________________
૧/-/૧૭ થી ૪૩
આ સૂત્રોક્ત પત્તે શબ્દ બીજા સૂત્ર સાથે પણ સંબંધ ધરાવે છે. - x - x - x + અધર્મથી દુઃખ થાય છે, તે કહે છે–
૪૧
[૩૯] ફ્ળા અમે – દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરે અથવા જીવોને સુગતિમાં સ્થાપે તે ધર્મ. - ૪ - તે ધર્મ શ્રુત અને ચાસ્ત્રિ સ્વરૂપ છે. તેનો પ્રતિપક્ષ તે અધર્મ છે. અધર્મ વિષય પ્રતિજ્ઞા કે અધર્મમાં મુખ્ય જે શરીર તે અધર્મપ્રતિજ્ઞા, તે એક છે. તે અતિ દુઃખના કારણ વડે એકરૂપ છે. તેથી જ કહે છે - જે કારણથી
તે પ્રતિજ્ઞાનો સ્વામી જીવ અથવા અધર્મપ્રતિજ્ઞ આત્મા રાગાદિથી બાધા પામે છે - સંક્લેશ પામે છે. - ૪ - જે અધર્મપ્રતિજ્ઞા થકી આત્મા કલેશ પામે છે, તે એક જ
છે. તેનાથી વિપરીત કહે છે—
[૪૦] ર્ા ધર્મો – પૂર્વવત્. વિશેષ એ કે જેને જ્ઞાનાદિ વિશેષ ઉત્પન્ન થયેલ છે, તે પર્યવજાત - વિશુદ્ધ થાય છે. - X - પર્યવોને કે પવો વિશે જે પ્રાપ્ત થયેલ છે, તે પર્યવયાત અથવા પરિક્ષા કે પરિજ્ઞાન. તેને કે તેમાં પ્રાપ્ત થયેલ. ધર્મ-અધર્મ પ્રતિજ્ઞા યોગથી થાય, માટે યોગ કહે છે
-
[૪૧] Ì મળે – ઇત્યાદિ ત્રણ સૂત્ર. તેમાં મન તે મનોયોગ. જે જે સમયમાં વિચારાય છે, તે તે સમયમાં કાલ વિશેષથી એક જ છે. વીપ્સા નિર્દેશથી કોઈ પણ સમયે બે વગેરે સંખ્યા ન સંભવે. જીવોનું એક ઉપયોગપણું હોવાથી મનનું એકપણું છે. [શંકા] જીવ એક ઉપયોગવાળો નથી કેમકે શીતઉષ્ણ સ્પર્શવિષય સંવેદન, બંને એકસાથે અનુભવાય છે - x - તેનું સમાધાન કરે છે. શીત અને ઉષ્ણ બંને ઉપયોગ ભિન્ન કાળમાં હોવા છતાં સમય અને મનની સૂક્ષ્મતાથી એક સાથે જણાય છે. પણ તે યુગપત્ નથી.
કહ્યું છે કે - સમયનું અતિ સૂક્ષ્મપણું હોવાથી ભિન્ન ભિન્ન કાળ છતાં એક સમયમાં - ૪ - અલાતચક્ર માફક એક લાગે છે. જો એક વિષયમાં જોડાયેલું મન, બીજા વિષયનો પણ અનુભવ કરે તો આગળ રહેલ હાથી કેમ જણાતો નથી. - x - વિશેષ સ્થાનાંતરથી જાણવું. અથવા સત્ય, અસત્ય, સત્યાસત્ય, વ્યવહારરૂપ ચાર મનોયોગમાંથી કોઈ એક મનોયોગ જ એક વખતે હોય છે. અન્યોન્ય વિરોધ હોવાથી બે આદિ મનોયોગ સંભવ નથી.
મનોયોગના સ્વામી-દેવ, અસુર, મનુષ્ય. ક્રીડા કરે તે દેવો-વૈમાનિક, જ્યોતિષ્ક. સુર નહીં તે અસુરૂભવનપતિ અને વ્યંતર. મનુજ a મનુષ્ય. તેમને
એક સમયે એક મન છે. વચનયોગ પણ દૈવાદિને એક સમયે એક જ હોય છે.
- x - વચન યોગ સત્ય આદિમાંથી કોઈ એક જ હોય. - ૪ - ૪ - કાય વ્યાયામકાયયોગ, દૈવાદિને એક સમયે એક જ હોય. સાત યોગમાં કોઈ પણ એક કાયયોગ એક સમયે હોય છે. [શંકા] આહારકનો પ્રયોગ કરે ત્યારે ઔદાકિ શરીર ત્યાં જ રહેલ હોય છે, એમ સંભળાય છે, તેથી એક સમયે બંને કાયયોગ કેમ હોય? [સમાધાન] વિધમાન છતાં ઔદાસ્મિ શરીરનો વ્યાપાર નથી, આહારક
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ શરીનો જ ત્યાં વ્યાપાર છે, માટે તેમ થાય. જો ઔદારિક શરીર પણ ત્યારે પ્રવૃત્તિ કરે તો કેવલિ સમુદ્દાત - ૪ -માફક ત્યારે મિશ્રયોગપણું થશે. - ૪ - ૪ - આ કારણથી કાયવ્યાપાર એક જ છે.
એવી રીતે વૈક્રિય શરીરવાળા ચક્રવિિદને પણ વૈક્રિયની પ્રવૃત્તિ સમયે પ્રવૃત્તિરહિત ઔદારિક શરીર હોય છે. - ૪ - ૪ - કાયયોગના એકપણાથી ઔદારિક કાયયોગ વડે ગ્રહણ કરેલ મનોદ્રવ્ય અને વાવ્યની સહાયતા વડે થયેલ જીવના વ્યાપારરૂપપણાથી મનોયોગ અને વચનયોગનો એક કાયયોગપૂર્વકપણા વડે પણ પૂર્વે કહેલું એકત્વ જાણવું. * X »
આજ્ઞા વડે જે અર્થ ગ્રાહ્ય છે, તે આજ્ઞાથી જ કહેવા યોગ્ય છે. કહેવાની વિધિમાં દૃષ્ટાંતથી દાષ્યંતિક અર્થ કરવો. તેથી ઉલટી રીતે કથન કરે તો આજ્ઞાની વિરાધના થાય. [શંકા] એકત્વરૂપ સામાન્યના આશ્રય વડે જ સૂત્ર બોધક થશે, તો પછી વિશેષ વ્યાખ્યાન શા માટે? [સમાધાન] સામાન્યરૂપ એકત્વને પૂર્વ સૂત્રો વડે કહેવાયેલ હોવાથી પ્રસ્તુત સૂત્રમાં પુનરુક્તિ પ્રસંગથી સૂત્રમાં લેવા શબ્દ, સમય શબ્દ નિરર્થક થાય, માટે વ્યાખ્યા કરવી જરૂરી છે.
૪૨
આ સૂત્રમાં દેવાદિનું ગ્રહણ વિશિષ્ટ વૈક્રિયલબ્ધિ સંપન્નપણાથી દેવાદિને અનેક શરીર રચના હોવા છતાં એક સમયમાં મનોયોગાદિનું શરીરની માફક અનેકપણું થશે, આ માન્યતાના ખંડન માટે છે. નારક-તિર્યંચના નિષેધાર્થે નથી.
[શંકા] નાક, તિર્યંચ પણ વૈક્રિયલબ્ધિવાળા છે. વિકુર્વણા શરીરના અનેપણાની માન્યતા સંભવે છે, માટે તિર્યંચ અને નાકનું ગ્રહણ યોગ્ય છે.
[સમાધાન] અહીં દેવાદિનું જે ગ્રહણ છે, તે અતિ વિશિષ્ટ લબ્ધિવાળા હોવાથી શરીરોની અતિ અનેકતા છે, માટે તેઓનું ગ્રહણ કરેલ છે. વળી મુખ્યના ગ્રહણથી સામાન્યનું ગ્રહણ સ્વતઃ થાય છે. માટે દોષ નથી. • x - અહીં મન વગેરેનો ક્રમ યથાયોગ પ્રધાનપણાથી કરેલ છે. તે પ્રધાનપણું બહુ, અલ્પ અને અલ્પતર કર્મના
ક્ષયોપશમ જનીત લાભથી છે. હવે કાય વ્યાયામ
[૪૨] ì કો ઇત્યાદિ. ઉત્થાન-ચેષ્ટા વિશેષ, કર્મ-ભ્રમણાદિ ક્રિયા, બલશરીરસામર્થ્ય, વીર્ય-જીવ વિશેષ શક્તિ, પુરુષા-અભિમાન વિશેષ, પરાક્રમ-પુરુષકારથી નિષ્પાદિત કાર્ય. - X - આ ઉત્થાનાદિ વીર્યંતરાય કર્મના ક્ષય અને ક્ષયોપશમથી થયેલ જીવના પરિણામ વિશેષ છે. આ ઉત્થાનાદિ પ્રત્યેકમાં એક શબ્દ જોડવો. વીર્યાતરાયના ક્ષય-ક્ષયોપશમ વૈચિત્ર્યથી પ્રત્યેકનું જઘન્યાદિ ભેદે અનેકપણું, છતાં એક સમયે જઘન્યાદિ એક છે. - ૪ - ૪ -
પરાક્રમાદિથી જ્ઞાનાદિ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરાય છે. તેથી કહે છે - વિનય, અભ્યુત્થાન, સાધુ સેવામાં પરાક્રમ કરવાથી સમ્યગ્દર્શન તથા દેશથી કે સર્વથી વિરતિનો લાભ થાય છે. આ કારણથી જ્ઞાનાદિનું નિરૂપણ કરે છે— Ì નાળે, આદિ અથવા પૂર્વોક્ત ધર્મપ્રતિમા તે જ્ઞાનાદિરૂપ છે—