________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધમસાગર ગુરભ્યો નમ:
-ભાગ-૧૦(૫) ભગવતી અંગ-સૂત્ર/ર
- અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન
• ભૂમિકા :
ભગવતી" સૂત્રનો ક્રમ પાંચમો છે, અંગ સૂત્રોમાં ભગવતી એ પાંચમું અંગસૂત્ર છે. પ્રાકૃતમાં તે બનાવ નામે પ્રસિદ્ધ છે, તે‘‘ધિવા પત્રfન'' કે 'વિવાદ' નામે. પણ ઓળખાય છે. સંસ્કૃતમાં આ સૂત્ર "માવતી અને વ્યાધ્યાપ્રાપ્ત નામે ઓળખાય છે. વ્યવહારમાં તો ભગવતી-સૂત્ર નામે જ પ્રસિદ્ધ છે. આ સૂત્રનું એક જ શ્રુતસ્કંધ છે. તેમાં કુલ-૪૧ શતક છે. [અદયયનને શતક નામે ઓળખે છે.) આ શતકમાં પેટા વગ કે પેટા શતક પણ છે. તેના પેટા ઉદ્દેશાઓ પણ છે.
ભગવતી” સૂત્રનો મુખ્ય વિષય વસમય, પરસમયની વિચારણા છે, ઇન્દ્રભૂતિ આદિ ગણધરો, કેટલાંક દેવો, શ્રાવક-શ્રાવિકાદિ અનેકના પૂછેલા પ્રશ્નો અને તેના ભગવંતે આપેલા ઉત્તરો છે. દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ આગમમાં બીજા ત્રણે ચાનુયોગો પણ છે. કર્મપ્રકૃતિનું પણ વર્ણન છે, મરણના ભેદ, સમુઠ્ઠાત, અસ્તિકાય, કિયા, પુદ્ગલ, વેદના, તમસ્કાય, પ્રત્યાખ્યાન, લોક, ભાષાદિ અનેક વિષયો છે.
આ આગમના મૂળભૂગોનો પૂર્ણ અનુવાદ અમે નોંધેલ છે, વિવેચનમાં “ટીકાનુસારી વિવેચન” શબ્દ અમે પસંદ કર્યો છે. પરંતુ તેમાં વૃત્તિ સાથે કવચિત્ ભગવતી-ચૂર્ણિનો આધાર પણ લીધો છે. આ રીતે મુખ્યતાએ વૃત્તિનો અનુવાદ, ક્યાંક ચૂર્ણિના અંશો, ક્યાંક અન્ય સંદર્ભો નોંધ્યા છે, તો સામે પક્ષે વ્યાકરણ, ન્યાય, વાદો જેવી વસ્તુનો અનુવાદ અહીં વિવેચનમાં છોડી પણ દીધેલ છે. ત્યાં - X - X • એવી નિશાની કરેલ છે.
અનેક આધુનિક વિદ્વાનોએ ભૂમિકામાં વિદ્વતાપૂર્ણ ઉલ્લેખ અભિનવકાળે નોંધ્યા છે. તેમાં અમે મૌન રહેવું ઉચિત માનીએ છીએ. – ભગવતી સૂગ અનુવાદ પાંચ ભાગોમાં છે. જેનો આ બીજો ભાગ છે. 10/2]
શતક-૪ $
– X - X – ૦ ત્રીજા શતકમાં પ્રાયઃ દેવાધિકાર કહ્યો, ચોથું શતક પણ તેના જ અધિકારરૂપે છે. તેના ઉદ્દેશાની અધિકાર સંગ્રહ ગાથા કહે છે –
• સૂત્ર-૨૦૭ :
ચોથા શતકના દશ ઉદેશ છે, તેમાં ચાર વિમાનસંબંધી, ચાર રાજધાની સંબંધી, એક નૈરચિક અને એક લેયાનો ઉદ્દેશો છે.
વિવેચન-૨૦૭ :ચાર વિમાનો આદિ ચતાર્થ છે.
છે શતક-૪, ઉદ્દેશક-૧ થી ૪ : “વિમાન” છે
- X - X - X - X - X - X - • સૂત્ર-૨૦૮,૨૦૯ :
[૨૮] રાગૃહ નગરમાં યાવતુ આમ કહ્યું - દેવેન્દ્ર દેવરાજ ઈશાનને કેટલા લોકપાલો છે? ગૌતમાં ચાર. તે આ - સોમ, યમ, વરુણ, વૈશ્ચમણ, ભગવના આ લોકપાલોને કેટલા વિમાનો છે? ગૌતમાં ચાર, તે આ - સુમન, સર્વતોભદ્ર, વલ્થ, સુવડ્યુ. ઈશાનેન્દ્રના સોમ લોકપાલનું સુમન નામે મહાવિમાન ક્યાં છે? ગૌતમાં જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે, આ રતનપભા પૃથ્વી યાવ4 ઈશાન નામે કહ્યું છે. તેમાં વાવ પાંચ વર્તાસકો કહા છે. તે આ - અંકાવવંસક, સ્ફટિકાવવંસક, રત્નાવલંસક, શતરૂપાવતંસક, તેની વચ્ચે ઈશાનાવતંસક, તે ઈશાનાવતુંસક મહાવિમાનની પૂર્વે તિછ અસંખ્યેય હજાર યોજન ગયા પછી ઈશાનના સોમ લોકપાલનું સુમન નામક મહાવિમાન છે. તે ૧ લાખ યોજન છે. આદિ વક્તવ્યતા ત્રીજી શતકમાં કહેલ ‘શક’ મુજબ આખી અનિકા સુધી અહીં કહેવી. ચારે લોકપાલના વિમાનનો એક એક ઉદ્દેશો જાણવો. ચારે વિમાનના ચાર ઉદ્દેશા છે. માત્ર સ્થિતિમાં ભેદ જાણવો.
રિ૦e] સોમયમની સ્થિતિ વિભાગ ઉણ પલ્યોપમ, વૈશ્રમણની બે પલ્યોપમ, વરણની મિભાગસહિત બે પલ્યોપમ તથા અપત્યરૂપ દેવોની એક પલ્યોપમ સ્થિતિ જાણવી.
• વિવેચન-૨૦૮,૨૦૯ :મન - તાજા જન્મેલા લોકપાલ દ્વારા સિદ્ધાયતનમાં જિનપતિમાનું પૂજન.
8 શતક-૪, ઉદેશા-૫ થી ૮ - રાજધાની છે
– X - X - X - X - X - X – • સૂત્ર-૨૧૦ :
રાજધાનીમાં પણ ચાર ઉદ્દેશા કહેવા. ચાવતુ આવી મોટી ઋદ્ધિવાળો યાવ4 વરુણ લોકપાલ છે.