________________
૧/૧૩/-/૫૬૯ થી ૫૭૨
કહ્યું છે કે - બીજાએ સ્વેચ્છાથી રચેલ અર્થ વિશેષને શ્રમથી સમજીને પોતાને શાસ્ત્ર પારગામી માની અહંકારથી બીજાને તિરસ્કારે છે.
૪૩
[૫૦] હવે આવા સાધુના દોષો બતાવે છે - અનંતરોક્ત પ્રક્રિયા વડે બીજાનો પરાભવ કરી પોતાનું માન વધારતો, સર્વ શાસ્ત્ર વિશારદ હોવા છતાં, તત્વાર્થમાં નિપુણમતિ હોવા છતાં જ્ઞાનદર્શન ચાસ્ત્રિરૂપ મોક્ષમાર્ગ કે ધર્મધ્યાન નામક સમાધિને પામતો નથી. ફક્ત પોતે પોતાને પરમાર્થ જ્ઞાતા માને છે. આવો કોણ હોય? જે પરમાર્થને જાણ્યા વિના સ્વ-બુદ્ધિથી સર્વજ્ઞ સમજીને ગર્વ કરે. આવો તે સમાધિ ન પામે.
હવે બીજા મદસ્થાનોને બતાવે છે - x - જે અલ્પ અંતરાયવાળો લબ્ધિમાન્ પોતાને તથા બીજાને માટે ધર્મોપકરણ લાવવા સમર્થ હોય તે તુચ્છ સ્વભાવથી લાભમદમાં લેપાઈને સમાધિ ન પામે. એવો સાધુ બીજા કર્મોદયથી લબ્ધિરહિત
લોકોની નિંદા, પરાભવ કરતો બોલે કે મારા જેવો સર્વ સાધારણ શય્યા સંસ્તાસ્કાર્દિ ઉપકરણ લાવનારો બીજો કોઈ નથી, બીજા તો પોતાનું પેટ ભરનાર કાગડાં જેવા છે, તે મૂર્ખ આ રીતે બીજાને નિંદે છે.
[૫૭૧] આ પ્રમાણે બુદ્ધિનો મદ કરી, બીજાનું અપમાન કરતા પોતે જ બાળક જેવો ગણાય છે, તેથી બુદ્ધિમદ ન કરવો. સંસારથી છૂટવા ઇચ્છનારે બીજા પણ મદ ન કરવા, તે બતાવે છે - તીક્ષ્ણબુદ્ધિથી થાય તે પ્રજ્ઞામદને તથા નિશ્ચયથી તપોમદને કાઢજે. હું જ યથાવિધ શાસ્ત્રવેત્તા છું, હું જ ઉત્કૃષટ તપસ્વી છું, મને તપથી ગ્લાનિ થતી નથી, એવો મદ ન કરવો તથા ઇક્ષ્વાકુ કે હરિવંશાદિ ઉચ્ચ ગોત્રમાં જન્મ્યો એવો ગોત્ર મદ ન કરવો તથા જેના વડે આજીવિકા ચાલે તે દ્રવ્યસમૂહ, " X - • તેવો અર્થ મદ, તેને છોડજે. ચ શબ્દથી બાકીના ચાર મદોને છોડજે. તેને છોડવાથી તત્ત્વવેત્તા થાય છે. આ બધાં મદો છોડનાર ઉત્તમ આત્મા કે ઉત્તમોત્તમ થાય છે.
[૫૭૨] હવે મદને ન કરવાનું બતાવી ઉપસંહાર કરે છે. પ્રજ્ઞા આદિ મદ સ્થાનો સંસારના કારણપણે સમ્યક્ જાણીને તેને છોડે યાવત્ બુદ્ધિ વડે રાજે તે ધીર - તત્ત્વજ્ઞ આ જાત્યાદિ મદ ન સેવે, આવા કોણ છે ? જેમનામાં શ્રુત-ચારિત્ર ધર્મ સુપ્રતિષ્ઠિત છે, તે સુધીર ધર્મા, સર્વે મદ સ્થાનોનો ત્યાગ કરીને, તે મહર્ષિઓ તપ વડે કર્મમલ ધોઈને, બધાં ઉચ્ચ ગોત્ર ઓળંગીને ઉચ્ચ એવી મોક્ષ નામક સર્વોત્તમ ગતિને પામે છે અથવા કલ્પાતીત પાંચ મહા વિમાનોમાં જાય છે. અગોત્ર સાથે નામ, આયુ આદિ
કર્મો રહેતા નથી.
• સૂત્ર-૫૭૩ થી ૫૭૬ :
ઉત્તમ લેશ્યાવાળા, દૃષ્ટધમાં મુનિ ગામ કે નગરમાં પ્રવેશી, એષણા અને અનેષણાને જાણીને અન્ન-પાન પ્રતિ અનાસકત રહે...સાધુ અરતિ-રતિનો ત્યાગ કરીને બહુજન મધ્યે એકચારી બને. સંયમમાં અબાધક વચન બોલે. ગતિ
આગતિ જીવની એકલાની જ થાય...સ્વયં જાણીને કે સાંભળીને પ્રજાને હિતકર ધર્મ બોલે, સનિદાન નિંધ પ્રયોગનું સુધીરધર્મી સેવન ન કરે...કોઈના ભાવને
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
તર્કથી ન જાણનાર અશ્રદ્ધાળુ ક્ષુદ્રતાને પ્રાપ્ત કરે છે. તેથી સાધુ અનુમાનથી બીજાના અભિપ્રાય જાણીને ધર્મનો ઉપદેશ આપે.
**
• વિવેચન-૫૭૩ થી ૫૭૬:
[૫૭૩] આ પ્રમાણે મદસ્થાન રહિત, ભિક્ષણશીલ ભિક્ષુ કેવો હોય? મરેલ માફક સ્નાન, વિલેપનાદિ સંસ્કારરહિત શરીરવાળો તે મૃતાર્ચ અથવા આનંદ, શોભાવાળી અર્ચા-પદ્માદિ લેશ્માવાળો તે મુદર્ચ-પ્રશસ્ત લેશ્ય તથા યથાવસ્થિત શ્રુત-ચાસ્ત્રિ ધર્મ સમજેલો હોય, તેવા સાધુ ગામ, નગર આદિમાં ભિક્ષાર્થે પ્રવેશીને, ઉત્તમ ધૃતિ અને સંઘચણવાળા હોય તે ગવેષણા અને ગ્રહણેષણાને સમ્યગ્ રીતે જાણીને, ઉદ્ગમદોષાદિનો પરિહાર કરે, તેમ ન કરવાના વિપાકોને સારી રીતે જાણીને અન્ન-પાનમાં મૂર્છા ન રાખતા સારી રીતે વિચરે. તથા કહે છે - સ્થવિકલ્પી ૪૨-દોષ રહિત ભિક્ષા લે અને જિનકલ્પિકોને પાંચનો અભિગ્રહ અને બે નો ગ્રહ, તે આ પ્રમાણે—
સંસૃષ્ટ, અસંસૃષ્ટ, ઉષ્કૃત, અલ્પલેપ, ઉગૃહીત, પ્રગૃહીત અને ઉજ્જિત ધર્મા [જિનકલ્પીને છેલ્લી બે રીતે કલ્પે.] અથવા જે જેનો અભિગ્રહ તે તેને એપણીય, બીજું અનેષણીય. એ રીતે એષણા-અનેષણા સમજીને ક્યાંય પ્રવેશીને આહારાદિમાં અમૂર્છિત થઈ સમ્યક્ શુદ્ધ ભિક્ષા લે.
[૫૪] એ રીતે સાધુને અનુકૂળ વિષય પ્રાપ્ત થવા છતાં રાગદ્વેષ કર્યા વિના, જોવા છતાં ન જોયું, સાંભળવા છતાં ન સાંભળ્યુ એવા ભાવ સહિત, મૃત સમાન દેહવાળો, સારા દેખેલા ધર્મવાળો. એષણા-અનેષણાને જાણતો અન્ન-પાનમાં મૂર્છિત ન થઈ, કોઈ ગામ-નગરમાં પ્રવેશીને, કદાચ અસંયમમાં રતિ અને સંયમમાં અરતિ થાય તો તેને દૂર કરવા કહે છે - મહામુનિને પણ અસ્નાનતાથી, મેલ વધવાથી તથા અંતઃપ્રાંત વાલ, ચણાદિના ભોજનથી કદાચ કર્મોદયથી સંયમમાં અરતિ થાય તો સંસારમાં ઉત્પન્ન થયેલ ભાવને-તિર્યંચ-નકાદિ દુઃખો યાદ કરી, સંસારમાં અલ્પાયુ છે તેમ વિચારીને-દૂર કરે. એકાંતપણે મૌન ભાવથી સાધુ ધર્મે સ્થિર થાય. તથા અસંયમમાં રતિ એટલે સાવધ અનુષ્ઠાનમાં અનાદિ ભવાભ્યાસથી લલચાય તો સંયમમાં ઉધમ કરે. ફરી સાધુને જ વિશેષથી કહે છે -
ઘણાં સાધુઓ ગચ્છ વાસિતતાથી સંયમમાં સહાય કરે તે બહુજનો. તથા કોઈ એકલો વિચરે તે પ્રતિમાધારી એકલવિહારી કે જિનકલ્પાદિ હોય. તે પરિવારવાળા કે એકાકીને કોઈ પૂછે કે ન પૂછે, તો એકાંત સંયમની વૃદ્ધિનું વચન ધર્મકથા વખતે બોલે. અથવા સંયમમાં બાધા ન થાય તેવી રીતે ધર્મસંબંધ કહે. - તે શું વિચારી અથવા કઈ રીતે બોલે તે બતાવે છે - અસહાય પ્રાણીને શુભાશુભ કરણી મુજબ પરલોકમાં ગમન થાય તે ગતિ, પૂર્વકૃત્ કરણી મુજબ થતું આગમન તે આગતિ. કહ્યું છે કે - એકલો જ કર્મ કરે છે, એકલો જ તેનું ફળ ભોગવે છે એકલો જ જન્મે
મરે છે, એકલો જ ભવાંતરમાં જાય છે. માટે ધર્મ સિવાય કોઈ સહાયક નથી, એમ વિચારી મૌન-સંયમ મુખ્ય ધર્મ છે તે બતાવે.
[૫૭૫] બીજાના ઉપદેશ વિના જાતે જ ચતુર્ગતિ સંસાર અને તેના કારણ