________________
સ્થાનાંગ-ભૂમિકા
[૧] નામ - જેનું એક એવું નામ છે તે નામ એક - [૨] સ્થાપના એક - પુસ્તકાદિમાં સ્થાપેલ એક અંક. - [૩] દ્રવ્ય એક - સચિત્ત આદિ ત્રણ પ્રકારે છે. [૪] માતૃકાપદ એક - “ઉપ્પનેઈવા, વિગમેઈ વા, ધુવેઈ વા' એ માતાની માફક, સકલ શાસ્ત્રના મૂલપણે અવસ્થિતમાંથી કોઈ એક વિવક્ષિત પદ કે અ-કારાદિ અક્ષરાત્મક માતૃકામાંથી કારાદિ એક અક્ષર તે માતૃકાપદ.
[૫] સંગ્રહ એક - એક શબ્દના ઉચ્ચારણ વડે ઘણાંનો સંગ્રહ કરાય તે. - x - ઔદયિકાદિ ભાવમાંથી કોઈ એક. અહીં ભાવ એકનો અધિકાર છે. જેથી ગણના
લક્ષણ સ્થાન વિષય આ એક છે. ગણના તે સંખ્યા, સંખ્યા તે ગુણ. ગુણ તે ભાવ. સ્થાન શબ્દનો નિક્ષેપ તો પ્રથમ કહેલ જ છે. તેમાં ગણનાસ્થાનનો અહીં અધિકાર છે. તેથી એકલક્ષણ સ્થાન-સંખ્યાભેદ અને એક સ્થાન વિશિષ્ટ જીવાદિ અર્થના પ્રતિપાદનમાં સમર્થ તે પણ એક સ્થાન. - x -
૨૩
૨૪
સ્થાન-૧
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
— * — * - * —
૦ હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપનો અવસર છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે - શ્રુતં મે આયુષ્મન્ ઇત્યાદિ સૂત્ર પદોનો નિક્ષેપ-નામાદિ ન્યાસ, તેનો અવસર છે, છતાં કહેતા નથી. કેમકે સૂત્ર હોવાથી તેનો સંભવ છે. સૂત્ર સૂત્રાનુગમમાં છે. તે અનુગમનો જ ભેદ છે, માટે પહેલા અનુગમ વર્ણવે છે. અનુગમ બે પ્રકારે - નિર્યુક્તિઅનુગમ, સૂત્રાનુગમ. તેમાં નિર્યુક્તિમાં નિક્ષેપ, ઉપોદ્ઘાત, સૂત્રાર્થિક એ ત્રણ ભેદે નિયુક્તિ અનુગમ છે. તેમાં નિક્ષેપ નિર્યુક્તિ અનુગમ સ્થાન, અંગ, અધ્યયનાદિ એક શબ્દના નિક્ષેપ પ્રતિપાદનથી પ્રતિપાદિત થયો છે.
ઉપોદ્ઘાત નિર્યુક્તિ અનુગમ તો સે નિક્ષે ય નિામે ઇત્યાદિ બે ગાથાથી જાણવો. સૂત્રસ્પર્શિક નિયુક્તિ અનુગમ સંહિતાદિ છ પ્રકારના વ્યાખ્યા લક્ષણરૂપ છે. હવે સૂત્રાનુગમ જ કહેવો જોઈએ. તેમાં થોડાં શબ્દવાળું, મહાન્ અર્થાદિ વિશિષ્ટ સૂત્રના લક્ષણસહિત અને સ્ખલિતાદિ દોષ રહિત સૂત્ર ઉચ્ચાર કરવા યોગ્ય છે. તે આ પ્રમાણે—
- સૂત્ર-૧ ઃ
હે આયુષ્યમાન ! તે ભગવંતે આ પ્રમાણે કહેલું, મેં સાંભળેલ છે. • વિવેચન-૧ :
આ સૂત્રની વ્યાખ્યા સંહિતાદિ ક્રમ વડે - ભાષ્યકાર કહે છે - સૂત્ર, પદ, પદાર્થ, સંભવ, વિગ્રહ, વિચાર અને દૂષિત સિદ્ધિ, તે નયોના મત વિશેષથી દરેક સૂત્રનું વ્યાખ્યાન કરવું. તેમાં સૂત્ર એટલે સંહિતા, તે કહેવાયેલ છે. કેમકે સૂત્રાનુગમ સંહિતારૂપ છે. કહ્યું છે કે - સૂત્રાનુગમ પદચ્છેદસહિત સૂત્રને કહી કૃતાર્થ થાય છે. અસ્ખલિતાદિ ગુણસહિત ઉચ્ચારેલ સૂત્રમાં કેટલાંક અર્થો પ્રાજ્ઞ પુરુષને સમજાયેલ જ છે. તેથી સંહિતા વ્યાખ્યાનો ભેદ થાય છે અને ન જાણેલ અર્થને જાણવા માટે પદ આદિ વ્યાખ્યાભેદ પ્રવર્તે છે.
તેમાં પદો - શ્રુતં મયા આયુષ્યમન્ ! તેન મળવતા વમાચ્યાત આ રીતે પદોની વ્યવસ્થા કરી ત્યારે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. તેમાં આ વ્યવસ્થા છે - જ્યાં જેટલા નિક્ષેપા જાણી શકાય ત્યાં તેટલા નિક્ષેપા નિવશેષ નિક્ષિપ્ત કરવા.
જ્યાં ન જાણી શકાય ત્યાં ચાર નિક્ષેપા સ્થાપવા. તેમાં નામશ્રુત, સ્થાપનાશ્રુત જાણીતા છે. ઉપયોગરહિત ભણેલાનું સૂત્ર કે પાના, પુસ્તકમાં રહેલું તે દ્રવ્યશ્રુત છે અને શ્રુતમાં ઉપયોગવાળાનું તે ભાવશ્રુત છે. અહીં થ્રોબેન્દ્રિય દ્વારા થયેલ ઉપયોગલક્ષણરૂપ ભાવશ્રુત અધિકાર છે.
આવું - એટલે જીવિતના દશ ભેદ છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ઓઘ, ભવ, તદ્ભવ, ભોગ, સંયમ, યશ અને કીર્તિ. તેમાં [૧] નામ, [૨] સ્થાપના સુગમ છે. [3] દ્રવ્ય - જીવિત સચેતનાદિ ભેદવાળું દ્રવ્ય જીવનનો હેતુ હોવાથી જીવિત