________________
૬/-/૫૮૯ થી ૫૯૧
ઈપિથિકી પ્રતિક્રમણ કરાય છે. - * - સ્વપ્નમાં કરેલ પ્રાણતિપાતાદિ વિશે પ્રતિપક્રમણરૂપ સાર્થક ગતિ વડે કાયોત્સર્ગ લક્ષણ પ્રતિક્રમણ આ પ્રમાણે કહ્યું છે - પ્રાણિવધ, મૃષાવાદ, અદત્ત, મૈથુન, પરિગ્રહમાં અન્યૂન ૧૦૦ ઉચ્છ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરવો.
[૫૯૦,૫૯૧] અનંતર પ્રતિક્રમણ કહ્યું તે આવશ્યક પણ કહેવાય. આવશ્યક નક્ષત્રોદયાદિ અવસરે કરે છે માટે શેષ સૂત્રો પૂર્વવત્ જાણવા.
7/4
સ્થાનાંગ સ્થાન-૬-નો
મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૪૯
— * — * - * — * — x — — x —
Чо
સ્થાન-૭
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩
— * — * -
૦ છઠ્ઠાની વ્યાખ્યા કરી. હવે સાતમું અધ્યયન [સ્થાન] નો આરંભ કરીએ છીએ. તેનો સંબંધ આ છે - પૂર્વ અધ્યયનમાં છ સંખ્યાયુક્ત પદાર્થો કહ્યા. અહીં સાત સંખ્યાયુક્ત પદાર્થો કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયન છે.
* સૂત્ર-૫૯૨ :
સાત પ્રકારે ગણ અપક્રમણ કહ્યું છે. તે આ - (૧) મને સર્વ ધર્મ રો છે. (૨) મને અમુક ધર્મ રુચે છે, અમુક નથી રુચતા. (૩) સર્વ ધર્મોમાં મને સંદેહ છે. (૪) મને કોઈક ધર્મમાં સંદેહ છે, કોઈકમાં નથી. (૫) સર્વે ધર્મોને હું આપું છું. (૬) હું કેટલાંક ધર્મો આપું છું, કેટલાંક નહીં. (૭) હું એકલવિહાર પ્રતિમા સ્વીકારીને વિચરવા ઈચ્છુ છું.
• વિવેચન-૫૯૨ ન
પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વ સૂત્રમાં પુદ્ગલો પર્યાયથી કહ્યા. અહીં પુદ્ગલ વિશેષના ક્ષયોપશમથી જે અનુષ્ઠાન વિશેષ જીવને પ્રાપ્ત થાય છે, તેનું સપ્તવિધપણું કહેવાય છે એ રીતે સંબંધે આવેલ સૂત્રની વ્યાખ્યા–
સંહિતાદિ ક્રમ પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - સપ્તવિધ તે સાત પ્રકાર. પ્રયોજન ભેદથી ભેદ છે. ાળ - ગચ્છથી નીકળવું તે ગણાપક્રમણ કહ્યું છે.
(૧) નિર્જરાના હેતુભૂત સર્વે ધર્મોને - સૂત્ર, અર્થ, ઉભય વિષયવાળા શ્રુતભેદોને, અપૂર્વગ્રહણ, વિસ્મૃતનું સંધાન અને પૂર્વે ભણેલના પરાવર્તનરૂપને, તપ-વૈયાવચ્ચરૂપ ચાસ્ત્રિ ધર્મો પ્રત્યે રુચિ કરું છું, તે અમુક પરગચ્છમાં પ્રાપ્ત થાય છે, અહીં સ્વગચ્છમાં મળે તેમ નથી, તે મેળવવા હે ભદંત ! હું સ્વગચ્છમાંથી નીકળું છું. એ રીતે ગુરુને પૂછવા દ્વારા એક ગણાયક્રમણ કહ્યું. [શંકા] સર્વ ધર્મો સૂચે છે, એમ કહેવાથી કેવી રીતે પૃચ્છા અર્થ જણાય ? [સમાધાન] જેમ “હું એકલ વિહાર પ્રતિમા ઇચ્છુ છું'' એ પૃચ્છાવનના સમાનપણાથી જણાય છે. રુચિ તો કરવાની ઇચ્છારૂપ અર્થતા છે. પાઠાંતરથી હું જ્ઞાની છું, મારે ગણ વડે શું ? એ રીતે અહંકારથી ગણથી નીકળે છે. (૨) કોઈ એક શ્રુતધર્મોની કે ચાસ્ત્રિધર્મોની રુચિ - ઇચ્છા કરું છું અને કોઈ શ્રુતધર્મો કે ચાત્રિ ધર્મોની રુચિ-ઇચ્છા કરતો નથી. આ કારણે ઇચ્છિત ધર્મોને સ્વગચ્છમાં કરવાની સામગ્રી અભાવે હું નીકળું છું.
(૩) ઉક્ત લક્ષણવાળા સર્વે ધર્મો પ્રત્યે વિચિકિત્સા - તે વિષયમાં સંશય કરું છું. તેથી સંશયના નિરાકરણાર્થે સ્વગણથી નીકળું છું.
(૪) એ રીતે કોઈ ધર્મોમાં સંશય કરું છું, કોઈમાં નહીં માટે નીકળું છું. (૫) નુìમિ - બીજાને આપું છું. સ્વગણમાં પાત્ર નથી તેથી નીકળું છું. (૬) પાંચમાંની જેમ સમજી લેવું.
(૭) હે ભદંત ! એકાકીપણે ગચ્છમાંથી નીકળીને જિનકલ્પિકાદિપણે જે વિચરવું, તેવી પ્રતિજ્ઞાનો સ્વીકાર તે એકાકી વિહાર પ્રતિમા. તેને અંગીકૃત કરીને