________________
૫૨/૧૩૦
સમવાય-૫૨
— * — —
૧૦૯
• સૂત્ર-૧૩૦ :
મોહનીયકર્મના-પર નામો કહ્યા છે – [૧ થી ૧૦] ક્રોધ, કોપ, રોષ, દોષ, અક્ષમા, સંજવલન, કલહ, ચાંડિય, ખંડણ, વિવાદ, [૧૧ થી ૨૧] માન, મદ દર્પ, સ્તંભ આત્મોત્કર્ષ, ગર્વ, પરપરિવાદ, આક્રોશ, અપકર્ષ, ઉન્નત, ઉન્નામ, [૨૨ થી ૩૮] માયા, ઉપધિ, નિકૃતિ, વલય, ગ્રહણ, વમ, કલ, કુક, દંભ, ફૂટ, જિમ્ન, કિષિ, અનાદરતા, ગૂહના, વંનતા, પકુિચનતા, સાતિયોગ [૩૯ થી ૫૨] લોભ, ઈચ્છા, મૂર્છા, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, ભિધા, અભિધા, કામાશા, ભોગાશ, જીવિતાશા, મરણાશા, નંદી, રાગ... • ગૌસ્તુભ આવારા પર્વતની પૂર્વદિશાના અંતથી વડવામુખ મહાપાતાલ કલશના પશ્ચિમ દિશાના અંત સુધીમાં પર,૦૦૦ યોજનનું અબાધાએ આંતરું કહ્યું છે... • એ જ પ્રમાણે દકભાસ પર્વતના પૂર્વાંતથી કેતુક પાતાલકલશનું, શંખ પર્વતથી સૂપ પાતાલ કલશનું અને દકસીમ પર્વતથી ઈશ્વર પાતાળ કલશ જાણવા.
જ્ઞાનાવરણીય, નામ અને અંતરાય એ ત્રણે કર્મપ્રકૃત્તિની ઉત્તરકૃતિ-પર છે... • સૌધર્મ, સનકુમાર, માહેન્દ્ર એ ત્રણે દેવલોકના થઈને કુલ બાવન લાખ વિમાનાવાસ કહ્યા છે.
* વિવેચન-૧૩૦ :
પર-મું સ્થાનક, તેમાં મોહનીય કર્મના અવયવરૂપ ક્રોધાદિ ચાર કષાયોમાં “અવયવમાં સમુદાયનો ઉપચાર'' એ ન્યાયે મોહનીયનો ઉપચાર કરવાથી કપાયસમુદાય અપેક્ષાથી બાવન નામો કહ્યા છે, એક-એક કપાય અપેક્ષાએ નહીં.
તેમાં ક્રોધ આદિ દશ નામો ક્રોધ કષાયના છે. ચંડિ - ચંડપણું. માન આદિ ૧૧ નામો માનકષાયના છે. તેમાં પ્રોમ - આત્મ ઉત્કર્ષ, અવક્ત્તમ - અપકર્ષ, ન્નપ્ - ઉન્નત, પાઠાંતરથી ઉન્નામ. માયા આદિ ૧૭ નામો માયા કષાયના છે. તેમાં નૂમ - નીચું નમવું, ધર્મ - કલ્ક, શુપ - કુટુક, નિર્ - વક્રતા. તથા લોભ આદિ ૧૪ નામો
લોભ કપાયના છે. તેમાં - ૪ - મધ્યાન તે અભિધા - X -
ગોસ્તંભ પર્વત પૂર્વ દિશામાં લવણ સમુદ્રની મધ્યે વેલંધર નાગરાજનો નિવાસભૂત છે. તેના પૂર્વાંતથી આરંભીને વડવા મુખ નામે મહા પાતાલકલશના પશ્ચિમાંત સુધી વચ્ચે જે આંતરું છે, તે આંતરુ અબાધાએ - વ્યવધાન વિના ૫૨,૦૦૦ યોજન છે. આ અક્ષરાર્થ કહ્યો, તેનો ભાવાર્થ આ છે - લવણસમુદ્રમાં ૯૫,૦૦૦ યોજન જતાં પૂર્વાદિ દિશાએ અનુક્રમે વડવામુખ, કેતુક, ચૂપ, ઈશ્વર એ ચાર મહા પાતાલકળશો છે. તથા જંબૂદ્વીપના છેડાથી ૪૨,૦૦૦ યોજન જતાં ત્યાં હજાર-હજાર યોજનના વિખંભવાળા ગોસ્તૂભાદિ ચાર પર્વતો વેલંધર નાગરાજના નિવાસરૂપ છે. ઇત્યાદિ સૌધર્મ કલો ૩૨, સનકુમારે-૧૨, માહેન્દ્રે-૮ કુલ ૫૨ લાખ. સમવાય-૫૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧૧૦
સમવાય-૫૩
— * — * -
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
- સૂત્ર-૧૩૧ :
દેવકુર અને ઉત્તકુરની જીવાનો આયામ સાધિક ૫૩,૦૦૦ યોજન છે.. • મહાહિમવાનું અને ટુકમી વર્ષધર પર્વતની જીવાનો આયામ ૫૩૯૩૧-૬/૧૯ યોજન છે.. ૭ શ્રમણ ભગવંત મહાવીરના ૫૩ સાધુઓ એક વર્ષના દીક્ષા પર્યાયવાળા થઈને મહતિ મહાલય પાંચ અનુત્તર વિમાનોમાં દેવપણે ઉત્પન્ન થયા... ॰ સંમૂર્ત્તિમ ઉરપસિપની ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૩,૦૦૦ વર્ષ છે. • વિવેચન-૧૩૧ :
૫૩મું સ્થાનક – મહાહિમવંત આદિ સૂત્રમાં સંવાદગાથા કહે છે - મહાહિમવંતની જીવા ૫૩,૯૩૧ યોજન અને ૬ા. કળા છે.. ૦ એક વર્ષ સુધીનો પર્યાય છે તે સંવત્સર પર્યાયવાળા છે.. ૦ મહાન એટલે વિસ્તીર્ણ, અતિમહાલય-અત્યંત ઉત્સવોના આશ્રયરૂપ, તે મહતિ મહાલય. મહા-પ્રશસ્ત, એવા વિમાનો તે મહાવિમાનો. “એક વર્ષના પર્યાયવાળા’” અહીં ૫૩ કહ્યા, તે વાત અપ્રસિદ્ધ છે. અનુત્તોપાતિકમાં જે કહ્યા તે ૩૩ છે અને ઘણાં વર્ષના પર્યાયવાળા છે.
સમવાય-૫૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
સમવાય-૫૪
— * - * =
• સૂત્ર-૧૩૨ -
ભરત, ઐવત ક્ષેત્રમાં પ્રત્યેક ઉત્સર્પિણી-અવસર્પિણીમાં ૫૪-૫૪ ઉત્તમ પુરુષો ઉત્પન્ન થયા છે - થાય છે - થશે. તે આ - ૨૪ તીર્થંકરો, ૧૨-ચક્રવર્તીઓ, ૯-બળદેવ, ૯-વાસુદેવ.. • અર્હત્ અષ્ટિનેમિ ૫૪-રાત્રિદિવસ છસ્થપયિ
પાળીને જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વભાવદર્શી થયા.. ૰ શ્રમણ ભગવંત મહાવીરે એક દિવસે, એક આસને બેસીને ૫૪-વ્યાકરણોને કહ્યા.. છ અર્હત્ અનંતને ૫૪-ગણધરો થયા.
• વિવેચન-૧૩૨ :
૫૪મું સ્થાન - પાળિત્તા - પામીને... ૦ નિમેષ્નાર્ - એક આસન ગ્રહણ કરીને. ૦ વાગરા - જે વ્યાકરણ કરાય એટલે કહેવાય તે. કોઈ પ્રશ્ન થતાં ઉત્તરરૂપે કહેવાતાં પદાર્થો, તેને કહ્યા હતા, આ વાત અપ્રસિદ્ધ છે.. ॰ અહીં અનંતનાથના ૫૪ ગણધરો કહ્યા છે, પણ આવશ્યકમાં તો ૫૦-કહ્યા છે, આ મતાંતર જાણવું.
સમવાય-૫૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ