________________
૭/-/૫૯૪ થી ૫૯૬
(૩) ઉદ્ધૃતા - થાળી આદિમાં સ્વયોગથી કોઈ ભોજન કાઢ્યું હોય તેમાંથી ખરડાયેલ હાથ, ન ખરડાયેલ પાત્ર અથવા ખરડાયેલ પાત્ર કે ખડાયેલ હાય હોય એ રીતે ગ્રહણ કરવાથી... (૪) અલ્પલેપા અહીં અલ્પ શબ્દ અભાવવાચી છે, નિર્લેપ - પૃથકાદિ લેવાથી ચોથી.
(૫) અવગૃહીતા - ભોજન કાલે શરાવ આદિમાં ગ્રહણ કરેલ જ જે ભોજન હોય તેમાંથી લેવાથી... (૬) પ્રગૃહીતા - ભોજનવેળામાં દેવા માટે ઉધતને હસ્તાદિથી ગૃહિત કોઈ ભોજન કે ભોજન માટે સ્વહસ્તાદિથી ગૃહીત આહારને લેવાથી... (૭) ઉઝિતધર્મા - જે પરિત્યાગ યોગ્ય ભોજન હોય, જેને બીજા ઇચ્છે નહીં તેવું કે અર્ધવ્યક્ત આહાર ગ્રહણ કરે.
૦ પાણીની એષણા આ પ્રમાણે જ જાણવી. વિશેષ એ કે - અલ્પલેપમાં વૈવિધ્ય છે. તે આ - ઓસામણ, કાંજી આદિ નિર્લેપ જાણવા.
૦ અવગ્રહ પ્રતિમા - ગ્રહણ કરાય તે અવગ્રહ - વસતિ, તેનો અભિગ્રહ તે. તેમાં (૧) મારે આવો ઉપાશ્રય ગ્રહણ કરવો પણ બીજો નહીં, એવું પહેલેથી વિચારીને તેની જ યાચના કરી ગ્રહણ કરે. (૨) જેને એવો અભિગ્રહ હોય કે હું આ સાધુઓ માટે અવગ્રહ ગ્રહીશ અને બીજાના ગૃહીત અવગ્રહમાં વાસ કરીશ... પહેલી પ્રતિજ્ઞા સામાન્યથી છે અને બીજી ગચ્છવાસી સાંભોગિક-અસાંભોગિક ઉધતવિહારી મુનિઓને છે, તેથી એકબીજા માટે તેઓ યાચે છે.
૫૩
(૩) બીજાને માટે યાચીશ પણ બીજાએ ગૃહીત વસતિમાં રહીશ નહીં.. આ અહાલંદિક સાધુઓને હોય છે. જે માટે તે અવશેષ સૂત્રને આચાર્ય પાસે ઈચ્છતો આચાર્યાર્થે વસતિ યાચે છે. (૪) બીજા માટે વસતિ યાચીશ નહીં પણ બીજાએ ગૃહીતમાં રહીશ.. ગચ્છમાં જિનકલ્પાદિ અર્થે પરિકર્મ કરનારા અશ્રુધતવિહારી સાધુને હોય (૫) હું પોતા માટે અવગ્રહ ગ્રહીશ, પણ બીજા બે-ત્રણ-ચાર માટે નહીં.. આ પ્રતિમા જિનકલ્પીને હોય (૬) હું જે સંબંધી અવગ્રહને ગ્રહીશ તે સંબંધી કટ આદિ સંસ્તાર હોય તો ગ્રહણ કરીશ અન્યથા ઉત્કૃટુક કે નિષણ ભેદે રહીને રાત્રિ વ્યતીત કરીશ.. આ પ્રતિજ્ઞા જિનકલ્પિકાદિને હોય છે. (૭) આ જ પૂર્વોક્ત સાતમી છે. વિશેષ એ કે - પાથરેલ જ શિલાદિ ગ્રહીશ, બીજું નહીં.- x -
૦ સપ્ત સૌકક - ઉદ્દેશક ન હોવાથી એકસરપણે એકક-અધ્યયન વિશેષ, આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં બીજી ચૂડારૂપ એવા સમુદાયથી સાત છે, તેથી સૌકક કહેવાય. તેનું એક પણ અધ્યયન સપૈકક કહેવાય. તથા નામ હોવાથી એ રીતે તે સાત છે. (૧) સ્થાનસૌકક, (૨) નૈષેધિકી સૌકક, (૩) ઉચ્ચારપ્રશ્રવણ વિધિ સૌકક, (૪) શબ્દસૌક, (૫) રૂપ સૌકક, (૬) પરક્રિયાાપૈકા, (૭) અન્યોન્યક્રિયાસૌકક.
૦ સાત મહા અધ્યયન-સૂત્રકૃતાંગના બીજા શ્રુતસ્કંધમાં પહેલા શ્રુતસ્કંધના અધ્યયનોથી મોટા અધ્યયનો છે તે મહાઅધ્યયનો - પુંડરીક, ક્રિયાસ્થાન, આહારપરિજ્ઞા, પ્રત્યાખ્યાનક્રિયા, અનાયાશ્રુત, આર્દ્રક, નાલંદીય.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
૦ સપ્તસપ્તમ-૪૯ દિવસો જેમાં છે તે સપ્તસપ્તમિકા. તે સાત દિવસના સાત સપ્તક વડે યથોત્તર વર્ધમાન દત્તિઓ વડે થાય છે. તેમાં પહેલા સપ્તકમાં એકત્તિ
ભોજન, એક દતિ પાન યાવત્ સાતમામાં સાત દત્તિઓ હોય છે. ભિક્ષુપ્રતિમા, તે ૪૯ અહોરાત્ર વડે થાય છે. ૧૯૬ દતિ થાય. કેમકે પહેલા સપ્તકમાં સાત, બીજામાં ૧૪ યાવત્ સાતમામાં-૪૯, બધી મળીને ૧૯૬ થાય. ભોજન અને પાણી બંનેની દત્તિઓ આટલી-આટલી થાય.
પ
ઉક્ત અર્થને જણાવતા ત્રણ શ્લોક વૃત્તિકારે મૂક્યા છે, વિશેષ એ કે દતિ સંખ્યા ૭, ૧૪, ૨૧, ૨૮, ૩૫, ૪૨, ૪૯ કે ૪૯ થી ૭ બંને રીતે હોઈ શકે.
માસુત્ત - સૂત્રને ન ઉલ્લંઘીને ચાવત્ શબ્દથી મહામસ્ત્ય - નિયુક્તિ આદિ વ્યાખ્યાને ન ઉલ્લંઘીને, ત સપ્ત સપ્તમિકા નામક અર્થને ન ઉલ્લંઘીને
-
અર્થાત્ નામને સત્યાર્થ કરવા વડે, અદામTM - ક્ષાયોપશમિક ભાવરૂપ માર્ગને ન ઉલ્લંઘીને અર્થાત્ ઔદયિક ભાવમાં ન જવા વડે. અાખ - કલ્પનીયને ન ઉલ્લંઘીને અર્થાત્ પ્રતિમાના સમ્યક્ આચારને ન ઉલ્લંઘીને, કાયાની પ્રવૃત્તિ વડે, માત્ર મનથી નહીં, સ્વીકારકાળમાં વિધિ વડે ગૃહીત, ફરી ફરીને ઉપયોગપૂર્વક પ્રતિ જાગરણ વડે રક્ષિત, શોભિત-પ્રતિમાની સમાપ્તિમાં ગુરુ આદિને આપીને શેષ ભોજનના આસેવન વડે અથવા શોધિત-અતિચાર વર્જન કે આલોવવા વડે, પાર પહોંચાડેલી, કાળની અવધિ પૂર્ણ થતા - કિંચિત્ કાળ અધિક રહીને, પારણાદિને - આ અભિગ્રહ વિશેષ આ પ્રતિમામાં મેં કર્યો અને તે આરાધેલ છે, એ રીતે ગુરુ સમક્ષ કીર્તન કરવાથી - x . તે આરાધિતા હોય છે.
પ્રત્યાખ્યાનની અપેક્ષાએ તેનું વ્યાખ્યાન આ રીતે - ઉચિતકાલે વિધિપૂર્વક પ્રાપ્ત તે સ્પષ્ટ કહ્યું. સતત ઉપયોગૂપર્વક સાવધાન રહેલને પાલિત થાય છે. ગુરુને આપીને શેષ ભોજન વડે શોભિત થાય, પ્રત્યાખ્યાન કાળ પૂર્ણ યતાં સ્ટોક કાળ સ્થિર રહેતા તિતિ થાય, ભોજનકાળે તે પ્રત્યાખ્યાનના સ્મરણથી કીર્તિત થાય, નિષ્ઠાથી પહોંચાડી આરાધિત થાય. - - સપ્ત સપ્તમિકાદિ પ્રતિમા પૃથ્વીમાં થાય માટે પૃથ્વી સૂત્ર
• સૂત્ર-૫૯૭ :
અધોલોકમાં સાત પૃથ્વીઓ કહી છે, સાત ધનોદધિ, સાત ધનવાત, સાત તનુવાતો, સાત આકાશાંતરો કહ્યા છે. આ સાત આકાશાંતરોમાં સાત તનુવાતો સ્થિત છે. સાત તનુવાતોમાં સાત ઘનવાતો સ્થિત છે. સાત ધનવાતોમાં સાત ઘનોદધિ સ્થિત છે. સાત ઘનોદધિમાં પિંડલક, પુણ્ય ભાજન સંસ્થાન સંસ્થિત સાત પૃથ્વીઓ કહી છે. તે આ←
પહેલી યાવત્ સાતમી. આ સાતે પૃથ્વીના સાત નામો કહ્યા છે, તે આ
• ધાં, વંશ, શૈલા, અંજના, રિષ્ટા, મઘા, માઘવતી. આ સાતેના સાત ગોત્રો કહ્યા છે. તે આ - રત્નપભા, શર્કરાપા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા,
ભાભા, મામા.