SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૮|-|=૧૨ ૧૦૧ કેમકે સામાન્ય સર્વથા નથી એમ નહીં. કેમકે અભિન્ન જ્ઞાનના કથનના અભાવનો પ્રસંગ આવવાથી. વળી સર્વથા ભિન્નપણું છતાં એક સિવાયના બઘા પરમાણુને અપરમાણુપણાનો પ્રસંગ આવે તથા અવયવી અને ધ સિવાય પ્રતિનિયત અવયવ અને ધર્મની વ્યવસ્થા નહીં થાય ઇત્યાદિ - ૪ - (3) જીવોનું અનંતાનંતવ છતાં પણ fમતા - પરિમાણવાળા કહે છે - જગતું ઉચ્છેદ પામવાવાળું થશે. એમ સ્વીકારવાથી કે જીવાંગુઠપર્વ માત્ર કે શ્યામક તંદુલ માત્ર છે તેમ કહે છે, પણ અપરિમિત અસંખ્યય પ્રદેશાત્મકતાથી કે અંગુલના અસંખ્યય ભાગથી આરંભી ચાવતું લોકને પૂરે છે. એ રીતે નિયત પ્રમાણપણે સ્વીકારતા નથી. અથવા fષત - સપ્તદ્વીપ સમુદ્ધાત્મક લોકને કહે છે, અન્યથા ભૂત પણ કહે છે તે મિતવાદી. તેનું પણ અક્રિયાવાદીત્વ - X - જાણવું. (૪) નિર્મિત - ઈશર, બા, પુરપાદિ વડે કરાયેલ લોકો કહે છે, તે નિર્મિતવાદી. તેઓ કહે છે - તમોભૂત. અપજ્ઞાત, અલક્ષણ, અતર્ગ, અવિડ્રોય, સર્વથા સૂતેલા જેવું આ જગતું હતું. તેમાં એક સમાન, સ્થાવર-જંગમરહિત, દેવ-મનુષ્યરહિત, નાગરાક્ષસરહિત, કેવળ ગુફા જેવું, મહાભૂત રહિત, અચિંત્યાત્મા વિભુ તેમાં સુતો છતો તપને તપે છે. તેની નાભિથી કમળ નીકળ્યું - x • તે કમળમાં દંડ-જનોઈ યુક્ત ભગવંત બ્રહ્મા ત્યાં ઉત્પન્ન થયા, તેણે જગતની માતાઓ સર્જી. દેવોની માતા અદિતિ, અસુરોની દિતિ, મનુષ્યોની મનુ, પક્ષીની વિનતા, સરીસૃપોની કબું, નાગની સુલસા, પશુની સુરભિ, બીજોની ઈલા. પ્રમાણિત કરે છે કે- બુદ્ધિમતું કારણકૃ આ જગત્ છે. ઘટવ આકારવાળું છે આદિ. તેનું અક્રિયાવાદીપણું તો - x - અકૃત્રિમ જગતની કૃત્રિમતાનો નિષેધ કર્યો છે. કેમકે ઈશ્વરાદિ વડે જગતનું કર્તાપણું નથી. તેથી - x • કુંભારાદિ વતુ બુદ્ધિમાન કારણભૂત ઈશાદિને અનીશ્વરતાનો પ્રસંગ આવશે. વળી શરીરવથી ઈશ્વરને કારણાભાવે ક્રિયામાં અપવૃતિ થાય આદિ - x • અવસ્થા પ્રસંગ થાય. - (૫) સાત - સુખ ભોગવવું એમ કહે છે, તે સાતવાદી. એ રીતે કોઈ વાદી હોય છે. સુખના અર્થીએ સુખ ભોગવવું, પણ અસાતારૂપ તપ, નિયમ, બ્રહ્મચર્યાદિ નહીં, કેમકે કાર્યનું કારણને અનુરૂપત્વ હોય છે. શુક્લ તંતુથી આરંભેલ વા તો ન થાય, શુક્લ જ રહે છે. એમ સુખના સેવનથી સુખ જ થાય. કહ્યું છે - કોમળ શસ્યા, સવારે ઉઠીને પેય, મધ્યાહે ભોજન, અપરાણે પાનકાદિમાં મોક્ષ જોયેલ છે. આ અક્રિયાવાદીત્વ તો તેના પારમાર્થિક પ્રશમ સુખરૂપ સંયમ અને તપને દુ:ખપણે સ્વીકારવાની છે અને કારણાનુરૂપ કાર્યનો સ્વીકાર તો વિષય સુખને અનુરૂપ નહીં એવા નિવણ સુખના બાધકવવી છે. (૬) સમુચ્છેદ-પ્રત્યેક ક્ષણે નિરન્વય નાશને જે કહે છે તે સમુચ્છેદવાદી. વસ્તુનું કાર્યકરવાપણું સતુ છે. કાર્યન કરવામાં પણ વસ્તુતત્વ સ્વીકારતા “ખરવિષાણ'ને પણ ‘સતપણાનો પ્રસંગ થશે અને નિત્ય વસ્તુ કાર્યને ક્રમશઃ કરે નહીં કેમકે નિત્યનું એક સ્વભાવપણું હોવાથી કાલાંતરે થનાર બધાં કાર્યના ભાવપ્રસંગ આવે. ૧૦૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 એમ ન માનો તો દરેક ક્ષણે સ્વભાવાંતર ઉત્પત્તિથી નિત્યવની હાનિ થશે. * * * ક્ષણિક વસ્તુ જ કાર્ય કરે છે, એ રીતે અર્ચક્રિયાકારીત્વથી ક્ષણિક વસ્તુ છે. આ અક્રિયાવાદી એવી રીતે જાણવો - નિરન્વયનાશના સ્વીકારવી જ પરલોકનો ભાવ ઉત્પન્ન કરે છે. કુલના અને ક્રિયામાં પ્રવૃત્તિ ઉત્પન્ન કરે છે. * ક્ષણિક મતથી અર્ચક્રિયા ન ઘટે - ૪ - (૩) નિયત એટલે વસ્તુને જે નિત્ય કહે છે નિત્યવાદી. તે આ રીતે- લોક નિત્ય છે કેમકે ઉત્પાદ અને વિનાશના આવિભવિ, તિરોભાવ માનવથી - ૪ અસતનો ઉત્પાદ ન થવાથી અને ઘટની જેમ સતનો વિનાશ ન થવાથી, કેમકે ઘટ સર્વથા નાશ પામેલ નથી. કેમકે કપાલ આદિ અવસ્થા વડે તેનું પરિણતત્વ છે. વળી કપાલાદિનું અપારમાર્થિકાવ હોવાથી માટી રૂપ સામાન્યનું જ પામાચિંકcવ છે. માટીના અવિનટવથી સ્થિરેકરૂપતાથી એકાંત નિત્ય સ્વીકારવાચી સકલકિયા લોપ સ્વીકારથી આ અક્રિયાવાદી છે. (૮) નવી વિધમાન શાંતિ-મોક્ષ અને પરલોક-જન્માંતર, એવું જે કહે છે તે ‘ન શાંતિ-પરલોકવાદી.' આત્મા નથી, કેમકે પ્રત્યક્ષાદિ પ્રમાણનો અવિષયભૂત છે. આત્માના અભાવે પુણ્ય-પાપ લક્ષણ કર્મ નથી. કર્મના અભાવે પરલોક કે મોક્ષ નથી. જે આ ચૈતન્ય છે તે ભૂતનો ધર્મ છે. આની અક્રિયાવાદિતા પ્રગટ જ છે. તેમનો મત સંગત નથી. કેમકે પ્રત્યક્ષાદિ અપવૃત્તિ વડે આત્માદિનું ખંડન કરવાનું અશક્ય છે. • x • આગમથી તે સિદ્ધ છે, તથા ભૂતધર્મતા ચૈતન્ય નથી. કેમકે વિવક્ષિત ભૂત અભાવે પણ જાતિસ્મરણાદિ દેખાય છે. -- અહીં આઠે વાદીનો નિર્દેશ માત્ર છે. ઉક્તવાદી શાસ્ત્રસંસ્કૃત બુદ્ધિ હોય છે, માટે શાસ્ત્રોનું કહે છે– • સૂત્ર-૭૧૩ થી ૩રર : [૧૩] આઠ પ્રકારે મહાનિમિત્તો કહ્યા છે – ભૌમ, ઉત્પાત, વન, અંતરિક્ષ, અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન – શાસ્ત્ર. [૧૪] આઠ પ્રકારે વચનવિભકિતઓ કહી છે – .... [૧૫] નિર્દેશમાં પ્રથમા, ઉપદેશમાં દ્વિતિયા, કરણમાં તૃતિયા, સંપદાનમાં ચતુ... [૧૬] અપાદાનમાં પંચમી, સ્વામી સંબંધે ધષ્ઠી, સHિધાનમાં સપ્તમી અને આમંત્રણમાં અષ્ટમી... [૧] તેમાં પ્રથમ વિભકિત નિર્દેશમાં-d, આ, હું - આમ કહું છું. બીજી ઉપદેશક્રિયામાં - ભણ, કર - તેમ “તું” કહે છે... [૧૮] ત્રીજી કરણમાં - કરાયુ, લઈ જવાયું, તેના વડે, મારા વડે દિ... નમો, સ્વાહાના યોગે ચોથી સંપદાન થાય... [૩૧] અપનયન, ગ્રહણ, ત્યાંથી, અહીંથીમાં પંચમી અપાદાન. તેનું આનું, ગયેલાનું, સ્વામી સંબંધે છઠી... ]િ સાતમી-ક્તમાં, આમાં, આધાર, કાળ, ભાવમાં થાય છે... આઠમી આમંત્રણજેમકે હે યુવાન, હે રાજ આદિ. [૧] આઠ સ્થાનોને છાસ્થ સર્વભાવથી ગણતો નથી, છેતો નથી. તે આ - ધિમસ્તિકાય ચાવતુ ગંધ અને વાયુ... આ હેને ઉત્પન્ન જ્ઞાન-દનિ
SR No.008998
Book TitleAgam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy