________________
૧૩/૨૬
કરેલી - કરે છે કે કરશે એમ ધારીને જે દંડ-વિનાશ, તે હિંસાદંડ.
(૪) અકસ્માત-ધાર્યા વિના અન્યના વધ માટે પ્રવૃત્તિ કરી, અન્યનો વધ થઈ જવો તે અકસ્માતદંડ, (૫) દૃષ્ટિ-બુદ્ધિનું - x - વિપર્યાસપણું તે દૃષ્ટિ વિપર્યાસિકામતિભ્રમથી જે દંડ-પ્રાણિવધ તે દૃષ્ટિવિપર્યાસ દંડ. એટલે – મિત્રાદિને અમિત્રાદિની બુદ્ધિથી હણવો. (૬) પોતાને માટે - બીજા માટે કે ઉભયને માટે અસત્ય વચન, તે જ હિંસાનું કારણ તે મૃષાવાદ પ્રત્યય. (૭) એ પ્રમાણે અદત્તાદાન પ્રત્યય પણ કહેવું. (૮) મનમાં થયેલ તે આધ્યાત્મિક - બાહ્ય નિમિત્તની અપેક્ષા વિના શોકાદિથી ઉત્પન્ન, (૯) માન પ્રત્યય-જાત્યાદિ મદ હેતુ... (૧૦) મિત્ર દ્વેષ પ્રત્યય-માતા, પિતાદિના અલ્પ અપરાધ છતાં મોટો દંડ કરવો. (૧૧) માયાપ્રત્યય-માયાને આશ્રીને, (૧૨) એ જ પ્રમાણે લોભપ્રત્યય, તથા (૧૩) ઐર્યાપથિક-કેવલ યોગ પ્રત્યય કર્મબંધ, સાતા વેદનીય બંધક.
૪૯
વિમાનના ઉપર-નીચે રહેલા પ્રસ્તટ તેર છે... સૌધર્મ દેવલોક અર્ધચંદ્રાકાર છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબો, દક્ષિણ-ઉત્તર પહોળો છે, તેના મધ્યે તેરમાં પાથડામાં શક્રના આવાસભૂત વિમાન છે, તે સૌધર્મ અવતંસક એટલે મુગટની જેમ પ્રધાન હોવાથી સૌધર્માવતંસક એ નામ સાર્થક છે. તે વિમાન અત્રયોદશ અર્થાત્ સાડા બાર લાખ યોજન આયામ-વિખંભવાળું છે.
જાતિ-જલચર પંચેન્દ્રિય તિર્યંતિમાં કુલકોટિ યોનિ પ્રમુખ એટલે ઉત્પત્તિસ્થાનમાં થયેલ તે સાડા બાર લાખ કુલકોટિ છે. જેમાં પ્રાણીનું આયુ વિધાન ભેદસહિત કહ્યું છે, તે પ્રાણાયુ નામે બારમું પૂર્વ, તેમાં તેર વસ્તુ-અધ્યયનવત્ વિભાગો છે... ગર્ભ-ગર્ભાશયમાં જેની ઉત્પત્તિ હોય તે ગર્ભવ્યુત્ક્રાંતિક, એવા પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મન-વચન-કાયાનો વ્યાપાર તે પ્રયોગ. તે ૧૩ ભેદે છે. કુલ ૧૫પ્રયોગમાં આહારક, આહાકમિશ્ર એ બે કાય પ્રયોગ તિર્યંચોને હોતા નથી, તે સંયમીને જ સંભવે છે, સંયમ સંયત મનુષ્યોને જ હોય, તિર્યંચોને નહીં. તે ૧૩ છે. તેમાં મનના-૪, વચનના-૪, ઔદારિકાદિ કાયપ્રયોગ-૫ છે.
સૂર્યમંડલ-સૂર્યવિમાનનો વૃત્ત ભાગ, તેનું એક યોજન, તે સૂરમંડલ યોજન. એક યોજનના ૬૧-ભાગ કરવા. તેમાંથી ૧૩-ભાગ ન્યૂન એટલે ૪૮ ભાગ, એમ એકસઠીયા અડતાલીશ ભાગ સૂર્યમંડલ છે.
વજ્રાદિ-૧૨, વઈરાદિ-૧૧, લોક-૧૧ એમ-૩૪ વિમાનો કહ્યા.
સમવાય-૧૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
8/4
Чо
સમવાય-૧૪ ક
— x = x =
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
- સૂત્ર-૨૭ :
ચૌદ ભૂતગ્રામો કહ્યા છે સૂક્ષ્મ અપચાિ, સૂક્ષ્મ પચતા, બાદર અપયતા, બાદર પતા, બેઈન્દ્રિય અપાતા, બેઈન્દ્રિય પતિા, તેઈન્દ્રિય અપાતા, તેઈન્દ્રિય પર્યાપ્તા, ચઉરિન્દ્રિય અપાતા, ચઉરિન્દ્રિય પર્યાપ્તા, પંચેન્દ્રિય અસંતી અપર્યાપ્તા, પંચેન્દ્રિય અસંતી પર્યાપ્તા, પંચેન્દ્રિય સંગી અપર્યાપ્તા, પંચેન્દ્રિય સંજ્ઞી પતિ... પૂર્વો ચૌદ કહ્યા છે–
• સૂત્ર-૨૮ થી ૩૦ :
[૨૮] ઉત્પાદ, અગ્રાણીય, વીપિવાદ, અસ્તિનાસ્તિપવાદ, જ્ઞાનપવાદ, [૨૯] સત્યપ્રવાદ, આત્મપવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપવાદ, [૩૦] વિધાનુપવાદ, અવંધ્યપ્રવાદ, પ્રાણાયુ, ક્રિયાવિશાલ, બિંદુસારપૂર્વ.
- સૂત્ર-૩૧ :
ગ્રાણીય પૂર્વની ચૌદ વસ્તુ છે... શ્રમણ ભગવંત મહાવીરની ૧૪,૦૦૦ શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા હતી... કર્મવિશોધિ માર્ગણાને આશ્રીને ચૌદ જીવસ્થાનો કહ્યા – મિથ્યાર્દષ્ટિ, સારવાદનસમ્યગ્દષ્ટિ, સમિથ્યાદષ્ટિ, અવિતસમ્સદૃષ્ટિ, વિાવિત, પ્રમત્તસંગત, આપમતસંગત, નિવૃત્તિબાદર, અનિવૃત્તિબાદર, સૂક્ષ્મ-સંપરાય ઉપશામક કે પક, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગીકેવલી અને અયોગીકેવલી. ભરત અને ઐવતની જીવાનો આયામ ૧૪,૪૭૧ યોજન તથા એક યોજનના ૬/૧૯ ભાગ છે.
એક એક ચાતુરંત ચક્રવર્તીને ચૌદ રત્નો હોય સ્ત્રી, સેનાપતિ, ગાથાપતિ, પુરોહિત, વર્ધકી, અશ્વ, હસ્તિ [એ સાત અને] ખડ્ગ, દંડ, ચક્ર, છા, ચર્મ, મણિ, કાકણી [એ સાત]...
જંબુદ્વીપમાં ચૌદ મહાનદી પૂર્વ-પશ્ચિમ લવણસમુદ્રને મળે છે. તે – ગંગા, સિંધુ, રોહિતા, રોહિતાંશા, હરી, હરીકાંતા, સીતા, સીતોદા, નકાંતા, નારીકાંતા, સુવર્ણકૂલા, રમ્યકૂલા, રક્તા રવી.
આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીની સ્થિતિ ૧૪-પલ્યોપમ છે.. પાંચમી પૃથ્વીમાં કેટલાક નાકીની ચૌદ સાગરોપમ સ્થિતિ છે... કેટલાક સુકુમારોની ચૌદ પલ્યોપમ સ્થિતિ છે.. સૌધર્મ-ઈશાન કરે કેટલાક દેવોની ચૌદ પલ્યોપમ સ્થિતિ છે.. લાંતક કલ્પે દેવોની ઉત્કૃષ્ટ ૧૪-સાગરોપમ સ્થિતિ છે.. મહાશુક્ર કલ્પે દેવોની જઘન્યસ્થિતિ ૧૪-સાગરોપમ છે.. જે દેવો શ્રીકાંત, શ્રીમહિત, શ્રીસૌમનસ, લાંતક, કાર્ષિષ્ઠ, મહેન્દ્ર, મહેન્દ્રકાંત, મહેન્દ્રૌત્તરાવતંસક વિમાને થયેલ દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૪-સાગરોપમ છે.
તે દેવો ચૌદ અર્ધમાસે આન-પાણ, ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે, તે દેવોને ૧૪,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે.. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૪ ભવને ગ્રહણ કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત-સર્વ દુઃખાંતકર થશે.
-
-