________________
૧/૧૪/-/૬૦૦ થી ૬૦૩
- x - આડંબર વાક્યો ન બોલે, અથવા અલ્પકાલીન તે વ્યાખ્યાનને વ્યાકરણાદિ
જોડીને લાંબાકાળ વાળું ન કરે. તથા કહ્યું છે - તેવો અર્થ કહેવો કે થોડાં અક્ષરમાં ઘણું કહેવાય, પણ અર્થ થોડો અને વાક્ય લાંબા કહેવા તે અર્થહીન છે. - X - ઇત્યાદિ ચતુર્ભૂગી છે. તેમાં જ્યાં અક્ષરો થોડા હોય અને અર્થ મહાન હોય તે પ્રશસ્ય છે.
૫૭
[૬૦૩] વળી થોડા અક્ષરોમાં વિષમ વસ્તુ ન સમજાય તો શોભન પ્રકારે તેના પર્યાય શબ્દો વડે તેનો ભાવાર્થ સમજાવે-કહે, પણ થોડા અક્ષરો કહીને કૃતાર્થ ન માને, પણ જાણવા યોગ્ય ગહન પદાર્થ કહેતા હેતુ-યુક્તિથી શ્રોતાની અપેક્ષાએ પ્રતિ પૂર્ણ ભાષી થાય - ૪ - આચાર્ય આદિ પારો બરાબર અર્થ સાંભળી-સમજીને શીખે. તેવો જ અર્થ બીજાને કહેનાર જ સમ્યગ્ અર્થદર્શી છે. આવો તે તીર્થંકરના આગમાનુસાર શુદ્ધ, પૂર્વાપર અવિરુદ્ધ નિવધ વાન બોલતો ઉત્સર્ગને સ્થાને ઉત્સર્ગ અને અપવાદને સ્યાને અપવાદ તથા સ્વ-પર સિદ્ધાંતનો અર્થ જેવો હોય તેવો કહે. આ રીતે બોલતો સાધુ પાપનો વિવેક કરતો લાભ સત્કાર આદિથી નિરપેક્ષ થઈ નિર્દોષ વચન બોલે ભાષાવિધિ કહે છે–
• સૂત્ર-૬૦૪ થી ૬૦૬ :
યથોનું શિક્ષણ મેળવે, યાના કરે, મર્યાદા બહાર ન બોલે, એવો ભિક્ષુ જ તે સમાધિને કહેવાની વિધિ જાણી શકે છે...તત્ત્વજ્ઞ ભિક્ષુ પ્રચ્છન્નભાષી ન બને, સૂત્રાને અન્યરૂપ ન આપે, શિક્ષાદાતાની ભક્તિ કરે, જેવો અર્થ સાંભળ્યો હોય, તેવી જ પ્રરૂપણા કરે...તે શુદ્ધ સૂત્રજ્ઞ અને તપસ્વી છે, જે ધર્મનો સમ્યક્ જ્ઞાતા છે, જેનું વચન લોકમાન્ય છે, જે કુશળ અને વ્યક્તિ છે, તે જ સમાધિને કહી શકે છે - તે હું કહું છું -
• વિવેચન-૬૦૪ થી ૬૦૬ ઃ
[૬૦૪] તીર્થંકર, ગણધર આદિ વડે કહેલ યયોક્ત વચનને હંમેશા બરાબર શીખે - ગ્રહણ શિક્ષા વડે સર્વજ્ઞોક્ત આગમને સમ્યગ્ ગ્રહણ કરે અને આસેવન શિક્ષા વડે તેનું યોગ્ય પાલન કરે. બીજાને પણ તે જ પ્રમાણે જણાવે. - ૪ - સદા ગ્રહણ-આસેવન શિક્ષાની દેશનામાં પ્રયત્ન કરે. સદા યત્ન કરતો પણ જે જેનો કર્તવ્યકાળ કે અભ્યાસકાળ હોય, તે વેળાને ઉલ્લંઘીને ન કહે, અધ્યયન કર્તવ્ય મર્યાદાને ન ઉલ્લંઘે કે સત્ અનુષ્ઠાનને પણ ન ઉલ્લંઘે. અવસર મુજબ બધી ક્રિયા એકબીજાને બાધક ન બને તે રીતે કરે.
તે આ પ્રમાણે યથાકાળવાદી તથા યથાકાળચારી બની, ચચાવસ્થિત પદાર્થોની શ્રદ્ધા કરતો દેશના કે વ્યાખ્યાન કરતો સમ્યક્ દર્શનને દૂષિત ન કરે. કહે છે કે - સાંભળનાર પુરુષને જાણીને તેવી રીતે કથન કરવું અને અસિદ્ધાંત દેશનાને છોડીને જેમ જેમ શ્રોતાનું સમ્યકત્વ સ્થિર થાય, તેવું કરે. પણ શંકા ઉત્પન્ન કરીને દૂષણ ન લગાડે. જે આવું સમજે તે સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિ નામની સમાધિ અથવા સમ્યક્-ચિત્ત વ્યવસ્થાન નામક સમાધિ, જે સર્વજ્ઞે કહી છે, તે સમાધિને સમ્યગ્ રીતે જાણે છે.
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
[૬૦૫] વળી - સર્વજ્ઞોક્ત આગમને કહેતા અન્યથા કે અપસિદ્ધાંત વ્યાખ્યાન વડે દૂષિત ન કરે. તથા સિદ્ધાંતના અર્થને અવિરુદ્ધ, શુદ્ધ, સર્વજનોના હિતકર વચનને પ્રચ્છન્ન ભાષણ વડે ગોપવે છે. અથવા પ્રચ્છન્ન અર્થો અપરિણિતોને ન કહે. તેવા સિદ્ધાંત રહસ્ય અપરિણત શિષ્યને કુમાર્ગે લઈ જતાં દોષની જ પ્રાપ્તિ થાય. કહ્યું છે કે - બાળ બુદ્ધિવાળા શિષ્યને શાસ્ત્રનું રહસ્ય કહેતા દોષને માટે થાય છે, જેમ તુર્તના આવેલા તાવને ઉતારવા જતાં નુકસાન થાય છે. ઇત્યાદિ.
વળી સ્વમતિ કલ્પનાથી સૂત્રવિરુદ્ધ ન કહે. કેમકે તે સૂત્ર સ્વ-પર રક્ષક છે. અથવા તે સૂત્ર અને અર્થ પોતે જીવોને સંસારથી રક્ષણ કરનાર હોવાથી ઉલટું ન કરે - શા માટે સૂત્ર બીજી રીતે ન કરવું ? - પોતે પરહિતમાં એકાંત ફ્ક્ત છે, ઉપદેશક છે, તેના ઉપર જે ભક્તિ - બહુમાન છે તે ભક્તિને વિચારીને - “મારા આ બોલવાથી કદાચિત્ પણ આગમને બાધા ન થાય' - એમ વિચારીને પછી વાદ કરે. તથા જે શ્રુત આચાર્યાદિ પાસે શીખ્યો. તેની સમ્યક્ત્વ આરાધનાને અનુવર્તતો બીજાને પણ ઋણમુક્ત કરવા પ્રરૂપણા કરે, પણ સુખશીલીયો બની બેસી ન રહે.
[૬૦૬] અધ્યયનનો ઉપસંહાર કરતા કહે છે - તે સમ્યગ્ દર્શનનો અલૂક યથાવસ્થિત આગમનો પ્રણેતા, વિચારીને બોલનાર, શુદ્ધ, નિર્દોષ, ચથાવસ્થિત વસ્તુની પ્રરૂપણા કરતો, અધ્યયન કહેવા વડે નિર્દોષ સૂત્ર કહે તે શુદ્ધ સૂત્ર છે. તથા તપચરણ જે સૂત્રના આગમમાં કહ્યા છે, તે કરે તે ઉપધાનવાન છે. તથા શ્રુત-ચાસ્ત્રિ ધર્મને સમ્યક્ જાણે કે જાણતો સમ્યક્ પ્રાપ્ત કરે. આજ્ઞાથી ગ્રાહ્ય અર્થ જ આજ્ઞા વડે સ્વીકારવો, હેતુથી મનાય તે હેતુથી માનવો અથવા જૈન સિદ્ધાંત સિદ્ધ અર્થ જૈન સિદ્ધાંતમાં બતાવવો અને અન્ય મત સિદ્ધ અર્થ પરમાંથી બતાવવો અથવા ઉત્સર્ગઅપવાદમાં રહેલ અર્થ તે રીતે જ જેમ હોય તેમ પ્રતિપાદિત કરવો. આવો ગુણસંપન્ન સાધુ માનવા યોગ્ય વચનવાળો થાય તથા આગમ પ્રતિપાદનમાં કુશળ, સદનુષ્ઠાને પ્રગટ અવિચારથી ન કરે, જે આવા ગુણોથી યુક્ત હોય તે સર્વજ્ઞોક્ત જ્ઞાનાદિ કે ભાવ સમાધિને પ્રતિપાદિત કરવા યોગ્ય છે, બીજો કોઈ નહીં.
શેષ પૂર્વવત્, અનુગમ પૂરો થયો, નયો પ્રાગ્વત્ જાણવા.
પ
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૪ “ગ્રંથ''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ