________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स
૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
--ભાગ-૫(૩) સ્થાનાંગ-સૂત્ર-૩/૧
• 1 ટીનુાખી વિવેચન
૧૭
• ભૂમિકા -
આગમ સટીક અનુવાદની શ્રેણીમાં આ ત્રીજું આગમ છે. જેમાં અગિયાર અંગસૂત્રોમાં ત્રીજું અંગસૂત્ર “સ્થાનાંગ” લેવાયેલ છે. “ઠાણાંગ’” સૂત્રનું મૂળ પ્રાકૃત નામ આગળ છે. જેનું સંસ્કૃત રૂપ ‘“સ્થાન’' થાય છે. તેથી સ્થાનાંગ-સૂત્ર કહેવાય છે. અમે તેને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. [ભાગ-૫,૬,૭ માં] જેમાં આ પાંચમો ભાગ છે, તેમાં ઠાણાંગ સૂત્રના સ્થાન - ૧ થી ૩નો સટીક અનુવાદ છે.
ઠાણાંગ સૂત્રમાં શ્રુતસ્કંધ-૧ જ છે. તેમાં ૧૦-સ્થાનો [અધ્યયનો છે. આ સૂત્રમાં દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગની ઘણી વાતોને સંક્ષેપમાં સંખ્યાત્મક રીતે રજૂ કરી છે. - જે એક થી દશ અંકો પર્યન્ત એકથી દશ સ્થાનોમાં અનુક્રમે સમાવાયેલી છે. જે બોલસંગ્રહ સ્વરૂપે છે.
અમારી જાણ મુજબ ઠાણાંગ સૂત્ર સંબંધે કોઈ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ જોવા મળેલ નથી. શ્રી અભયદેવસૂસ્કૃિત્ વૃત્તિ [ટીકા] હાલ ઉપલબ્ધ છે, જેનો આ અનુવાદમાં સમાવેશ કરાયેલો છે. “સમવાયાંગ” જે હવે પછીનું ચોથું અંગસૂત્ર છે, તેની અને આ આગમની રજૂઆત પદ્ધતિમાં ઘણું જ સામ્ય છે.
અમે આખી “આગમશ્રેણિ'' રચેલી છે, જે બધામાં ક્રમાંકન એક સમાન જ
છે. જો કોઈને આ અનુવાદની મૂળ ટીકા જોવાનું જરૂરી લાગે તો આગમસુત્તનિમટી જોઈ શકે માત્ર મૂળ જોવું હોય તો સમસુત્તનિ-મૂરું જોઈ શકાય. માત્ર મૂળ સૂત્રોના અનુવાદ માટે અમારા ગુજરાતી અને હિન્દી ભાષાનુવાદ છે જ. તે સિવાય શબ્દ અને નામોની અલગ-અલગ ડિક્ષનેરી તો જુદી. - ઇત્યાદિ -
અહીં મૂલ સૂત્ર સાથે ટીકાનો અનુવાદ લેતાં ક્યાંક કોઈક સંદર્ભો ઉમેર્યા છે, તો ક્યાંક વ્યાકરણ કે ન્યાયપ્રયોગો છોડ્યા પણ છે. - x - x -
5/2
૧૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
જે સ્થાનાંગ-સૂત્ર-રીડારહિત-અનુવાદ છે.
• ભૂમિકા :
જિનનાથ શ્રી વીને નમીને સ્થાનાંગ સૂત્રના કેટલાંક પદોનું, અન્ય શાસ્ત્રો જોઈને હું કંઈક વિવરણ કરીશ. અહીં શ્રમણ ભગવંત શ્રી મહાવીર વર્ધમાન સ્વામી, ઇક્ષ્વાકુ કુલ નંદન, પ્રસિદ્ધ સિદ્ધાર્થ રાજાના પુત્ર કે જેણે મહાન રાજા માફક પરમ પુરુષાકાર વડે રાગાદિ શત્રુને દબાવ્યા છે, આજ્ઞા પાલનમાં સમર્થ એવા સેંકડો રાજા વડે જેના ચરણકમળ સેવાય છે, સકલ પદાર્થ સમૂહને સાક્ષાત્ કરવામાં દક્ષ એવા કેવલજ્ઞાન-દર્શનરૂપ શ્રેષ્ઠ ઉપયોગ વડે જેણે સર્વ વિષયગ્રામનો સ્વભાવ જાણેલો છે, જેનું સમસ્ત ત્રિભુવનમાં અતિશયવાળું પરમ સામ્રાજ્ય છે તથા સંપૂર્ણ ન્યાય પ્રવર્તક છે તેવા ભગવંતના પરમ ગંભીર, મહાર્ટ-ઉપદેશ વડે નિપુણ બુઠ્યાદિ ગુણસમૂહરૂપ માણિક્યની રોહણ ધરણી સમાન, ભંડારીની માફક ગણધરો વડે પૂર્વકાળમાં ચાર તીર્થમાં શ્રેષ્ઠ શ્રમણસંઘના અને તેના શિષ્યોના ઉપકારને માટે નિરૂપિત, વિવિધ અર્થરૂપી રત્ન શ્રેષ્ઠ રત્નો જેમાં છે, વળી દેવતા અધિષ્ઠિત એવા, જ્ઞાન-ક્રિયા બલવાન છતાં કોઈપણ પુરુષ વડે કોઈ કારણવશાત્ અપ્રકાશિત અને એ જ કારણથી અનર્થના ભયથી વિચારમાં ન આવેલ એવા મહાનિધાનરૂપ આ સ્થાનાંગ સૂત્રનો, જો કે તથાવિધ જ્ઞાનબળરહિત છતાં કેવળ ધૃષ્ટતા પ્રધાનતાથી સ્વ પર ઉપકારને માટે અર્થચનાના અભિલાષી વડે જે જેણે પોતાની યોગ્યતા વિચારી નથી પણ જુગારાદિ વ્યસનમાં જોડાયેલાની જેમ કુશલ એવા પ્રાચીન પુરુષોને અનુસરી, તેમજ સ્વમતિથી વિચારી, ગીતાર્થ પુરુષોને સારી રીતે પૂછીને આ અનુયોગ આરંભાય છે.
આ અનુયોગની ફલાદિ દ્વાર નિરુપણથી પ્રવૃત્તિ છે. તે આ રીતે–
[૧] ફળ-શાસ્ત્રમાં મનુષ્યોની પ્રવૃત્તિ માટે અવશ્ય ફળને કહેવું, અન્યથા શાસ્ત્રનું કંઈ પ્રયોજન નથી એવી આશંકાથી શ્રોતાઓ તેમાં પ્રવૃત્તિ ન કરે. ફળ બે પ્રકારે - અનંતર, પરંપર. અનંતર ફળ - અર્થનો બોધ છે, તેના દ્વારા આચરણ વડે જે મોક્ષની પ્રાપ્તિ, તે પરંપર ફળ છે.
[૨] યોગ - એટલે સંબંધ, તે ઉપાય-ઉપેયરૂપે લઈએ તો અનુયોગ તે ઉપાય અને અર્થબોધ તે ઉપેય છે. તે પ્રયોજન-કથનથી કહેવાયો છે. તેથી અવસર લક્ષણ સંબંધ કહેવો. - ૪ - અનુયોગ દેવામાં કોણ લાયક છે ? તેમાં ભવ્ય, મોક્ષ-માર્ગનો અભિલાષી, ગુરુ ઉપદેશમાં સ્થિર, આઠ વર્ષના દીક્ષા-પર્યાયી સાધુને સૂત્રથી સ્થાનાંગ દેવું. આ અવસર છે અને યોગ્ય પણ છે. કહ્યું છે કે–
જેમનો પર્યાય-ત્રણ વર્ષનો છે, તેને આચારપ્રકલ્પ અધ્યયન, ચાર વર્ષનાને સૂયગડાંગ, પાંચ વર્ષનાને દસા, કલ્પ, વ્યવહાર અને આઠ વર્ષના સ્થાનાંગ અને સમવાયાંગ સૂત્રદાન યોગ્ય છે. અન્યથા આજ્ઞાભંગાદિ દોષ છે.