________________
૨/૨/-/ભૂમિકા
મિથ્યાર્દષ્ટિથી આરંભીને સૂક્ષ્મસંપરાય સુધી છે.
૧૧૫
ઈપિય ક્રિયા - ઉપશાંત મોહથી સયોગીકેવલી સુધી હોય છે. સમ્યકત્વ ક્રિયા - સમ્યગ્દર્શન યોગ્ય ૭૭ કર્મ પ્રકૃતિ જેનાથી બંધાય. સમ્યક્-મિથ્યાત્વ ક્રિયા - તેને યોગ્ય ૭૪ પ્રકૃતિ જેનાથી બંધાય તે. મિથ્યાત્વક્રિયા - બધી - ૧૨૦ - પ્રકૃતિ જેનાથી બંધાય તે.
હવે સ્થાનના નિક્ષેપા કહે છે - આચારાંગના બીજા લોકવિજય નામે અધ્યયનમાં “સ્થાન' શબ્દ વિશે વિસ્તાર છે, તે ત્યાં જોવો.
અહીં જે ક્રિયા વડે તથા જે સ્થાન વડે અધિકાર છે, તે કહે છે - ક્રિયામાં જે સામુદાનિકા ક્રિયા બતાવી, તે કપાયવાળી હોવાથી તેના ઘણાં ભેદો છે. તેનો આ અધ્યયનમાં અધિકાર છે. સમ્યક્ પ્રયુક્ત ભાવસ્થાન તે અહીં વિરતિરૂપ સંચમસ્થાન - ૪ - લીધેલ છે. સમ્યક્ પ્રયુક્ત ભાવસ્થાનથી ઔર્વાપથિકી ક્રિયા પણ લેવી. સામુદાનિકા
ક્રિયા લેવાથી અપ્રશસ્ત ભાવસ્થાનો પણ લેવા. - x - વાદીઓને પણ અહીં ગણી લેવા.
જે બધું - x - સૂત્રકાર કહેશે. - x - નિર્યુક્તિ અનુગમ કહ્યો, હવે સૂત્ર કહે છે– • સૂત્ર-૬૪૮ -
મેં સાંભળેલ છે કે, તે આયુષ્યમાન ભગવંતે આ પ્રમાણે કહ્યું છે - અહીં ક્રિયાસ્થાન' નામક અધ્યયન કહ્યું છે. તેનો અર્થ આ છે - આ લોકમાં સંક્ષેપથી બે સ્થાન કહ્યા છે ધર્મ અને અધર્મ, ઉપશાંત અને અનુપશાંત.
તેમાં પ્રથમ સ્થાન અધપક્ષનો આ અર્થ કહ્યો છે આ લોકમાં પૂર્વાદિ છ દિશામાં અનેકવિધ મનુષ્યો હોય છે. જેમકે - કોઈ આર્ય કે અનાર્ય, ઉચ્ચગોત્રી કે નીચગોત્રી, મહાકાય કે લઘુકાય, સુવર્ણા કે દુવા, સુરૂપા કે દુરૂા.
તેઓમાં આ આવો દંડ-સમાદાન જોવા મળે છે. જેમકે - નારકો-તિચોમનુષ્યો અને દેવોમાં, જે આવા વિપાણી સુખ-દુઃખ વેઠે છે. તેઓમાં અવશ્ય આ તેર ક્રિયાસ્થાનો હોય છે, તેમ કહ્યું છે. તે આ પ્રમાણે - અર્થદંડ, અનર્થદંડ, હિંસાદંડ, અકસ્માતદંડ, દૃષ્ટિવિષયસિદંડ, મૃષાપત્યયિક, અદત્તાદાનપત્યયિક, અધ્યાત્મપત્યયિક, માનપાયિક, મિત્રદ્વેષપયિક, માયાપત્યયિક, લોભપત્યયિક અને ઈયપિત્યયિક.
-
• વિવેચન-૬૪૮ :
સુધર્માસ્વામી જંબૂસ્વામીને ઉદ્દેશીને કહે છે - આયુષ્યમાન ભગવંતે આ પ્રમાણે કહ્યાનું મેં સાંભળેલ છે - અહીં ક્રિયાસ્થાન નામે અધ્યયન છે. તેનો આ અર્થ
છે - અહીં સંક્ષેપથી બે સ્થાનો છે. જે ક્રિયાવંત જીવો છે, તે બધાને આ બે સ્થાન વડે કહેશે. જેમકે ધર્મ અને અધર્મમાં. એટલે કે ધર્મસ્થાન છે અને અધર્મસ્થાન છે.
અથવા ધર્મ સાથે રહે તે ધર્મી, ઉલટું તે અધર્મી. કારણની શુદ્ધિથી કાર્યની શુદ્ધિ થાય છે, તે કહે છે - ઉપશાંતને ધર્મસ્થાન છે અને અનુપશાંતને અધર્મસ્થાન છે. તેમાં ઉપશમ પ્રધાન ધર્મ કે ધર્મીસ્થાનમાં કેટલાંક મહાસત્વવાળા ઉત્તરોત્તર શુભ ઉદયમાં વર્તે છે. તેથી વિપરીત બુદ્ધિવાળા સંસારના વાંછકો નીચી-નીચી ગતિએ જનારા છે.
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
અહીં જો કે અનાદિકાળના ભવના અભ્યાસથી ઇન્દ્રિયોની અનુકૂળતાથી પ્રાયે પ્રથમથી અધર્મપ્રવૃત્ત લોક છે. પણ પછી સદુપદેશ યોગ્ય આચાર્યના સંગથી ધર્મસ્થાનમાં પ્રવર્તે છે. છતાં પણ આદેયપણાથી પ્રથમ ધર્મસ્થાન-ઉપશમસ્થાન બતાવ્યું. પછી તેનાથી વિપરીત બતાવ્યું.
૧૧૬
હવે પ્રાણીઓના પોતાના રસ પ્રવૃત્તિ વડે જે પહેલું સ્થાન છે, તે કહે છે - x - ૪ - જે આ પહેલા અનુષ્ઠયપણે પ્રથમ અધર્મપક્ષનું સ્થાન છે, તેના વિભાગ બતાવે છે. આ જગમાં પૂર્વાદિ દિશામાંની કોઈપણ દિશામાં કેટલાંક મનુષ્યો વસે છે, તે આવા હોય છે - સર્વે હેયધર્મોથી દૂર તે આર્યો છે, તેનાથી વિપરીત તે અનાર્યો છે. યાવત્ કેટલાંક સુરૂપવાળા અથવા કદરૂપા હોય છે.
ઉક્ત આર્યાદિને આ પ્રમાણે દંડ-પાપના ગ્રહણના સંકલ્પથી તેનાં ફળ ભોગવવા માટે ચાર ગતિ-નાસ્કી, તિર્યંચ, મનુષ્ય કે દેવોમાં જઈને જુદી જુદી જાતિ કે રંગ વગેરેવાળા પ્રાણીઓ કે વિદ્વાનો વેદનાને અનુભવે છે. સાતા-અસાતાને અનુભવે છે,
તેના ચાર ભાંગા થાય છે, તે કહે છે—
[૧] સંી જીવો વેદના અનુભવે છે અને જાણે છે. [૨] સિદ્ધો જાણે છે, પણ અનુભવતા નથી. [૩] અસંજ્ઞી અનુભવે પણ જાણે નહીં. [૪] અજીવો ન જાણે - ન અનુભવે. અહીં પહેલા અને ત્રીજા ભાંગાનો અધિકાર છે. તે નાકી આદિ ચારે
ગતિના જીવો જે જ્ઞાનવાળા છે, તેમને તીર્થંકર-ગણધર આદિએ આ તેર ક્રિયાસ્થાનો બતાવ્યા છે. તે ક્યાં છે ? તે દર્શાવે છે - ૪ -
[૧] સ્વ પ્રયોજન માટે [બીજા જીવોને પીડા કરવી તે] અર્થદંડ-પાપનું ઉપાદાન. [૨] નિષ્પયોજન જ સાવધક્રિયા અનુષ્ઠાન તે અનર્થદંડ છે. [૩] બીજાનો જીવ લેવારૂપ હિંસા કરવી તે હિંસાદંડ છે. [૪] ઉપયોગરહિત, અજાણપણે કોઈને બદલે કોઈને મારી નાંખીએ તે અકસ્માત દંડ છે. [૫] દૃષ્ટિ વડે જોવામાં ભૂલ થાય તે દૃષ્ટિ વિપર્યાસ - જેમકે દોરડાને સર્પ માની દંડ દેવો તે અથવા માટીના ઢેફાને તીર વડે તાકતા
ચકલા આદિ મરી જાય તે દૃષ્ટિ વિપર્યાસ દંડ છે.
[૬] મૃષાવાદ પ્રત્યયિક - જે હોય તેને ગોપવે અને ન હોય તેને દેખાડે. [૭] પારકાની વસ્તુ વગર આપે લેવી તે અદત્તાદાન-ચોરી, તે નિમિતનો દંડ. [૮] જે આત્માની અંદર છે, તે અધ્યાત્મ, તેમાં થાય તે આધ્યાત્મિક દંડ, જેમકે - નિર્નિમિત જ મન મેલું કરીને મનોસંકલ્પથી ઉપહત થઈને હૃદયથી ચિંતા સાગરમાં ડૂબીને રહે. [૯] માનદંડ - જાતિ આદિ આઠ મદસ્થાનોથી ઉપહત મનવાળો અને બીજાનું અપમાન કરે તે માન પ્રત્યયિક દંડ છે.
[૧૦] મિત્રોના ઉપતાપથી દોષ લગાડે તે મિત્રદોષ તે નિમિત્તનો દંડ, [૧૧] બીજાને ઠગવાની બુદ્ધિથી દંડ કરે તે માયા પ્રત્યયિક દંડ, [૧૨] લોભને નિમિત્તે દંડ તે લોભપ્રત્યયિક, [૧૩] પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત, સર્વત્ર ઉપયુક્તનો ઈપિયિક સામાન્યથી કર્મબંધ થાય છે.
આ તેર ક્રિયાસ્થાન છે. હવે પહેલા ક્રિયાસ્થાનથી પ્રારંભ કરે છે–