ્રવોથી વ્યાપ્ત છે. અધુવ, અનિત્ય, અશાશ્વત, સંધ્યાના રંગ સદંશ, પાણીના કણીયા સમાન, તૃણના અગ્ર ભાગે રહેલા જળબિંદુ સમાન, સ્વપ્નદર્શનની ઉપમાવાળું, વિધર્તી લતા જેમ સંચળ, અનિત્ય, સડણ-પડણ-વિધ્વંસણ ધર્મા, પૂર્વે કે પછી તેને અવશ્ય છોડવું પડશે. વળી હે માતા-પિતા ! કોણ જાણે છે કે પહેલાં કોણ