SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૧ ૫ અર્થાવગ્રહ છે તે તૈક્ષયિક છે અને વ્યાવહારિક છે તે “આ શબ્દ છે' ઇત્યાદિ કથન કરનાર છે, તે અંતર્મુહર્તિક છે. આ અર્થાવગ્રહ ઇન્દ્રિયો અને મનસંબંધી છ પ્રકારે છે. દીવા વડે ઘડાની જેમ જે વડે પદાર્થ જણાય છે તે વ્યંજન, ઉપકરણેન્દ્રિય કે શબ્દાદિપણાએ પરિણત દ્રવ્યના સમહરૂપ છે. તેથી ઉપકરણેન્દ્રિય વડે શબ્દાદિપણે પરિણત દ્રવ્યરૂપ જે વ્યંજનોનો અવગ્રહ તે વ્યંજનાવગ્રહ. અથવા વ્યંજન એટલે ઇન્દ્રિય-શબ્દાદિ દ્રવ્ય સંબંધ. • x• આ વ્યંજનાવગ્રહ મન અને ચક્ષુવર્જિત ઇન્દ્રિયોનો ચાર ભેદે થાય છે, કારણ કે ચક્ષુ અને મન અપાપ્ત અર્ચનું જાણવાપણું છે, બાકીના શ્રોત્રાદિ પ્રાપ્ત અને જાણે છે. [શંકા વ્યંજનાવગ્રહ જ્ઞાન જ ન કહેવાય. કેમકે ઇન્દ્રિય અને શબ્દાદિ દ્રવ્યસંબંધ કાળે તે અનુભાવનો બહેરા વગેરે માફક અભાવ છે. [સમાધાન] એવું નથી. વ્યંજનાવગ્રહને અંતે તે વસ્તુના ગ્રહણથી જ ઉપલબ્ધિનો સદભાવ છે. અહીં જે શેયવસ્તુના ગ્રહણના અંતે, તેથી જ ડ્રોય વસ્તુના ઉપાદાનથી લબ્ધિ થાય છે, તે જ્ઞાન છે. જેમ અર્થાવગ્રહને અંતે અર્થાવગ્રહ વડે ગ્રહણ યોગ્ય વસ્તુના ગ્રહણથી ઇહા થાય તે અર્થાવગ્રહજ્ઞાન છે. • x • તેમ વ્યંજનાવગ્રહ પણ જ્ઞાન છે. પણ તે સૂમ, અવ્યક્ત હોવાથી સૂતેલા માણસના અસ્પષ્ટ જ્ઞાનની માફક સાક્ષાત્ જણાતું નથી. ઇહા આદિ પણ ધૃતનિશ્ચિત જ છે, છતાં તે કહેલ નથી. કેમકે બે સ્થાનકનો અનુરોધ છે. અશ્રુતનિશ્રિત અથવગ્રહ અને વ્યંજનાવગ્રહ ભેદે અશ્રુતનિશ્રિત પણ બે ભેદે છે. આ શ્રોબેન્દ્રિય વગેરેથી થયેલ જાણવું. જે ઔત્પાતિકી આદિ બુદ્ધિ અશ્રુતનિશ્રિત છે, તેમાં અર્થાવગ્રહ સંભવે છે. કહ્યું છે કે - બીજા કુકડા વિના યુદ્ધ કેમ થાય? અરીસા વડે, આ જાણ્યું તે અવગ્રહ અને ઈહા. * તે વ્યંજનાવગ્રહ નથી કેમકે ઇન્દ્રિયાશ્રિતપણું છે. બુદ્ધિને તો મનનો સંબંધ છે, તેથી બુદ્ધિથી ભિન્ન અહીં શ્રિોમાદિમાં વ્યંજનાવગ્રહ માનવા યોગ્ય છે. શ્રુતજ્ઞાન પ્રવચનપુરુષના અંગોની જેમ અંગો, તેમાં પ્રવિષ્ટ તે “ગપ્રવિષ્ટ.” તે ગણધસ્કૃત, guડ થા આદિ ત્રણ માતૃકાપદથી થયેલું છે અથવા આયારાદિ ધવશ્રત છે. વળી જે વીકૃત કે માતૃકાપદગયથી ભિg “પ્રતિબદ્ધ” - અવકૃત અથવા ઉત્તરાધ્યયનાદિ અંગબાહ્ય જાણવા. કહ્યું છે - ગણધસ્કૃત, આદેશ, ધ્રુવ તે અંગપ્રવિષ્ટ જ્ઞાન છે અને સ્થવીરકૃત, મુક્ત વ્યાકરણ, અનિયત તે અનંતપ્રવિષ્ટ [અંગબાહ્ય જ્ઞાન છે. ગબાહ્ય-અવશ્ય કર્તવ્ય તે આવશ્યક - સામાયિકાદિ છ ભેદે છે. કહ્યું છે કે - સાધુ અને શ્રાવકે દિવસ અને રાત્રિને અંતે અવશ્ય કરવા યોગ્ય છે. તેથી આવશ્યક કહેવાય છે. આવશ્યકથી ભિન્ન તે આવશ્યક વ્યતિરિક્ત છે. અહીં જે સમિના પહેલા અને છેલ્લા પ્રહરમાં જ ભણાય છે તે કાલ વડે થયેલ તે ઉત્તરાધ્યયનાદિ કાલિકશ્રુત છે, જે કાળ વેળા વજીને ભણાય તે ઉત્કાલિક-કાલિકશ્રુતથી ઉદ્ધ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ દશવૈકાલિકાદિ છે. - હવે ચાસ્મિતે કહે છે • સૂત્ર-૩ર : ધર્મ બે ભેદે - શ્રતધર્મ ચાઅિધમ કૃતધર્મ બે ભેદે - સૂગ ચુતધર્મ, અર્થ શુતધર્મચાત્રિ ધર્મ બે ભેદે - અગર ચારિત્રધર્મ, અણગાર ચાાિદામાં. સંયમ બે ભેદે - સરગસંયમ, વીતરાગસંયમ. સાગસંયમ બે ભેદે - સૂમસપરાય અને બાદÍપરાય - સરાગ સંયમ. સૂક્ષ્મ સંપરાય સરાણ સંયમ બે ભેદ : પ્રથમ સમય અને અપમસમય - સૂમસં૫રાય સરાગ સંયમ અથવા ચમ અને અચરમ સૂક્ષ્મસંપરાસરાગ સંયમ. અથવા સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ બે ભેદ - સંકલેશમાનક, વિમાનક. બાદસપરાય સરાણ સંયમ બે ભેદે - પ્રથમ સમય અને પ્રથમસમય - બાદ અથવા ચારિમ અને અચરિમ ભાદર અથવા ભાદરસૂપરાય સરાસંયમ બે ભેદે - પ્રતિપાતિ, પતિપાતિ. વીતરાગસંયમ બે ભેદ • ઉપશાંત કષાય અને flણકષાય-વીતરાગસંયમ. ઉપશાંતકષાય વીતરાગ સંયમ બે ભેદ : પ્રથમ સમય અને પ્રથમ સમય ઉપશાંત કષાય વીતરામ સંયમ અથવા ચરમ અને આચરમ-સમય ઉપશાંતકષાય, ક્ષleણકષાય વીતરાગ સંયમ બે ભેદે - છકા અને કેવલી - ક્ષીણકષાય વીતરાગસંયમ. છઠસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ બે ભેદે - સ્વયંભુદ્ધ અને બુદ્ધબોધિત - છઠસ્થ ક્ષીણકષાય વીતરાગ સંયમ. બુદ્ધબોધિત છાસ્થ ક્ષીણ કષાય વીતરાગસંયમ બે ભેદે - પ્રથમ સમય અને આપથમ સમય, અથવા ચરમ સમય અને અચરમ સમય, કેલિ ક્ષીણકષાય વીતરાગસંયમ બે ભેદે - સયોગી અને અયોગી-કેવલી ક્ષીણકષાય વીતરાગસંયમ. સયોગી કેવલી ક્ષીણ કપાય સંયમ બે ભેદ : પ્રથમ સમય અને પ્રથમ સમય અથવા ચમ અને અચમ સંયમ અયોગી કેવલી ક્ષીણકયાય સંયમ બે ભેદે - પ્રથમ અને આuથમ સમય અથવા ચરમ અને આચરમ સમય અયોગી કેવલી ક્ષીણકષાય સંયમ. • વિવેચન-૨ - દુર્ગતિમાં પડતા જીવોને અટકાવે અને તેને સદ્ગતિમાં સ્થાપે તે ધર્મ. શ્રુતદ્વાદશાંગી જ ધર્મ તે કૃતધર્મ. મર્યાદાપૂર્વક સેવાય અથવા જેના વડે મોક્ષ પ્રત્યે જવાય તે ચાસ્ત્રિ - મૂલ ઉત્તર ગુણ સમુદાયરૂપ તે ધર્મ જ ચારિત્ર ધર્મ. શ્રુતધર્મ • જે વડે અર્થો ગુંથાય કે સૂચવાય તે સૂગ - સુસ્થિતત્વ અને વ્યાપકત્વથી સારી રીતે કહેવાય તે સૂકત અથવા અવ્યાખ્યાનથી અજાગૃતાવસ્થા હોવાથી સુતેલા માફક સુત. ભાગવચન આ પ્રમાણે - જેમાંથી અર્થ સૂચવાય કે ખરે તે નિરુક્ત વિધિએ સૂત્ર કહેવાય. અથવા સૂચવે - ખરે - સંભળાય • માય અર્થ જેના વડે તે સૂત્ર. અવિવૃત સુતેલા માફક સુસ્થિત-વ્યાપિવી તે સુક્ત કહેવાય અને જિજ્ઞાસુ વડે જે જણાય કે યાચના કરાય તે અર્થ-વ્યાખ્યાન છે. કહ્યું છે કે - સૂત્રનો અભિપ્રાય જેનાથી જણાય તે અર્થ કહેવાય છે.
SR No.008996
Book TitleAgam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy