________________
૫/-/૪/૨૨૬
આ રીતે
જીવ. - * - - વં - જીવના આલાવા મુજબ નાકાદિ દંડક વૈમાનિક સુધી કહેવા. તે ભગવન્ ! નૈરયિક, હસતા કે ઉત્સુક થતાં કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? ઇત્યાદિ. પૃથ્વી આદિનું હાસ્ય તેમના પૂર્વભવના પરિણામથી સમજવું. પોત્તિ - બહુવચન સૂત્રોમાં-અનેક જીવો હસતા કે ઉત્સુક થતા કેટલી કર્મપ્રકૃત્તિ બાંધે ?
ઇત્યાદિ. તેમાં જીવ સામાન્ય અને એકેન્દ્રિયોને છોડીને નાકાદિ ૧૯-દંડક લેવા. તેમાં ત્રણ ભંગ - જીવ અને પૃથ્વી આદિમાં ઘણાં જીવો છે, તેથી તેમાં સાત કે આઠ પ્રકારના બંધકનો એક જ ભંગ સંભવે. નાકાદિમાં ત્રણ ભંગ સંભવે – (૧) બધાં સપ્તવિધ બંધક, (૨) બધાં સપ્તવિધબંધક એક અષ્ટવિધ બંધક. (૩) બધાં સપ્તવિધ અને બધાં અષ્ટવિધ બંધક.
અહીં છાસ્ય અને કેવલિના અધિકારથી આ બીજું કહ્યું – મત્સ્યે નિદ્રાસુખે જાગી શકાય તેવી ઉંઘ, પ્રચલા-ઉભો ઉભો પણ ઉંધે. - - કેવલિ અધિકારથી મહાવીર કેવલિને આશ્રીને કહે છે—
-
33
• સૂત્ર-૨૨૭ -
ભગવન્ ! ઈન્દ્ર સંબંધી, શક્રનો દૂત, હરિણેગમેષી દેવ સ્ત્રીના ગર્ભનું સંહરણ કરતો (૧) શું ગર્ભથી ગર્ભમાં સંહરે ? (૨) ગર્ભથી યોનિ માર્ગે સંહરે, (૩) યોનિથી ગર્ભમાં સંહરે ? (૪) યોનિથી યોનિમાં સંહરે - [બીજી સ્ત્રીમાં મૂકે] ? હે ગૌતમ ! તે ગર્ભથી ગર્ભમાં ન સંહરે, ગર્ભથી યોનિમાં ન સંહરે, યોનિથી યોનિદ્વારા ન સંહરે. પણ પોતાના હાથે ગર્ભને સ્પર્શી, ગર્ભને પીડા ન થાય તે રીતે યોનિ દ્વારા ગર્ભને બહાર કાઢીને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં મૂકે.
ભગવન્ ! શક્રનો દૂત હરિણેગમેષી સ્ત્રીના ગર્ભને નખની ટોચથી કે સુંવાળાના છિદ્ર વાટે અંદર મૂકવા કે બહાર કાઢવા સમર્થ છે ? હા, સમર્થ છે. તે ગર્ભને કંઈપણ ઓછી કે વધુ પીડા થવા દેતો નથી. તે ગર્ભનો છેદ કરી, ઘણો સૂક્ષ્મ કરી અંદર મૂકે કે બહાર કાઢે છે.
• વિવેચન-૨૨૮ -
અહીં જો કે ‘મહાવીર' શબ્દ વાચક પદ દેખાતું નથી, તો પણ ‘હરિણેગમેષી' વચનથી તે જ અનુમાન થાય છે, કેમકે હરિણેગમેષી દેવે ભગવંતનું ગર્ભાન્તર કરેલું. જો સામાન્યથી ગર્ભહરણ વિવક્ષા હોત તો માત્ર ‘દેવ' કહ્યું હોત. તેમાં રે - ઇન્દ્ર, તેના સંબંધી હારિણેગમેષી. શક્રનો આજ્ઞાપાલક, પદાતિ સૈન્યાધિકારી, જેણે શક્રની આજ્ઞાથી ભગવંત મહાવીરને દેવાનંદાના ગર્ભથી ત્રિશલાના ગર્ભમાં સંહાં.
સ્ત્રી સંબંધી સજીવ પુદ્ગલપિંડ તે સ્ત્રી ગર્ભ, તેને બીજે લઈ જતાં, અહીં ચતુર્ભુગી છે. ગર્ભાશયમાંથી ગર્ભને બીજા ગર્ભાશયમાં મૂકવો ઇત્યાદિ - ૪ - [સૂત્રાર્થ મુજબ જાણવું.] તેમાં બાકીના ભંગનો નિષેધ કરી ત્રીજા ભંગને સ્વીકાર્યો છે. પરાપૃશ્ય
- સ્ત્રી ગર્ભને તેવા પ્રકારની ક્રિયાથી સ્પર્શીને, સુખે સુખે, યોનિદ્વારથી કાઢીને, ગર્ભાશયમાં ગર્ભને મૂક્યો. અહીં યોનિથી ગર્ભને કાઢ્યો તે લોકવ્યવહાર અનુસરણ
છે. કેમકે કાચો કે પાકો ગર્ભ સ્વાભાવિક રીતે યોનિથી નીકળે છે.
10/3
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
આ તેનો ગર્ભસંહરણ આચાર કહ્યો. તેનું સામર્થ્ય કહે છે. નખની ટોચથી ગર્ભને સંહરવા કે રોમછિદ્રોથી કાઢવા તે સમર્થ છે. આવાદ - થોડી પીડા, વિવાદ - વધુ પીડા, વિચ્છેદ્ - શરીર છંદ. શરીર છેદ કરીને, કેમકે તેમ કર્યા વિના નખના અગ્રભાગે પ્રવેશ કરાવવો અશક્ય છે. ગર્ભને ઘણો સૂક્ષ્મ કરીને કરે છે. - - ભ મહાવીર સંબંધી ગર્ભાન્તર સંક્રમણ આશ્ચર્ય કહ્યું. હવે તેમના શિષ્ય સંબંધે કહે છે— • સૂત્ર-૨૨૮ :
તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય અતિમુક્ત નામના કુમાશ્રમણ પ્રકૃતિભદ્રક યાવત્ વિનિત હતા. તે અતિમુક્ત કુમારશ્રમણ અન્યદા કોઈ દિવસે ભારે વરસાદ પડ્યા પછી, કાંખમાં રજોહરણ અને પાત્ર લઈને બહાર સ્થંડિલ ભૂમિએ જવા નીકળ્યા. ત્યારે તે અતિમુક્ત કુમાશ્રમણે પાણીનું ખાબોચીયું જોયું, જોઈને ફરતી માટીની પાળ બાંધી, આ મારી નાવ છે - નીવ છે' એમ નાવિકની માફક પાત્રને નાવરૂપ કરી, પાણીમાં વહાવી છે. એ રીતે રમત રમે છે. તે સ્થવિરોએ જોયું, જોઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા, આવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! આપના અતિમુક્ત નામે કુમાશ્રમણ શિષ્ય છે, તો હે ભગવન્ ! તે અતિમુક્ત કુમારશ્રમણ કેટલાં ભવો કરીને સિદ્ધ થશે યાવત્ અંત કરશે? શ્રમણ ભગવંત મહાવીરે તે સ્થવિરોને આ પ્રમાણે કહ્યું – હે આર્યો ! મારો શિષ્ય અતિમુક્ત પ્રકૃતિભદ્રક યાવત્ વિનિત છે, તે અતિમુક્ત આ જ ભવથી સિદ્ધ થશે યાવત્ અંત કરશે. તેથી હે આર્યો ! તમે અતિમુક્ત શ્રમણની હીલના, નિંદા, રિસા, ગહીં, અવમાનના કરશો નહીં.
૩૪
-
હે દેવાનુપિયો ! તમે અતિમુક્ત શ્રમણને ગ્લાનિ રાખ્યા સિવાય - સાચવો, સહાય કરો, ભકત-પાન-વિનયથી વૈયાવચ્ચ કરો. તે અતિમુક્ત અંતકર અને અંતિમ શરીરી છે. ત્યારે તે સ્થવિરોએ, ભગવંત મહાવીર પાસેથી આમ સાંભળીને ભગવંત મહાવીરને વંદી, નમી અતિમુક્તની યાવત્ વૈયાવચ્ચ કરી.
• વિવેચન-૨૨૮ :
છ વર્ષની ઉંમરે દીક્ષિત થયેલ છે માટે કુમાશ્રમણ. કહ્યું છે – નિગ્રન્થ પ્રવચનની રુચિ કરીને છ વર્ષે દીક્ષા લીધી, તે આશ્ચર્ય. અન્યથા આઠમા વર્ષ પૂર્વે દીક્ષા ન સંભવે. કાંખમાં રજોહરણ અને પાત્ર લઈને, ‘આ મારી નૌકા' એમ વિકલ્પ કરતો, નાવિકની જેમ નાવને અતિમુક્ત મુનિ વહાવીને રમે છે. આ તેની રમણક્રિયા બાલ્યાવસ્થાથી છે. સ્થવિરોએ તેની આ અનુચિત ચેષ્ટા જોઈને ઉપહાસ કરતા હોય તેમ પૂછ્યું, ઇત્યાદિ.
જાત્યાદિ ઉદ્ઘાટનથી હીલના, મનથી નિંદા, લોક સમક્ષ તે ખિસા, તેની પાસે
તે ગર્હા, ઉચિત પ્રતિપત્તિ ન કરવી - અવમાનના અને ‘પરાભવ’ પાઠ પણ છે. તેને ખેદરહિત સ્વીકારો, સહાયતા કરો, સેવા કરો. તે ભવનો છેદ કરનાર ચરમ શરીરી છે. - - અતિમુક્તની માફક ભગવંતના અન્ય શિષ્યો પણ અંતિમ શરીરી હતા –