________________
૧/૧૫/-૬o૩ થી ૧૦
૨
કહેવાથી તે પ્રણેતા છે. યથાવસ્થિત વસ્તુ સ્વરૂપ બતાવવાનું તે પૂરું જ્ઞાન હોય તો થાય, તેથી તેનો ઉપદેશ આપે છે - અતીત- અનાગત-વર્તમાન ગણે કાળના ભાવથી દ્રવ્યાદિ ચતુકને સ્વરૂપથી અને દ્રવ્યપર્યાય નિરુપણથી જે માને છે, જાણે છે - ૪ - તે બધું સમજે છે. જાણ્યા પછી વિશિષ્ટ ઉપદેશ દાન વડે સંસાર પાર ઉતારવાથી સર્વે પ્રાણીનો તે રક્ષક બને છે અથવા -x - સામાન્યનો પરિચ્છેદક છે - ‘નુતે' પદ વડે તે સર્વજ્ઞ, સર્વદર્શી છે, તેમ કહ્યું - “કારણ વિના કાર્ય ન થાય' - તેથી દર્શનાવરણીય કર્મ એમ મધ્યના ગ્રહણની ઘાતિચતુર્કનો અંતકર જાણવું.
૬િ૦૮] જે ઘાતિ ચતુકના અંતકર છે, તે આવા હોય છે. વિચિકિત્સાસંશયજ્ઞાન, તેના આવરણના ક્ષયથી-સંશય, વિપર્યય, મિથ્યાજ્ઞાન, અવિપરીત અર્થ પરિચ્છેદથી અંતે વર્તે છે. અર્થાત્ તેમાં દર્શનાવરણીયનો ક્ષય બતાવવાથી જ્ઞાનથી દર્શન જુદું છે, તેમ બતાવ્યું. તેથી “એક જ સર્વજ્ઞનું જ્ઞાન સામાન્ય અને વિશેષરૂપે વસ્તુમાં છે, તે બંનેને જ્ઞાનની અચિંત્ય શક્તિ હોવાથી તે બંનેના પરિચ્છેદક છે,
એવો જેમનો મત છે તે મતનું અહીં આચાર્યએ પૃથક્ આવરણાય કહીને ખંડના કર્યું છે.
- જે ઘાતિકર્મનો અંત કરી સંશયાદિ જ્ઞાનને ઉલ્લંઘી સંપૂર્ણ જ્ઞાનને જાણે છે, તે અનન્યસદેશ જાણે છે, તેને તુલ્ય સામાન્ય-વિશેષ પરિચ્છેદક વિજ્ઞાન વડે જાણનાર કોઈ જ્ઞાની નથી. અર્થાત્ સર્વજ્ઞનું જ્ઞાન સામાન્ય જનના જ્ઞાન તુલ્ય નથી. વૃિત્તિકારે અહીં મિમાંસક મતનું ખંડન પણ કર્યું છે, તે વૃત્તિથી જાણવ) વળી વાદીઓ કહે છે - સામાન્યથી સર્વજ્ઞના સદ્ભાવમાં બીજા હેતુના અભાવથી અરિહંતમાં કેવળજ્ઞાન છે, તે ખાત્રી થતી નથી.
જેમકે - અરિહંત સર્વજ્ઞ છે અને બુદ્ધ નથી, તેનું પ્રમાણ શું ? જો તે બંને સર્વજ્ઞ હોય, તો તેમનામાં ભેદ કેમ છે ? આ શંકા નિવારવા કહ્યું - મનીષા • તેના જેવા બીજા કોઈ નથી. અરિહંત જેવા જ્ઞાતા બૌદ્ધાદિ દર્શનમાં કોઈ નથી. કેમકે તેઓ દ્રવ્ય-પર્યાયો સ્વીકારતા નથી. જેમકે શાકયો બધું ક્ષણિક માનીને પયયોને ઇચ્છે છે, પણ દ્રવ્ય માનતા નથી, પણ દ્રવ્ય વિના પર્યાયોનો પણ અભાવ થશે. * * * * * તેથી તે સર્વજ્ઞ નથી.
તે રીતે અપટુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવવાળા એકલા દ્રવ્યને માનવાથી, પ્રત્યક્ષ દેખાતા • x • પર્યાયો ન માનવાથી પર્યાયરહિત દ્રવ્યનો પણ અભાવ થતા કપિલ પણ સર્વજ્ઞ નથી. તથા ક્ષીર-ઉદક માફક દ્રવ્યપર્યાય અભિન્ન હોવા છતાં બંનેને ભિન્ન માનતા ઉલુક પણ સર્વજ્ઞ નથી.
અન્યતીથિંકોના અસર્વજ્ઞવથી તેમાંના કોઈ દ્રવ્ય-પર્યાય બંનેનું સ્વરૂપ બતાવનારા નથી, તેથી અરિહંત જ અતીત-અનાગત-વર્તમાન એ ત્રણે કાળના પદાર્થોનું વર્ણન સારી રીતે કરી શકનાર છે, બીજા નહીં.
૬િ૦૯] હવે આ કુતીર્થિકોનું અસર્વજ્ઞત્વ અને અરિહંતોનું સર્વસ્વ જેવું છે, તે યુકિતથી બતાવે છે - X* અરિહંતે જીવ, અજીવ આદિ તથા મિથ્યાત્વ, અવિરતિ,
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર કષાય, પ્રમાદ, યોગને બંધના હેતુ કહી સંસાના કારણ રૂપે તથા સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્ર-મોક્ષમાર્ગ, એ બધું પૂર્વોત્તર અવિરોધીપણે યુક્તિ વડે સિદ્ધ કર્યું છે. જ્યારે કુતીર્થિકોએ ‘જીવ હિંસા ન કરો' કહીને તેમના આરંભની અનુજ્ઞા આપી છે, તેથી તેમનામાં પૂર્વાપર વિરોધ છે, તે યુક્તિરહિત હોવાથી બરાબર નથી. પણ જિનેશ્વર અવિરુદ્ધ અર્થના ગાતા, રાગ-દ્વેષાદિરહિત હોવાથી જૂઠનાં કારણોનો અસંભવ હોવાથી તે જીવને હિતકારી હોવાથી સત્ય છે, પદાર્થ સ્વરૂપ જાણીને કહ્યું છે.
સગ આદિ જ જૂઠનાં કારણો છે, જે તેમને નથી, તેથી તેમનું વચન સત્ય અર્થનું પ્રતિપાદક છે. કહ્યું છે - વીતરાગ સર્વજ્ઞ છે, તે મિથ્યા વચન ન બોલે, તેથી તેના વાક્યો સાચા જાણવા. [પ્રશ્ન-] સર્વજ્ઞ સિવાય પણ હેય ઉપાદેય માગનું પરિજ્ઞાન થવાથી, તેમના વચનમાં સત્યતા હોય. - x - ?
જૈનાચાર્ય કહે છે - સર્વકાળ અવિતા ભાષણ • x • સર્વજ્ઞપણામાં જ ઘટે છે, તે સિવાય નહીં-x-x• તેથી સર્વજ્ઞપણું જિનેશ્વરનું જ જાણવું. અન્યથા તેમના વચનનું સદા સત્યપણું ન હોય. અથવા સત્ય સંયમ છે. સત્ તે પ્રાણીઓ છે, તેમનું હિત તે સત્ય છે, એથી તપથી પ્રધાન સંયમ ભૂતાઈને હિત કરનાર સદા યુકત, આ સંયમ ગુણયુક્ત ભગવંત છે. તેઓ પ્રાણીઓના રક્ષણમાં તત્પર હોવાથી ભૂત દયાને પાળે અથતિ પરમાર્થ થકી તે સર્વજ્ઞ છે, જે તવદર્શીતાથી સર્વ ભૂતોમાં મૈની ધારણા કરે. કહ્યું છે - જે આત્મવત્ સર્વ જીવોને જાણે તે જ દેખાતો છે.
[૬૧૦] જે રીતે જીવો પરત્વે સંપૂર્ણભાવથી મૈત્રી અનુભવે તે કહે છે - સ્થાવર, જંગમ જીવો સાથે તેનો ઉપઘાતકારી આરંભ કે વિરોધના કારણનો દૂરસ્થી ત્યાગ કરે. તીર્થકર કે સત્સંયમીનો જીવ-અવિરોધી કે પુષ્ય નામનો સ્વભાવ કહ્યો છે. તે સસંયમી કે તીર્થકર જીવ જગતને કેવળજ્ઞાનથી અથવા સર્વજ્ઞના આગમના જ્ઞાનથી સમજીને જગમાં કે જિનધર્મમાં ૫-પ્રકારની કે ૧૨-પ્રકારની ભાવના સંયમમાં અભિમત છે, જીવ સમાધાનકારી અને મોક્ષકારિણી છે. સદ્ભાવનાનો લાભ
• સૂત્ર-૬૧૧ થી ૬૧૪ -
ભાવના યોગથી વિશુદ્ધ આત્માની સ્થિતિ જળમાં નાવ સમાન છે, તે કિનારા પ્રાપ્ત નાવની માફક સર્વ દુઃખોથી મુકત થાય છે... લોકમાં પાપનો જ્ઞાતા મેધાવી પર બંધનથી મુક્ત થઈ જાય છે, નવા કર્મના કતનિા પાપકર્મો નષ્ટ થઈ જાય છે...જે નવા કમનો અંકત છે, વિજ્ઞાતા છે, તે કમબંધ કરતો નથી, તે જાણીને મહા-dીર જન્મતો કે મરતો નથી...જેને પૂર્વક નથી, તે મહાવીર મરતો નથી. જેમ વાયુ અનિને પાર કરી જાય તેમ તે લોકમાં પિય રીઓને પાર કરી જાય છે.
• વિવેચન-૬૧૧ થી ૬૧૪ -
[૬૧૧] જેનો આત્મા સમ્યક પ્રણિધાન લક્ષણ-ભાવના યોગ વડે શુદ્ધ છે, તે તથા દેહ ભિન્ન આત્મા ભાવનાર, સંસાર સ્વભાવને છોડીને, જેમ નાવ જળની ઉપર રહે તેમ સંસારમાં રહે છે. જેમ નાવ જેમ જળમાં ન ડૂબે તેમ શુદ્ધામાં પણ સંસારમાં