________________
૨/૧/૬૭ થી ૬૯
વળી બીજા તકારણ ઉત્પન્ન થવાથી મંત્રાદિ વડે અસાધ્ય છે. પણ કર્મના ક્ષયોપશમાદિ વડે જ સાધ્યપણું છે. આ કારણથી જ કહ્યું છે કે - મોહોન્માદ અતિશય દુઃખવેધ અને દુઃખ વિમોચ્ય જ છે. ઉન્માદી પ્રાણી પ્રાણાતિપાતાદિરૂપ દંડમાં પ્રવર્તે છે અથવા
દંડભાજન બને છે. તેથી દંડ કહે છે–
૩૧
[૬૯] દંડ - પ્રાણાતિપાતાદિ, તે અર્થ માટે - ઇન્દ્રિયાદિ પ્રયોજન માટે જે કરાય છે, તે અર્થદંડ છે અને નિષ્પયોજન હિંસાદિ અનર્થદંડ છે.
ઉક્ત દંડ સર્વ જીવોને વિશે ચોવીશ દંડક વડે નિરૂપણ કરે છે. નારકની માફક અર્થદંડ અને અનર્થદંડના કથન વડે ચોવીશ દંડક જાણી લેવા. વિશેષ એ કે - નારકનું સ્વશરીર રક્ષાર્થે બીજાને માસ્વારૂપ અર્થદંડ અને વિશેષ દ્વેષ માત્રથી હણવારૂપ અનર્થદંડ હોય. પૃથ્વીકાયિકાદિને અનાભોગે પણ આહારના ગ્રહણ કરવામાં જીવવધના સદ્ભાવથી અર્થદંડ અને અન્યથા અનર્થદંડ હોય અથવા બંને દંડ પણ ભવાંતરમાં અર્થદંડાદિની પરિણતિથી હોય છે... સમ્યગ્દર્શનાદિ યુક્ત જીવોને જ દંડ નથી. આ કારણથી રત્નત્રયને નિરૂપવા ઈચ્છતા સૂત્રકાર સામાન્યપણે પ્રથમ દર્શનનું નિરૂપણ કરે છે.
• સૂત્ર-૭૦ :
દર્શન બે પ્રકારે છે - સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન. સમ્યગ્દર્શન બે ભેદે - નિસર્ગ સમ્યગ્દર્શન અને અભિગમ સમ્યગ્દર્શન. નિસર્ગ સમ્યગ્દર્શન બે ભેદે - પ્રતિપાતિ, અપ્રતિપાતિ. અભિગમ સમ્યગ્દર્શન બે ભેદે - પ્રતિપાતિ, અપ્રતિપાતિ, મિથ્યાદર્શન બે ભેદે - અભિગ્રહિક મિથ્યાદર્શન, અનભિગ્રહિક મિથ્યાદર્શન. અભિગ્રહિક મિથ્યાદર્શન બે ભેદે - અંતસહિત, અંતરહિત. અનભિગ્રહિક મિથ્યાદર્શન પણ આ જ બે ભેટે છે.
• વિવેચન-૭૦ :
સુવિશે, ઇત્યાદિ સાત સૂત્રો સુગમ છે. વિશેષ એ કે દૃષ્ટિ - દર્શન એટલે તત્ત્વોને વિશે રુચિ. સમ્યગ્-અવિપરીત, જિનદર્શનને અનુસરનારું, તથા મિથ્યાવિપરીત [મિથ્યાદર્શન]. સમ્યગ્દર્શન - નિસર્ગ, સ્વભાવ કે અનુપદેશ એ શબ્દો એકાર્થક છે અને અભિગમ, અધિગમ એટલે ગુરુઉપદેશ આદિ રૂપ. જેમકે મરુદેવીને થયું તે નિસર્ગસમ્યગ્દર્શન અને ભરતચકીને થયું તે અધિગમ સમ્યક્ દર્શન જાણવું. [અહીં બે સૂત્રો પુરા થયા.]
નિસમાં - પડવાના સ્વભાવવાળું તે પ્રતીપાતિ સમ્યગ્દર્શન, તે ઔપશમિક અને ક્ષાયોપશમિક છે. અપ્રતિપાતિ તે ક્ષાયિક [સમ્યકત્વ જાણવું.] તેમાં ઔપશમિકાદિ ત્રણના લક્ષણ ક્રમથી કહે છે - ઉપશમ શ્રેણિમાં પ્રવેશેલાને અનંતાનુબંધી ચતુષ્કનો
અને ત્રણ દર્શનમોહનીયના ઉપશમથી ઔપશર્મિક સમ્યકત્વ હોય છે. અથવા જે અનાદિ મિથ્યાર્દષ્ટિ છે, જેણે સમ્યકત્વ, મિથ્યાત્વ અને મિશ્ર નામક શુદ્ધ, અશુદ્ધ, ઉભયરૂપ મિથ્યાત્વ પુદ્ગલના ત્રણ પુંજ કરેલ નથી, વળી જેણે મિથ્યાદર્શન ખપાવેલ
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ નથી એવો જે જીવ સમ્યકત્વને પ્રાપ્ત કરે તેને ઔપશમિક સમ્યકત્વ હોય છે. તે કેવી રીતે ? અહીં આ જીવને જે મિથ્યાદર્શન મોહનીય ઉદયમાં આવેલું છે, તે અનુભવ વડે જ નાશ પામ્યું, અન્ય [મિથ્યાત્વ મોહનીય] મંદ પરિણામપણે ઉદયમાં નહીં આવેલું. તેથી અંતર્મુહૂર્ત કાળ માત્ર ઉપશાંત રહે છે. ઉદયનો અટકાવ રહે તેટલો કાળ જીવને ઔપશમિક સમ્યકત્વનો લાભ થાય છે. - ૪ - ૪ -
૩૨
અંતર્મુહૂર્ત માત્ર કાળ હોવાથી જ ઉપશમ સમકિતનું પ્રતિપાતિત્વ છે. અનંતાનુબંધીનો ઉદય થતાં ઉપશમ સમ્યકત્વથી પડતા જીવને જે સાસ્વાદન સમ્યકત્વ કહેવાય છે, તે ઔપશમિક જ છે. તે પણ પ્રતિપાતિ જ છે. તેનું માન જઘન્યથી સમય માત્ર અને ઉત્કૃષ્ટથી છ આવલિકા પ્રમાણ છે. તથા અહીં જે મિથ્યાદર્શનના દલિકો ઉદયમાં આવેલા તે ક્ષય પામ્યા અને જે ઉદયમાં ન આવેલ તે ઉપશાંત થયેલ છે. ઉપશાંત નામક વિષ્લેભિત ઉદય, મિથ્યાસ્વભાવ દૂર કરેલ હોય તે અહીં ક્ષયોપશમ સ્વભાવ અનુભયમાનને ક્ષાયોપશમિક સમ્યકત્વ કહેવાય છે.
[શંકા] ઉપશમ સમતિમાં પણ ક્ષય અને ઉપશમ છે, ક્ષાયોપશમિકમાં પણ આ બંને છે, તો આ બેમાં શો ભેદ છે? [સમાધાન] ક્ષાયોપશમિકમાં જે [શુદ્ધપુંજ] દલિકો વેદાય છે, તે ઔપશમિકમાં વેદાતા નથી. ક્ષાયોપશમિકમાં પૂર્વે જે દલિક ઉપશાંત કરેલ છે, તે સમય સમય પ્રત્યે ઉદયમાં આવે છે, વેદાય છે, ક્ષય પામે છે. ઔપશમિક તો ઉદયનો અટકાવ માત્ર છે. - ૪ - ક્ષાયોપશમિક સમ્યકત્વ જઘન્યથી અંતર્મુહૂર્ત સ્થિતિક અને ઉત્કૃષ્ટથી ૬૬-સાગરોપમથી કંઈક અધિક સ્થિતિવાળું હોવાથી પ્રતિપાતિ છે. જો કે ક્ષેપકને સમ્યગ્દર્શનદલિકના છેલ્લા પુદ્ગલના અનુભવરૂપ વેદક કહેવાય છે, તે વૈદક પણ ક્ષાયોપશમિકનો ભેદ હોવાથી પ્રતિપાતી જ છે. તથા મિથ્યાત્વ, સમ્યગ્ મિથ્યાત્વ અને સમ્યકત્વ મોહનીયના ક્ષયથી ક્ષાયિક સમ્યક્ત્વ કહેવાય છે.
કહે છે - [અનંતાનુબંધી ચતુષ્કના ક્ષય પછી] સંસારના મૂળ કારણભૂત ત્રણ પ્રકારે દર્શનમોહ ક્ષય થતાં અતિ વિશુદ્ધ, અતુલ્ય, ક્ષાયિક સમ્યકત્વ થાય છે. તે ક્ષાયિકપણે હોવાથી અપ્રતિપાતી છે. તેથી સિદ્ધત્વમાં પણ સાથે રહે છે.
મિાયંસળ- જેમાં અભિગ્રહ કુમતનો સ્વીકાર છે, તે આભિગ્રહિક મિથ્યાદર્શન જાણવું... મિÇિ અભિગ્રહિક મિસ્યાદર્શન, સમ્યકત્વ પ્રાપ્ત થતાં જેનો અંત
થાય તે સપર્યવસિત. અભવ્યને સમ્યકત્વની પ્રાપ્તિ ન હોવાથી અપર્યવસિત છે. તે
મિથ્યાત્વ માત્ર પણ અતીતકાલીન નયની અનુવૃત્તિ વડે અભિગ્રહિક એવો વ્યપદેશ કરાય છે.
અનભિગ્રહકિ મિથ્યાદર્શન ભવ્યજીવને સપર્યવસિત અને અભવ્યને અપર્યવસિત
હોય છે. તેથી કહ્યું કે - વં અમિ ઇત્યાદિ. દર્શનને કહ્યું હવે જ્ઞાનને કહે છે. તેમાં સૂત્ર-૭૧માં ૨૩-પેટા સૂત્રો છે.
- સૂત્ર-૧ :
૧-જ્ઞાન બે ભેદે - પ્રત્યક્ષ, પરોક્ષ. ર-પ્રત્યક્ષ જ્ઞાન બે ભેદે - કેવલ જ્ઞાન,