SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦/૬૪ થી ૯૯ તે દેવો ૩૦ અર્ધમારો આન-પ્રાણ, ઉચ્છવાસ-નિ:શ્વાલ લે છે. તેઓને ૩૦,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે.. કેટલાક ભવસિદ્ધિક જીવો ૩૦ ભવગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વદુઃખાંતકર થશે. • વિવેચન-૬૪ થી ૯ : ૮૩ ૩૦મું સ્થાનક સુગમ છે. વિશેષ - સ્થિતિ પૂર્વે આઠ સૂત્રો છે. તેમાં મોહનીય એટલે સામાન્યથી આઠ પ્રકારના કર્મો, વિશેષથી ચોથી પ્રકૃતિ જાણવી તેના સ્થાનો - નિમિત્તો, તે મોહનીય સ્થાનો છે. [ સૂત્રકમ ૬૫ થી ૯૮માં બતાવ્યા. તેમાં સ્થાન – (૧) જે કોઈ પ્રાણી સ્ત્રી આદિને જળ મધ્યે પ્રવેશીને શસ્ત્રરૂપ જળ વડે મારે છે. કેવી રીતે ? પગ વડે દબાવીને મારે છે, તે પ્રાણી મરાતા જીવને મહામોહોત્પાદકત્વથી તથા સંક્લિષ્ટ ચિતત્વથી પોતાને સેંકડો ભવ સુખી દુઃખ આપે તેવા મહામોહને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે ત્રસને મારવાથી એક મોહનીય સ્થાન થયું. (૨) આર્દ્ર ચર્મથી શીર્ષને વીંટવા વડે જે કોઈ સ્ત્રી આદિ ત્રસોને વીટે છે, અત્યંત તીવ્ર અશુભ આચારવાળો તે પ્રાણી મરાતા જીવને મહામોહ ઉત્પન્ન કરનાર હોવાથી પોતાને પણ મહામોહ કરે છે - X + X + (૩) હાથ વડે ઢાંકીને, કોને ? મુખને, પ્રાણીને રુંધીને, અંદર નાદ કરાતા - ગળામાંથી ગુણગુણ શબ્દને કરતા એવા તેને જે મારે છે, તે મહામોહને કરે છે... (૪) અગ્નિને સળગાવીને ઘણા લોકને મહામંડપ કે વાડા આદિમાં રુંધીને અંદર રહેલ ધુમાડા વડે અથવા જેની અંદર ધુમાડો રહેલો છે એવા અગ્નિ વડે જે મારે છે, તે મહામોહને કરે છે, (૫) જે મસ્તક ઉપર હણે છે એટલે ખડ્ગ-મુદ્ગર આદિ શસ્ત્રથી પ્રાણીને પ્રહાર કરે છે, તે મસ્તક સ્વભાવથી જ કેવું હોય? સર્વ અવયવોમાં મુખ્ય અવયવ છે, કેમકે તેના પર ઘા થવાથી અવશ્ય મરણ થાય છે તે પ્રહાર પણ સંક્લિષ્ટ ચિત્ત વડે જ કરે છે, પણ યથાકથંચિત્ નહીં. તથા ઉત્કટ પ્રહારે મસ્તક ભેદીને ગ્રીવાદિ કાયાને વિદારે છે. તે મહામોહ કરે છે. (૬) વારંવાર પ્રણિધિ - માયા વડે જેમ વેપારી આદિનો વેશ ધારણ કરી ગલકર્તક માર્ગે ચાલનાર સાથે જઈને નિર્જન સ્થાને મારે છે તથા તેને હણીને આનંદના અધિકપણાથી, હણાતા એવા મૂર્ખ લોકને હસે છે. શાથી હણીને ? યોગથી વાસિત બીજોરાદિના ફળ વડે કે દંડ વડે હણે છે. તે મહામોહને કરે છે. (૭) ગૂઢાચારી - પ્રચ્છન્ન આચારવાન જે પોતાના દૂરાચાને ગોપવે છે, બીજાની માયાને સ્વમાયાથી ઢાંકે છે - જીતે છે. જેમ પક્ષીઓને મારનાર પારધિ પાંદડા વડે પોતાના શરીરને ઢાંકીને પક્ષીઓને ગ્રહણ કરે છે - ૪ - તે અસત્યવાદી, પોતાના મૂલગુણ અને ઉત્તરગુણની વિરાધના કરનાર અથવા સૂત્ર અને અર્થનો અપલાપ કરનાર મનુષ્ય મહામોહને કરે છે. (૮) જે પુરુષ પોતાના ખરાબ કર્મ વડે - પોતે કરેલા ઋષિઘાતાદિ દુષ્ટ વ્યાપાર વડે અકર્મક - દુષ્ટકર્મ ન કરનારા બીજાનો ધ્વંસ કરે અથવા બીજાએ કરેલ સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ દુષ્ટકર્મને આશ્રીને બીજાની સમક્ષ “આ મહાપાપ તેં કર્યુ છે' એમ બોલે, તે પુરુષ મહામોહને કરે છે. (૯) કલેશથી શાંત ન થયેલ જે પુરુષ આ હું બોલું છું, તે ખોટું છે એમ જાણતો ઘણાજન મધ્યે કિંચિત્ સત્ય-બહુ અસત્ય એવા પદાર્થ કે વચનોને બોલે છે, તે પુરુષ મહામોહને કરે છે. ૮૪ (૧૦) નાયક વિનાનો કોઈ રાજા, તેનો નીતિવાળો મંત્રી છે, તે મંત્રી તે જ રાજાની સ્ત્રી અથવા દ્રવ્યપ્રાપ્તિના ઉપાયનો નાશ કરીને તેના ભોગોને વિદારે છે. શું કરીને ? અત્યંત, સામંતાદિ પરિવારના ભેદ વડે ક્ષોભ પમાડીને તથા - ૪ - તે રાજાને વાર - સ્ત્રી થકી, કે દ્વાર - દ્રવ્યપ્રાપ્તિના ઉપાયથી અધિકાર રહિત કરીને અથવા તેની સ્ત્રી કે તેના રાજ્યને કબ્જો કરીને, તથા પોતાની પાસે આવતા એવાને-પોતાનું સર્વસ્વ હરણ કરતા, ભેટણા વડે અને અનુકૂળ, કરુણાવાળા વચનો વડે તેમને અનુકૂળ કરવાને પ્રાપ્ત થયેલ તે રાજાને વચનના અવકાશરહિત કરીને તેને પ્રતિકૂળ વાણી વડે – “તું આવો-તેવો છે.' ઇત્યાદિ વચનોથી તેના વિશેષ પ્રકારના શબ્દાદિ ભોગોને જે વિદારે, તે મહામોહને કરે છે. (૧૧) કુમાર-બ્રહ્મચારી નહીં તેવો જે મનુષ્ય, હું કુમાર બ્રહ્મચારી છું, એમ બોલે અને સ્ત્રીમાં વૃદ્ધિવાળો તથા સ્ત્રીઓને જ આધિન થાય અથવા તેમની સાથે રહે, તે મહામોહને કરે છે. (૧૨) મૈથુનથી નિવૃત્તિ ન પામેલો જે કોઈ મનુષ્ય અબ્રહ્મચર્યનું સેવન કરીને “હું હમણાં બ્રહ્મચારી છું.” એમ અતિ ધૂર્તપણે બીજાને છેતરવા બોલે, જે આ રીતે સત્પુરુષોને અયોગ્ય એવા વચન બોલતો ગાયો વચ્ચે ગધેડાની જેમ કટુક સ્વરે નાદ કરે, પણ વૃષભની જેમ સુંદર નાદ ન કરે તથા આ પ્રમાણે બોલતો આત્માનો અહિતકારી અને મૂઢ એવો ઘણીવાર માયામૃષા-અસત્યને બોલે તથા સ્ત્રીના વિષયના આસક્તિથી નિંદિત ભાષણ કરે, આવો મનુષ્ય મહામોહને કરે છે. (૧૩) જે રાજાના કે પ્રધાનાદિના આશ્રિતપણાને વહન કરે છે એટલે આજીવિકાના લાભ વડે પોતાને ધારણ કરે છે. કેવી રીતે ? યશ વડે એટલે કે “તે રાજાદિના સંબંધવાળો આ છે.” એવી પ્રસિદ્ધિ કે સેવા પડે. પછી પોતાના નિર્વાહના કારણભૂત તે જ રાજાદિના ધન માટે જે કોઈ લોભ કરે છે, તે મહામોહને કરે છે. (૧૪) ઈશ્વર-રાજા અથવા ગામ-લોકોએ કોઈ અનીશ્વરને ઈશ્વર કર્યો, તેને - પૂર્વાવસ્થામાં અનીશ્વર હતો તેને રાજાદિએ આગળ કરેલો હોવાથી અસાધારણ લક્ષ્મી પ્રાપ્ત થઈ અથવા અતુલ જેમ હોય તેમ લક્ષ્મી પ્રાપ્ત થઈ અને તેથી તે રાજાદિના ઉપકારને વિશે ઈર્ષ્યા દોષથી યુક્ત થયો, તેનું ચિત્ત કલુપતા વડે - દ્વેષ લોભાદિ પાપ વડે વ્યાકુળ થયું, તેથી આવો જે કોઈ રાજાદિના જીવિત, ધન, ભોગાદિના અંતરાયને - વિચ્છેદને કરે છે, તે મહામોહને કરે છે. (૧૫) જેમ નાગણ પોતાના ઈંડાના સમૂહને અથવા અંડપુટને - બંધાયેલા બે દળને હણે છે, તેમ જે પોષણ કરનાર ભરિ, સેનાપતિ કે રાજાને, પ્રશાસ્તા-મંત્રીને,
SR No.008999
Book TitleAgam Satik Part 08 Samavay Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy