________________
૬/-/૮/૩૧૫
કર્યુ છે ‘જાતિ નામ નિધત' કહેવાય. એ રીતે ગતિ, સ્થિતિ, અવગાહના, પ્રદેશ, અનુભાગનામ નિધત કહેવું. - x - આ દંડક પણ વૈમાનિક સુધી જાણવો.
જેઓએ જાતિનામ સાથે આયુને નિધત કર્યુ છે, તે જાતિનામ નિધત્તાયુ. એ પ્રમાણે બીજા પદો પણ જાણવા. આ બીજો દંડક. આ પ્રમાણે બાર દંડક થાય છે તેમાં બે દર્શાવ્યા, તો પણ ફરીથી નોંધે છે—
૯૩
(૧) જાતિ નામ નિધત, (૨) જાતિનામ નિધતાયુ - x - (3) જાતિ નામ નિયુક્ત - જેઓએ જાતિનામને નિયુક્ત - સંબદ્ધ, નિકાચિત કે વેદવામાં નિયોજેલ છે. - ૪ - (૪) જાતિનામ નિયુક્તાયુ - જાતિનામ સાથે આયુને નિયુક્ત કરેલ છે તે. (૫)
જાતિ ગોત્ર નિધત - એકેન્દ્રિયાદિ તે જાતિ અને ગોત્ર તે નીચ-ઉંચ્ચ (૬) જાતિ ગોત્ર નિયુક્ત (૭) જાતિ ગોત્ર નિયુક્ત. (૯) જાતિ ગોત્ર નિયુક્તાયુ (૧૦) જાતિ નામ ગોત્ર નિધત્ત – જેણે જાતિ, નામ, ગોત્ર નિધત કર્યા છે તે - ૪ - (૧૧) જાતિ નામ ગોત્ર નિયુક્ત (૧૨) જાતિ નામ ગોત્ર નિયુક્તાયુ - એ રીતે અન્ય પદો જાણવા.
અહીં જાત્યાદિ નામ, ગોત્ર, આયુનું ભવના ઉપગ્રહમાં પ્રધાનપણું જણાવવા માટે યથાયોગ્ય જીવોને વિશેષિત કર્યા છે - ૪ -
જીવો સ્વધર્મથી પ્રરૂપ્યા. હવે લવણસમુદ્રને પ્રરૂપે છે
- સૂગ-૩૧૬ :
ભગવન્ ! શું લવણસમુદ્ર ઉશ્રિતોદક, પત્થડોદક, સુભિતજળ, અક્ષુભિતજળ છે ? ગૌતમ ! લવણસમુદ્ર ઉચ્છતોદક છે, પત્થડોદક નહીં. તુર્ભિત જળ છે, અક્ષુભિત જળ નથી. અહીંથી આરંભી જીવાભિગમ સૂત્રાનુસાર જાણવું યાવત્ તે હેતુથી હે ગૌતમ ! બાહ્ય દ્વીપ સમુદ્રો પૂર્ણ, પૂર્ણ પ્રમાણા, વોલમાણ, વશામાન, સમભર ઘટપણે રહે છે. સંસ્થાનથી એકાકાર, વિસ્તારથી અનેકવિધિ વિધાના, બમણા બમણા પ્રમાણવાળા યાવત્ તિછલિોકમાં અસંખ્યદ્વીપ સમુદ્રો, સ્વયંભૂરમણ પર્વતસાનવાળા હે શ્રમણાયુષો ! કહ્યા છે.
ભગવન્ ! દ્વીપ સમુદ્રો કેટલાં નામધેય કહ્યા છે ? ગૌતમ! લોકમાં જેટલાં શુભ નામ-રૂપ-ગંધ-સ-સ્પર્શ છે, એટલા દ્વીપસમુદ્રોના નામ કહ્યા છે. એ પ્રમાણે શુભ નામ, ઉદ્ધાર, પરિણામ જાણવા. સર્વે જીવોનો [ત્યાં ઉત્પાદ જાણવો.] ભગવન્ ! તે એમ જ છે.
- વિવેચન-૩૧૬ :
સ્સિોનમ - ઉદ્ધર્વ વૃદ્ધિંગત જળ, તે વૃદ્ધિ સાધિક ૧૬,૦૦૦ યોજન છે. પત્યો - સમજળ. ઘુમિયનન - વેળા - મહાપાતાળ કળશમાં રહેલ વાયુના ક્ષોભથી. જીવાભિગમથી જાણવું. તે આ રીતે – જેમ લવણસમુદ્ર ઉચ્છિતોદક, ક્ષુભિત જલ છે, પણ પત્થડોદક, અક્ષુભિત જળ નથી. તેમ બહારના સમુદ્રો તેવા છે? ના, ગૌતમ! બહારના સમુદ્રો ઉચ્છિતોદક, ક્ષુભિત જળ નથી. પણ પત્થડોદક અને અક્ષુભિત જળ છે. પૂર્ણ ઇત્યાદિ વિશેષિત છે. -- ભગવન્! લવણસમુદ્રમાં ઘણો ઉદાર મેઘ ચાવત્ વર્ષે છે? હા. લવણસમુદ્ર માફક બાહ્ય સમુદ્રમાં તેમ છે? ના, તેમ નથી. - એમ કેમ?
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
- x - ગૌતમ! બાહ્ય સમુદ્રોમાં ઘણાં ઉદક યોનિક જીવો અને પુદ્ગલો જળપણે અપક્રમે, વ્યુત્ક્રમે, રાય, ઉપાય પામે છે આદિ - ૪ -. તેઓ ચક્રવાલરૂપે છે. તે એકવિધ વિધાન. વિસ્તારથી અનેકવિધ વિધાના છે કેમ બમણા-બમણા છે. - x *
୧୪
સુમનામ - સ્વસ્તિક, શ્રીવત્સાદિ. મુમષ - સફેદાદિ. સુગંધ - કર્પરાદિ શુભગંધવાળા. સુમર્સ - મધુરાદિ કે શર્કરા જેવા રસવાળા. સુમસ્પર્શે - માખણ જેવા મૃદુ આદિ, એવા દ્વીપ સમુદ્ર જાણવા. ાર - દ્વીપ, સમુદ્રમાં કહેવો. તે આ પ્રમાણે - દ્વીપ સમુદ્રો ઉદ્ધાર સમય વડે કેટલા છે? ગૌતમ! અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા ઉદ્ધારસમયો થાય તેટલા જે એકૈક સમયે એકૈક વાળનો અગ્રભાગ ઉદ્ધારાય તે ઉદ્ધાર સમય. દ્વીપ-સમુદ્રમાં પરિણામ જાણવા. ભગવન્ દ્વીપ સમુદ્રો પૃથ્વી, પાણી, જીવ કે પુદ્ગલ પરિણામી છે? ગૌતમ! ચારે. સર્વે જીવોનો દ્વીપ-સમુદ્રમાં ઉત્પાદ જાણવો. ભગવન્! દ્વીપસમુદ્રમાં સર્વે જીવો પૃથ્વીકાયાદિ રૂપે પૂર્વે ઉત્પન્ન થયા છે? હા, થયા છે. - ૪ -
છે શત-૬, ઉદ્દેશો- કર્મ” છે
— * — * - * — * -
૦ પૂર્વે કહ્યું કે દ્વીપાદિમાં પૂર્વે પૃથ્વી આદિ જીવો ઉત્પન્ન થયા છે. આ ઉત્પાદ
કર્મબંધથી જ થાય. તેથી ‘કર્મો' વિશે કહે છે -
• સૂત્ર-૩૧૭ :
ભગવન્ ! જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી કર્મ પ્રકૃતિને બાંધે છે? ગૌતમ ! સાત, આઠ કે છ પવણા બંધુદેશ જાણવો.
• વિવેચન-૩૧૭ :
આયુ અબંધકાલે સાત પ્રકારે બાંધે. આયુબંધ કાલે આઠ ભેદે બાંધે. સૂક્ષ્મસંપરાય અવસ્થામાં મોહનીય અને આયુ ન બાંધે. પ્રજ્ઞાપનામાં ૨૪માં પદમાં આવેલ બંધ ઉદ્દેશ અહીં જાણવો તે આ રીતે – ભગવન્ ! નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી પ્રકૃત્તિ બાંધે ? આદિ એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. તે આ રીતે – ભગવન્ ! નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી પ્રકૃતિ બાંધે ? આદિ એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ - મનુષ્યો જીવોવત્ જાણવા. જીવાધિકારથી જીવને આશ્રીને કહે છે –
- સૂત્ર-૩૧૮ :
ભગવન્! મહર્ષિક યાવત્ મહાનુભાગ દેવ બાહ્ય પુદ્ગલો ગ્રહણ કર્યા વિના એક વર્ણ, એકરૂપ વિકુર્વવા સમર્થ છે? ગૌતમ! તેમ ન થાય. - - ભગવના ભાજી પુદ્ગલ ગ્રહીને તેમ કરી શકે છે? હા, કરી શકે. ભગવન્! તે અહીં રહેલ પુદ્ગલો ગ્રહીને વિક્ર્વે કે, ત્યાં રહેલ પુદ્ગલ ગ્રહીને વિકુર્તો કે અન્યત્ર રહેલ પુદ્ગલો ગ્રહીને? ગૌતમ! ત્યાં રહેલ પુદ્ગલો ગ્રહીને વિકુર્વે, અહીંના કે અન્યત્રના ગ્રહીને નહીં. આ પ્રમાણે આ આલાવા વડે યાવત્ એકવર્ણ-એકરૂપ, એકવ અનેકરૂપ, અનેકવર્ણ-એકરૂપ, અનેકવf