SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક સમવાય-૨૨૭ આ વિપાક શ્રુતની પરિત્તા વાચના, સંખ્યાતા અનુયોગદ્વારો, યાવત્ સંખ્યાતી સંગ્રહણીઓ છે, તે ગાર્થપણે અગ્યારમું અંગ છે. તેમાં ૨૦-અધ્યયનો, ૨૦-ઉદ્દેશનકાળ, ૨૦-સમુદ્દેશનકાળ, સંખ્યાતા લાખ પદો, સંખ્યાતી અક્ષરો, અનંતગમા, અનંતપર્યાયો યાવત્ ચરણ-કરણની પ્રરૂપણા કહેવાય છે. તે આ વિપાકશ્રુત છે. • વિવેચન-૨૨૭ : જે પકાવવું તે વિપાક-શુભાશુભ કર્મનો પરિણામ, તેને કહેનારું શ્રુત તે વિપાકશ્રુત.સૂત્ર સુગમ છે. વિશેષ એ કે – ફળરૂપ જે વિષાક તે ફળવિપાક. ભગવદ્ ગૌતમનો ભિક્ષાદિ અર્થે નગરમાં પ્રવેશ, આ જ વાતને વિસ્તારથી કહે છે - તેમાં - પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી કરવી, પરસ્ત્રીમૈથુન, સાપરિગ્રહતા તે વડે સંચય કરેલા કર્મો એમ યોજવું. વળી મહાતીવ્ર કષાય, ઈન્દ્રિય, પ્રમાદ, પાપપ્રયોગ અને અશુભ અધ્યવસાય વડે સંચિત કરેલ પાપકર્મના પાપાનુભાગ એટલે અશુભ રસવાળા જે ફળવિપાક, તે અહીં કહેવાય છે એમ યોજવું. કોના વિપાકોદય કહેવાય છે ? નસ્ક અને તિર્યંચગતિમાં જે ઘણાં પ્રકારના સેંકડો કષ્ટોની પરંપરાથી બંધાયેલા છે, તે જીવોના તથા મનુષ્યપણે આવેલા તે જીવોને જે પ્રકારે શેષ રહેલા પાપકર્મ વડે પાપવાળા ફળવિપાક એટલે અશુભ વિપાકોદય થાય છે, તે અહીં કહેવાય છે. - x - તે આ રીતે – ૧૮૧ વર્ષે - લાકડી વગેરે વડે તાડન, વૃષળવિનાશ - ખસી કરવી, તથા નાક-કાનહોઠ-અંગુઠા-હાથ-પગ-નખનું છેદન, જિલ્લાનો છેદ, શંખન - તપાવેલા લોઢાની સળી વડે નેત્રમાં આંજવું અથવા ખાર, તેલ આદિ વડે શરીરને મસળવું તે. ટ - ફાડેલા વાંસ આદિના અગ્નિ વડે બાળવું તે અર્થાત્ ટ વડે વીંટેલાને બાધા ઉપજાવવી તે, હાથીના પગ નીચે દબાવવા, વિદારણ કરવું, વૃક્ષની શાખાદિએ લટકાવવું તે, શૂળલતા-લકુટ-ચષ્ટિ વડે ગાત્રોને ભાંગવા, ત્રપુ-સીસા-કકડતા તેલ વડે સીંચવા, કુંભીમાં પકાવવા, શીત કાળે શીતળ જળ છાંટી શરીરમાં કંપારી ઉપજાવવી, ગાઢ રીતે મજબૂત બાંધવું, ભાલાદિ શસ્ત્રથી ભેદવું, વર્ધવર્તન - ચામડી ઉતડવી, ભય ઉત્પન્ન કરનાર કરપ્રદીપન એટલે તેલથી સીચેલાના બે હાથને વિશે અગ્નિ સળગાવવો તે. પછી વધ, વૃષણ વિનાશથી લઈને પ્રતિભયકર-કરપ્રદીપન સુધીના સર્વે શબ્દોનો દ્વંદ્વસમાસ કરવો. તે સર્વે છે આદિ જે દુઃખોમાં એવા ભયંકર. કોણ ? દુઃખો. તે દુઃખો કેવા ? અનુપમ દુઃખવિપાકોને કહે છે એમ જાણવું. તથા આ પણ કહેવાય છે – દુઃખોની ઘણાં પ્રકારની પરંપરા વડે અનુબદ્ધ-નિરંતર આલિંગીત જીવો મૂકાતા નથી. અહીં જીવ શબ્દ અધ્યાહાર છે. કોના વડે મૂકાતા નથી ? તે કહે છે– દુઃખરૂપ ફળને પ્રાપ્ત કરનારી પાપકર્મરૂપી વેલડી વડે. કેમ? વેધા વિનાઅનુભવ્યા વિના જીવોનો કર્મથકી વિયોગ ન થાય. શું સર્વથા અનુભવ્યા વિના મોક્ષ નથી જ ? ના, અનશનાદિ વડે પણ થાય. કઈ રીતે ? શ્રૃતિ - ચિત્ત સમાધાન, તે રૂપ અત્યંત બાંધી છે કેડ જેને વિશે, એવા તપ વડે કર્મનો વિનાશ થઈ શકે છે. વાવિ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ શબ્દ ‘સંભવ' અર્થમાં છે અર્થાત્ કર્મના મોક્ષનો બીજો કોઈ ઉપાય નથી. ત્યારપછી સુખવિપાક - બીજા શ્રુતસ્કંધના અધ્યયનોમાં જે કહેવાય છે તે બતાવે છે - શીત્ત - બ્રહ્મચર્ય કે સમાધિ, સંવમ - પ્રાણાતિપાત વિરતિ, નિયમ - અભિગ્રહ વિશેષ, મુળ - શેષ મૂલગુણ અને ઉત્તરગુણ, તપ - અનશન આદિ, આ સર્વેનું પાન - વિધાન જેઓમાં છે તે તથા આ શીલ આદિ યુક્ત સાધુઓમાં. વળી તે સાધુ કેવા ? સારું વિહિત એટલે અનુષ્ઠાન છે જેમનું એવા સુવિહિત સાધુઓમાં, ભોજનાદિ આપીને જે પ્રકારે બોધિ લાભાદિને મેળવે છે, તે પ્રકારે આ સુખવિપાક કહેવાય છે. - ૪ - અનુપા - દયા, છે મુખ્ય જેમાં એવો આશય, તેનો જે વ્યાપાર તે અનુકંપાશય પ્રયોગ, તેના વડે તયા ત્રણ કાળને વિશે જે મતિ - એટલે કે – “હું આપીશ” એમ વિચારતા સંતુષ્ટ થાય, આપતી વખતે પણ સંતુષ્ટ થાય અને આપ્યા પછી પણ સંતુષ્ટ થાય, તે વૈકાલિક મતિ વડે જે વિશુદ્ધ હોય તે ત્રિકાલમતિ વિશુદ્ધ, એવા જે ભક્તપાન, તે અનુકંપાશય પ્રયોગ ત્રિકાલમતિવિશુદ્ધ ભક્તપાન. તેને આપીને એમ ક્રિયાયોગ છે. શા વડે આપીને ? ૧૮૨ પ્રયતમન વડે - આદર સહિત ચિત્ત વડે, હિત - અનર્થનો નાશ કરનાર હોવાથી હિતકારક, સુખનું કારણ હોવાથી સુખ કે શુભ. કલ્યાણકારી હોવાથી નિઃશ્રેયસ અને તીવ્ર-પ્રકૃષ્ટ એવા પરિણામ-અધ્યવસાય છે જેના એવી સંશયરહિત બુદ્ધિ છે જેઓની તે. તેઓ વડે ભક્તાદિ આપીને. તે ભક્તાદિ કેવા ? પ્રયોગમાં શુદ્ધ - દાતારના દાનવ્યાપારની અપેક્ષાએ સમગ્ર આશંસાદિ દોષરહિત અને ગ્રાહક-ગ્રહણ વ્યાપારાપેક્ષાથી ઉદ્ગમાદિ દોષથી રહિત. આવા ભક્તપાનાદિ આપવાથી શો લાભ ? તે કહે છે – જે પ્રકારે પરંપરાએ મોક્ષનું સાધન હોવાથી ભવ્ય પ્રાણીઓ બોધિલાભને પ્રાપ્ત કરે છે. - x - જે પ્રકારે સંસારસાગરને પતિ કરે છે - લઘુ કરે છે. તે સંસારસાગર કેવો છે ? નર-નાકતિર્યંચ-દેવગતિમાં જે જીવોનું પરિભ્રમણ, તે રૂપ વિસ્તીર્ણ, વિત્ત - મત્સ્યાદિનો અનેક પ્રકારે સંસાર છે જેમાં એવો, તથા અરતિ, ભય, વિષાદ, શોક, મિથ્યાત્વરૂપી પર્વતો વડે સાંકડો એવો - ૪ - અહીં વિષાદ્ - માત્ર દિનતા, શો - આક્રંદાદિ ચિહ્નવાળો. અજ્ઞાનરૂપી તમોડúકાર-મહાંધકાર જેમાં એવો, તથા ત્રિવિયર - કાદવ, સંસાર પક્ષે ચિકિખલ્લ એટલે વિષય, ધન, સ્વજનાદિમાં આસક્તિ, તેવા કાદવ વડે સુદુસ્તર એટલે દુઃખે કરીને પાર પમાય તેવો, તથા જરા, મરણ અને જન્મરૂપી મોટા મત્સ્ય, મગર આદિ અનેક જલતંતુના સમૂહરૂપ સંમર્દ વડે વલોવ્યું છે જળસમૂહ જેને વિશે એવો તથા ૧૬ કષાયો રૂપી શ્વાપદ-મગરાદિ અતિ રૌદ્ર જેમાં છે તેવો - ૪ - અનાદિ અનંત - × - એવા આ પ્રત્યક્ષ દેખાતો સંસારરૂપી સમુદ્ર, તેને લઘુ કરે છે. તથા જે પ્રકારે સાગરોપમાદિના પ્રકારે સાધુદાન વડે દેવસમૂહમાં જવાના આયુષ્યને બાંધે છે અને જે પ્રકારે અનુપમ એવા દેવવિમાનના સુખને અનુભવે છે અને કાલાંતરે ત્યાંથી ચવીને અહીં જ આ તિલિોકમાં મનુષ્યભવને પામેલા એવા
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy