________________
૩/૨/૧૬૩
કાળ વિશેષમાં થાય, તેથી કાળ વિશેષ નિરૂપણપૂર્વક તેમાં જ ધર્મવિશેષની પ્રાપ્તિ સંબંધે કહે છે—
૧૭૩
• સૂત્ર-૧૬૩ :
ત્રણ ગામ કહેલા છે - પ્રથમ યામ, મધ્યમ યામ, પશ્ચિમ યામ. તેમાં - તે ત્રણ ગામમાં કેવલિ પ્રરૂપિત ધર્મ સાંભળવા પામે. જેમકે પ્રથમ યામમાં, મધ્યમ ગામમાં અને છેલ્લા યામમાં. એ રીતે યાવત્ કેવલજ્ઞાનને પામે છે–
ત્રણ વય-અવસ્થા કહી છે - પ્રથમ વય, મધ્યમ વય, પશ્ચિમ વય. અહીં બધુ યામ માફક કહેવું યાવત્ કેવળજ્ઞાન પામે.
• વિવેચન-૧૬૩ :
ત્રણ યામ [પ્રહર] સ્પષ્ટ છે. ફક્ત રાત્રિ અને દિવસનો ચોથો ભાગ તે યામ કહેવાય, જો કે તે પ્રસિદ્ધ છે, તો પણ અહીં ત્રણ ભાગ જ વિવક્ષિત છે. પૂર્વ રાત્રિ, મધ્યમ રાત્રિ, પાછલી રાત્રિને આશ્રીને રાત્રિ ત્રિયામા કહેવાય છે. એ જ રીતે દિવસના પણ ત્રણ ભાગ જાણવા. અથવા ચોથો પ્રહર છે, પણ તેની અહીં વિવક્ષા કરી નથી, કેમકે અહીં ત્રણ સ્થાનકનું વર્ણન ચાલે છે.
એવી રીતે ચાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું - કેવલ બોધિ પામે, મુંડ થઈને ગૃહ છોડી અણગાર પ્રવ્રજ્યા લે, કેવલ બ્રહ્મચર્ચવાસમાં વશે, એ રીતે સંયમ વડે સંયત બને, સંવસ્થી સંવરાય, મતિજ્ઞાન પામે ઇત્યાદિ. જેમ કાલ વિશેષમાં ધર્મની પ્રાપ્તિ થાય છે, તેમ વય વિશેષથી પણ થાય છે, તેથી વચના નિરુપણ કરવાથી ધર્મ વિશેષની પ્રાપ્તિ સંબંધે કહે છે—
ત્રણ વય આદિ સ્પષ્ટ છે. પ્રાણીઓની કાલ વડે કરાયેલ અવસ્થા વય કહેવાય
છે. તે વય - બાલ, મધ્યમ, વૃદ્ધત્વ ભેદથી ત્રણ પ્રકારે છે. વયલક્ષણ આ છે - સોળ વર્ષ સુધી બાલ હોય છે અર્થાત્ જ્યાં સુધી ક્ષીરાન્નમાં વર્તે છે, ત્યાં સુધી બાલ કહેવાય છે, મધ્યમ વય ૭૦ વર્ષ સુધી, તેથી ઉપરની વયના વૃદ્ધ કહેવાય છે. બાકી પૂર્વની માફક જાણવું.
ઉક્ત ધર્મ-વિશેષ ત્રણ પ્રકારે છે - બોધિ શબ્દના કથનો, બોધિવાળા, બોધિના વિપક્ષભૂત મોહને. મોહવાળાને ચાર સૂત્રો વડે કહે છે–
- સૂત્ર-૧૬૪,૧૬૫ ઃ
[૧૬૪] ૧- બોધિ ત્રણ ભેદે છે - જ્ઞાનબોધિ, દર્શનબોધિ, સાત્રિંબોધિ -૨- બુદ્ધ ત્રણ ભેદે છે - જ્ઞાનબુદ્ધ, દર્શનબુદ્ધ, ચાસ્ત્રિબુદ્ધ. -૩- એ રીતે મોહ અને -૪- મૂઢના [પણ જ્ઞાનાદિ ત્રણ-ત્રણ ભેદો જાણવા.]
[૧૧૮] ત્રણ પ્રકારે પ્રવજ્યા [દીક્ષા) કહી છે - આલોક પ્રતિબદ્ધા, પરલોક પ્રતિબદ્ધા, ઉભયલોક પ્રતિબદ્ધા...વળી ત્રણ પ્રકારે પદ્મજ્યા કહી છે - પુરતઃ પ્રતિબદ્ધા, માર્ગતઃ પ્રતિબદ્ધા, ઉભયતઃ પ્રતિબદ્ધા...વળી પ્રવજ્યા ત્રણ ભેદે છે - પીડા ઉપજાવીને, બીજે સ્થળે લઈ જઈને, બૌધ આપીને...પ્રવજ્યા ત્રણ ભેટે છે
૧૭૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
- વિપાત પ્રવજ્યા, આખ્યાત પ્રવજ્યા, સંગાર પ્રવજ્યા. • વિવેચન-૧૬૪,૧૬૫ -
[૧૬૪] સૂત્ર સરળ છે. બોધિ એટલે સમ્યગ્બોધ, અહીં ચાસ્ત્રિ, બોધિનું ફળ હોવાથી બોધિ કહેવાય છે. અથવા જીવના ઉપયોગરૂપ હોવાથી ચાસ્ત્રિ બોધિરૂપ છે.
બોધિ વિશિષ્ટ પુરુષો ત્રણ પ્રકારે છે - જ્ઞાનબુદ્ધ ઇત્યાદિ.
બોધિ અને બુદ્ધની માફક મોહ અને મૂઢના ત્રણ ભેદ કહ્યા. તેથી મોહ ત્રણ ભેદે છે - જ્ઞાનમોહ વગેરે. મૂઢ ત્રણ ભેદે છે - જ્ઞાનમૂઢ ઇત્યાદિ. ચાસ્ત્રિબુદ્ધ પૂર્વે કહ્યા છે. તેઓ પ્રવ્રજ્યા લેવાથી હોય, તેથી હવે પ્રવ્રજ્યાના ભેદો કહે છે–
[૧૬૫] ચાર સૂત્રો સુગમ છે. પ્રવ્રજન એટલે ગમન-પાપથી ચાસ્ત્રિના વ્યાપાર પ્રતિ જવું તે પ્રવ્રજ્યા. ચરણયોગમાં જવું તે મોક્ષગમન જ છે. - X - X - કેમકે
કારણમાં કાર્યનો ઉપચાર છે. (૧) ઇહલોક પ્રતિબદ્ધા - આ લોક સંબંધી ભોજન આદિ કાર્યાર્થે દીક્ષા. (૨) પરલોક પ્રતિબદ્ધા - જન્માંતરે કામ આદિ ઇચ્છાવાળાને છે અને (૩) દ્વિધા પ્રતિબદ્ધા - આલોક પરલોક પ્રતિબદ્ધ, ઉભયાર્થીને છે.
(૧) પુરતઃ એટલે આગળથી - ભાવિમાં દીક્ષા લેનાર શિષ્યાદિને વિશે વાંછા, તે રૂપ પ્રતિબદ્ધ. (૨) માર્ગતઃ - પછીથી સ્વજનાદિમાં સ્નેહ રહેવાથી (૩) દ્વીધા-બંને પ્રકારે હોય - અથવા - (૧) તુયાવઈત્ત - તુર્ ધાતુ પીડાના અર્થમાં છે. તેથી પીડા ઉપજાવીને જે દીક્ષા દેવાય તે, જેમ સાગચંદ્ર મુનિચંદ્રના પુત્રોને આપી તે. (૨) પ્લાવયિત્વા - બીજે લઈ જઈને આર્યરક્ષિતની માફક જે દીક્ષા દેવાય છે તે. (૩) બુયાવયિત્વા - સમજાવીને અપાય, ગૌતમસ્વામીએ કર્ષકને આપી તે.
- અથવા - (૧) અવપાત - સદ્ગુરુની સેવાથી જે દીક્ષા અપાય તે અવપાત પ્રવ્રજ્યા, (૨) આખ્યાત ગુરુ વડે કહેવાથી લેવાય તે, ફલ્ગુરક્ષિતની જેમ. (૩) સંગા-સંકેતથી જે દીક્ષા લેવી તે. મેતાર્ય મુનિની માફક તે સંગાર પ્રવ્રજ્યા અથવા જ્યારે તું દીક્ષા લઈશ ત્યારે મારે લેવી તે. પ્રવ્રજ્યાવાળા નિર્ણન્ય હોય માટે નિર્ગુન્થ
- સૂત્ર-૧૬૬,૧૬૭ :
[૬૬] ત્રણ નિગ્રન્થો નોસંજ્ઞોપયુક્ત છે - મુલાક, નિર્પ્રન્થ, સ્નાતક.. ત્રણ નિગ્રન્થ સંજ્ઞોપયુક્ત - નોસંજ્ઞોપયુક્ત કહ્યા છે - બકુશ, પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ.
[૧૬૭] ત્રણ શૈક્ષ્મભૂમિ કહી છે - ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય. છ માસવાળી તે ઉત્કૃષ્ટ, ચાર માસવાળી તે મધ્યમ, સાત અહોરાત્રવાળી તે ઇન્સ.
ત્રણ સ્થવિરભૂમિ કહી છે - જાતિસ્થવિર, સૂત્રસ્થવિર, પર્યાયસ્થવિર, ૬૦ વર્ષ થયા પછી શ્રમણ નિર્ણન્ય જાતિ સ્થતિ છે, ઠાણાંગ-સમવાયાંગ ધાક શ્રમણ નિગ્રન્થ તે શ્રુત સ્થવિર, ૨૦ વર્ષ દીક્ષા પર્યાયવાળો તે પર્યાય સ્થવિર. • વિવેચન-૧૬૬,૧૬૭ :
બાહ્ય-અત્યંતર ગ્રંથથી રહિત તે નિર્પ્રન્ટ-સંયત. 'નો' એટલે નહીં. સંજ્ઞા