________________
૨/૨-૬૩૧
૧૫૧
દટાંત-કથા કહે છે.
રાજગૃહ નગરમાં કોઈ એક પરિવ્રાજક વિધા-મંત્ર-ઔષધિથી કાર્ય સિદ્ધ કરતો હતો. તે વિધાદિ બળથી શહેરમાં ફરતા જે-જે રૂપાળી સ્ત્રીને જોતો તેનું-તેનું અપહરણ કરતો. તેથી નગરજનોએ રાજાને કહ્યું - હે દેવ! રોજ નગરમાં કોઈ ચોરી કરે છે, સર્વસારભૂત સ્ત્રીને લઈ જાય છે. તે તમને ખબર નથી માટે જણાવીએ છીએ. હે દેવ! કૃપા કરીને તે ચોર અને અમારી સ્ત્રીને શોધી કાઢો. રાજાએ તેમને આશ્વાસન આપી કહ્યું, તમે જાઓ, હું અવશ્ય તે દુરાત્માને પકડી લઈશ. જો પાંચછ દિવસમાં ચોર નહીં મળે તો હું જીવતો બળી મરીશ. રાજાની આ પ્રતિજ્ઞા સાંભળી તેને નમીને નાગરિકો ચાલ્યા ગયા.
સજાએ વિશેષ કોટવાળો ગોઠવ્યા અને પોતે એકલો પણ તલવાર લઈને શોધવા લાગ્યો. ચોર મળતો નથી. રાજાએ હોંશિયારીથી શોધતા પાંચમે દિવસે ભોજન, તાંબુલ, ગંધ, માળા આદિ લઈને રાત્રિના નીકળેલ તે પરિવ્રાજકને જોયો. તેની પાછળ જઈને વૃક્ષના થડના પોલાણમાં થઈને ગુફામાં પ્રવેશેલા તેને મારી નાંખ્યો, બધી સ્ત્રીઓને છોડાવી.
- તેમાં એક યુવાન સ્ત્રીને તે પરિવ્રાજકે ઔષધિથી એવી પરવશ કરેલી કે તે પોતાની પતિને ઇચ્છતી ન હતી. તેના પતિએ ઉપાય પૂછતાં જાણકારોએ કહ્યું કે પરિવ્રાજકના હાડકાં દૂધ સાથે ઘસીને તે સ્ત્રીને પાડે તો તેનો આગ્રહ આ સ્ત્રી છોડી દેશે. તેના સ્વજનોએ તેમ કર્યું. જેમ જેમ ઉપાય કરતા ગયા તેમ-તેમ તેણીનો સ્નેહ દૂર થતો ગયો. પછી પોતાના પતિમાં ફરી રામવાળી બની. તેમ પરિવ્રાજક પરત્વે અતિ અનુરકત તે સ્ત્રી જેમ બીજાને ઇચ્છતી ન હતી. તેમ શ્રાવકજન પણ સારી રીતે પોતાના આત્માને જૈનશાસનમાં ભાવિત કરે તો તેને ફેરવી શકાતો નથી. કેમકે તે સમ્યકત્વરૂપી ઔષધથી અત્યંત વાસિત થયેલો હોય છે.
ફરી પણ તે શ્રાવકના ગુણો કહે છે - સ્ફટિક જેવા નિર્મળ અંત:કરણવાળા એવા તથા જૈનદર્શન પામવાથી સંતુષ્ટ થયેલા મતવાળા, જેમના દ્વારા ખુલા છે તેવા તથા બધા દર્શનવાળા માટે પણ જેમણે પોતાના દરવાજા ખુલ્લા રાખેલા છે. તેવા અને અજાણ્યા ધષિીઓના ઘરનો ત્યાગ કરેલા, જેમ અંતઃપુરમાં બીજું કોઈ ન પ્રવેશે તેમ શ્રાવકોના હૃદયમાં મોહ કે પાપ ન પ્રવેશે તેવા. ઉધક્ત વિહારી સાધુને નિર્દોષ, એષણીય અશનાદિ વડે તથા પીઠફલક-શચ્ચા-સંયાર વડે નિત્ય પ્રતિલાભતા અને ઘણાં વર્ષો સુધી શીલવત, ગુણવત, પૌષધ, પ્રત્યાખ્યાનાદિ કરતા રહે છે.
આવા તે પરમશ્રાવકો લાંબો કાળ અણુવ્રત, ગુણવત, શિક્ષાવ્રતને આધિતા, સાધને ઔષધ, વસ્ત્ર, પાનાદિથી દાન કરતા, યથોકત સંથાશક્તિ સદનુષ્ઠાન કરીને રોગાદિ કારણ હોય કે ન હોય તો પણ ભtપ્રત્યાખ્યાન કરી, આલોચના-પ્રતિક્રમણ થકી સમાધિ પ્રાપ્ત કરીને મૃત્યુ અવસરે મરણ પામીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. - અહીં જીવ-જીવાદિના જ્ઞાતા કહ્યું, તેમાં હેતુ અને હેતુવાળા બતાવ્યા છે. જેમકે - જીવ, અજીવ જાણે તે પુણ્ય-પાપ જાણે પુણ્ય-પાપ જાણે તે આશ્રવ-સંવર
૧૫ર
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર જાણે. એ રીતે આગળ આગળ • x - જાણવું. તેને કોઈ પૂછે કે ન પૂછે તે શ્રાવકો આમ કહે કે - આ જૈનદર્શન જ મોક્ષ સાધક છે, બાકી અનર્થક છે. આ પ્રમાણે સ્વીકારીને તેમનું મન ધર્મ માટે ઉત્સાહી અને પછી સાધુધર્મ અને શ્રાવકધર્મ જાણીને • x • વિશેષથી અગિયાર પ્રતિમાને પાળતો આઠમ-ચૌદશ આદિમાં પૌષધોપવાસ પૂર્વક વિચરે. સાધુને નિર્દોષ આહાર આપે. છેવટના કાળે કાયાની સંલેખના કરી સંથારામાં શ્રમણભાવ ધારણ કરીને ભક્ત પ્રત્યાખ્યાન સ્વીકારી આયુફાય થતાં દેવરૂપે ઉત્પન્ન થાય. ત્યાંથી ચ્યવને સારો મનુષ્યભવ પામીને, તે જ ભવે કે ઉત્કૃષ્ટથી સાત-આઠ ભવોમાં મોક્ષે જાય. માટે આ સ્થાન કલ્યાણ પરંપરાથી સુખનું કારણ છે. આર્ય છે. એ રીતે ત્રીજું ‘મિશ્ર' સ્થાન કહ્યું.
ધાર્મિક, અધામિક, તદુભયરૂપ સ્થાનો કહ્યા. હવે આ ત્રણે સ્થાનોને ઉપસંહારદ્વારથી સંક્ષેપમાં જણાવતા કહે છે - જે અવિરતિ-અસંયમરૂપ, સમ્યકત્વ અભાવથી મિથ્યાદષ્ટિની દ્રવ્યથી વિરતિ છે તે અવિરતિ જ છે. કેમકે તેમાં સારામાઠાનો વિવેક નથી. માટે તે કૃત્ય બાળકના જેવું છે. તથા ‘વિરતિ’-પાપથી દૂર રહેનાર પંડિત કે પરમાર્થનો જ્ઞાતા ગણાય છે અને વિરતાવિરત તે બાલપંડિત જેવો છે. તે બધું પૂર્વવત્ કહેવું- -
બાલ અને પંડિત પરસ્પર વિરુદ્ધ છે, છતાં સાથે કેમ કહ્યાં ? • x - જેમનામાં સર્વથા અવિરતિના પરિણામનો અભાવ છે. આ સ્થાન સાવધ-આરંભ સ્થાન શ્રિત હોવાથી સર્વે અકાર્યો કરે છે. તેથી તે અનાર્ય સ્થાન છે યાવતું * * * * * એકાંત મિસ્યારૂપ છે. તેમાં જે સમ્યકત્વપૂર્વકની વિરતિ છે તે સાવધ આરંભથી નિવૃત્ત અનારંભ સંયમરૂપ છે - X • તે આર્ય છે, સર્વ દુઃખના ક્ષયનો માર્ગ છે. તથા એકાંત સમ્યગુ ભૂત છે. તે સાઘભૂત હોવાથી સાધુ છે. તેથી આ વિસ્તાવિરત નામક મિશ્ર સ્થાનવાળાને આરંભ-અનાસંમરૂપ હોવાથી તેઓ પણ કર્થગિતું ‘આર્ય' જ છે. પરંપરા સર્વ દુ:ખના ક્ષયનો માર્ગ છે, તેથી એકાંત સમ્યગુભૂત અને શોભન છે.
આ પ્રમાણે • x • અધર્મપક્ષ, ધર્મપક્ષ તથા મિશ્રપક્ષ સંક્ષેપથી ત્રણે પાનો આશ્રય લઈને કહ્યો. હવે આ મિશ્રપક્ષ ધર્મ અને અધર્મ બંને સાથે લેવાથી તેની મધ્યમાં વર્તે છે, તે દશવિ છે
• સૂગ-૬ર :
એ રીતે સમ્યગ્ર વિચારતા આ પક્ષો ને સ્થાનમાં જ સમાવિષ્ટ થાય છે. ધર્મ અને અધમ, ઉપશાંત અને અનુપરાંત. તેમાં પહેલું સ્થાન ‘અધર્મપક્ષનો વિભાગ કહ્યો, તેમાં આ ૩૬૩-વાદીઓ છે. એમ કહ્યું છે. તે આ પ્રમાણે - ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી. તેઓ પણ પરિનિવણિનું પ્રતિપાદન કરે છે, મોક્ષને કહે છે, તેઓ પણ પોતાના શ્રાવકોને ઉપદેશ કરે છે, તેઓ પણ ધર્મ સંભળાવે છે.
• વિવેચન-૬૨ :આ પ્રમાણમાં સંક્ષેપથી કહેતા-સમ્યમ્ ગ્રહણ કરતાં બધાં ધર્મ-અધર્મ બે