________________
૪/૧/૨૬૧
૩૨
સમીપમાં રહીને સાધુના ઉપદેશથી રુચિ. કહ્યું છે - આગમથી, ઉપદેશથી, નિસર્ગથી જે જિનપણીત ભાવોનું શ્રદ્ધાન કરવું તે ધર્મધ્યાનના લક્ષણો છે. તવાર્થ શ્રદ્ધાનુરૂપ સમ્યકત્વ તે ધર્મનું લક્ષણ છે.
હવે ધર્મના આલંબનો કહે છે - ધર્મધ્યાનરૂપ મહેલ પર ચડવા માટે જે આલંબન લેવાય તે આલંબન કહેવાય, તે આ -૧- શિષ્યને કર્મની નિર્જરા માટે થતું સૂત્રનું દાન તે વાયના. -- સૂત્રાદિમાં શંકા થતા શંકા દૂર કરવા ગુરુને પૂછવું તે પ્રતિપરછના. • • અહીં પ્રતિ શબ્દ ધાતુના જ અર્થવાળો છે, તથા પૂર્વે ભણેલા સમાદિની વિસ્મૃતિ ન થાય, નિર્જરા થાય માટે જે અભ્યાસ તે પરિવર્તના. -- સુઝના અર્થનું ચિંતન તે અનુપેક્ષા.
હવે ચાર અનુપ્રેક્ષા છે -૧- મનુ - ધ્યાનની પાછળ, પ્રેક્ષurrfન • સારી રીતે વિચારો કરવા તે અનપેક્ષા. તેમાં હું એકલો છું, મારું કોઈ નથી, હું અન્ય કોઈનો નથી, જેનો હું છું, તેને જોતો નથી, ભાવિમાં મારું કોઈ થાય એમ નથી. એ રીતે એકાકી આત્માની અનપેક્ષા-ભાવના તે એકાનપેક્ષા. -૨- કાયા, તરત નાશ પામનારી છે, સંપત્તિ આપત્તિનું સ્થાન છે, સંયોગો વિયોગવાળા છે, જે ઉત્પન્ન થાય છે તે ક્ષણ ભંગુર છે, એ રીતે અનિત્ય જીવન આદિની અનુપેક્ષા તે અનિત્યાનુપેક્ષા. -1- જન્મ, જરા, મરણ ભયથી પરાભવ થતાં વ્યાધિની પીડા વડે ગ્રસ્ત થતા આ લોકમાં જીવને જિનવચન સિવાય કોઈ શરણ લોકમાં નથી, એ રીતે શરણરહિત આત્માની અનુપેક્ષાઅશરણાનપેક્ષા. ૪- આ સંસારમાં માતા થઈને પુત્રી, બહેન અને પત્ની થાય છે, દીકરો થઈને પિતા, ભાઈ કે ભુ પણ થાય છે. આ રીતે ચાર ગતિમાં, સવિસ્થામાં ભ્રમણ રૂપ સંસારની અનુપેક્ષા તે સંસારા,પેક્ષા.
હવે શુક્લ ધ્યાન કહે છે - (૧) પૃયત્વ - એક દ્રવ્ય આશ્રિત ઉત્પાદ આદિ પર્યાયોના ભેદ વડે કે મૃત્વથી - વિસ્તારપણે, વિતર્ક એટલે વિકલા, તે પૂર્વગત શ્રુતના અવલંબનરૂપ વિવિધ નયના અનુસરણ લક્ષણ વડે જેને વિશે છે તે પૃથકત્વ વિતર્ક. વિતર્કને શ્રત પણ કહ્યું છે .• x • વિચરણ એટલે અર્થી શબ્દમાં, શબ્દથી
અર્થમાં તથા મન આદિ કોઈ એક યોગથી બીજા યોગમાં જવું તે વિચાર. * * * વિચાર સહિત તે સવિચારી. • x -
કહ્યું છે કે - ઉત્પાત, સ્થિતિ, નાશ આદિ પર્યાયિોને જે એક દ્રવ્યમાં પર્વગત શ્રુતાનુસાર વિવિધ નય વડે અનુસરણ. વિચાર-અર્થ અને શબ્દનું, તેમજ યોગાંતરમાં સંક્રમણ તે શુક્લ યાનનો પ્રથમ ભેદ પૃચકવ વિતર્ક, રામભાવવાળાને હોય છે - બીજો ભેદ - એકQવિતર્ક. તે આ
અભેદ વડે ઉત્પાદાદિ પર્યાયોમાંથી કોઈ એક પર્યાયના અવલંબનપણાને વિતર્ક-પૂર્વગત શ્રુતાશ્રયવાળો શબ્દ કે અર્થરૂપ, જે જીવને છે તે એકત્વ વિતર્ક. તથા અર્થ કે શબ્દ અને મન વગેરે રોગોનું પરસ્પર ગમન વિધમાન નથી • x • જેને તે અવિચારી, પૂર્વવતુ જાણવું. - X -
હવે ત્રીજો ભેદ - સૂમક્રિય એટલે નિવણગમન કાલે મનોયોગ, વચનયોગનો
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ નિરોધ અને કાયયોગનો અર્ધવિરોધ કરેલ એવા કેવલીને સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ
ધ્યાન હોય છે. કાયાસંબંધી ઉગ્વાસાદિ સૂમ કિયા હોવાથી સૂક્ષ્મક્રિય, પ્રવર્ધમાન પરિણામથી અનિવૃત્તિ સ્વભાવ છે.
હવે ચોથો ભેદ - સમુચિત્તકિય-શૈલેશીકરણમાં યોગનિરુદ્ધત્વથી કાયિકાદિ ક્રિયા જેને વિશે નાશ થયેલ છે તે સમચ્છિન્નક્રિય, જેનો વિરામ નહીં પામવાવાળો સ્વભાવ છે તે; સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતી. - x -
શુક્લધ્યાનના છેલ્લા બે ભેદમાં કેવલીને અંતર્મુહૂર્ણ કાલે મોક્ષ જવાનું હોય ત્યારે વેદનીયાદિ ભવોપણાહી કર્મ, સમુદ્ગાતથી કે સ્વભાવે જે સમાન સ્થિતિક હોવા છતાં યોગનિરોધ કરે છે. પર્યાપ્ત માત્ર સંજ્ઞી જઘન્ય યોગવાળા જીવને મનોદ્રવ્ય અને તેનો વ્યાપાર જે પ્રમાણમાં હોય તેનાથી અસંખ્યાત ગુણહીનનું સમયે સમયે રંઘના કરતા અસંખ્યાત સમયે સર્વ મનોયોગ રુંધે છે. પર્યાપ્ત બેઇન્દ્રિય જીવના વચનયોગના પયરયોથી અસંખ્યાતગુણહીન વચનયોગને સમયે સમયે રુંધતા અસંખ્યાત સમયે સર્વથા વચનયોગને રંધે છે. પછી પ્રથમ સમયોત્પન્ન સૂક્ષ્મ પનકનો જે નિશે જઘન્ય યોગ છે, તેથી અસંખ્યાત ગુણહીન એકૈક સમયમાં વિરોધ કરતા દેહના બીજા ભાગને મૂકતા સંખ્યાતીત સમયમાં સ્વકાર યોગનો વિરોધ કરતા શૈલેશીભાવને પ્રાપ્ત થાય છે.
મેરુ માફક સ્થિરતા તે શૈલેશી. મધ્યમ રીતે પાંચ હૂસ્વાક્ષર જેટલા કાળ વડે ઉચ્ચાર કરાય, તેટલો કાળ શૈલેશી અવસ્થા હોય છે. કાયયોગ નિરોધથી સમ્રક્રિયા અનિવૃતિ૫ ધ્યાવે છે, પછી શૈલેશી અવસ્થામાં સમુચ્છિન્ન કિયા પ્રતિપાતી ધ્યાન કરે છે.
હવે શુક્લધ્યાનનાં લક્ષણો કહે છે - દેવાદિ કૃત ઉપસદિ જનિત ભય કે ચલનરૂપ વ્યથાનો અભાવ તે વ્યથ, તથા દેવાદિ કૃત માયાજનિત સૂક્ષ્મ પદાર્થ વિષયક મૂઢતાનો નિષેધ તે અસંમોહ તથા દેહથી આત્માનું કે આત્માથી સર્વ સંયોગોનું બદ્ધિ વડે પૃથક્કરણ તે વિવેક તથા નિસંગપણે દેહ-ઉપધિનો ત્યાગ તે વ્યત્સર્ગ.
અહીં વિવરણ ગાથા કહે છે
પરિષહ-ઉપસર્ગોથી ધીર પુરુષ ચલિત થતો કે ભય પામતો નથી, સૂક્ષ્મ ભાવો અને દેહ માયામાં સંમોહ પામતો નથી, દેહ-આત્માને પૃથક્ તથા આત્માને સર્વ સંજોગોથી ભિન્ન માને છે, દેહ-ઉપધિનો ત્યાગ તે વ્યર્ગ.
આલંબન સૂત્ર સ્પષ્ટ છે, તે સંબંધી ગાથા-ક્ષાંતિ, માર્દવ, આર્જવ, નિલભતા આ ચાર જિનમતમાં પ્રધાન છે, આ આલંબન દ્વારા શુક્લ ધ્યાન પ્રત્યે જીવ આરોહણ કરે છે. હવે ધર્મધ્યાનની અનુપેક્ષા કહે છે–
અત્યંત વિસ્તૃત વૃતિ જેની છે, તે અથવા અનંતપણે વર્તે છે, તે અનંતવર્તી, તેનો ભાવ તે અનંતવર્તિતા, જે ભવ પરંપરાની જાણવી, તેની અપેક્ષા તે અનંતવર્તિતાનુપ્રેક્ષા. કહ્યું છે - આ અનાદિ જીવ સાગરવતુ દુસ્તર સંસારમાં નારક, તિર્યચ, મનુષ્ય, દેવના ભવોને વિશે પરિભ્રમણ કરે છે. એ રીતે બીજી અનુપેલામાં પણ જાણવું. વિશેષ