________________
૧૪/૨૭ થી ૩૧
• વિવેચન-૨૭ થી ૩૧ -
ચૌદ સ્થાન સુબોધ છે. વિશેષ - સ્થિતિ સૂત્રો પૂર્વે ૮ સૂત્રો છે. તેમાં ચૌદ ભૂતગ્રામો છે, ભૂત-જીવો, ગ્રામ-સમૂહ. તેમાં (૧) સૂક્ષ્મનામ કર્મના ઉદયમાં વર્તવાપણાથી પૃથ્વી આદિ એકેન્દ્રિયો, અપયર્તિા-પર્યાપ્ત નામ કર્મોદયથી પોતાની પર્યાપ્તિ અપરિપૂર્ણ હોય તેવા. (૨) એ રીતે પરિપૂર્ણ સ્વકીય પતિવાળા તે પતિા . (૩,૪) બાદર નામ કમોંદયથી પૃથ્વી આદિ. - તે પણ પર્યાપ્ત-અપર્યાપ્ત બે ભેદે જાણવા. આ પ્રમાણે બેઈન્દ્રિયાદિ જાણવા. પંચેન્દ્રિય બે ભેદે-સંજ્ઞી, અસંજ્ઞી-મન:પર્યાતિથી.
ત્રણ ગાયામાં ચૌદ પૂર્વો કહ્યા. તેમાં (૧) ઉત્પાદપૂર્વ-ઉત્પત્તિને આશ્રીને દ્રવ્યપયયિોની પ્રરૂપણા છે. (૨) તે દ્રવ્યાદિના જ અગ્ર-પરિણામને આશ્રીને તેની પ્રરૂપણા છે તે અગાણીય પૂd. (3) જેમાં જીવાદિનું વીર્ય કહ્યું છે તે વીર્યપવાદ. (૪) જે વસ્તુ જે પ્રકારે લોકમાં છે અને નથી, તે પ્રમાણે જેમાં કહી છે તે અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વ. (૫) જેમાં મત્યાદિ જ્ઞાન તેના સ્વરૂપ અને ભેદો સહિત કહ્યું છે તે જ્ઞાનપ્રવાદ પૂર્વ. (૬) જેમાં સત્ય-સંયમ અથવા સત્ય વચન સભેદ, સંપતિપક્ષ કહેવાયેલ છે, તે સત્યપ્રવાદ. (૩) જેમાં આત્મા-જીવો અનેક નયો વડે કહ્યા છે, તે આત્મપ્રવાદ પૂર્વ છે. (૮) જેમાં જ્ઞાનાવરણાદિ કર્મો કહ્યા છે, તે કર્મપ્રવાદ પૂર્વ.
(૯) જેમાં પ્રત્યાખ્યાન સ્વરૂપ વર્ણવેલ છે, તે પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ, (૧૦) જેમાં અનેક પ્રકારે વિધાના અતિશયો વર્ણવ્યા છે, તે વિધાનુપવાદ પૂર્વ, (૧૧) જેમાં સમ્યગુજ્ઞાનાદિ અવંધ્ય-સફળ વર્ણવ્યા છે તે અવંધ્ય પૂર્વ, (૧૨) જેમાં પ્રાણ-જીવ અને આયુષ્ય અનેક પ્રકારે વર્ણવ્યું છે તે પ્રાણાયુ પૂર્વ, (૧૩) જેમાં વિશાળ એવી કાયિકી આદિ કિયા ભેદ સહિત કહી છે, તે ક્રિયાવિશાલપૂર્વ. (૧૪) • x • લોકના સારભૂત-સર્વોત્તમ જે છે તે લોકબિંદુસાર પૂર્વ
બીજા પૂર્વની વસ્તુ-વિભાગ વિશેષ, તે ચૌદ મૂલ વસ્તુ છે, પણ ચૂલાવસ્તુ બાર છે.. સહસો જે તે સાહસૂય.. કર્મવિશોધિ માર્ગણાને એટલે જ્ઞાનાવરણાદિ કર્મ વિશુદ્ધિની, ગવેષણાને આશ્રીને જીવના ચૌદ ગુણસ્થાનકો કહા -
(૧) જેની દષ્ટિ મિથ્યા-વિપરીત હોય તે મિથ્યાર્દષ્ટિ અર્થાત્ જેને ઉદયમાં આવેલું અમુક પ્રકારનું મિથ્યાત્વ મોહનીય હોય છે.
(૨) તવશ્રદ્ધાના રસના આસ્વાદ સહિત હોય તે સાસ્વાદન છે. * * * પરિત્યક્ત સમ્યકત્વના ઉત્તકાલે છ આવલિકા તેનો સ્વાદ રહે છે. કહ્યું છે - ઉપશમ સમ્યકત્વથી પડીને મિથ્યાત્વ ન પામેલ વચ્ચે છ આવલિકા સુધી સાસ્વાદના સમ્યકત્વ હોય. આવા આસ્વાદસહિત જે સમ્યગદૈષ્ટિ તે સારવાદન સમ્યગ્દષ્ટિ કહેવાય છે.
(3) જેની સમ્યક્ અને મિથ્યા દષ્ટિ છે તે સમિથ્યાદષ્ટિ છે, અર્થાત્ ઉદિત દર્શન મોહનીય વિશેષ.. (૪) અવિરતિ સમ્યગુદૈષ્ટિ-દેશ વિરતિ હિત.. (૫) વિરતાવિરત-દેશવિરત અર્થાત્ શ્રાવક.
(૬) પ્રમત્ત સંયત - કંઈક પ્રમાદી સર્વવિત. (૩) અપમત સંયત સર્વ પ્રમાદરહિત
પર
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ સાધુ. (૮) ક્ષપક શ્રેણી કે ઉપશમ શ્રેણિને પામેલ જીવ કે જેના દર્શનસપ્તક ક્ષીણ કે ઉપશાંત થયા હોય તે નિવૃત્તિ બાદર કહેવાય તેમાં નિવૃત્તિ - જે ગુણસ્થાનકે સમકાલ પ્રતિપન્ન જીવોનો અધ્યવસાય ભેદ, તપ્રધાન બાદર સમ્પરાય તે નિવૃત્તિ બાદર કહેવાય છે.
(૯) અનિવૃત્તિ બાદર-કપાય અટક ખપાવવાના આરંભથી, નપુંસક વેદના ઉપશમનના આરંભથી લઈને બાદ લોભના ખંડને ખપાવે-ઉપદમાવે ત્યાં સુધી હોય છે... (૧૦) સૂમ સંપરાય-સંજવલન લોભનો અસંખ્યાતમો શરૂપ, જે કષાય તે સૂમ સંપરામ-લોભાનુવેદ, તે બે પ્રકારે છે – ઉપશમક અર્થાત્ ઉપશમ શ્રેણિને પામેલો, ક્ષપક-ક્ષપક શ્રેણિને પામેલો.
(૧૧) જેનું મોહનીય કર્મ સર્વથા ઉદયાવસ્થાને પામેલ નથી તે ઉપશાંત મોહ એટલે ઉપશમ વીતરાગ, આ ઉપશ્રમ શ્રેણીની સમાપ્તિ વખતે અંતર્મુહર્ત સુધી હોય, પછી અવશ્ય ત્યાંથી પડે જ.. (૧૨) જેનો મોહ સર્વથા ક્ષીણ થયો છે, એટલે સત્તામાં રહ્યો નથી તે ક્ષીણ મોહ- ક્ષય વીતરાગ. આ પણ અંતમુહૂર્ત જ હોય.. (૧૩) સયોગીકેવલી-મન વગેરે વ્યાપારવાનુ કેવલજ્ઞાની... (૧૪) અયોગી કેવલી-મન વગેરે યોગને રુંધનાર, શૈલેશી કરણ પામેલા, માત્ર પાંચ હૂસ્વાક્ષર ઉચ્ચાર કાળ સુધી રહેનાર-ગુણસ્થાન.
ભરત અને રવતની જીવા. અહીં ભરત-ઐરવત એ બે ક્ષેત્ર પ્રત્યંચા ચડાવેલા ધનુષને આકારે છે, તેથી તેમની જીવા હોય. તેમાં હિમવંતની દક્ષિણ તરફની આંતરારહિત પ્રદેશની જે શ્રેણિ તે ભરતની જીવા છે અને શિખરી પર્વતની ઉત્તર તરફની જે આંતરરહિત પ્રદેશની શ્રેણિ તે ઐરવતની જીવા છે.. જે પૃથ્વીને વિશે ચાર અંત છે તે ચતુરંત ભૂમિ, તેને વિશે વામીપણે થયેલા તે ચાતુરંત કહેવાય. એવા તે ચકવત. રનો-પોતપોતાની જાતિમાં ઉત્કૃષ્ટપણાને પામેલ વસ્તુ. • x • તેમાં -
ગૃહપતિ-કોઠારી, પુરોહિત-શાંતિકમદિ કરનાર, વધેકિ-રથાદિ બનાવનાર, મણિ-પૃથ્વી પરિણામ, કાકિણી-સુવર્ણમય એરણના સંસ્થાનવાળી. આ ચૌદ રત્નોમાં પહેલા સાત પંચેન્દ્રિય, બીજા સાત એકેન્દ્રિય છે. શ્રીકાંત આદિ આઠ વિમાનોના નામો છે.
સમવાય-૧૪-ટીકાસહિત અનુવાદ પૂર્ણ ]