________________
૯/-/૩૧/૪૪૬
૨૩
ક્રોધ-માન-માયા-લોભથી, માર્દવ સંપન્નતા, ભોગોની અનાસક્તિ, ભદ્રકતા, વિનીતતાથી અન્ય કોઈ શુભ અધ્યવસાય, શુભ પરિણામ, વિશુદ્ધ થતી વેશ્યા વડે, તદાવરણીય કર્મોના યોપશમથી ઈહા-પોહ-માણા-ગવેષણા કરતા વિભંગ નામક જ્ઞાન તેને ઉત્પન્ન થયું તે તે સમુત્પન્ન વિભંગજ્ઞાનથી જઘન્ય ગુલના અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી અસંખ્યાત હજાર યોજન જાણે છે - જુએ છે. તે - તે સમુત્પન્ન વિભંગજ્ઞાનથી જીવ અને અજીવને પણ જાણે છે, તે પસંડસ્થ સારંભી, પરીગ્રહ, સંકલેશ પામતા જીવોને પણ જાણે છે.
તે સર્વ પ્રથમ સમ્યકત્વ પામે છે, સમ્યકત્વ પામીને શ્રમણધર્મની રુચિ કરે છે, શ્રમણ ધર્મની રુચિથી ચાત્રિ સ્વીકારે છે. ચાસ્ત્રિ સ્વીકારી વેશને સ્વીકારે છે. ત્યારે તેના મિથ્યાત્વ પર્યાય ક્ષીણ થતાંથતાં અને સમ્યગ્દર્શનના પ્રચયિ વધતાં-વધતાં તે વિભંગ અજ્ઞાન સમ્યકત્વ યુક્ત થતાં જલ્દી અવધિ જ્ઞાનરૂપે
પરાવર્તન પામે છે.
• વિવેચન-૪૪૬ ઃ
તમ - જે અશ્રુત્વા જ કેવળજ્ઞાન પામે તે કોઈપણ. તે પ્રાયઃ છટ્ઠ તપચરણવાનૢ બાળ તપસ્વીને વિભંગજ્ઞાન ઉત્પન્ન થાય. શિાિય - પ્રગૃહ-ધારણ કરીને, વિભંગ જ્ઞાનાવરણીયોનો ઈહા સદ્ અર્થ અભિમુખ જ્ઞાનચેષ્ટા, અપોહવિપક્ષનો નિરાશ, માર્ગણા-અન્વયધર્મનું આલોચન, ગવેષણા-વ્યતિરેક ધર્મ આલોચન, આવો બાલતપસ્વી ક્યારેક જ, સાક્ષાત્ મૂર્ત ગોચરત્વથી નહીં તે રીતે જાણે. પાસં ડથ - વ્રતસ્થાન, સારંભી સપરીગ્રહી થઈને, મહાસંલેશપૂર્વક જાણે. અલ્પપણે વિશુદ્ધ થતા પણ જાણે. કેમકે આરંભાદિવાળાનું આવું સ્વરૂપ છે.
આ વિભંગજ્ઞાની જીવાજીવ સ્વરૂપ વ્રત સ્થાનને સંકિલશ્યમાનતાદિથી જાણતા થઈને ચારિત્ર સ્વીકારની પૂર્વે જ સમ્યગ્ ભાવ અને સાધુધર્મની રુચી કરે છે. અવધિવાન્ થાય છે. અહીં જો કે ચાસ્ત્રિનો સ્વીકાર કરીને સમ્યકત્વ ગ્રહણ પછી વિભંગજ્ઞાન અવધિજ્ઞાનરૂપ થાય છે, તેમ પછી કહ્યું છે, તો પણ ચારિત્ર સ્વીકાર પૂર્વે સમ્યકત્વ સ્વીકાર કાળે જ વિભંગજ્ઞાનના અવધિભાવો જાણવા. કેમકે સમ્યકત્વ ચાસ્ત્રિ ભાવમાં વિભંગજ્ઞાનનો અભાવ હોય છે.
હવે આને જ લેશ્યાદિ વડે નિરૂપે છે –
• સૂત્ર-૪૪૭ થી ૪૪૯ :
[૪૪૭] ભગવન્ ! તે કેટલી લેશ્યામાં થાય ? ગૌતમ ! ત્રણ વિશુદ્ધ લેશ્યામાં
થાય. તે આ - તેોલેશ્યા, પદ્મલેશ્યા, શુલવેશ્યા.
ભગવન્ ! તે કેટલા જ્ઞાનોમાં થાય ? ગૌતમ ! ત્રણ. આભિનિબોધિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં થાય.
ભગવન્ ! તે સયોગી હોય કે અયોગી ? ગૌતમ ! સયોગી હોય, અયોગી નહીં. જો સયોગી હોય તો શું મનોયોગી હોય, વચનયોગી હોય કે
ર
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
કાયયોગી હોય ? ગૌતમ ! મનોયોગાદિ ત્રણે પણ હોય.
ભગવન્ ! તે શું સાકારોપયોગયુક્ત હોય કે અનાકારોપયોગયુક્ત હોય ? ગૌતમ ! સાકારોપયુક્ત હોય, અનાકારોપયુક્ત હોય.
ભગવન્ ! તે કયા સંઘયણમાં હોય ? ગૌતમ ! વઋષભનારા સંઘયણમાં હોય. - - ભગવન્ ! તે કયા સંસ્થાને હોય ? ગૌતમ ! છ સંસ્થાનમાંના કોઈપણ
સંસ્થાનમાં હોય.
ભગવન્ ! તે કેટલી ઉંચાઈવાળો હોય ? ગૌતમ ! જઘન્યથી સાત હાથ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુí, - - ભગવન્ ! તે કેટલા આયુવાળો હોય ? ગૌતમ ! જઘન્યથી સાતિરેક આઠ વર્ષાયુપ્, ઉત્કૃષ્ટથી પૂર્વકોટી આયુષ્ય હોય. - - ભગવન્ ! તે શું સવેદક હોય કે અવૈદક ? ગૌતમ ! સવેદક હોય, અવેદક નહીં. જો સવેદક હોય તો શું વેદક હોય, પુરુષવેદક હોય, નપુંસક વેદક હોય કે પુરુષ-નપુંસકવૈદક હોય ? ગૌતમ ! સ્ત્રીવેદક કે નપુંસકવૈદક ન હોય પણ પુરુષવેદક કે પુરુષ-નપુંસકવેદક હોય.
--
ભગવન્ ! તે શું સકયાસી હોય કે અકષાયી ? ગૌતમ ! સકષાયી હોય, અકષાયી નહીં. જો સકષાયી હોય તો ભગવન્ ! તે કેટલા કષાયમાં હોય ? ગૌતમ ! ચારે સંજ્વલન ક્રોધ-માનાદિ.
-
ભગવન્! તેને કેટલા અધ્યવસાનો હોય? ગૌતમ! અસંખ્યાત. ભગવન્! તે પ્રશસ્ત કે અપશસ્ત? ગૌતમ! પ્રશસ્ત હોય, અપશસ્ત નહીં. ભગવન્! તે શું તે પ્રશસ્ત અધ્યવસાનમાં વર્તતો અનંતા નૈરયિક ભવગ્રહણથી પોતાને વિમુક્ત કરે છે અનંત તિર્યંચયોનિક - મનુષ્યભવગ્રહણ - દેવભવગ્રહણથી પોતાને વિમુક્ત કરે છે. જે આ નરક-તિર્યંચ-મનુષ્ય-દેવગતિ નામક ચાર ઉત્તરપ્રકૃત્તિઓના આધારભૂત અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભનો ક્ષય કરે. કરીને પછી પત્યાખ્યાન કષાય ક્રોધાદિ ખપાવે, પછી પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ ખપાવે, પછી સંજવલન ક્રોધાદિ ખપાવે. પછી પંચવિધ જ્ઞાનાવરણીય, નવવિધ દર્શનાવરણીય, પંચવિધ અંતરાયિક અને મોહનીયને કપાયેલ તાલવૃક્ષ સમાન કરીને, કરજને વિખેરનાર અપૂર્વકરણમાં પ્રવેશી તેને અનંત, અનુત્તર, નિર્વ્યાઘાત, નિરાવરણ, કૃન, પ્રતિપૂર્ણ, ઉત્તમ કેવળજ્ઞાન અને દર્શન ઉત્પન્ન થાય.
[૪૪૮] ભગવન્ ! તે કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મ કહે છે, બતાવે છે, પરૂપે છે ? તે અર્થ સમર્થ નથી. તે એક જ્ઞાત કે એક વ્યાકરણ સિવાય અન્ય ઉપદેશ ન કરે. ભગવન્ ! તે (કોઈને) પદ્ધતિ કે મુંડિત કરે ? તે અર્થ સમર્થ નથી. પરંતુ તેનો ઉપદેશ કરે. ભગવન્ ! તે સિદ્ધ થાય યાવત્ અંત કરે ? હા, સિદ્ધ થાય વત્ અંત કરે.
[૪૪] ભગવન્ ! તે શું ઉર્ધ્વ-અધો-તિછલિોકમાં હોય? ગૌતમ ! તે