________________
૨/૨//૬૫૧
મરણના ભયથી કે મારા સ્વજનને હણશે, એમ માનીને જેમ કંસે દેવકીના પુત્રોના ભાવથી હણ્યા અથવા મારાપણાથી - X - જેમ પરશુરામે કાર્તવીર્યને માર્યો અથવા અન્ય સાપ, સિંહાદિ મને ભવિષ્યમાં મારશે એમ માનીને તેને મારી નાંખે અથવા કોઈ હરણ આદિ પશુ ઉપદ્રવકારી છે, તેમ જાણીને તેને લાકડીથી મારે, એ રીતે મને, મારાને, બીજાને હણ્યા-હણે છે કે હણશે એવી સંભાવનાથી ત્રસ કે સ્થાવરને દંડેજીવ હત્યા સ્વયં કરે, બીજા પાસે કરાવે કે કનારની અનુમોદના કરે. આ હિંસાપત્યયિક ત્રીજું ક્રિયાસ્થાન.
૧૧૯
સૂત્ર-૬૫૨ -
હવે સૌથા ક્રિયાસ્થાન અકસ્માત દંડ પ્રત્યયિક કહે છે. જેમકે કોઈ પુરુષ નદીના તટ યાવત્ ઘોર દુર્ગમ જંગલમાં જઈને મૃગને મારવાની ઇચ્છાથી, મૃગને મારવાનો સંકલ્પ કરે, મૃગનું ધ્યાન કરે, મૃગના વધને માટે જઈને આ મૃગ છે - એમ વિચારીને મૃગના વધને માટે બાણ ચડાવીને છોડે, તે મૃગને બદલે તે બાણ તીતર, બટેર, ચકલી, લાવક, કબૂતર, વાંદરો કે કપિંજલને વીંધી નાંખે, એ રીતે તે બીજાના બદલે કોઈ બીજાનો ઘાત કરે છે, તે અકસ્માત દંડ છે. જેમ કોઈ પુરુષ શાલી, ઘઉં, કોદ્રવ, કાંગ, પરાગ કે રાળને શોધન કરતા, કોઈ તૃણને છેદવા માટે શસ્ત્ર ચલાવે, તે હું શામક, તૃણ, કુમુદ આદિને કાણું છું એવા આશયથી કાપે, પણ ભૂલથી શાલિ, ઘઉં, કોદરા, કાંગ, પરગ કે રાલકને છેદી નાંખે. એ રીતે એકને છેદતા બીજું છેદાઈ જાય, તે અકસ્માત દંડ
છે. તેનાથી તેને અકસ્માત દંડ પ્રત્યયિક સાવધ ક્રિયા લાગે. તે ચોથો દંડ સમાદાન અકસ્માત દંડ પત્યયિક કહેવાય છે.
• વિવેચન-૬૫૨ :
હવે ચોથા દંડ સમાદાન અકસ્માત દંડ પ્રચયિકને કહે છે - ૪ - ૪ - જેમ કોઈ પુરુષ કચ્છથી લઈને વનદુર્ગ સુધીના સ્થાનમાં જઈને - મૃગ ઉપર જીવન ગુજારતો મૃગવૃત્તિક [પારધી], મનમાં મૃગનો સંકલ્પ ધારીને, મૃગોમાં અંતઃકરણની વૃત્તિ હોવાથી મૃગણિધાન છે, તે મૃગોને ક્યાં જોઉં એમ વિચારી મૃગના વધને માટે કચ્છાદિમાં જાય છે, ત્યાં જઈને મૃગને જોઈને આ મૃગ છે એમ નક્કી કરી તેમાંના કોઈ મૃગને મારવા માટે બાણને ધનુપ્ પર ચડાવી મૃગને ઉદ્દેશીને ફેંકે. તેનો સંકલ્પ એવો છે કે - હું મૃગને હણીશ, પણ તે બાણ વડે તિતર આદિ પક્ષી વિશેષ હણાઈ જાય, એ રીતે કોઈને માટે અપાયેલ દંડ બીજા કોઈનો ઘાત કરે, તે અકસ્માત દંડ કહેવાય છે.
હવે વનસ્પતિને આશ્રીને અકસ્માત દંડ બતાવે છે - જેમ કોઈ ખેડૂત વગેરે શાલિ આદિ ધાન્યના ઘાસને છેદીને ધાન્ય શુદ્ધિ કરતો કોઈ ઘાસને છેદવા દાંતરડુ ચલાવે, તે શ્યામાદિ ઘાસને છેદીશ એમ વિચારી અકસ્માત શાલિ યાવત્ રાલકને છેદી નાખે, એ રીતે જેનું રક્ષણ કરવું હતું તેનો અકસ્માત છેદ કરે. એ રીતે એકને બદલે બીજું છેદી નાંખે અથવા આ રીતે બીજાને પીડા કરે છે, તે દર્શાવ છે - એ
રીતે તેમ કરનારને અકસ્માત દંડ નિમિત્તે પાપકર્મ બંધાય છે. આ ચોથો દંડ
૧૨૦
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
સમાદાન-અકસ્માત દંડ પ્રત્યયિક કહેવાય.
સૂત્ર-૬૫૩ :
હવે પાંચમાં ક્રિયાસ્થાન ષ્ટિવિષયસિડ પ્રત્યયિકને કહે છે. જેમકે કોઈ પુરુષ પોતાના માતા, પિતા, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્રો, પુત્રીઓ, પુત્રવધૂઓ સાથે નિવાસ કરતો, તે મિત્રને અમિત્ર સમજી મારી નાંખે, તે દૃષ્ટિ વિષયસિ દંડ કહેવાય. જેમ કોઈ પુરુષ ગામ, નગર, ખેડ, કર્બટ, મંડપ, દ્રોણમુખ, પત્તન, આશ્રમ, સંનિવેશ, નિગમ કે રાજધાનીનો ઘાત કરતી વખતે જે ચોર નથી તેને ચોર માનીને તે અચોરને મારી નાંખે તે દૃષ્ટિવિષયસિદંડ પ્રત્યયિક નામે પાંચમો દંડ સમાદાન કહેવાય છે.
• વિવેચન-૬:૫૩ :
હવે પાંચમું દંડ સમાદાન દૃષ્ટિવિપર્યાસદંડ પ્રત્યયિક કહેવાય છે. જેમકે - કોઈ પુરુષ ચારભટ્ટાદિ [યોદ્ધો માતા, પિતા આદિ સાથે રહેતો હોય, જ્ઞાતિના પાલન માટે તે મિત્રને દૃષ્ટિ વિપર્યાસ [ભૂલ] થી અમિત્ર માનીને હશે. તે દૃષ્ટિ વિપર્યાસતાથી મિત્રને જ મારે, તે દૃષ્ટિ વિપર્યાસ દંડ છે.
બીજી રીતે કહે છે - જેમ કોઈ પુરુષ લડાઈમાં ગામ આદિ ઉપર હુમલો કરે ત્યારે ભાંત ચિત્તથી દૃષ્ટિ વિપર્યાસ થકી જે ચોર નથી. તેને ચોર માનીને હશે. એ રીતે ભ્રાંત મનથી વિભ્રમથી આકુળ થઈ અચોરને જ હણે છે. તેથી આ દૃષ્ટિ વિપર્યાસ દંડ છે, આ દૃષ્ટિવિપર્યાસ નિમિત્તે સાવધ કર્મ બંધાય છે. આ રીતે પાંચમું દંડ સમાદાન દૃષ્ટિવિપર્યાસ પ્રત્યયિક કહ્યું.
- સૂત્ર-૫૪ :
હવે છઠ્ઠું ક્રિયાસ્થાન મૃષા પ્રત્યયિક કહે છે. જેમ કોઈ પુરુષ પોતાને માટે, જ્ઞાતિવર્ગને માટે, ઘર કે પરિવારને માટે સ્વયં અસત્ય બોલે, બીજા પાસે અસત્ય બોલાવે કે અસત્ય બોલનાર અન્યને અનુમોદે, તો તેને મૃષાપત્યક્ષિક સાવધ ક્રિયા લાગે છે. આ છઠ્ઠું ક્રિયાસ્થાન મૃષાપત્યયિક કહ્યું.
• વિવેચન-૬૫૪ ઃ
હવે છઠ્ઠું ક્રિયાસ્થાન મૃષાવાદ પ્રત્યયિક કહે છે. પૂર્વેના પાંચ સ્થાનમાં ક્રિયા સ્થાનપણું છતાં પ્રાયે પરને પીડારૂપ હોવાથી તેની “દંડ સમાદાન” એ સંજ્ઞા આપેલી. હવે પછીના સ્થાનમાં બહુલતાએ બીજાની હત્યા નથી, તેથી તેની ક્રિયાસ્થાન એવી સંજ્ઞા કહી છે. જેમ કોઈ પુરુષ પોતાના પક્ષના આગ્રહને નિમિત્તે અથવા પરિવાર નિમિત્તે વિધમાન અર્થને ગોપવવારૂપ અને ખોટી વાતને સ્થાપવારૂપ પોતે જ જૂઠું બોલે. જેમકે - હું કે મારું કોઈ ચોર નથી, તે ચોર હોવા છતાં સાચી વાતને ઉડાવી દે છે, તથા બીજો કોઈ ચોર ન હોય તો પણ તેને ચોર કહે છે, આ રીતે બીજા પાસે પણ જૂઠું બોલાવે છે તથા બીજા જૂઠ બોલનારને અનુમોદે છે. એ રીતે ત્રણ યોગત્રણ કરણથી મૃષાવાદ કરતા તે નિમિત્તે સાવધ કર્મ બાંધે છે. આ છઠ્ઠું મૃષાવાદ પ્રત્યયિક ક્રિયાસ્થાન કહ્યું.