________________
૬/-[૩/૨૮૨
૬૯
ગૌતમ ! ઐપિથિક બંધકનો કૌંદય સાદિ સાંત છે. ભવ સિદ્ધિકનો કર્મોપચય અનાદિ સાંત છે, અભવસિદ્ધિકનો અનાદિ અનંત છે. તેથી હે ગૌતમ ! . - x - ઉપર મુજબ કહ્યું છે.
ભગવના શું વસ્ત્ર સાદિસાંત છે? ઉભંગી કહેવી. ગૌતમ! વસ્ત્ર સાદિ સાંત છે. બીજા ત્રણ ભંગનો નિષેધ. જેમ વસ્ત્ર સાદિ સાંત છે, બીજા ત્રણ ભંગે નથી, તેમ જીવ સાદિ સાંત છે આદિ ચતુર્ભૂગીનો પ્રશ્ન. ગૌતમ! ચારે ભંગ કહેવા. – એમ કેમ? ગૌતમ! નૈરયિકાદિ બધાં ગતિ, આગતિને આશ્રીને સાદિ સાંત છે, સિદ્ધિ ગતિને આશ્રીને સાદિ અનંત છે, ભવસિદ્ધિકો લબ્ધિને આશ્રીને અનાદિ સાંત છે. અભવસિદ્ધિકો સંસારને આશ્રીને અનાદિ અનંત છે. તેથી ઉપર મુજબ કહ્યું.
• વિવેચન-૨૮૨ :
ઈપિય એટલે ગમનમાર્ગ. તે દ્વારા થાય તે ઐપિથિક. તેમાં કેવલ કાયયોગ પ્રત્યયકર્મ છે. તેના બંધક ઉપશાંત મોહ, ક્ષીણમોહ અને સયોગિ કેવલિ હોય. તે કર્મ પૂર્વે બાંધેલ નથી, માટે સાદિ છે. અયોગિ અવસ્થામાં શ્રેણિથી પડે ત્યારે તે કર્મબંધ ન થાય. માટે સાંતપણું છે.
ગતિ-અગતિથી-નરકાદિમાં ગમન તે આદિ, આગમન તે સાંત. - - સિદ્ધિ ગતિથી સિદ્ધો સાદિ અનંત કેમ - X - ? કાળના અનાદિપણાથી કોઈ આદિ દેહનો સદ્ભાવ નથી, તો પણ સર્વ શરીર સાદિ છે - ૪ - એ પ્રમાણે સર્વ સિદ્ધિ આદિ છે, પણ કોઈ એક સિદ્ધ એવો નથી જે સૌથી પ્રથમ હોય, માટે સિદ્ધોનું અનાદિપણું છે.
તેથી રોહકના પ્રશ્નમાં તેનો નિર્દેશ છે.
ભવસિદ્ધિકને ભવ્યત્વ લબ્ધિ છે, તેઓની લબ્ધિ સિદ્ધિપણું પામ્યા પછી નાશ પામે છે, માટે તેઓ અનાદિ-સાંત કહ્યા છે.
• સૂત્ર-૨૮૩ :
ભગવન્ ! કર્મપ્રકૃતિ કેટલી છે ? ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિ છે. તે આ – જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય - - ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મની બંધસ્થિતિ કેટલા કાળની છે? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૩૦ કોડાકોડી સાગરોપમ, ૩૦૦૦ વર્ષ અબાધાકાળ. અબાધાકાળ જેટલી ન્યૂન કમસ્થિતિકનિષેક જાણવો. એ રીતે દર્શનાવરણીયની જાણવી. વેદનીયની જઘન્યથી બે સમય, ઉત્કૃષ્ટથી જ્ઞાનાવરણીયવત્.
મોહનીય કર્મ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૭૦ કોડાકોડી સાગરોપમ છે. ૩૦૦૦ વર્ષ અબાધકાળ છે. અબાધકાળ ન્યૂન કમસ્થિતિ-કનિક જાણવો. આયુની જઘન્યથી તમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ, પૂર્વકોટિના ત્રણ ભાગથી અધિક ૩૩-સાગરોપમ કસ્થતિ-કર્મનિષેક છે. નામ, ગોત્ર કર્મની જઘન્યથી આઠ મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૨૦ કોડાકોડી સાગરોપમ, ૨૦૦૦ વર્ષ અબાધાકાળ. તેટલી ન્યૂનથી કીસ્થતિ-કનિષેક છે. અંતરાયકર્મને જ્ઞાનાવરણીય કર્મ માફક જાણવું.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
• વિવેચન-૨૮૩ :
અબાધા - કર્મના બંધથી ઉદયનું અંતર. આ અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થતિ, તે કર્મનિષેક છે. કર્મદલિકને અનુભવવાની રચના વિશેષ તે કર્મનિષેક. તે પહેલા સમયે ઘણું રચે, બીજા સમયે વિશેષહીન યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિક કર્મદલિક હોય, તેને તેટલું વિશેષ હીન બનાવે - ૪ - બાંધેલ પણ જ્ઞાનાવરણીય કર્મ ૩૦૦૦ વર્ષ સુધી અવેધ રહે. તેથી તેટલો ન્યૂન અનુભવકાળ થયો. - x - બીજા કહે છે
– ૩૦૦૦ વર્ષ અબાધા કાળ અને ૩૦ કોડાકોડી સાગરોપમ બાધાકાળ, તે બંને કસ્થિતિકાળ કહેવાય. તેમાંથી અબાધાને છોડીને બાકીનો કર્મનિષેક કાળ.
[હવે પછીની વૃત્તિ સૂત્ર-૨૮૪ની છે. તેનું મુદ્રણ કે સંપાદન ભૂલથી અહીં થયેલ હોવાથી એમ અહીં અનુવાદ મુકેલ છે.
સ્ત્રી આદિ ત્રણ આયુ બાંધે કે ન બાંધે. બંધકાળે બાંધે અબંધકાળે ન બાંધે, આયુ એક ભવમાં એક જ વખત બંધાય. જે સ્ત્રી આદિ વેદરહિત છે. તે - આયુ ન બાંધે. કેમકે નિવૃત્તિ બાદર સંપરાયાદિ ગુણઠાણે આયુબંધનો વિચ્છેદ છે. - - સંવત - પહેલાના ચાર સંયમમાં જ્ઞાનાવરણ બાંધે, યયાખ્યાત સંયત ન બાંધે. અસંયતમિથ્યાર્દષ્ટિ આદિ, સંયતાસ્યત - દેશવિરત તે બંને બાંધે. સંયમાદિ ભાવ નિષિદ્ધ છે, તે સિદ્ધ છે, તે ન બાંધે સંયત, અસંયત, સંયતાસંયત આયુબંધકાલે બાંધે, અન્યદા ન બાંધે, માટે તેમને આવુ બંધ ભજનાએ કહ્યો.
મખ્યાવૃષ્ટિ - તેમાં વીતરાગ, એકવિધ કર્મબંધક હોવાથી જ્ઞાનાવરણ ન બાંધે. સરાગ સમ્યગ્દષ્ટિ બાંધે. મિથ્યાર્દષ્ટિ, મિશ્રદૃષ્ટિ તે બંને બાંધે જ. તેથી સમ્યગ્દષ્ટિ, મિથ્યાર્દષ્ટિ કદાચ બાંધે કદાચ ન બાંધે. અપૂર્વકરણાદિ સમ્યગ્દષ્ટિ આયુ ન બાંધે, બીજા આયુબંધ કાલે બાંધે, અન્યદા ન બાંધે. મિાદૃષ્ટિ પણ એ પ્રમાણે જાણવા.
મિદૃષ્ટિ ન બાંધે.
90
સંશી - મન:પર્યાપ્તિ યુક્ત. જો વીતરાગ હોય તો જ્ઞાનાવરણ ન બાંધે, સરાગ હોય તો બાંધે, તેથી કદાચિત કહ્યું. અસંજ્ઞી તો બાંધે જ. કેવલી અને સિદ્ધને હેતુનો અભાવ હોવાથી ન જ બાંધે. સંજ્ઞી, અસંજ્ઞી બંને વેદનીયને બાંધે, કેમકે અયોગી, સિદ્ધ સિવાયના તેના બંધક હોય છે. સયોગીકેવલી, અયોગી કેવલી અને સિદ્ધમાં સયોગી કેવલી વેદનીય બાંધે, અયોગી કેવલી અને સિદ્ધ ન બાંધે, તેથી ભજના કહ્યું. સંજ્ઞી, અસંજ્ઞી કદાચ આયુ બાંધે. કેવલી અને સિદ્ધ ન બાંધે.
મસિદ્ધિા - વીતરાગ જ્ઞાનાવરણ ન બાંધે. અન્ય બાંધે, માટે ભજના કહ્યું. સિદ્ધ ન બાંધે, ભવ્ય અને અભવ્ય આયુ બંધકાળે બાંધે અન્યદા ન બાંધે, તેથી ભજતા કહ્યું. વર્શન - ચક્ષુ, અચક્ષુ, અવધિ દર્શની જો છાસ્થ વીતરાગ હોય તો જ્ઞાનાવરણ ન બાંધે, કેમકે તેઓ વેદનીયના જ બંધક છે. જો તે સરાગ હોય તો બાંધે, માટે ભજના કહ્યું. ભવસ્થ કેવલદર્શની અને સિદ્ધ ન બાંધે. પ્રથમ ત્રણ દર્શનવાળા છાસ્ય વીતરાગ અને સરાગી, વેદનીય બાંધે જ. કેવલદર્શની સયોગી કેવલી બાંધે છે. અયોગી કેવલી અને સિદ્ધ વેદનીય કર્મ નથી બાંધતા.
--