________________
3/૬૪ થી
૯
ધર્મપાઠકને હણે છે, તે મહામોહને કરે છે. કેમકે તેમનાં મરણથી ઘણાં લોકો દુ:ખી થાય છે.
(૧૬) જે કોઈ નાયક - રાજાને, રાષ્ટ્રના મહત્તરાદિને, વેપારીજનને કાર્યમાં પ્રવતવનાર શ્રેષ્ઠીને અથવા શ્રીદેવીના ચિન્હવાળા પબંધવાળા નગરશેઠને, વળી તે કેવા ? ઘણા શબ્દોવાળા - ઘણાં યશવાળા એવા તે સર્વેમાંથી કોઈને હણે છે, તે મહામોહને કરે છે.
(૧૩) બહુજન-પાંચ, છ આદિ ઘણાં લોકોના નાયકને તથા દ્વીપની જેવા દ્વીપરૂપ • સંસારસાગરમાં રહેલા પ્રાણીઓના આશ્વાસન સ્થાનરૂપ કે દીપની જેમ દીપરૂપ-અજ્ઞાનરૂપી અંધકાર વડે જેની બુદ્ધિરૂપી દૃષ્ટિનો પ્રસાર રંધાયો હોય એવા પ્રાણીઓનો ત્યાગ અને ગ્રાહ્ય વસ્તુસમૂહર્ત પ્રકાશક, એ જ કારણ માટે પ્રાણપ્રાણીને આપતિથી રક્ષણ કરનારા જેવા ગણધરાદિ હોય, તેવા પ્રાવયનિકાદિ પુરષને જે હણે છે તે મહામોહને કરે છે.
(૧૮) પ્રવજ્યા લેવાની ઈચ્છાવાળાને, સાવધ યોગથી નિવૃત્ત થયેલ-પ્રવ્રુજિતને, તપ કરનાર કે સારા તપને આશ્રિત થયેલા એવા કે પાઠાંતરથી જગત-જંગમ પ્રાણીને અહિંસકપણે જીવાડે તે જગજીવન એવા સાધુને બળાત્કારે - વિવિધ પ્રકારે આક્રમણ કરી શ્રત અને સાત્રિ ધર્મથી જે ભ્રષ્ટ કરે છે તે મહામોહને કરે છે.
' (૧૯) પૂર્વે કહેલ મોહનીય સ્થાનની જેમ આ પણ જાણવું. જ્ઞાનનો અનંત વિષય હોવાથી કે અક્ષયવથી તથા ક્ષાયિક દર્શનવથી શ્રેષ્ઠ દર્શનવાળા છે, અર્થાતુ જેઓ જ્ઞાનાદિ અનેક અતિશય સંપત્તિ સહિતત્વથી ગણ ભુવનમાં પ્રસિદ્ધ જિનેશ્વરોનો કોઈ અવર્ણવાદ બોલે - શેયના અનંતત્વથી જગતમાં કોઈ સર્વજ્ઞ છે જ નહીં, કહ્યું છે - હજી જ્ઞાન દોડે છે, હજી અલોક અનંત છે, હજી કોઈ જીવ સર્વાવ પામતો નથી, જો પામતો હોય તો આલોક શાંત થઈ જાય, પણ તે ઈષ્ટ નથી. આ પ્રમાણે કોઈ દોષ આપે છે, તે દોષ અહીં નથી. કેમકે કેવળજ્ઞાન ઉત્પત્તિ સમયે જ લોકાલોકને પ્રકાશનું ઉત્પન્ન થાય છે. જેમ કોઈ ઓરડામાં રહેલ દીપકલિકા આખા ઓરડાને એક જ સમયે પ્રકાશિત કરે છે તેમ. આ પ્રમાણે જિનેશ્વરના અવર્ણવાદ બોલનાર અજ્ઞાની જીવ મહામોહને કરે છે.
૨૦) જે કોઈ દુષ્ટ કે દ્વેષી મનુષ્ય ન્યાયને ઉલ્લંઘન નહીં કરનારા સખ્યણું દર્શનાદિ મોક્ષમાર્ગનો અત્યંત અપકાર કરે અથવા પાઠાંતરથી ઘણાજનોને વિપરીત ઠસાવે છે, તથા તે માટે નિંદતો, નિંદા કે દ્વેષ વડે પોતાને અને પરને વાસિત કરે છે, તે મહામોહને કરે છે.
(૨૧) જે આચાર્ય-ઉપાધ્યાય શ્રુત-સ્વાધ્યાય અને વિનય-ચારિત્ર ગ્રહણ કરાવેલ હોય, તેમની જ જે નિંદા કરે કે – જ્ઞાનથી આ ગુરુ અલયકૃત છે. અન્યતીર્થિક સાથે સંબંધ રાખે છે એમ કહીં દર્શનને નિંદ, પાર્થસ્થાદિના સ્થાનમાં વનાર હોવાથી મંદ ધર્મવાળા છે એમ કહી ચાસ્ત્રિની નિંદા કરે, આવો તે બાલ-મૂઢ મહામોહને કરે છે.
(૨૨) આચાર્યાદિ શ્રુતદાન, ગ્લાનાદિ અવસ્થાને વિશે સારસંભાળાદિ કરવાથી
૮૬
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સમ્યક ઉપકારી છે, તેઓ પ્રત્યે જે કોઈ વિનય, આહાર, ઉપાધિ આદિથી પ્રત્યુપકાર કે પૂજાકત થતો નથી, માનવાળો થાય, તે મહામોહ કરે છે.
(૨૩) અબહુશ્રુત એવો કોઈ શ્રત વડે પોતાની ગ્લાધા કરે છે કે – હું મૃતવાન છું, અનુયોગધર છું ઇત્યાદિ અથવા કોઈ પૂછે કે તમે અનુયોગાચાર્ય છો કે વાયક છો ત્યારે ‘હા’ એમ સ્વાધ્યાયનો વાદ બોલે અને હું વિશુદ્ધ પાઠક છું ઈત્યાદિ બોલે, તે શ્રુતના અલાભહેતુ મહામોહને કરે છે.
(૨૪) સુગમ છે. વિશેષ આ - ભાવયોર હોવાથી આ સર્વજનોથી મોટામાં મોટો ચોર છે, તેથી તે અતપસ્વીતા હેતુરૂપ મહામોહને કરે છે.
(૨૫) સાધારણકાર્ય માટે કોઈ પ્લાન સાધુ મળે ત્યારે જે કોઈ આચાર્યાદિ પોતે સમર્થ છતાં ઉપદેશ અને ઔષધાદિ વડે પોતે કે અન્યદ્વારા ઉપકાર ન કરે – તેના કાર્યની ઉપેક્ષા કરે. કયા અભિપ્રાયથી તેનું કાર્ય ન કરે ? તે કહે છે - આ સાધુ પોતે સમર્થ છતાં દ્વેષથી મારું પણ કાંઈ કાર્ય કરતો નથી અથવા બાલવાદિ કારણે આ અસમર્થ છે, તો તેનું કાર્ય કરવાથી શું ફળ ? ફરીથી તે મારો ઉપકાર કરવાનો નથી. એ કારણે તેનો ઉપકાર કરે નહીં તથા શઠ એટલે પોતાની શક્તિનો લોપ કરવાથી કપટયુક્ત તથા માયાવાળું જેનું જ્ઞાન છે - ગ્લાનની મારે સંભાળ કસ્વાની ન હોય, તે માટે હું ગ્લાન થઈ ફરું એવા વિકલ્પવાળો, તેથી જ પાપ વ્યાપ્ત ચિતવાળો. તેથી જ પોતાની અબોધિવાળો • x • બીજાની બોધિનો પણ નાશક - x - આવા આચાર્યાદિ મહામોહને કરે છે.
[૨૬] કથા-વાક્ય રચના અર્થાતુ શાસ્ત્ર. તે રૂપ જે અધિકરણ, તે કથાધિકરણ - કૌટિલ્ય શાસ્ત્રાદિ, કેમકે પ્રાણીના ઉપમર્દનમાં પ્રવર્તાવા થકી તેઓ પોતાના આત્માને દુર્ગતિના અધિકારી કરે છે અથવા ક્ષેત્રોને ખેડો, ગાયોને પ્રસવાવો આદિ કથન વડે તથાવિધ પ્રવૃત્તિ રૂપ જે અધિકરણ તે કથાધિકરણ. અથવા કથા-રાજકથાદિ, અધિકરણ-ચંદ્રાદિ અથવા કલહ તે પણ કથાધિકરણ કહેવાય. તેને વારંવાર કરે, તથા સર્વતીર્થના ભેદને માટે સંસારસાગરને તરવાના કારણરૂપ જ્ઞાનાદિ તીર્થોના સર્વથા નાશને માટે પ્રવર્તે તે મહામોહને કરે છે.
[૨] સુગમ છે. વિશેષ આ- અધાર્મિક યોગ એટલે નિમિત્તશાસ્ત્ર, વશીકરણાદિ પ્રયોગ. શા માટે ? પ્રશંસા માટે, સખિહેતુ-મિત્ર નિમિતે.
| [૨૮] જે કોઈ મનુષ્ય કે પરલોક સંબંધી ભોગો વડે અથવા તેમાં તૃપ્તિ ન પામેલો, તેની અભિલાષા કે આશ્રય કરે, તે મહામોહને કરે છે.
[૨૯] ઋદ્ધિ-વિમાનાદિ, ધતિ-શરીર, આભરણાદિ કાંતિ, યશ-કીર્તિ, વર્ણશરીરનું શ્વેતત્વ, બલ-પરાક્રમ, વીર્ય-જીવાભવ. આ સર્વે જે વૈમાનિક દેવોમાં વિધમાન છે, તેવા અતિશય ગુણવાળા દેવોની પણ જે અશ્લાઘા કરે કે દેવોને કંઈ ઋદ્ધિ નથી એમ અવર્ણવાદ કરે, તો આવા અવર્ણવાદનો કd મહામોહને કરે છે.
[30] ન જોવા છતાં જે બોલે - હું દેવોને જોઉં છું આદિ. આવો ગોશાલક જેવો અજ્ઞાની, જિનની જેમ પોતાની પૂજાનો અર્થી મહામોહને કરે છે.