________________
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
૨/૧/ભૂમિકા અશોભન તે કંડરીક છે તેમ બતાવે છે - તેમાં નરકને છોડીને કણ ગતિમાં જે શોભન પદાર્થો છે તે પંડરીક અને બાકીના કંડરીક છે એમ પ્રતિપાદન કરતા કહે છે
તેમાં તિર્યંચ ગતિમાં પંડરીક કહે છે - જળચરોમાં મસ્ય, હાથી, મગર આદિ. સ્થલચરોમાં સિંહાદિ, બળ - વર્ણ - રૂપાદિ ગુણોથી યુક્ત છે. ઉરપરિસર્પમાં મણિધારી સાપ, ભુજપરિસર્ષમાં નોળીયા આદિ, ખેચરમાં હંસ, મોર આદિ, એવા બીજા પણ સ્વભાવથી જ જે લોકમાં માનીતા છે, તે પુંડરીક માફક શ્રેષ્ઠ જાણવા • હવે મનુષ્ય ગતિમાં
| સર્વ અતિશાયી પૂજાને યોગ્ય એવા અહંન્તો, તેઓ અનુપમ રૂપાદિ ગુણોથી યુકત હોય છે. ચક્રવર્તી છ ખંડ ભરતના સ્વામી છે. ચારણશ્રમણ ઘણી આશ્ચર્યજનક લબ્ધિવાળા મહાતપસ્વી છે. વિધાધરો વૈતાઢ્યના નગરના રાજા છે. હરિવંશ કુલોત્પન્ન દશાર, ઇાક આદિને પણ લેવા. જે બીજા મા ઋદ્ધિવાળા કોટીશ્વર છે, તે બધાં પુંડરીક છે. વળી બીજા જે વિધાકાળના સમૂહથી યુક્ત છે, તે પણ પૌંડરીક જાણવા.
હવે દેવગતિના ઉત્તમોનું પૌંડરીકપણું બતાવે છે - ભુવનપતિ, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિક દેવોમાં જે શ્રેષ્ઠ એવા ઇન્દ્રો, ઇન્દ્રના સામાનિક દેવો આદિ છે, તે પણ પૌંડરીક નામે જાણવા. અચિતમાં હવે જે પ્રધાન છે, તેનું પૌંડરીકત્વ બતાવવા કહે છે - કાંસાના જય ઘંટો, વસ્ત્રોમાં ચીનાંશુક, મણીઓમાં ઇન્દ્રનીલ-વૈડૂર્યાદિ, રત્નોમાં મોતી જે વર્ણ-સંસ્થાન-પ્રમાણથી શ્રેષ્ઠ હોય છે. શિલાઓમાં પાંડુકંબલાદિ, જ્યાં તીર્થકરોના જન્માભિષેક થાય છે. પરવાળામાં ઉત્તમ વદિ ગુણવાળા, જાત્ય સુવર્ણ કે તેના અલંકારો છે. આ પ્રમાણે ઉક્ત કાંસાદિની ઉત્તમ વસ્તુ અતિ પૌંડરીક જાણવી.
મિશ્ર દ્રવ્ય પૌંડરીકમાં તીર્થકર, ચક્રવર્તી આદિ જેમણે શ્રેષ્ઠ અલંકાર ધારણ કર્યા હોય તે દ્રવ્ય પૌંડરીક. ક્ષેત્ર પીંડરીક કહે છે - જે દેવકર આદિમાં શુભ અનુભાવવાળા લોકો હોય તે પૌડરીક ગણાય છે. હવે કાલ પૌંડરીક કહે છે - ભવસ્થિતિ અને કાયસ્થિતિથી જે પ્રધાન છે તે જીવો પૌંડરીક છે અને બાકીના અપ્રધાન તે કંડરીક છે. તેમાં ભવસ્થિતિથી અનુતરોપપાતિક દેવો પ્રધાન છે, કેમકે તેઓને સમગ્ર ભવ શુભાનુભાવ હોય છે. કાયસ્થિતિથી મનુષ્યો શુભ કર્મો આચરીને સાત-આઠ ભવોમાં મનુષ્યજન્મમાં પૂર્વકોટિ આયુ પાળીને તુરંત ત્રણ પલ્યોપમનું આયુ અનુભવી પછી દેવોમાં ઉત્પન્ન થાય છે, એ રીતે તેઓ કાયસ્થિતિથી પૌંડરીક છે, બાકીના કંડરીક છે કાલપીંડરીક બાદ હવે ગણના, સંસ્થાન પોંડરીક બતાવે છે
સંખ્યા ગણનાથી - દશ પ્રકારના ગણિતમાં ગણિત પ્રધાનપણે હોવાથી પૌંડરીક છે. તે ગણિત આ પ્રમાણે - પરિકર્મ, જુ, રાશિ, વ્યવહાર, કલાસવર્ણ, પુદ્ગલ, ઘન, ઘનમૂળ, વર્ગ અને વર્ગમૂળ છે.
છ સંસ્થાનમાં સમચતુરઢ સંસ્થાન પ્રવર હોવાથી પીંડરીક છે. આ રીતે આ બે પૌંડરીક છે અને બાકીના પરિકમદિ ગણિત અને ન્યગ્રોધ પરિમંડલ આદિ સંસ્થાનો કંડરીક જાણવા. - હવે ભાવ પૌંડરીક કહે છે–
ઔદયિકાદિ છએ ભાવમાં વિચારતા તેમાં કે તેઓની મધ્યે જે મુખ્ય ઔદયિકાદિ ભાવો છે, તેને જ પૌંડરીક જાણવા. ઔદયિક ભાવમાં તીર્થકરો, અનુત્તરોપપાતિક દેવો તથા સો પાંખડીવાળા શેત કમળ પડરીક જાણવા. ઔપશમિકમાં સમસ્ત ઉપશાંત મોહવાળા, ક્ષાયિકમાં કેવળજ્ઞાનીઓ, ક્ષાયોપથમિકમાં વિપુલમતિ મન:પર્યવજ્ઞાની અને ચૌદ પૂર્વી, પરમાવધી થોડા કે બધાં લેવા. પરિણામિકમાં ભવ્યો, સાંનિપાતિકમાં દ્વિકાદિ સંયોગા સિદ્ધાદિને પોતાની બુદ્ધિ પૌંડરીકપણે વિચારવા, બીજા કંડરીક જાણવા. હવે બીજી રીતે ભાવપૌંડરીકને બતાવે છે–
સમ્યગુ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં તથા જ્ઞાનાદિ વિનયમાં, ધર્મધ્યાન આદિમાં જે શ્રેષ્ઠ મનિઓ છે, તે પૌંડરીક જાણવા. બીજા કંડરીક ગણવા. આ રીતે આઠ પ્રકારે પોંડરીકનો નિક્ષેપો બતાવી જેના વડે અધિકાર છે તે કહે છે - દૈટાંતમાં - સચિત, તિર્યંચયોનિક, એકેન્દ્રિય વનસ્પતિકાયમાં જે જળમાં ઉગે તે દ્રવ્યપૌંડરીક વડે અથવા
દયિક ભાવવત વનસ્પતિકાય પોંડરીક - સો પાંખડીવાળું કમળ લેવું. તથા ભાવથી સમ્યમ્ દર્શન-ચારિત્ર-વિનય-અધ્યાત્મવર્તી સત્ સાધુને પૌંડરીક કહેવા.
નિક્ષેપ નિયુક્તિ પુરી થઈ. - x - x • હવે સૂર કહે છે– • સૂગ-૬૩૩ થી ૬૩૮ :
[33] મેં આયુષ્યમાન ભગવંત પાસે આવું સાંભળેલ છે કે . આ પૌડરીક નામના અધ્યયનમાં આ પ્રમાણે વિષય કહ્યો છે - કોઈ પુણકરિણી [વાવ) છે, તે ઘણું પાણી, ઘણું કીચડ અને જળથી ભરેલી છે. તે પુષ્કરિણી લબ્ધ પ્રતિષ્ઠિત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. તે પુષ્કરિણીના તે-તે ભાગમાં ત્યાં ઘણાં ઉત્તમોત્તમ પુંડરીક [કમળ] કહ્યા છે. જે ક્રમશઃ ખીલેલા, પાણી અને કીચડ થકી ઉપર ઉઠેલા, સુંદર એવા વર્ણ-ગંધરસ-રપથી યુક્ત, પ્રાસાદીય, દશનીયઅભિરૂપ, પ્રતિરૂપ છે. તે પુષ્કરિણીના બહુ મધ્ય ભાગમાં એક ઘણું મોટું શ્રેષ્ઠ કમળ રહેલું છે. તે પણ ખીલેલું, ઉંચી પાંખડીવાળું, સુંદર વર્ણ-ગંધસંપર્શથી યુકત, પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ છે. તે આખી વાવડીમાં અહીં-તહીં ઘણાં ઉત્તમ કમળો રહેલા છે. જે ખીલેલા ઉપર ઉઠેલા યાવતું પ્રતિરૂપ છે. તે વાવડીના ઠીક મધ્ય ભાગે એક મહાન ઉત્તમ પુંડરીક યાવતુ પ્રતિરૂપ છે.
[૬૩] હવે કોઈ પુરુષ પૂર્વ દિશાથી વાવડી પાસે આવીને તે વાવડીને કિનારે રહીને જુએ છે કે - ત્યાં એક મહાનું શ્રેષ્ઠ કમળ, જે ક્રમશઃ સુંદર રચનાથી યુકત યાવત પ્રતિરૂપ છે. ત્યારે તે પુરુષ આ પ્રમાણે બોલ્યો - હું પરણ છું ખેદજ્ઞ કુશળ, પંડિત, વ્યક્ત મેધાની, અબાલ, માર્ગસ્થ, માગવિદ્ ગતિપરાક્રમજ્ઞ છું. હું આ શ્રેષ્ઠ કમળને ઉખેડી લાવું. આવું કહીને તે પણ તે વાવડીમાં પ્રવેશ કરે. જેવો-જેવો તે વાવડીમાં આગળ વધે છે, તેવો તેવો તે ઘણાં પાણી અને કાદવમાં ખેંચીને કિનારાથી દૂર થયો અને શ્રેષ્ઠ કમળ પ્રાપ્ત ન કરી શકો. તે ન આ પર રહ્યો, ન પેલે પાર, વાવડીમાં ખેંચી ગયો. આ પહેલો પ્રર.
[૩૫] હવે બીજો પુરુષ • તે પુરુષ દક્ષિણ દિશાથી વાવડી પાસે આવ્યો.