SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ 3/3/196 થી 198 203 સુગમ છે. કર્મભૂમિઓ કહી, તેમાં રહેલા મનુષ્યોના ધર્મોનું નિરૂપણ કરે છે [19] તિવિ- - ઇત્યાદિ અગિયાર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - ત્રણ પ્રકારે દર્શન - શુદ્ધ, અશુદ્ધ, મિશ્ર એ ત્રણ પુંજરૂપ મિથ્યાત્વ મોહનીય છે, કેમકે તથાવિધ દર્શનના હેતુ છે... રુચિ, તો શુદ્ધ પુંજાદિ કર્મપુદ્ગલના ઉદયથી પ્રાપ્ત થયેલ તત્વોનું શ્રદ્ધાનું છે.... પ્રયોગ- સમ્યકત્વાદિપૂર્વક મન વગેરેનો વ્યાપાર અથવા સમ્યક્ આદિ પ્રયોગ-ઉચિત, અનુચિત. ઉભયાત્મક ઔષધ આદિ વ્યાપાર છે. 198] વ્યવસાય - વસ્તુ નિર્ણય અથવા પુરુષાર્થની સિદ્ધિ માટેનું અનુષ્ઠાન. વ્યવસાયીઓની - ધાર્મિક, અધાર્મિક અને મિશ્ર એટલે સંયત, અસંયત અને દેશવિસતિ લક્ષણવાળા સંબંધીપણાથી અભેદપણે ત્રણ ભેદે છે અથવા સંયમ, અસંયમ અને દેશસંયમરૂપ વિષયભેદથી ત્રણ પ્રકારે છે. અથવા વ્યવસાય એટલે નિશ્ચય તે પ્રત્યક્ષ - અવધિ, મન:પર્યવ, કેવલજ્ઞાન રૂપ છે, પ્રાત્યયિક - ઇન્દ્રિય અને નોઇન્દ્રિય લક્ષણથી થયેલ અને આનુગામિક * જે ધૂમ વગેરે હેતુ - અગ્નિ વગેરે પ્રત્યે અતુગમન કરે છે અને સાધ્યના અભાવમાં હોતું નથી તે અનુગામી. તેથી થયેલ તે આનુગામિક અથ અનુમાનરૂપ જે વ્યવસાય તે આનુગામિક જ છે. અથવા પ્રત્યક્ષ એટલે પોતે જોવારૂપ, પ્રાત્યયિક - આત વચનથી, અનુમાનથી છે. ઇહલોકમાં જે થાય તે હલોકિક - આ ભવમાં વર્તમાનનો જે નિશ્ચય કે અનુષ્ઠાન તે ઐહલૌકિક વ્યવસાય. જે પરલોકમાં થશે તે પારસ્લૌકિક અને જે અહીં અને પ», તે ઐહલૌકિક-પારલૌકિક વ્યવસાય છે. લૌકિક - સામાન્ય લોકના આશ્રયવાળો નિશ્ચય કે અનુષ્ઠાન.. વેદના આશ્રયવાળો તે વૈદિક.. સમય-સાંખ્યાદિના સિદ્ધાંતાશ્રિત તે સામાયિક. લૌકિકાદિ વ્યવસાય પ્રત્યેક ત્રણ પ્રકારે પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - અર્થ, ધર્મ, કામ વિષયક નિર્ણય. જેમકે ધનનું મૂળ કપટ અને ક્ષમા છે, ધમનું મૂળ દાન, દયા અને દમ છે. કામનું મૂળ ધન, શરીર અને વય છે. મોક્ષનું મૂળ સર્વે કિયાઓને વિશે ઉપરમ છે. અથવા તેઓને માટે અનુષ્ઠાન તે અથિિદ નિશ્ચય છે. ઋગ્વાદિ વડે કરેલ નિર્ણય કે વ્યાપાર તે પેદાદિ વ્યવસાય છે. જ્ઞાનાદિરૂપ સામાયિક વ્યવસાય. તેમાં જ્ઞાન તે વ્યવસાય જ છે, કેમકે તે પર્યાયવાચી શબ્દ છે, દર્શન પણ શ્રદ્ધાનું લક્ષણ વ્યવસાય છે. તેને વ્યવસાયના શપણાથી પ્રતિપાદિત જ છે, ચાસ્ત્રિ પણ સમભાવલક્ષણરૂપ વ્યવસાય જ છે, કેમકે બોધ સ્વભાવરૂપ આત્માની પરિણતિ વિશેષ હોય છે. કહ્યું છે કે - સત્કાર્યમાં પ્રવૃત્તિ અને અકાર્યમાં નિવૃત્તિ, તેનું જે અનુષ્ઠાન તે સચ્ચાસ્ત્રિ છે, તેમાં તે બાહ્ય ચાસ્ટિાની અપેક્ષાઓ જાણવું અથવા જ્ઞાનાદિ વિષયમાં જે વ્યવસાય - બોધ કે અનુષ્ઠાન તે વિષયના ભેદથી ત્રણ પ્રકારે છે. આની સામાયિકતા તો સમ્યક - મિથ્યા શબ્દ વડે લાંછિત જ્ઞાનાદિ ગણનો સર્વ સમયમાં સદ્ભાવ હોવાથી છે. 204 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અર્થથ - રાજલક્ષ્મી વગેરેની યોનિ - ઉપાય, તે અર્થયોનિ, 1- નામ - પ્રિયવયનાદિ, 2- 24 - વધ આદિ રૂપ પરિગ્રહ, 3- - જીતવાની ઇચ્છાવાળા શણના સમયને સ્વામી આદિના નેહથી દૂર કરવો. કેટલાંક સ્થાને દંડ પદના ત્યાગથી પ્રદાન સહિત ત્રણ અર્થયોનિઓ જણાવી છે. અહીં શ્લોક છે -1 પરસ્પર ઉપકારોનું દર્શન, ૨ગુણકીર્તન, 3- સંબંધનું કથન કરવું. 4- આપણા બંનેનું કાર્ય થશે એવો આશાજનક પ્રલાપ. 5- હે સાધુ! હું આપનો જ છું એમ કોમળ વાણી વડે જે પણ કરવું. એવી રીતે ‘સામ’ના પ્રયોગને જાણનાર પુરષોએ તેને પાંચ પ્રકારે કહેલ છે વધ, પક્લેિશ, ધનનું હરણ. એમ દંડવિધાનૉ ત્રણ ભેદે દંડ કહ્યો. સ્નેહરાગને દૂર કરવો, સ્પર્ધા ઉત્પન્ન કરવી, સંતર્જન-ભેદૉ ત્રણ ભેદ કહ્યા. પ્રદાનનું લક્ષણ આ છે - સંપ્રાપ્ત ધનનું ઉત્તમ, મધ્યમ, અધમને દાન, ગ્રહણ કરેલાનું અનુમોદન, અપૂર્વ દ્રવ્યનું દાન, સ્વયં ગ્રહણ માટે પ્રવર્તન, કણ પ્રતિમોક્ષ આ પ્રમાણે પાંચ પ્રકારે દાન છે. ભેદ વડે અથિિદ યોનિનો પ્રયોગ આ પ્રમાણે - પ્રણિપાતથી ઉત્તમ પુરુષને, ભેદ વડે શૂર પુરષને, અલાદાનથી નીચ પુરષો, પરાક્રમથી સમાન પુરુષને દંડ વડે વશ કરવો. - જીવો ધર્મથી પ્રરૂપણ કર્યા, હવે પગલ પ્રરૂપણા * સૂત્ર-૧૯ :પગલો ત્રણ ભેદે છે . પ્રયોગપરિણત, મિશ્રપરિણત, વિસસાપરિપત નરકાવાસ ગણના આધારે છે - પૃથ્વીના આધારે, આકાશના આધારે, પોતાના આધારે...નગમ, સંગ્રહ, વ્યવહારના મતે પૃથ્વીપતિષ્ઠિત, જમના મતે આકાશપતિષ્ઠિત, ત્રણ શબ્દનયના મતે આત્મપ્રતિષ્ઠિત. * વિવેચન-૧૯ : 1. પ્રયોગ પરિણત - જીવના વ્યાપાર વડે તેવા પ્રકારની પરિણતિને પામેલા. જેમ વય આદિમાં, કર્મ આદિમાં. 2. મિશ્ન-પ્રયોગ અને વિસસાથી પરિણત જેમ વરુ પગલો જ પ્રયોગ વડે વસ્ત્રપણે અને વિસસા પરિણામ વડે ભોગ ન કરવા છતાં જૂનાપણાઓ થાય છે. 3. વિસસા - જે સ્વભાવથી પરિણત થયેલા છે, વાદળા અને ઇન્દ્ર ધનુષની માફક, પુદ્ગલના પ્રસ્તાવની વિસસાપરિણત નકાવાસોના પ્રતિષ્ઠાનનું નિરૂપણ કરવા માટે કહે છે સૂણ સ્પષ્ટ છે. વિશેષ એ કે - નકાવાસો આત્મપ્રતિષ્ઠિત છે, તેઓનું પ્રતિષ્ઠાન નયો વડે કહે છે - (1) તૈગમ - સામાન્ય અને વિશેષના ગ્રાહકપણાથી તેને અનેક જ્ઞાન વડે પરિચ્છેદ કરે તે તૈકમ અથવા ઈનામી - નિશ્ચિત અર્થવાળા બોધોમાં જે કુશલ અથવા તેમાં જે બોધ થાય તે ગમ અથવા જેને એક ગમનથી તે પ્રાકૃતવથી તૈગમ. (2) ભેદોનો સંગ્રહ કરવો અથવા ભેદો પ્રત્યે જે સંગ્રહ છે તે, અથવા જે વડે
SR No.008996
Book TitleAgam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy