SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૪/૯૯ ૧૧૯ સ્થાન-૨ - ઉદ્દેશો-૪ સ્ક્ર * — * — * — ૦ ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથો ઉદ્દેશો આરંભે છે. આ જીવાજીવવક્તવ્યતા પ્રતિબદ્ધ ચોથા ઉદ્દેશાનો પૂર્વના ઉદ્દેશા સાથે આ સંબંધ છે - પૂર્વ પુદ્ગલ અને જીવોના ધર્મો કહ્યા. અહીં જીવ-અજીવાત્મક સ્વરૂપ છે. હવે સૂત્ર કહે છે– • સૂત્ર-૯૯ - ૧-સમય કે આવલિકા જીવ અને અજીવ કહેવાય છે. ર-આનપાણ કે સ્તોક જીવ અને અજીવ કહેવાય છે. ૩-ક્ષણ કે લવ જીવ અને અજીવ કહેવાય છે. એવી રીતે "૪-મુહૂર્ત અને અહોરાત્ર, ૫-પક્ષ અને માસ, ૬-ઋતુ અને અયન, ૭-સંવત્સર અને યુગ, ૮-સો વર્ષ અને હજાર વર્ષ, ૯-લાખ વર્ષ અને ક્રોડ વર્ષ, ૧૦-પૂર્વાંગિ અને પૂર્વ, ૧૧-ત્રુટિતાંગ અને ત્રુટિત, ૧૨-અડડાંગ અને અડડ, ૧૩-૫પાંગ અને અપપાત, ૧૪-હૂહૂતાંગ અને હૂહૂત, ૧૫-ઉત્પલાંગ અને ઉત્પાત, ૧૬-૫ગ અને ૫૫, ૧૭-નલિનાંગ અને નલિન, ૧૮-ક્ષનિકુરાંગ અને અક્ષનિકુર, ૧૯-યુતાંગ અને અયુત, ૨૦-નિયુતાંગ અને નિયુત, ૨૧પ્રયુતાંગ અને પ્રયુક્ત, ૨૨-ચૂલિકાંગ અને ચૂલિકા, ૨૩-શીપહેલિકાંગ અને શિપિહેલિકા, ૨૪-૫લ્યોપમ અને સાગરોપમ, ૨૫-ઉત્સર્પિણી, અવસર્પિણી એ પ્રત્યેક જીવ અને જીવપણે કહેવાય છે. અહીં બધે ‘અને’ અથવાના અર્થમાં છે.] ગામ, નગર, નિગમ, રાજધાની, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પાટણ આકર, આશ્રમ, સંાહ, સંનિવેશ, ઘોષ, આરામ, ઉધાન, વન, વનખંડ, વાપી, પુષ્કરિણી, સરોવર, સરપંક્તિ, રૂપ, તળાવ, દ્રહ, નદી, પૃથ્વી, ઘનોદધિ, વાતસ્કંધ, અવકાશાંતર, વલય, વિગ્રહ, દ્વીપ, સમુદ્ર, વેલ, વેદિકા, દ્વાર, તોરણ, નૈરયિક, નકવાસો, યાવત્ વૈમાનિક, વૈમાનિકાવાસ, કલ્પ, કલ્પતિમાનાવાસ, વર્ષોત્રો, વર્ષધર પર્વતો, ફૂટ, ફૂટાગાર, વિજય કે રાજધાની, એ બધાં જીવ અને અજીવ કહેવાય છે. છાયા, આંતપ, જ્યોત્સના, અંધકાર, અવમાન, ઉન્માન, અતિયાનગૃહ, ઉધાનગૃહ, અવલિંબ કે સનિપપાત જીવ અને અજીવ કહેવાય છે. બે રાશિ કહી છે - જીવરાશિ અને અજીવરાશિ. • વિવેચન-૯૯ ઃ આ સૂત્રોનો અનંતર સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વના સૂત્રમાં જીવ વિશેષોનું ઉચ્ચત્વલક્ષણ ધર્મ કહ્યો. અહીં તે ધર્મના અધિકારથી જ સમયાદિ સ્થિતિ લક્ષણ ધર્મ-જીવ અને અજીવ સંબંધી ધર્મ અને ધર્મીના અભેદપણાથી જીવ અને અજીવપણાએ જ કહેવાય છે. તેમાં સઘળા કાલ પ્રમાણોમાં પહેલા પરમસૂક્ષ્મ, અભેધ, નિવયવ, ઉત્પલ શતપત્રના ભેદનના ઉદાહરણ વડે ઓળખાતો સમય કહેવાય છે. તે સમયનું અતીતાદિ કાલ વિવક્ષા વડે બહુપણાથી બહુવચન છે, માટે સૂત્રકાર કહે છે. સમયા ૧૨૦ વા, ઇત્યાદિ. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કૃતિ શબ્દ સમીપ અર્થ બતાવવામાં અને વા શબ્દ વિકલ્પાર્થમાં છે. અસંખ્યાતા સમયના સમુદાયવાળી આવલિકા, ક્ષુલ્લક ભવગ્રહણ કાળના ૨૫૬માં ભાગે છે. સૂત્રમાં સમય અથવા આવલિકાઓ છે. તે કાલવસ્તુ જીવનો પર્યાય હોવાથી સામાન્યથી જીવ છે. પર્યાય અને પર્યાયીના કથંચિત્ અભેદ છે તથા અજીવોનોપુદ્ગલાદિનો પર્યાય હોવાથી અજીવ છે. મૈં કાર સમુચ્ચયાર્થે છે અને દીર્ઘતા પ્રાકૃતત્વથી છે. - ૪ - જીવાદિ સિવાય સમય વગેરે નથી. તેથી કહે છે - જીવ અને અજીવોની સાદિ અને સપર્યવસાનાદિ ભેદવાળી જે સ્થિતિ છે તે સ્થિતિના ભેદો સમય આદિ છે. તે જીવ-અજીવનો ધર્મ છે. ધર્મ અને ધર્મીનો અત્યંત ભેદ નથી. અત્યંત ભેદ હોય તો એક અંશમાત્ર ધર્મ જણાતા પ્રતિનિયત ધર્મીના વિષયમાં સંશય જ નહીં થાય, કેમકે તે ધર્મીના અન્ય ધર્મોથી પણ તેનો ભેદ અવિશેષપણે છે. વળી દેખાય છે કે - જ્યારે કોઈ પુરુષ લીલા વૃક્ષની તરુણ શાખાના વિવરના અંતરથી કંઈક પણ શુક્લ વસ્તુને જુવે છે, ત્યારે તે એમ વિચારે છે કે શું આ પતાકા છે? અથવા બલાકા છે? એ પ્રમાણે પ્રતિનિયત ધર્મના વિષયમાં સંશય થાય છે. જો કેવલ અભેદ હોય તો પણ સર્વથા સંશયની ઉત્પત્તિ જ ન થાય. કેમકે ગુણના ગ્રહણથી ગુણીનું પણ ગ્રહણ થાય છે. આ સૂત્રમાં અભેદનયનો આશ્રય કરવાથી નીવાડ઼ વા ઇત્યાદિ કહ્યું છે. અહીં તો સમય, આવલિકા લક્ષણ બે અર્થને, જીવ-અજીવ દ્વયાત્મકપણે કહેતા બે સ્થાનકમાં અવતાર જાણવો. એવી રીતે આગળના સૂત્રોમાં પણ જાણવું એમાં જે વિશેષ છે. તે અમે કહીશું. . આળાપાનૂ, ઇત્યાદિ. આનપ્રાણ એટલે ઉચ્છ્વાસનિઃશ્વાસ કાળ તે સંખ્યાત આવલિકા પ્રમાણ છે. કહ્યું છે કે - હર્ષિત, ગ્લાનિરહિત, નિરુપદૃષ્ટ પ્રાણીને જે એક ઉચ્છ્વાસ-નિઃશ્વાસ છે, તે પ્રાણ કહેવાય છે. તથા સ્તોક, તે સાત ઉચ્છ્વાસનિઃશ્વાસ પ્રમાણ છે. સંખ્યાત આનપ્રાણવાળા ક્ષણો છે અને સાત સ્તોક પ્રમાણ કાળવાળો લવ કહેવાય છે. એ પ્રમાણે જેમ પૂર્વના ત્રણ સૂત્રમાં જીવ-અજીવ કહેવાય છે, એમ કહ્યું. તેમજ બધા આગળના સૂત્રો જાણવા. મુહૂર્ત-૭૭ લવ પ્રમાણ છે. કહ્યું છે કે - સાત પ્રાણનો સ્તોક, સાત સ્તોકનો લવ, ૭૭ લવનો મુહૂર્ત જાણવો. ૩૭૭૩ ઉચ્છ્વાસનિઃશ્વાસનો એક મુહૂર્ત સર્વે અનંતજ્ઞાનીઓએ કહેલ છે. ૩૦ મુહૂર્ત પ્રમાણ એક અહોરાત્રિ કાળ છે. ૧૫-અહો રાત્રિ પ્રમાણ એક પક્ષ છે. બે પક્ષ પ્રમાણ એક માસ છે. બે માસ પ્રમાણ એક વસંતાદિ ઋતુઓ છે. ત્રણ ઋતુના પ્રમાણવાળો અયન છે. બે અયન પ્રમાણવાળા વર્ષ છે. પાંચ વર્ષ પ્રમાણ યુગ છે. સો વર્ષ વગેરે પ્રતીત છે. ૮૪ લાખ વર્ષ પ્રમાણવાળા પૂર્વાંગ છે, પૂર્વાંગને ૮૪ લાખ વડે ગુણતા એક પૂર્વ
SR No.008996
Book TitleAgam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy