________________
૨/૨/-/૬૬૭
શોધનારા તે અધર્મપ્રવિલોકી, અધર્મપ્રાય કર્મમાં પ્રકર્ષથી રક્ત, - ૪ - અધર્મશીલ
- અધર્મ સ્વભાવવાળા તથા જેના કોઈપણ અનુષ્ઠાન અધર્માત્મક તે તથા અધર્મસાવધાનુષ્ઠાનથી ડામ દેવા - અંકન - નિલાંછનાદિ કર્મથી આજીવિકા ચલાવે છે. હવે તેના પાપાનુષ્ઠાનનું કંઈક વર્ણન કરે છે - પોતે જ હનન આદિ ક્રિયા કરતા, બીજાને પણ પાપોપદેશ આપે છે. દંડ વડે મારવું, કાન વગેરે છંદવા, શૂલાદિથી ભેદવા, પ્રાણીના ચામડા ઉતારવા, તેથી લોહીયુક્ત હાથવાળા તથા રૌદ્ર, ક્ષુદ્રકર્મ કરનાર, વણવિચાર્યે કામ કરનારા તથા શૂલાદિ આરોપણ માટે તંત્ર રચે, વંચન-જેમ અભયકુમારને પ્રધોતની ગણિકાએ ઠગ્યો, માયા-વંચનબુદ્ધિ, પ્રાયે વાણિયામાં હોય છે. નિકૃતિ-બગલા વૃત્તિ - x - દેશ, ભાષા, વેશ બદલીને ઠગે તે કપટ, જેમ અષાઢાભૂતિએ નટપણે વિવિધ વેશ કાઢી - x - કોઈ ઘેરથી ચાર લાડુ પ્રાપ્ત કર્યા. કૂડ-તોલમાપને ન્યૂનાધિક કરી બીજાને ઠગવા, આ બધાં ઉત્કંચન વગેરે ઉપાયોમાં તત્પર છે અથવા કસ્તૂરી આદિ મોંઘી વસ્તુમાં બનાવટી વસ્તુ મેળવવી તે સાતિ સંપ્રયોગ.
કહ્યું છે કે - સાતિયોગ એટલે દ્રવ્યને હલકા દ્રવ્યોથી આચ્છાદિત કરે, દોષને ગુણ કહે, મૂળ વસ્તુના વિષયને બદલી નાંખે. આ ઉત્કંચન આદિ શબ્દો માયાના પર્યાયો છે - ૪ - તેમાં કિંચિત્ ક્રિયા ભેદ છે.
૧૪૩
તેઓ દુષ્ટ શીલવાળા, દીર્ધકાલીન મિત્ર હોય તો પણ જલ્દીથી અમિત્ર બની જાય છે. - ૪ - દારુણ સ્વભાવવાળા છે. તથા દુષ્ટાતવાળા છે, જેમ માંસભક્ષણનો વ્રતકાળ પૂરો થતાં ઘણાં જીવોનો ઘાત કરીને માંસની લ્હાણી કરે છે, રાત્રિ ભોજનને તેઓ દુષ્ટવ્રત માને છે. કેટલાંક અજ્ઞાનદશાથી આ ભવમાં તે વસ્તુનું ખાવાનું વ્રત લે છે, જેથી આવતા ભવે મધ-માંસાદિ વધારે ખાઈશ. દુઃખે કરીને આનંદ પામે છે. સારાંશ એ કે - તેણે કોઈનું ભલું કર્યુ હોય, તે તેનો બદલો વાળવા ઇચ્છે તો પોતે ગર્વમાં આવીને તેને તુચ્છ ગણે છે. પોતે આનંદિત થવાને બદલે તેના ઉપકારને બદલે તેના દોષો જ જુએ છે. - ૪ -
આ પ્રમાણે પાપકૃત્ય કરનારા અસાધુ જીવનપર્યન્ત સર્વથા જીવ હિંસાથી અવિરત રહી, લોકનિંદનીય છતાં બ્રહ્મહત્યાદિથી અવિરત આદિ બધું ગ્રહણ કરવું એ રીતે સર્વ કૂટસાક્ષી આદિથી અવિરત, સ્ત્રી-બાલાદિના દ્રવ્યના અપહરણથી અવિરત તથા સર્વથા પરસ્ત્રી ગમનાદિ મૈથુનથી અવિરત અને સર્વ પરિગ્રહથી અને યોનિ
પોષકત્વથી અવિરત રહે છે.
એ પ્રમાણે સર્વ ક્રોધ-માન-માયા-લોભથી પણ અવિરત તથા પ્રેમ-દ્વેષ-કલહઅભ્યાખ્યાન-શૈશુન્ય-પરપરિવાદ-અરતિકૃતિ-માયા-મૃષાવાદ-મિથ્યાદર્શનશલ્યાદિ પાપોથી
આજીવન અવિરત રહે છે.
તથા સર્વ સ્નાન, ઉમ્મર્દન, વર્ણક, વિલેપન, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, માળા, અલંકારરૂપ કામાંગ-મોહજનિત ભોગથી જાવજીવ અવિત રહે છે. અહીં વર્ણકથી લોઘ આદિ ગ્રહણ કરવા તથા સર્વથા ગાડા, સ્થાદિ, યાન વિશેષાદિ રોજ વધારતા તેઓ પરિગ્રહથી અવિરત રહે છે.
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
અહીં યાન તે શકટ-થાદિ, યુગ્ધ એટલે પાલખી, ગિલ્લિ તે બે પુરુષ દ્વારા ઉપાડાતી ઝોળી, ચિલિ એટલે બગી, સંદમાણિય તે શિબિકા, એ રીતે બીજા પણ વસ્ત્રાદિ પરિગ્રહથી ઉપકરણોથી અવિત તથા સર્વ ક્રય-વિક્રયના કરણભૂત જે માપક, અધર્મમાષકરૂપ તોલ માપ વડે વેપાર કરવાના વ્યવહારથી જાવજ્જીવ અવિરત રહે છે.
૧૪૪
તથા સર્વે હિરણ્ય, સુવર્ણાદિ પ્રધાન પરિગ્રહથી અવિરત તથા ખોટા તોલમાપથી અવિત, સર્વે કૃષિ-પશુપાલનના કરણ-કરાવણથી અવિરત, પચન-પાચનથી તથા ખાંડવું, કુટવું, પીટવું, તર્જન-તાડન કરવું, વધ-બંધનાદિ વડે જે પ્રાણીને કલેશ આપવો તેનાથી અવિરત રહે છે - અર્થાત્ અટકતા નથી. હવે ઉપસંહાર કરે છે—
વળી જે બીજા પરપીડાકારી સાવધ કર્મસમારંભો કરે છે, તે બોધિનો અભાવ કરનારા છે, તથા બીજાના પ્રાણને પરિતાપ કરનારા-ગાય આદિ પકડવા, ગ્રામઘાતરૂપ જે અનાર્યો વડે કુકર્મો કરાય છે તેનાથી આ અધાર્મિકો જીવનપર્યન્ત છૂટતાં નથી.
હવે બીજી ઘણી રીતે અધાર્મિક પદ બતાવવા કહે છે. જેમકે - - x - આ વિચિત્ર સંસારમાં કેટલાંક એવા પુરુષો છે જે ચોખા, મસૂર આદિ રાંધવા-ધાવવામાં, પોતાના તથા બીજા માટે અજયણાથી કાર્ય કરાવતા નિર્દય, ક્રુર મિથ્યા દંડ પ્રયોજે છે. નિરપરાધીને દોષનું આરોપણ કરી દંડ દેવો તે મિથ્યાદંડ કહેવાય છે. એ જ રીતે પ્રયોજન વિના તેવા પુરુષને નિર્દયપણે જીવોપઘાતમાં ક્ત બનીને તીતર, બતક, લાવક આદિ જીવનપ્રિય પ્રાણીને તે ક્રુકર્મી મિથ્યાદંડ આપે છે. તે ક્રુરબુદ્ધિનો પરિવાર પણ - ૪ - તેના જેવો હોય છે, તે દર્શાવે છે–
તેની જે બાહ્ય પર્યાદા છે. જેમકે - દાસીપુત્ર, મોકલવા યોગ્ય નોકર, વેતનથી પાણી આદિ લઈ આવનાર, ખેતી આદિમાં છઠ્ઠો ભાગ લઈ કામ કરનાર, ચાકર, નાયક આશ્રિત ભોગપુરુષ, આ બધાં દાસાદિ બીજાના થોડા અપરાધમાં પણ ભારે દંડ દેનાર હોય છે. તે નાયક તેના બાપદાભૂત માંના કોઈ દાસ આદિને થોડો પણ અપરાધ થાય ત્યારે મહાદંડ કરે છે, તેને કહે છે. તે આ પ્રમાણે - આ દાસ, નોકર આદિનું સર્વસ્વ હરી લઈ તમે દંડ આપો ઇત્યાદિ સૂત્રસિદ્ધ છે. [જે અમે સૂત્રાર્થમાં નોંધેલ છે] યાવત્ તેને મારી નાંખો.
હવે જે તે કુકર્મકર્તાની અત્યંતર પર્ષદા છે જેમકે - માતા, પિતાદિ, મિત્રદોષ-પ્રત્યયિક-ક્રિયાસ્થાન મુજબ જાણવું - ચાવત્ - આ લોકમાં અહિતકાક થાય છે, પરલોકમાં પણ આત્માને અપચ્યકારી થાય છે. એ રીતે તેઓ માતાપિતાદિના સ્વલ્પ અપરાધ હોવા છતાં અતિ ભારે દંડ આપીને દુઃખ ઉત્પન્ન કરે છે, તથા વિવિધ ઉપાયોથી તેઓને શોક ઉત્પાદન કરે છે. એ રીતે તે પ્રાણીઓને ઘણાં પ્રકારે પીડા
આપીને યાવત્ - વધ, બંધ, પરિકલેશથી અટકતા નથી.
તેઓ વિષયાસક્ત બનીને જે કરે છે, તે બતાવે છે - આ રીતે પૂર્વોક્ત
સ્વભાવવાળા તેઓ નિર્દય, દીર્ઘકાળ ક્રોધ રાખનારા બાહ્ય અને અત્યંતર ૫ર્યાદાને ૫ણ કાન-નાક કાપવા દ્વારા દંડ દેવાના સ્વભાવવાળા, સ્ત્રીભોગ લોલુપી અથવા સ્ત્રીઓમાં કામવિષયરૂપ-શબ્દાદિ અને ઇચ્છાકામમાં મૂર્છિત, મૃદ્ધ, ગ્રથિત, આસક્ત રહે છે. આ