SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૧/૧૫૫ થી ૧૫૦ ૧૬૯ ૧૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ રનપ્રભાદિ મહાપાભાસ છે, કેમકે તેનું ૧,૮૦,ooo યોજન જાડાઈપણું છે. તે આ રીતે • પહેલી ૧,૮૦,૦૦૦, બીજી ૧,૩૨,૦૦૦, ત્રીજી ૧,૨૮,૦૦૦, ચોથી ૧,૨૦,૦૦૦, પાંચમી - ૧,૧૮,૦૦૦, છઠ્ઠી - ૧,૧૬,000, સાતમી - ૧,૦૮,000 યોજનની જાડી છે. વિઠંભ તે નકપૃથ્વીના ક્રમ વડે એક રાજથી આરંભીને સાત રાજ પ્રમાણ છે. અથવા થોડી નીચે નમેલ હોવાથી ઈષ પ્રાભાસ છે. [૧૫] સ્વભાવથી ઉદકરસ વડે યુક્ત, ક્રમથી બીજા-ત્રીજો-છેલ્લો છે. પહેલોબીજો-છેલ્લો સમુદ્ર ઘણાં જલચર જીવોવાળા છે અને બીજા સમુદ્રો તો અા જળચરવાળા છે. કહ્યું છે કે - લવણ ઉદકરસોમાં મહોરાગ, મત્સ્ય, કાચબા કહ્યા છે, બીજા સમુદ્રોમાં તે થોડા છે, પણ મસ્યરહિત નથી. વળી બીજું પણ કહે છે - લવણ, કાલોદ, સ્વયંભૂરમણ સમુદ્રમાં મસ્યો હોય છે. બાકીના સમુદ્રોને વિશે મત્સ્યો, મગરો હોતા નથી. અહીં પ્રાયઃ શબ્દ છે. તે શા માટે ? તેનું સમાધાન કરતા કહે છે - પૂર્વે મસ્યો નથી તેમ બહુત્વની અપેક્ષાએ કહ્યું, પણ મત્સ્યનો સર્વથા નિષેધ નથી. અર્થાતુ બીજા સમદ્રોમાં પણ થોડાં મસ્યો છે, તે મત્સ્ય રહિત કહેલા નથી. ક્ષેત્રના અધિકારી અપતિષ્ઠાન નકમાં ઉત્પન્ન થનારને કહે છે– • સૂત્ર-૧૫૮ થી ૧૬૦ - [૧૫૮) લોકમાં શીલરહિત, વતરહિત ગુણરહિત, મયદિારહિત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ રહિત ગણ મનુષ્યો મૃત્યુ અવસરે મરણ પામીને નીચે સાતમી પૃdીમાં પ્રતિષ્ઠાન નરકમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય છે - રાજ, માંડલિક, મહારંભી કૌટુંબિક... લોકમાં સારા શીલવાળા, સારા વ્રતવાળા, ગુણસહિત, મયદિ સહિત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ સહિત એવા ગણ મનુષ્યો મૃત્યસમયે મરણ પામીને સવસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે - કામભોમ છોડનારા રાજાઓ, સેનાપતિઓ, પ્રશસ્તર [શિક્ષાદાતા. [૧૫૯] બ્રહwલોક અને તંતક કક્ષામાં વિમાનો ત્રણ વર્ણવાળા કહ્યા છે - કાળા, લીલા, રાતા... અનિત-પાણત-આરણ-ટ્યુત કલે દેવોના ભવધારણીય શરીર ઉત્કૃષ્ટથી ત્રણ હાથ ઉંચા કહેલા છે. [૧૬] ત્રણ પ્રજ્ઞપ્તિઓ કાલે ભણાય છે - ચંદ્રપજ્ઞપ્તિ, સૂર્યપ્રાપ્તિ, દ્વીપસાગર પતિ. • વિવેચન-૧૫૮ થી ૧૬o - (૧૫૮] ત્રણ વગેરે શુભ સ્વભાવરહિત - દુ:શીલ તેનું જ વર્ણન કરે છે, નિર્વત-પ્રાણાતિપાતાદિથી અવિરત. નિર્ગુણ - ઉત્તરગુણનો અભાવ. નિમેર-સ્વીકૃત્. પ્રતિજ્ઞાનું પાલન ન કરતા-નિર્મદ. પ્રત્યાખ્યાન-નાકાવાસી આદિ, પૌષધ-અષ્ટમી આદિ પર્વદિને ઉપવાસ-ભોજનનો ત્યાગ કરવો. તે બંનેથી રહિત તે નિપ્રત્યાખ્યાન પૌષધોપવાસી. કાલમાસ-મરણકાળ. કાલ-મરણ. નૈરયિકપણે - પૃથ્વી આદિની વ્યવછેદને માટે, કેમકે ત્યાં એકેન્દ્રિયપણે બીજા જીવો પણ ઉત્પન્ન થાય છે. તેમાં રાજા-ચકવર્તી-વાસુદેવ, માંડલિક-બાકીના રાજાઓ, મહાભી-પંચેન્દ્રિયાદિનો ઘાત કરનારા કર્મકારી કુટુંબીઓ. અપ્રતિષ્ઠાનની સ્થિતિ આદિની સમાનતાથી સર્વાર્થસિદ્ધમાં જે ઉત્પન્ન થાય છે, તે કહે છે : સૂત્ર સુગમ છે. રાજાઓ પ્રતીત છે, પરિત્યક્ત કામભોગ એટલે સર્વવિરત, આ વાક્ય બંને ઉત્તરપદમાં પણ જોડવું. સેનાપતિ એટલે સૈન્ય નાયકો, પ્રશાખા એટલે લેખાચાર્ય કે ધર્મશાસ્ત્ર પાઠક. અનંતરોકત સવિિસદ્ધવિમાન સાધચ્ચેથી વિમાનાંતર કહે છે [૫૯] આ પ્રમાણે કૃષ્ણ, નીલ, ક્ત આ ત્રણ વર્ણો આ સૂત્રમાં કહ્યા છે - સ્થાનાંતરમાં તો ક્ત, પિત્ત અને શુક્લ પણ કહ્યા છે. કેમકે - કહ્યું છે કે - સૌધર્મ અને ઇશાનમાં વિમાનો પાંચ વર્ણવાળા છે, પછી બન્ને કલામાં ચાવતું સહસાર એક એક વર્ષની હાનિ જાણવી. ઇત્યાદિ - ૪ - વિમાનો દેવના શરીર વડે આશ્રિત છે, તેથી દેવના શરીરનું માન બિસ્થાનકથી કહ્યું. જ્યાં સુધી જન્મ ધારણ કરાય અથવા દેવગતિરૂપ ભવને ધારણ કરે તે ભવધારણીય. એવા જે શરીર તે ભવધારણીય શરીર. આ કથન ઉત્તર વૈક્રિયના નિષેધ માટે છે. કેમકે ઉત્તર વૈક્રિય શરીર લાખ યોજન પ્રમાણ છે. ઉત્કૃષ્ટથી, જઘન્યાદિ વડે નહીં કેમકે ઉત્પત્તિ સમયે ભવધારણીય શરીર અંગુલના અસંખ્યાત ભાગ માત્ર હોય છે. બાકી સુગમ છે. [૧૬] હમણાં દેવ શરી-આશ્રય વક્તવ્યતા કહી. તે દેવ સંબંધી વક્તવ્યતા પ્રાયઃ ત્રણ ગ્રંથોમાં છે, તેથી તેના સ્વરૂપના કથન માટે કહે છે - “કાળ* - પહેલી -છેલ્લી પોરસીમાં ભણાય છે - ચંદ્રપ્રાપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ જાણવી. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અને જંબૂતીપપ્રજ્ઞપ્તિ દર્શાવી નથી કેમકે અહીં ત્રણ સ્થાનક વર્ણન છે. બાકી સ્પષ્ટ છે. સ્થાન-3 - ઉદ્દેશા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
SR No.008996
Book TitleAgam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy