________________ 12-10/560,561 215 216 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ છે. ** યોગાભા - મન વગેરે વ્યાપારી પ્રધાન આત્મા, યોગવાળાને જ યોગાત્મા કહે છે -- ઉપયોગાત્મા - ઉપયોગ સાકાર અને અનાકાર બે ભેદથી છે, તપ્રધાન આત્મા, તે સિદ્ધ, સંસારી સ્વરૂપ સર્વે જીવોને હોય છે અથવા વિવક્ષિત વસ્તુના ઉપયોગની અપેક્ષાએ ઉપયોગાત્મા કહેવાય છે. જ્ઞાનાત્મા - જ્ઞાન વિશેષિત ઉપસર્જની કૃતિ દર્શનાદિ આત્મા સમ્યગૃષ્ટિને જ્ઞાનાત્મા છે. એ પ્રમાણે દર્શનાભાદિ પણ કહેવા. વિશેષ એ કે - સર્વ જીવોને દર્શનાત્મા હોય છે. વિરતોને ચાસ્મિાત્મા હોય છે. વીર્ય-ઉત્થાનાદિ, સર્વે સંસારીને આ આત્મા હોય છે. કહ્યું છે - જીવોને દ્રવ્યાત્મા જાણવો. સકષાયીનો કષાયાભા છે. સયોગીને યોગાત્મા છે. સર્વે જીવોને ઉપયોગાત્મા છે. સમ્યક્ દૈષ્ટિનું દર્શન જ્ઞાન છે, તે સર્વે જીવોનો હોય છે. ચાસ્ત્રિ વિરતોને અને વીર્ય સર્વે સંસારીઓને હોય છે - આ રીતે આઠ પ્રકારે આત્માને પ્રરૂપ્યો. ધે આત્માના ભેદના અન્ય આભ ભેદાંતર થાય છે કે નથી થતાં તેને દર્શાવવા માટે કહે છે - અહીં આઠ પદો સ્થાપીએ છીએ. તેમાં પ્રથમ પદને બાકીના સાત સાથે વિચારીએ છીએ - તેમાં જે જીવને દ્રવ્યાભવ અથતુિ જીવત્વ છે. તેને કષાયાભા સકષાયાવસ્થામાં કદાચ હોય છે, ક્ષીણ ઉપશાંત કષાયાવસ્થામાં કદાચિત હોતો નથી. વળી જેને કષાયાભાં હોય છે, તેને દ્રવ્યાત્મત્વ અર્થાત્ જીવત્વ નિયમથી હોય છે. જીવત્વ વિના કષાયોનો અભાવ છે. જેને દ્રવ્યાત્મા છે, તેને યોગાત્મા હોય છે, યોગવાની જેમ, આ જ પૂર્વસૂત્ર ઉપમાનથી દશવિ છે . “એ પ્રમાણે જેમ દ્રવ્યાત્મા.” તથા જે જીવને દ્રવ્યાત્મા છે, તેને નિયમથી ઉપયોગાત્મા છે, જેને ઉપયોગાત્મા છે, તેને નિયમથી દ્રવ્યાત્મા છે. * - જે જીવને દ્રવ્યાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, જેમકે સમ્યદૈષ્ટિઓને. કોઈકને ન હોય, જેમકે મિથ્યાદેષ્ટિઓને, તેથી અહીં ભજના એમ કહ્યું છે. જેમને જ્ઞાનાત્મા છે તેને દ્રવ્યાત્મા નિયમથી હોય છે, જેમકે સિદ્ધોને. જેમને દ્રવ્યાભા, તેમને દર્શનાત્મા નિયમથી હોય છે. જેમ સિદ્ધોનું કેવલદર્શન. જેને દર્શનાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમો છે જેમ - ચક્ષદર્શનાદિ દર્શનવાળાને જીવવ છે. તથા જેને દ્રવ્યાત્મા છે. તેને ચાસ્મિાત્મા ભજનાએ છે, કેમકે સિદ્ધને કે અવિરતને દ્રવ્યાભવ હોવા છતાં ચારિત્રાત્મા હોતી નથી, વિરતોને હોય છે. તેથી ભજના કહી. જેને ચારિત્રાત્મા છે તેને દ્રવ્યાત્મા નિયમા છે, કેમકે ચારિત્રવાનુને જીવવા અવ્યભિચારિત્વ છે. એ રીતે વીયમિા સાથે પણ છે જેમ દ્રવ્યાત્માની ચારિયામાં સાથે ભજના કહી, નિયમથી વીભના સાથે પણ છે. તેથી કહે છે - જેને દ્વવ્યાત્મા છે, તેને વીર્વાત્મા નથી, જેમ સકરણ વીર્ય અપેક્ષાથી સિદ્ધને, તેનાથી અન્યને હોય છે, તેથી ભજના કહી. વીર્યાત્મનને દ્રવ્યાત્મા હોય જ છે, જેમકે સંસારીને. હવે કષાયાત્મા સાથે બીજા છ પદોને વિચારે છે - જેને કષાયાત્મા છે, તેને યોગાત્મા હોય જ છે, કેમકે સકષાયી અયોગી નથી જ હોતા. જેને યોગાત્મા છે, તેને કષાયાભા હોય કે ન હોય. કેમકે સયોગી સકપાયવાળા અને કષાયવાળા બંને હોય છે, એવો ભાવ છે. જેને કષાયાભા છે, તેને ઉપયોગાત્મા અવશ્ય હોય છે, કેમકે ઉપયોગરહિતને કષાયોનો અભાવ હોય છે. વળી જેને ઉપયોગાત્મા છે, તેને કપાયાભા ભજનાઓ હોય છે, કેમકે ઉપયોગાત્મા હોવા છતાં કપાસીને જ કપાયામા હોય છે, નિકષાયીને તે હોતો નથી, માટે ભજના કહી. કષાયાત્મા અને જ્ઞાનાત્મા પરસ્પર બંને ભજનાએ હોય છે. કઈ રીતે? જેને કપાયાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, કદાચ ન હોય, કેમકે કષાયી સમ્યગુર્દષ્ટિને જ્ઞાનાત્મા હોય છે, મિથ્યાર્દષ્ટિને તે નથી હોતો માટે ભજના કહી છે. તથા જેને જ્ઞાનાત્મા છે, તેને કષાયાત્મા હોય કે ન પણ હોય. જ્ઞાનીને કષાયભાવથી, તેના અભાવથી ભજના છે. - જેમ કપાયાત્મા અને ઉપયોગાત્મા કહ્યો, તેમ કપાયાત્મા અને દર્શનાભા કહેવો એ અતિદેશ છે. તેથી આમ થાય છે - જેને કષાયામા તેને દર્શનાત્મા નિયમો હોય છે. કેમકે દર્શનરહિત ઘટાદિને કષાયાત્માનો અભાવ હોય છે. વળી જેને દર્શનાત્મા છે, તેને કપાયાત્મા કદાચ હોય કદાચ ન હોય. કેમકે દર્શનવાનને કષાયનો સદ્ભાવ કે અભાવ હોય છે. કપાયાભા અને ચારિત્રાત્મા બંને પરસ્પર ભજનામાં છે. તે આ રીતે - જેને કપાયાત્મા છે, તેને ચારિત્રાત્મા હોય કે ન હોય. કઈ રીતે ? કપાયવાળાને ચારિત્રના સદ્ભાવથી પ્રમત યતીની માફક. તેના અભાવે અસંયતોની માફક છે તથા જેને ચારિત્રાત્મા છે, તેને કપાયાત્મા હોય કે ન હોય. કઈ રીતે ? સામાયિકાદિ ચારિત્રીને કપાય હોય છે, યયાખ્યાત ચાસ્ત્રિીને કષાયનો અભાવ હોય છે. જેમ કપાયામા અને યોગાત્મા છે, તેમ કપાયામાં અને વીર્વાત્મા કહેવો. * x - જેને કષાયાભા, તેને વીત્મા નિયમા છે, કષાયવાળો વીર્યરહિત છે. વળી જેને વીયત્મિા છે, તેને કક્ષાયાત્મા ભજનાએ છે. કેમકે વીર્યવાનું સકષાયી પણ હોય, જેમકે-સંવત. અકષાયી પણ હોય, જેમકે કેવલી. હવે યોગાત્માની સાથે આગળના પાંચ પદોની વિચારણા કરે છે - તેમાં લાઘવાર્થે અતિદેશ કર્યો છે - જેમ કષાયાત્માની વક્તવ્યતા કહી તેમ યોગાત્માને ઉપના પદો સાથે કહેવો - તે આ રીતે - જેને યોગાત્મા છે, તેને ઉપયોગાત્મા નિયમી છે, જેમ સયોગીને, વળી જેને ઉપયોગાત્મા છે, તેને યોગાત્મા હોય છે જેમકે : સયોગીને કદાચ ન હોય, જેમકે અયોગીને અને સિદ્ધોને. તથા જેને યોગાત્મા છે, તેને જ્ઞાનાત્મા કદાચ હોય, સમ્યમ્ દષ્ટિની જેમ. કદાચ ન હોય -