SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ 3/3/15 19 Boo સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ૨-તિલોદક-તલ વગેરે ધોવાનું પાણી, તુષોદક - ડાંગરનું ધોવાણ, જવનું પાણી... 3- આયામવન - ઓસામણ, સૌવીર - કાંજીનું પાણી, શુદ્ધ-વિવાદ - ગરમ પાણી... 4- ૩પત - ભોજન સ્થાને લાવીને મૂકેલ ભોજન, નવ * પ્રહણકાદિ, જે લાવેલું તે ફળિકોપહત, તે અવગૃહીતા નામક પાંચમી પિંડોષણાના વિષયભૂત છે. વ્યવહાર ભાણમાં કહ્યું છે . તિત - વ્યંજન અથવા ભઠ્ય પદાર્થો વડે બનેલું છે પ્રહેણક, જે ખાવાનું ઇચછાવાળા પાસે લાવેલ તે શુદ્ધોપહત, આ પાંચમી પિચૈષણા છે. તથા - શુદ્ધ - અલેપકૃત શુદ્ધ ભાત. જે જમનારની પાસે લાવેલ તે શુદ્ધોપd, આ અપલપા નામની ચોથી પિડૅષણાના વિષયભૂત છે. #g - ખાવાની ઇચ્છાવાળાએ ગ્રહણ કરેલ ભાત આદિમાં હાથ નાંખેલ છે, તે જ્યાં સુધી મુખમાં કવલ નવી નાંખ્યો ત્યાં સુધી લેપ કે અલેપકૃત સ્વભાવવાળું છે છે. એવા પકાનું વાવેલ તે સંસૃષ્ટોપહત, આ ચોથી એષણાપણા ભજનાવાળું છે, કેમકે આનો લેપકૃત કે અલેપકૃત સ્વભાવ છે. આ ગાથા છે - શુદ્ધ, અપકૃત કે શુદ્ધ ઓદન તે સંસ્કૃષ્ટ તે ખાવાની ઇચ્છાવાળાને લેપકૃત કે લેપકૃત પણ હોય છે. અહીં ત્રણ પ્રકારમાં એક, બે, ત્રણના સંયોગ વડે સાત અભિગ્રહવાળા સાધુઓ હોય છે. પ- 3 વદત્ત - કોઈ પણ પ્રકારે દાતારે ગ્રહણ કરેલું ભોજન આદિ. મથgurfa - દાતાર જે હાથ વડે ગ્રહણ કરે છે. આ છઠ્ઠી પિકૈષણા છે. વૃદ્ધ વ્યાખ્યા આ પ્રમાણે છે - પીરસનાર થાળીમાંથી ભાત ગ્રહણ કરીને જેના માટે દેવાને ઇચ્છે, તેના ભાઇનમાં નાખવાને તૈયાર થયો હોય ત્યારે જમવારે કહ્યું - ‘મને ન આપ’ આ અવસરે સાધુએ “ધર્મલાભ' આપ્યો ત્યારે પીરસનાર કહે, હે સાધુ ! પાત્રને માંડો. ત્યારે સાધુના પાત્રમાં ભાત વહોરાવ્યો. અહીં સાધુના પ્રયોજનમાં ગૃહસ્થ હાથ જ ચલાવ્યો. બીજું ગમનાદિ કંઈ પણ ન કર્યું, એમ જઘન્યઆત થયું. આવું વ્યવહારભાયમાં પણ છે. પીરસનાર, સ્થાનથી ચલિત ન થઈને રસવતીના ભાજનથી ખાવાના પાત્રમાં નાંખે છે, તે સંહૂિયમાન અવગૃહીત જાણવું. અહીં શ્લોક છે– - જ્યાં પીરસનાર, જમનાર માટે લાવેલ આહારને પીરસતો, જમનારના વચનથી. મુનિને આપે છે. આ છઠ્ઠી એષણા છે, તથા જે બનાવેલ ભોજનના થાળ આદિમાં નાંખે છે, તે આસ્પેકપ્રક્ષિપ્ત અવગૃહીત. અહીં વૃદ્ધ વ્યાખ્યા આ પ્રમાણે છે : આહાદને માટે ભાતને વિશાળ અને ઉંચે ઉપડતા કાંસાદિ ભાજનને વિશે નાંખેલ છે, તે પગમાંથી જમનારા માટે આપ્યું, તેમાંથી બાકી રહેલ ભોજનને ફરી ખુલ્લા મુખવાળા ભાજનમાં નાખતા કે ખુલ્લા મુખવાળા ભાજનમાં પીરસતા આપે તે ત્રીજું અવગૃહિત. - X - X - - પ્રિન] - મુખમાં નાંખે તે મુખ્ય એવો અર્થ હોવા છતાં પિઠર આદિના મુખમાં પ્રોપ એવી વ્યાખ્યા કેમ કરી? [સમાધાન મુખમાં પ્રક્ષેપનું વ્યાખ્યાન જુગુપ્સા થવાથી યુકત છે. * x * માટે પિઠરાદિના મુખમાં પ્રક્ષેપનો આદેશ છે. કેમકે તેમ કરવાથી ગુપ્તાનો અભાવ થાય. 6 થS * જેનું ઉદર ઊભું છે તે અવમોદર અથવા ઉણું ઉદર તે અવમોદર, તેના ભાવ તે અવમોદરતા * x * અથવા ઉદને ઉભું કરવું તે અવમોદરિકા, આ શબ્દની વ્યુત્પત્તિ માત્ર છે, પ્રવૃત્તિ તો ન્યૂનતા માગમાં છે તેમાં એક વારૂપ પહેલો ભેદ જિનકલિકાદિને જ હોય છે, બીજાને નહીં. કેમકે શાસ્ત્રીય ઉપધિના અભાવે તો સમગ્ર સંયમનો અભાવ થઈ જાય, અથવા અધિક ન ગ્રહણ કરવારૂપ ઊનોદરતા છે. કહ્યું છે કે - જે ઉપકરણ ઉપકારમાં વર્તે તે ઉપકરણ છે, જે અધિક સખે તે અધિકરણ છે. અયતનાવાળો અયતના વડે જે ઉપકરણ ધારણ કરે તે અધિકરણરૂપ છે. વળી ભાપાનની અવમોદરતા પોતાના આહારના પ્રમાણના પરિત્યાગથી જાણવી. કહ્યું છે કે - પુરુષને વિશે બગીશ કોળીયા આહાર કુક્ષિપુરક છે અને સ્ત્રીને અઠ્ઠાવીશ કોળીયા આહાર હોય. કોળીયા, આહાર હોય. કોળીયાનું પ્રમાણ કુકડીના ઇંડાના પ્રમાણ જેટલું છે અથવા સુખપૂર્વક મુખમાં પ્રવેશ થઈ શકે તેટલું પ્રમાણ જાણવું. આ ઊણોદકિા આઠ, બાર, સોળ આદિ ક્રમથી કહેલી છે. કહ્યું છે કે - એકથી આઠ કવલ પર્યન્ત અપાહાર, બાર પર્યન્ત અપાદ્ધ, સોળ પર્યન્ત દ્વિભાગ, ચોવીશ પર્યન્ત પ્રાપ્ત અને એક્ટીશ સુધી કિંચિત્ જૂન ઊણોદરિકા જાણવી. આ જ પ્રમાણે પાણીને વિશે પણ ઊણોદકિા કહેવી. ભગવતી સૂત્રમાં પણ કહ્યું છે - કુકડીના ઇંડાના પ્રમાણવાળા 32 કવલ આહાને ખાવા છતાં પ્રમાણપાત એવી વક્તવ્યતા હોય, તેનાથી એક કવલ વડે પણ જૂન આહારને આહારતો શ્રમણ નિર્ણવ્ય પ્રકામસ ભોજી નથી એવી વકતવ્યતા હોય. વળી ભાવ ઊણોદરિકા ક્રોધાદિના ત્યાગરૂપ જાણવી. કહ્યું છે * જિનેશના વયનની ભાવનાથી પ્રતિદિન ક્રોધાદિનો ત્યાગ કરવો. તેને વીતરાગોએ ભાવ ઊણોદરિકા કહેલી છે. ૭-ઉપકરણ ઉણોદરિકાના ભેદોને કહે છે - એક વા જિનકલિકોને હોય, એક પાત્ર જિનકલિકોને હોય તેવું પણ વચન છે તથા સંયમને આ ઉપકારક છે એવી પ્રીતિ વડે મલિનાદિને વિશે અપતિ ન કરવા વડે અથવા સંયમીને સંમત ઉપધિનોજોહરણાદિનો સ્વીકાર તે વિયત્તોવસાન. પૂર્વે કહેલાના હવે બધા વિપર્યય ભેદોને કહે છે 8- તો ઇત્યાદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે હિતાય - અપચ્ચને માટે, મહુવા * દુ:ખને માટે, અક્ષમાવ - અયુક્તત્વને માટે, નિઃશ્રેયાય - અમોને માટે, અનાજુકાવાવાવ - ન શુભના અનુબંધને માટે, જૂનનતા આd સ્વરે બોલવું. વરતા - શય્યા, ઉપાધિ આદિના દોષો કાઢીને બડબડાટ કરવો તથા અપધ્યાનના - આd-રૌદ્રધ્યાન થાવવું. ૯-ઉક્ત સૂત્રથી વિપરીત સૂત્ર, સુખને માટે આદિ સ્પષ્ટ છે. ૧૦-નિગ્રન્થોને પરિહરવા યોગ્ય ત્રણ વસ્તુ. જેના વડે પીડા થાય તે શલ્ય,
SR No.008996
Book TitleAgam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy