________________
અમારા પ્રકાશનો
૯. આગમ મહાપૂજનવિધિ
આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકાસ્કને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૩
૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ
૪૮-પ્રકાશનો
પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોના અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ'' એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનોને અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત
કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છંદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશનનું મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ હતી આગમ સંબંધી
અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી
— * — * —
૧૪
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય -
૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ ‘લઘુપ્રક્રિયા’' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, વૃષ્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
*
૧
૦ કૃતમાલા :
– આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય ઃ
3
૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
– આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણં' નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
૧
શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તત્ત્વાભ્યાસ સાહિત્ય :
૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧
૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દર્શ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
૧ ૧૦