________________
૨/૪/૧૧૪ થી ૧૧૬
પ્રેમવૃત્તિકા કે પ્રેમપ્રત્યયા. એ જ રીતે દ્વેષવૃત્તિકા કે દ્વેષપ્રત્યયા મૂર્છા છે. [૧૧૫] મૂર્છાથી ઉત્પન્ન થયેલ કર્મનો ક્ષય આરાધના વડે થાય છે. તેથી ત્રણ સૂત્ર વડે આરાધના કહે છે - સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - આરાધવું તે આરાધના. તે જ્ઞાનાદિ વસ્તુને અનુકૂલ વર્તવાપણું અર્થાત્ નિરતિચાર જ્ઞાનાદિનું આસેવન કરવું. શ્રુત અને ચાસ્ત્રિરૂપ ધર્મ વડે વર્તે તે ધાર્મિક-સાધુઓ, તેઓ સંબંધી જે ક્રિયા તે ધાર્મિકી, એવી જે આરાધના તે ધાર્મિકારાધના. કેવલીઓની - જે શ્રુત
અવધિ-મન:પર્યવ-કેવલજ્ઞાનીની જે ક્રિયા તે કેવલિકી. એવી જે આરાધના તે કેવલિક આરાધના. “શ્રુતધર્મમાં વિષયના ભેદથી આરાધના ભેદ કહ્યો છે. “કેવલિ આરાધના” તેમાં ફળના ભેદ વડે આરાધનાનો ભેદ કહેલ છે.
૧૩૫
તેમાં ભવનો અંત, તેની ક્રિયા તે અંતક્રિયા - ભવનો છંદ, તેના હેતુરૂપ જે આરાધના શૈલેશીરૂપ છે તે ઉપચારથી અંતક્રિયા છે. તે ક્રિયા ક્ષાયિકજ્ઞાન હોતો જ કેવલીઓને થાય છે.
તથા દેવલોકોને વિશે, પણ જ્યોતિશ્વક્રમાં નહીં. દૈવાવાસ વિશેષ વિમાનો અથવા ત્ત્વ - સૌધર્માદિ વિમાનો અને તેની ઉપર ત્રૈવેયકાદિ કલ્પ વિમાનોમાં જેમનો ઉપપાત-જન્મ, જે આરાધના દ્વારા પ્રાપ્ત થાય તે કલ્પવિમાનોપપત્તિકા જ્ઞાન આદિ આરાધના, તે શ્રુતકેવલી વગેરેને હોય. આવા ફળવાળી આરાધના અનંતર ફલ દ્વાર વડે કહી. પરંપરાએ તો ભવાંત ક્રિયાને અનુસરનારી જ છે.
જ્ઞાનાદિ આરાધના હમણાં કહી, તે આરાધનાના ફળભૂત તીર્થંકરો છે અથવા અથવા તે આરાધના તીર્થંકરોએ સમ્યક્ આરાધી છે કે બીજાઓને ઉપદેશેલી છે. તે
કારણથી બે સ્થાનકના સંબંધ વડે તીર્થંકરોને કહે છે–
[૧૧૬] આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - પદ્ય એટલે રાતા કમલની માફક સુંદર વર્ણવાળા - પાગૌ-રાતા તથા ચંદ્ર માફક ગૌર-શુક્લ. અહીં ગાથા કહે છે - પદ્મપ્રભ, વાસુપુજ્ય લાલવર્ણી, શશિ, પુષ્પદંત [ચંદ્રપ્રભ-સુવિધિ] ચંદ્ર જેવા શ્વેત છે. સુવ્રત, નેમી કાળા વર્ણના છે. પાર્શ્વ, મલ્લી પ્રિયંગુની આભા જેવા નીલા છે. એ રીતે તીર્થંકરનું સ્વરૂપ કહ્યું. તીર્થને કરનાર હોવાથી તીર્થંકર છે. તીર્થ એટલે પ્રવચન, આ કારણથી પ્રવચનના એક વિભાગરૂપ પૂર્વવિશેષને બે સ્થાનક વડે કહે છે. - સૂત્ર-૧૧૭ થી ૧૨૦ :
[૧૧૭] સાપવાદ [છટ્ઠા] પૂર્વની બે વસ્તુ કહી છે.
[૧૧૮] પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ, પૂવફિાલ્ગુની, ઉત્તરાફાલ્ગુનીના બબ્બે તારા છે.
[૧૧૯] મનુષ્યક્ષેત્ર અંતર્ગત્ બે સમુદ્રો કહ્યા છે - લવણ, કાલોદ. [૧૨૦] બે ચક્રવર્તી કામભોગોને ન તજીને અવસરે આયુ પૂર્ણ કરીને નીચે સાતમીપૃથ્વીમાં પ્રતિષ્ઠાનનરકમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થયા - સુભૂમ,
GIGHET.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
• વિવેચન-૧૧૭ થી ૧૨૦ :
[૧૧૭] સત્યપ્રવાદ - જીવોના હિત માટે તે સત્ય-સંયમ કે સત્યવચન જેમાં છે, વળી ભેદ સહિત અને પ્રતિપક્ષ. પ્રકર્ષથી કહેવાય છે, તે સત્યપ્રવાદ એવું જે પૂર્વ, તે સર્વશ્રુતથી પૂર્વે રચાયેલ હોવાથી સત્યપ્રવાદ પૂર્વ, તે છઠું છે. તેનું પ્રમાણ છ પદ અધિક એક કોટિ છે. તે પૂર્વની બે વસ્તુ છે. તે વસ્તુ અધ્યયનાદિની માફ્ક પૂર્વના વિભાગ વિશેષ છે. હમણાં જ છટ્ઠા પૂર્વનું સ્વરૂપ કહ્યું છે. હવે પૂર્વ શબ્દના સમાનપણાથી પૂર્વાભાદ્રપદ નક્ષત્રનું સ્વરૂપ કહે છે.
[૧૧૮] સૂત્ર સુગમ છે. નક્ષત્રના પ્રસંગથી બીજા નક્ષત્રના સ્વરૂપને ત્રણ સૂત્ર વડે કહે છે - ઉત્તરા આદિ સુગમ છે. નક્ષત્રવાળા દ્વીપો અને સમુદ્રો હોય છે માટે સમુદ્ર દ્વિસ્થાનકને કહે છે - ‘સંતોળ‘મિત્કાર્િ
૧૩૬
[૧૧૯] મધ્યમાં, મનુષ્યોની ઉત્પતિ આદિ વિશિષ્ટ આકાશ ખંડના ૪૫-લાખ યોજન પ્રમાણવાળો મનુષ્ય ક્ષેત્ર. શેષ સુગમ છે. મનુષ્ય ક્ષેત્રના પ્રસંગથી ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ ઉત્તમ પુરુષોના નસ્કગામીપણાએ બે સ્થાનકને કહે છે–
[૧૨૦] બે ચક્રવર્તી આદિ. રત્નભૂત ચક્ર વિશેષથી વર્તવાનો આચાર જેનો છે તે બે ચક્રવર્તી; હ્રામ એટલે શબ્દ, રૂપ. ભોશ એટલે ગંધ, રસ, સ્પર્શ તે કામભોગ અથવા મનને ગમતા તે કામ. ભોગવાય તે ભોગ - શબ્દાદિ. તે કામભોગો જે બંને વડે નથી છોડાયેલા તે બે ચક્રવર્તીઓ બાનમા5 - X - એટલે મરણના અવસરે મૃત્યુ પામીને નીચે સાતમી પૃથ્વીમાં-તમામા નરકમાં, અો શબ્દના ગ્રહણ વિના ઉપરથી વિચારતાં રત્નપ્રભા પણ સાતમી થાય, તેથી ઋષો શબ્દનું ગ્રહણ કર્યુ છે. પાંચ નકાવાસના મધ્યમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નૈરયિકપણાએ ઉત્પન્ન થયા, તે આઠમો સુભૂમ અને બારમા બ્રહ્મદત્ત ચક્રી. ત્યાં તે બંનેની 33-સાગરોપમની સ્થિતિ
છે. - નારકોની અસંખ્યાત કાલ પણ સ્થિતિ હોય છે. ભવનપતિ આદિની સ્થિતિને
દર્શાવતા પાંચ સૂત્રો કહે છે–
• સૂત્ર-૧૨૧ થી ૧૨૬ :
[૧૨] સુરેન્દ્રને વર્જીને ભવનવાસી દેવોની દેશ ઊન બે પલ્યોપમ સ્થિતિ કહી છે. - - સૌધર્મકલ્પમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમ કહી છે, ઇશાન કલ્પે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક બે સાગરોપમ કહી છે. સનકુમાર કલ્પમાં દેવોની જઘન્ય સ્થિતિ ને સાગરોપમ છે, માહેન્દ્ર કલ્પે દેવોની જઘન્ય સ્થિતિ સાધિક બે સાગરોપમની સ્થિતિ છે.
[૧૨૨] બે કલ્પોમાં કલ્પી [દેવી ઓ કહી છે - સૌધર્મ અને ઇશાનમાં. [૧૨૩] બે કલ્પોમાં દેવો તેજોલેશ્મી કહ્યા છે સૌધર્મમાં, ઇશાનમાં. [૧૨૪] બે કલ્પોમાં દેવો કાયપરિયાક કહ્યા છે - સૌધર્મમાં, ઇશાનમાં, બે કલ્પોમાં દેવો સ્પર્શ પરિચારક કહ્યા છે સનકુમારમાં, માહેન્દ્રમાં, બે કલ્પોમાં દેવો રૂપ પરિચારક કહ્યા છે - બ્રહ્મલોકમાં, સંતકમાં, જે કલ્પોમાં દેવો