________________
૩૬/૧૧૨
સમવાય-૩૬
— * — * —
EE
• સૂત્ર-૧૧૨ :
ઉત્તરાધ્યયનના ૩૬-અધ્યયનો કહ્યા છે ૧-વિનયશ્રુત, ૨-પરીષહ, ૩-ચાતુરંગીય, ૪-અસંખય, ૫-કામમરણીય, ૬-પુરુષવિધા, ૭-ઔરભિક, ૮-કાપીલિય, ૯-નમિપતયા, ૧૦-દ્રુમપત્રક, ૧૧-બહુશ્રુતપૂજા, ૧૨-હરિકેશીય, ૧૩-ચિત્રસંભૂત, ૧૪-પુકારીય, ૧૫-સભિક્ષુક, ૧૬-સમાધિસ્થાન, ૧૭-પાપશ્રમણીય, ૧૮-સંયતીય, ૧૯-મૃગચારિકા, ૨૦-અનાથપ્રવ્રજ્યા, ૨૧-સમુદ્રપાલીય, ૨૨રથનેમીય, ૨૩-ગૌતમકેશીય, ૨૪-સમિતીય, ૨૫-યજ્ઞીય, ૨૬-સામાચારી, ૨૭લુંકીય, ૨૮-મોક્ષમાર્ગગતિ, ૨૯-પ્રમાદ, ૩૦-તોમાર્ગ, ૩૧-ચરણવિધિ, ૩૨પ્રમાદ સ્થાન, ૩૩-કર્મપ્રકૃતિ, ૩૪-લેશ્યા અધ્યયન, ૩૫-અનગાર માર્ગ, ૩૬જીવાજીવ વિભક્તિ
સુરેન્દ્ર અસુકુમાર રાજા રામરની સુધર્મસભા ૩૬ યોજન ઉંચી છે... શ્રમણ ભગવંત મહાવીરને ૩૬,૦૦૦ સાધ્વીઓ હતા... ચૈત્ર અને આસો માસમાં એક દિવસ સૂર્ય ૩૬ ગુલ પોરિસિછાયા કરે છે.
- વિવેચન-૧૧૨ :
૩૬મું સ્થાન સ્પષ્ટ જ છે. વિશેષ આ - ચૈત્ર અને અશ્વિન માસમાં સમૃદ્ - એક દિવસ પૂર્ણિમામાં વ્યવહારથી અને નિશ્ચયથી મેષ સંક્રાંતિના દિવસે અને તુલા સંક્રાંતિને દિવસે ૩૬-ગુલવાળી એટલે ત્રણ પગલાના પ્રમાણવાળી પોરિસિને નીપજાવે છે. - ૪ - ૪ -
સમવાય-૩૬-ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
સમવાય-૩૭
— * - * —
• સૂત્ર-૧૧૩ :
૦ અત્યંત કુંથુને ૩૭ ગણો અને ૩૭-ગણધરો હતા.. છ હૈમવત, હૈરણ્યવર્તીની જીવા ૩૭,૬૭૪ યોજન અને એક યોજનના ૧૬/૧૯ ભાગ કળા કંઈક વિશેષ ઓછી લંબાઈમાં કહી છે.. • સર્વ વિજય, વૈજયંત, જયંત, અપરાજિત નામની રાજધાનીઓના પ્રાકાર ઉંચાઈથી ૩૭-૩૭ યોજન ઉંચા છે.. ૦
સુદ્ધિકાતિમાનપ્રવિભક્તિના પહેલા વર્ગમાં ૩૭-ઉદ્દેશન કાળ છે.. ૰ કાર્તિકવદી સાતમે સૂર્ય ૩૭-ગુલની પોરિસી છાયા નીપજાવીને ચાર રે છે.
• વિવેચન-૧૧૩ :
૦ ૩૭-મું સ્થાનક વ્યક્ત છે. વિશેષ આ – કુંથુનાથના અહીં ૩૭ ગણધરો કહ્યા છે, આવશ્યકમાં ૩૩-સંભળાય છે, તે મતાંતર છે. ૰ હૈમવતાદિ જીવાનું ઉક્ત પ્રમાણ કહ્યું, તેને જણાવનાર ગાથા-૩૭,૬૭૪ યોજન તથા કંઈક ન્યૂન ૧૬-કળા એટલી હૈમવત ક્ષેત્રની જીવા છે. કલા-યોજનનો ૧૯મો ભાગ સમજવો... ૰ વિજય
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
આદિ જંબુદ્વીપના પૂર્વાદિ દિશામાં ચાર દ્વારો છે, તેમના નાયક તે જ નામના દેવો છે, રાજધાનીઓ પણ તે જ નામની છે. તે રાજધાની અહીંથી અસંખ્યાતમાં
જંબુદ્વીપમાં છે.
૧૦૦
0
ક્ષુદ્ધિકાવિમાનપ્રવિભક્તિ એ કાલિક શ્રુત છે. તેમાં અધ્યયનના સમુદાયરૂપ
ઘણા વર્ગો છે. તેમાંના પહેલા વર્ગમાં પ્રતિ અધ્યયનમાં ઉદ્દેશના જે કાળ છે તે ઉદ્દેશનકાળ કહેવાય છે.. ૰ જો ચૈત્રી પૂનમે ૩૬ ગુલ પોરિસિ છાયા હોય, વૈશાખ વી- એક અંગુલ વૃદ્ધિથી 39 ગુલ થાય.
સમવાય-૩૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
સમવાય-૩૮ છે
———
- સૂત્ર-૧૧૪ -
પુરુષાદાનીય પાર્શ્વ અને ૩૮,૦૦૦ સાધ્વીરૂપ ઉત્કૃષ્ટ સાધ્વી સંપદા હતી.. ॰ હૈમવત અને ઐરણ્યવત ક્ષેત્રની જીવાનું ધનુપૃષ્ઠ ૩૮,૭૪૦ યોજન અને એક યોજનના ૧૦/૧૯ ભાગથી કંઈક વિશેષ ન્યૂન પરિક્ષેપથી છે.
મેરુ પર્વતરાજનો બીજો કાંડ ઉંચાઈથી ૩૮,૦૦૦ યોજન ઉંચો છે.. ૦ સુલ્લિકા વિમાન પ્રવિભક્તિના બીજા વર્ગમાં ૩૮ ઉદ્દેશનકાળ છે.
• વિવેચન-૧૧૪ --
૦ ૩૮મું સ્થાન પ્રગટ છે. વિશેષ આ – ‘ધનુપૃષ્ઠ’ - જંબૂદ્વીપ નામક ગોળ ક્ષેત્રમાં હૈમવત નામે બીજું અને ઔરણ્યવત નામે છઠ્ઠું ક્ષેત્ર છે. તે બે ક્ષેત્રના પ્રત્યંચા ચડાવેલા ધનુના પૃષ્ઠના આકારવાળા જે પરિક્ષેપ ખંડો તે ધનુષ્ના પૃષ્ઠ ભાગ જેવા હોવાથી ધનુપૃષ્ઠ કહેવાય છે, અને તેના બે છેડાએ લાંબી રહેલી જે ઋજુપ્રદેશની પંક્તિ તે જીવા જેવી હોવાથી જીવા કહેવાય છે. આ સૂત્રનો સંવાદ કરનારી ગાથા આ પ્રમાણે છે • ૩૮,૩૪૦ યોજન અને ૧૦ કલા. આટલું ધનુપૃષ્ઠનું પ્રમાણ છે.
અસ્ત - મેરુ, કેમકે મેરુના આંતરાવાળો સૂર્ય અસ્ત પામે છે, તેથી અસ્ત એટલે મેરુ. તે મેરુ પર્વતરાજનો એટલે પ્રધાનગિરિનો બીજો કાંડ એટલે વિભાગ ૩૮,૦૦૦ યોજન ઉંચો છે. મતાંતરે ૬૩,૦૦૦ યોજન છે. કહ્યું છે – મેરુ પર્વતના ત્રણ કાંડ છે. તેમાં પહેલો કાંડ પૃથ્વી, પત્થર, વજ, શર્કરામય છે, બીજો કાંડ રજત, સુવર્ણ, અંક અને સ્ફટિક રત્નમય છે. ત્રીજો કાંડ એક આકારે સુવર્ણમય છે. તેમાં પહેલાં કાંડનું બાહલ્સ ૧૦૦૦ યોજન છે. બીજા કાંડનું ૬૩,૦૦૦, ત્રીજા કાંડનું ૩૬,૦૦૦ યોજન બાહસ્ય છે. ચૂલા ૪૦ યોજન છે.
સમવાય-૩૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ