________________
૪/૪/૪૧૨ થી ૪૧૯
[૪૧૬] શ્રમણ ભગવંત મહાવીરને દેવ-મનુષ્ય-અસુરો સહિત પર્યાદામાં કોઈથી પરાજય ન પામનારા ૪૦૦ વાદીની ઉત્કૃષ્ટ સંપદા હતી.
[૪૧૭] નીચેના ચાર કો અર્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત કહ્યા છે - સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર. મધ્યના ચાર કલ્પો પરિપૂર્ણ ચંદ્રાકાર સંસ્થિત કહ્યા - બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસાર, ઉપરના ચાર કલ્પો અર્ધચંદ્રાકાર સંસ્થિત કહ્યા . નતિ, પ્રાણત, આરણ, અચ્યુત.
[૪૧૮] ચાર સમુદ્રો ભિન્ન રસવાળા કહ્યા - લવણોદ, વરુણોદ, ક્ષીરોદ, ધૃતોદ... [૪૧૯] ચાર આવર્ત કહ્યા છે ખરાવર્ત્ત, ઉન્નત્તાવર્ત્ત, ગૂઢાવર્ત્ત, આમિષાવ.. એ દૃષ્ટાંતે કપાયો ચાર કહ્યા-ખરાવર્ત સમ ક્રોધ, ઉન્નત્તાવર્ત સમ માન, ગૂઢાવર્ત સમ માયા, આમિસાવર્ત સમાન લોભ. તેના ઉદયવાળો જીવ મરીને નૈરયિકમાં ઉત્પન્ન થાય છે.
.
૧૪૫
• વિવેચન-૪૧૨ થી ૪૧૯ :
[૪૧૨] સૂત્ર સરળ છે. વિશેષ આ ઉત્પાદ પૂર્વ પહેલું છે, તેની ચૂલાઆચારના અગ્રભાગવત્ બોધ વિશેષ અધ્યયન માફક ચુલાવસ્તુ છે.
[૪૧૩] ઉત્પાદ પૂર્વ કાવ્ય છે, માટે કાવ્યસૂત્ર કહે છે, તે સુગમ છે. ાવ્ય - ગ્રંથ, ઘ - છંદમાં ન બંધાયેલ - શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનવત્ પર્ધા - છંદમાં બંધાયેલ - વિમુક્તિ અધ્યયનવત્, જ્ય - કથામાં સારું - જ્ઞાત અધ્યયનવત્, ગેય - ગાવા યોગ્ય. અહીં ગધ અને પધમાં અંતર્ભાવ હોવા છતા પણ કચ્છ અને ગેયના, કથા અને ગાનધર્મના વિશિષ્ટપણાથી વિશેષ વિવક્ષા કરેલ છે..
[૪૧૪] ગેય કહ્યું, તે ભાષા સ્વભાવ હોવાથી દંડ અને મંથાનાદિના ક્રમ વડે લોકના એક દેશને પૂરે છે અને સમુદ્દાત પણ એમ જ છે. તેથી સમુદ્ધાતના બે સૂત્રો કહે છે, તે સુગમ છે. વિશેષ આ - સમુદ્ઘનન તે સમુદ્દાત - શરીરની બહાર જીવપ્રદેશનો પ્રક્ષેપ. વેદના વડે સમુદ્દાત, મરણ એ જ અંત તે મરણાંત, તેમાં થનાર મારણાંતિક સમુદ્દાત. વૈક્રિય શરીર માટે સમુદ્દાત તે વૈક્રિય સમુદ્દાત.
[૪૧૫,૪૧૬) વૈક્રિય સમુદ્દાત લબ્ધિરૂપ કહેલ છે, તે લબ્ધિ પ્રસ્તાવથી વિશિષ્ટ શ્રુતલબ્ધિમાનોને કહેવા માટે કરો આદિ બે સૂત્ર સુગમ છે. વિશેષ આ - સર્વજ્ઞ નહીં હોવાથી અજિન, અવિરોધી વચન હોવાથી અને પૂછેલ પ્રશ્નને યથાતથ્ય
.
કહેનાર હોવાથી જિનાદેશ, અકારાદિ બધાય અક્ષરોના સન્નિપાતો - યાદિ સંયોગો, વિધેય - કહેવા યોગ્ય ભાવોના અનંતપણાથી અનંતા અક્ષરના સંયોગો વિધમાન છે જેઓને તે, એઓનું જિન સમાનપણું હોવાનું કારણ કહે છે. નો વિવ આદિ. શિવ - ક્યારેય પણ ઉક્ત સંખ્યાથી અધિક ચૌદપૂર્વીઓ થયા ન હતા.
[૪૧૭] તે મુનિઓ પ્રાયઃ દેવલોકમાં ગયેલા છે, માટે દેવલોકના સૂત્રો સુગમ છે. વિશેષ આ - અદ્ધચંદ્ન સંસ્થાન સંસ્થિત. - ૪ - ૪ -
-
[૪૧૮] દેવલોકો ક્ષેત્ર છે, માટે ક્ષેત્ર પ્રસ્તાવથી સમુદ્ર સૂત્ર કહ્યા છે. વિશેષ આ એકમેક પ્રતિ ભિન્ન છે રસ જેઓના તે પ્રત્યેક રસો. લવણ રસનું ઉદક હોવાથી
6/10
૧૪૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ લવણ અથવા લવણ માફક ઉદક જેમાં છે તે લવણોદ. વાળિ - સુરા, તેના સમાન વારુણ, સુરા સમાન ઉદક જેમાં છે તે વારુણોદ - આ ચોથો સમુદ્ર છે, જેમાં દૂધ સમાન ઉદક છે તે ક્ષીરોદ - પાંચમો સમુદ્ર અને જેમાં ધૃત જેવું ઉદક છે તે ધૃતોદ - છઠ્ઠો સમુદ્ર આદિ - ૪ --
[૪૧૯] અનંતર સમુદ્રો કહ્યા, તેમાં આવર્તો થાય છે માટે આવર્ત અને તેનાથી કષાય કહેવા બે સૂત્રો છે, તે સુગમ છે. વિશેષ આ સર - કઠણ, અતિ વેગથી પડનાર - તે આવ. તે સમુદ્રાદિ કે ચક્ર વિશેષો તે ખરાવર્ત્ત. ઉન્નત - ઉંચો, તરૂ૫ આવર્ત તે ઉન્નતાવર્ત, તે પર્વતના શિખર ઉપર ચડવાના માર્ગનો કે વાતોત્કલિકા છે. ગૂઢ એવો આવર્ત, તે ગૂઢાવર્ત દડાના દોરાનો કે લાકડાની ગાંઠ આદિનો હોય છે. માંસ આદિ, તેને માટે શમળી આદિનો આવર્ત તે આમિષાવર્ત્ત.
ખરાવર્તાદિની સમાનતા ક્રમશઃ ક્રોધાદિની કહે છે. પર અપકાર કરવામાં કઠોર હોવાથી ક્રોધને, પત્રભૃણાદિવત્. જેમ મનને ઉન્નતપણામાં આરોપવાથી માનને, અતિ દુર્લક્ષ્ય હોવાથી માયાને અને સેંકડો અનર્થની પ્રાપ્તિ વડે વ્યાપ્ત સ્થાનને - x - લોભની ઉપમા ઘટે છે. આ ઉપમા ક્રમશઃ અતિશય ક્રોધાદિને છે. તેઓનું ફળ - અશુભ પરિણામ અને અશુભ કર્મબંધના નિમિત્તપણાએ દુર્ગતિ નિમિત્ત થાય છે. નાકો કહ્યા, તેના વૈક્રિયાદિથી સમાનધર્મીત્વથી દેવો છે, માટે તેઓના વિશેષભૂત નક્ષત્ર દેવો સંબંધી ચાર સ્થાન કહેવા સૂત્ર–
• સૂત્ર-૪૨૦ થી૪૨૨ :
[૪૨] અનુરાધા નક્ષત્રના ચાર તારા કહ્યા છે. પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢાને પણ એમ જ છે... [૪૨] જીવોએ ચાર સ્થાને નિર્તિત પુદ્ગલો પાપકર્મપણાએ કર્યા છે . કરે છે - કરશે - જેમકે - નૈરયિક, તિચિયોનિક, મનુષ્ય, દેવનિર્તિત... એ પ્રમાણે ઉપાય કર્યો છે - કરે છે - કરશે. એ રીતે ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરા [એ સર્વે કર્યા છે કરે છે અને કરશે.] [૪૨૨] ચાર પ્રદેશવાળા સ્કંધો અનંતા કહ્યા છે, ચાર આકાશ પ્રદેશ અવગાઢ પુદ્ગલો અનંત કહ્યા છે, ચાર સમય સ્થિતિક પુદ્ગલો અનંતા છે. યાવર્તી ચાર ગુણ રૂક્ષ પુદ્ગલો અનંતા છે.
-
• વિવેચન-૪૨૦ થી ૪૨૨:
[૪૨૦,૪૨૧] આ સૂત્ર સરળ છે. જીવોના દેવત્વ આદિ ભેદ, કર્મ આદિના ચય વગેરેથી કરાયેલ છે માટે તેનું પ્રતિપાદન કરવા માટે નીવાળું આદિ છ સૂત્ર છે, પૂર્વે વ્યાખ્યા કરેલી છે, તો પણ કંઈક કહીએ છીએ. નિયંતિત - કર્મના પરિણામને પામેલા, તયાવિધ અશુભ પરિણામ વશથી બાંધેલા ચતુઃસ્થાન નિર્વર્તિત. તે પુદ્ગલોને કેવી રીતે બાંધેલા છે, તે કહે છે. પાપકર્મતાથી - અશુભ સ્વરૂપ જ્ઞાનાવરણાદિપણાઓ. વળિસુ - તથા પ્રકારના અપર પુદ્ગલ વડે વૃદ્ધિ કરેલા - અલ્પ પ્રદેશવાળી પાપપ્રકૃતિઓને બહુપ્રદેશવાળી કરેલી... વૈરયિકપણાએ વર્તતા તે નૈરયિક નિર્વર્તિતા એ
રીતે સર્વત્ર સમાસ કરવો.