________________
૪/૪/૩૮૨
તેમ ખાવું તે... શીયાળવત્ - દીનવૃત્તિથી મેળવેલું કે અન્ય સ્થળે ખાવું. વાવિત - એક વખત ધાન્ય વવાય એવી... પરિવાવિત - બે કે ત્રણ વાર ઉખેડીને અન્ય સ્થાને રોપવાથી - શાલિની ખેતીવત્... નિંદિત - એક વખત વિજાતિય ઘાસ આદિને દૂર કરવા વડે શોધેલ... પરિનિંદિત - બે કે ત્રણ વખત તૃણાદિના શોધન વડે કૃષી.
પ્રવ્રજ્યા તો સામાયિકના આરોપણ વડે તે વાવિતા... નિરતિચાર ચાસ્ત્રિીને મહાવતારોપણ વડે કે સાતિચાર ચાસ્ત્રિીને મૂલ પ્રાયશ્ચિત્ત દાનથી... નિંદિતા-એક વખત અતિચારના આલોચનથી... અને પરિનિંદિતા - વારંવાર અતિચાર આલોચના કરવી.
૧૩૧
ધાન્યપુંજ સમાન - ખળામાં તૂસ વગેરે કચરો કાઢીને નિર્મળ કરેલ તે. - સમસ્ત અતિચારરૂપ કચરાના અભાવ વડે મેળવેલ સ્વભાવપણાથી. તે એક... બીજી - ખળામાં જ વાયુ વડે કચરાને ઉડાવેલ પણ ઢગલો નહીં કરેલ એવા ધાન્ય સમાન પ્રવ્રજ્યા, જે અલ્પ પ્રયત્ન વડે સ્વ સ્વભાવને પ્રાપ્ત કરશે... ત્રીજી - બળદના ખુરથી છૂટા થયેલા ધાન્યામાન, જે સહજ ઉત્પન્ન અતિચારરૂપ કચરાવાળી હોવાથી સામગ્રી
વડે કાલ વિલંબથી સ્વસ્વભાવને મેળવવા યોગ્ય છે તે ધાન્ય વિકિર્ણ સમાન છે...
ચોથી, ક્ષેત્રથી લાવેલ અને ખળામાં રાખેલ ધાન્ય જેવી પ્રવ્રજ્યા, તે બહુતર અતિચાર સહ હોવાથી ઘણાં કાળે પ્રાપ્ય સ્વસ્વભાવવાળી છે, તે ધાન્ય સંકર્ષિત સમાન જાણવી. આ પ્રવ્રજ્યા સંજ્ઞાના વશથી આ પ્રકારે છે, માટે સંજ્ઞા નિરૂપણ કરે છે– • સૂત્ર-૩૮૩,૩૮૪ ૭
[૩૮૩] - (૧) સંજ્ઞા ચાર ભેદે કહી - આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંઘ... (૨) ચાર કારણે જીવને આહાર સંા ઉત્પન્ન થાય છે ઉદર ખાલી થવાથી, ક્ષુધાવેદનીય કર્મોદયથી, તેવી મતિથી, તેની ચિંતાથી. (૩) સર કારણે ભય સંજ્ઞા ઉત્પન્ન થાય - હીનસત્વપણાથી, ભય વૈદર્ભીય કર્મોદયથી, તેવી મતિથી, ભયની જ વિચારણા કરવાથી.
(૪) ચાર કારણે મૈથુન સંજ્ઞા ઉત્પન્ન થાય - માંસ અને ક્તની વૃદ્ધિથી, મોહનીય કર્મોદયથી, તેવી મતિથી, નિરંતર વિષયોના ચિંતનથી.
(૫) ચાર કારણે પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થાય - - અવિમુક્તતાથી, લોભવેદનીય
કર્મના ઉદયથી, તેવી મતિથી, સતત ધનનું ચિંતન કરવાથી.
[૩૮૪] કામ ચાર ભેદે કહ્યા છે - શ્રૃંગાર, કરુણ, બિભત્સ, રૌદ્ર, શ્રૃંગાર કામ દેવોને હોય છે, કરુણ કામો મનુષ્યોને હોય છે, બીભત્સ કામો તિર્યંચોને હોય છે, રૌદ્ર કામો નૈરયિકોને હોય છે.
• વિવેચન-૩૮૩,૩૮૪ :
[૩૮૩] સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - જાણવું તે સંજ્ઞા - ચૈતન્ય. તે અસાતા વેદનીય અને મોહનીય કર્મના ઉદયજન્ય વિકારયુક્ત છે, આહારાદિ સંજ્ઞા રૂપે કહેવાય છે. તેમાં આહારનો અભિલાષ તે આહારસંજ્ઞા, ભયમોહનીય વડે સંપાધ જીવ
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પરિણામ તે ભયસંજ્ઞા, વેદોદય જનિત મૈથુન અભિલાષ તે મૈથુન સંજ્ઞા, ચાસ્ત્રિમોહોદય જન્મ પરિગ્રહનો અભિલાષ તે પરિગ્રહ સંજ્ઞા છે. [તે ચારે આ પ્રમાણે છે-]
૧- ખાલી ઉદર વડે, આહાર કથા શ્રવણથી થયેલ મતિ વડે, આહારની સતત ચિંતા વડે [આહાર સંજ્ઞા થાય છે]... ૨- સત્ત્વના અભાવથી, ભયવાર્તા શ્રવણ અને ભયંકર વસ્તુને જોવાથી થયેલ મતિ વડે, ઇહલોકાદિ ભયરૂપ અર્થની વિચારણાથી [ભય સંજ્ઞા થાય છે.]... ૩- જેના માંસ, શોણિત વૃદ્ધિ પામ્યા છે તે ચિત્તમાંસ શોણિત, તેના ભાવપણે માંસ, રક્તની વૃદ્ધિ થવા વડે, કામક્રીડા કથાશ્રવણાદિ થયેલ બુદ્ધિ વડે, મૈથુનરૂપ અર્થનું વારંવાર ચિંતન કરવાથી મૈથુન સંજ્ઞા થાય છે]... ૪- સપરિગ્રહપણાએ, સચેતનાદિ પરિગ્રહ દર્શનથી થયેલ મતિ વડે, પરિગ્રહના ચિંતનથી.
૧૩૨
[૩૮૪] સંજ્ઞાઓ જ કામગોચર છે, માટે કામનિરૂપણ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - જામ - શબ્દ આદિ, દેવોને શૃંગાર-કામ છે. એકાંતિક અને આત્યંતિક મનોજ્ઞત્વથી અત્યંત રતિરસનું સ્થાન હોવાથી રતિરૂપ જ શ્રૃંગાર છે. કહ્યું છે - અન્યોન્ય આસક્ત સ્ત્રી-પુરુષ સંબંધી રતિ સ્વભાવ તે શ્રૃંગાર... મનુષ્યોને કરુણ-કામ છે, તુચ્છપણાથી, ક્ષણમાં જોયેલ નષ્ટ થવાથી અને શુક્ર-શોણિતાદિથી યુક્ત દેહના શોચનાત્મક હોવાથી તથાવિધ મનોજ્ઞપણું હોતું નથી, કરુણ રસ શોક સ્વભાવ જ છે... તિર્યંચોને બિભત્સ કામ હોય છે, કેમકે તે જુગુપ્સા સ્થાન છે. - ૪ - નૈરયિકોને અત્યંત અનિષ્ટપણાએ ક્રોધોત્પાદક હોવાથી રૌદ્રદારુણ કામ હોય છે. કહ્યું છે કે - રૌદ્ર રસ જ ક્રોધરૂપ છે. આ કામો તુચ્છ અને ગંભીરના બાધક-સાધક છે, માટે તુચ્છને તથા ગંભીરને કહેવા ઇચ્છતા સૂત્રકાર દૃષ્ટાંત સહિત સૂત્ર કહે છે—
- સૂત્ર-૩૮૫ :
(૧) ઉદક ચાર પ્રકારે છે - કોઈ ઉત્તાન અને ઉત્તાનૌદક, કોઈ ઉત્તાન અને ગંભીરોદક, ગંભીર અને ઉત્તાનોદક, ગંભીર અને ગંભીરોદક.
(ર) એ પ્રમાણે પુરુષો ચાર ભેદે છે - ઉત્તાન અને ઉત્તાનહૃદય, ઉત્તાન અને ગંભીર હૃદય. આદિ ચાર.
(૩) ઉંદક ચાર ભેદે છે ઉત્તાન અને ઉત્તાન અવભાસી, ઉત્તાન અને ગંભીર અવભાસી આદિ ચાર... (૪) એ રીતે પુરુષો ચાર ભેદે છે - ઉત્તાન અને ઉત્તાન અવભાસી, ઉત્તાન અને ગંભીર અવભાસી આદિ ચાર.
(૫) ઉદધિ ચાર ભેદે છે ઉત્તાન અને ઉત્તાનોદધિ, ઉત્તાન અને ગંભીરોદધિ આદિ ચાર... (૬) એ રીતે પુરુષો ચાર ભેદે કહ્યા - ઉત્તાન અને ઉત્તાન હૃદય આદિ ચાર... (૭) ઉદધિ ચાર ભેદે છે - ઉત્તાન અને ઉત્તાન અવભાસી, ઉત્તાન અને ગંભીર અવભાસી... (૮) એ પ્રમાણે ચાર ભેદે પુરુષો કહ્યા - ઉત્તાન અને ઉત્તાન અવભાસી, આદિ ચાર.
• વિવેચન-૩૮૫ ઃ
સૂત્ર સ્પષ્ટ છે, પરંતુ ૬ - પાણી કહેલા છે. (૧) ૐત્તાન - તુચ્છપણાથી છીછરું, વળી સ્વચ્છતાથી મધ્યસ્વરૂપમાં દેખાતું પાણી તે ઉત્તાનઉદક છે. - x - મૂળમાં