________________
૧/૧૨/-/૫૩૫ થી ૫૩૮ ઉપમા, અવપિતિ, આગમ પ્રમાણોથી વૃત્તિમાં છે. તે લાંબી ચર્ચાથી સિદ્ધ કર્યું છે કે સર્વજ્ઞ છે તેમ સિદ્ધ થાય છે. તેમના આગમો સ્વીકારવાથી મતભેદો દૂર થાય છે. ઇત્યાદિ • x • x - આ રીતે સર્વથા તે અજ્ઞાનવાદીઓ ધર્મોપદેશ પ્રતિ અનિપુણ છે, પોતે અનિપુણ હોવા છતાં શિષ્યોને ઉપદેશ આપે છે કે - “અજ્ઞાન શ્રેય છે.” • x • શાક્યો પણ પ્રાયઃ અજ્ઞાનવાદી છે, કેમકે તેઓ માને છે કે અજ્ઞાનીથી કરાયેલ કૃત્યથી કર્મબંધ થતો નથી તથા બાળક, મત, સુતેલાનું જ્ઞાન અસ્પષ્ટ હોવાથી તેમને કર્મબંધ થતો નથી. એ રીતે તે બધાં પણ અનિપુણ જાણવા.
વળી અજ્ઞાન પક્ષના આશ્રયથી અને વગર વિચારે બોલતા તેઓ મૃષાવાદી છે, કેમકે જ્ઞાન હોય તો જ વિચારીને બોલાય છે. વિચારણાના જ્ઞાનથી જ સત્ય બોલાય છે. પણ જ્ઞાન ન સ્વીકારે તો વિચારીને બોલવાનો અભાવ થતાં તેમનું બોલવું મૃષા જ છે.
[૫૩] હવે વિનયવાદીને જણાવે છે - સત્પષોનું હિત કરે તે સત્ય-પરમાર્થ - યથાવસ્થિત પદાર્થ નિરૂપણ - મોક્ષ કે મોક્ષના ઉપાય ભૂત સંયમ તે સત્ય છે. તે સત્યને અસત્ય અને અસત્યને સત્ય માનનારા, જેમકે - સમ્યક્ દર્શન જ્ઞાન યાત્રિ નામક મોક્ષમાર્ગ સત્ય હોવા છતાં તેને અસત્ય માને, વિનયથી જ મોક્ષ થાય એવા અસત્યને સત્ય માને. અસાધુ હોવા છતાં વંદનાદિ વિનય માત્રથી તેને સાધુ માને, એ રીતે ધર્મની બરાબર પરીક્ષા ન કરે, વિનયને જ ધર્મ માને.
તે આ સામાન્ય માણસ જેવા, વિનય કરવાથી વનયિક મતવાળા, વિનયથી જ સ્વર્ગ તથા મોક્ષની પ્રાપ્તિ માને છે. ૩૨-ભેદવાળા વિનય વડે કરવાથી વિનયચારીઓ છે. તેમને કોઈ ધમર્થીિ પૂછે કે ન પૂછે તો પણ પોતાનો અભિપ્રાય આપે છે કે - વિનયથી જ સ્વર્ગ કે મોક્ષ મળે. તે વિનયવાદી સર્વદા સર્વ સિદ્ધિ માટે વિનય જ ગ્રહણ કરે છે. • x - તે કહે છે - સર્વે કલ્યાણનું મૂળ વિનય છે.
પિ૩૮] ગણવું તે સંખ્યા, ઉપસંખ્યા એટલે સમ્યગુ યથાવસ્થિત અર્થ પરિજ્ઞાન. અનુપસંખ્યાઅપરિજ્ઞાનથી વ્યામૂઢ મતિ તે વૈનચિકો પોતાના આગ્રહમાં ગ્રસ્ત થઈ કેવળ વિનયથી જ સ્વર્ગ, મોક્ષ પ્રાતિ કહે છે. મહામોહાચ્છાદિત તેઓ કહે છે કે ફક્ત વિનયથી જ અમને સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. વિચાર્યા વિના બોલનાર તો તેમને જ જાણવા, કેમકે જ્ઞાન-ક્રિયા વડે મોક્ષ મળે. તે ઉડાવીને ફક્ત વિનયથી જ મોક્ષ પ્રાપ્તિ બતાવે છે. વળી તેઓ કહે છે - સર્વકલ્યાણનું ભાજન વિનય છે, તે પણ સમ્યગદર્શનાદિ પ્રાપ્તિ બાદ જ કલ્યાણ થાય છે. કેમકે સમ્યગદર્શનાદિ વિના એકલા વિનયવાળો બીજા ગુણોને ઉડાવવાથી તિરસ્કાર જ પામે છે. ઇચ્છિત અર્થ મોક્ષ પ્રાપ્ત થતો નથી. તેઓ અજ્ઞાનાવૃત છે. ઇચ્છિત પ્રાપ્તિ માટે અયોગ્ય છે.
હવે અક્રિયાવાદીનું દર્શન કહે છે - નવાવણી એટલે કર્મબંધથી ખસી જવાના આચારવાળા - લોકાયતિક શાક્યાદિ છે. કેમકે તેઓ આત્મા જ નથી માનતા. તો ક્રિયા કે તેથી થતો કર્મબંધ કઈ રીતે સંભવે ? તેમના કહેવા મુજબ ઉપચાર માત્રથી બંધ છે. તે કહે છે કે, બંધવાળા અને બંધન મુકત મુઠીમાં દબાવેલા
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર કબૂતર જેવા છે, દોરડાથી બાંધેલ જેવા નથી.
બૌદ્ધો આવું માને છે કે સર્વ સંસ્કારો ક્ષણિક છે અને અસ્થિરને ક્રિયા ક્યાંથી હોય? સ્કંધ પંચકનો સ્વીકાર પણ કહેવા માત્રથી છે, પરમાર્થથી નથી, એમ તેઓ માને છે. વિચારેલા પદાર્થો જ્ઞાનથી આત્માને કંઈપણ આપી દેવા સમર્થ નથી. જેમ પરમાણુ સુધીનો અવયવ વિચારવાથી સમજાતો નથી. તેમ વિજ્ઞાન પણ ડ્રોયના અભાવે અમૂર્તના નિરાકારપણાથી આકારને પામતો નથી. કહ્યું છે કે - જેમ જેમ અર્થને ચિંતવીએ તેમ તેમ વિવેચન વધે, તો જેનો અંત જ નથી તેમાં અમે શું કહીએ?
આ રીતે બૌદ્ધો નાસ્તિકો જ છે, તેમના મતે અનામત કે અતીત ક્ષણ સાથે વર્તમાન ક્ષણ સંગતથી ક્રિયા નથી. તજ્જનિત કર્મબંધ પણ નથી. આ પ્રમાણે અક્રિયાવાદી નાસ્તિકવાદી કર્મબંધને ઉડાવવાથી ક્રિયાને માનતા નથી. અક્રિય આત્મા માનનાર સાંગવાદી પણ અક્રિયાવાદી છે. તેથી બૌદ્ધ, સાંખ્ય, નાસ્તિકો વિચાર્યા વિના પૂર્વે કહેલું બોલે છે અને કહે છે કે - અમારા બોલવામાં જ સત્ય અર્થ છે. • x • હવે અક્રિયાવાદીના અજ્ઞાનપણાનું વિવેચન કરે છે,
• સૂત્ર-પ૩૯ થી ૫૪૨ :
તે સંમિશ્રભાવી પોતાની વાણીશી ગૃહીત છે , જે અનનવાદી છે, તે મૌનવતી છે, તે કહે છે આ દ્વિપક્ષ છે - એકપક્ષ છે એમ લાછળ પ્રયોજે છે...તે અનભિજ્ઞ અક્રિયવાદી વિવિધરૂપે શા આખ્યાન કરે છે, જે સ્વીકાર કરી અનેક મનુષ્યો અપાર સંસારમાં ભમે છે...એક મત એવો છે - સૂર્ય ઉદય કે અસ્ત થતો નથી, ચંદ્રમાં વધતો કે ઘટતો નથી, પાણી વહેતું નથી, વાયુ વાતો નથી, સંપૂર્ણ જગતુ શુન્ય અને મિથ્યા છે...જેમ અહીન ધ ધ પ્રકાશમાં પણ રૂપ જોઈ ન શકે તેમ નિરુદ્ધાપજ્ઞ અક્રિયાવાદી ક્રિયા ન જુઓ.
• વિવેચન-પ૩૯ થી ૫૪ર :
[૩૯] પોતાની વાણિથી સ્વીકારીને કે તે અર્થને આંતરારહિત પ્રાપ્ત કરતા, આવેલા વિષયને પ્રતિષેધ કરનારા મિશ્રભાવ તે નાસ્તિકો કરે છે. ચા શબ્દથી પ્રતિષેધ સ્વીકારવામાં તેઓ અસ્તિપણું જ માને છે. નાસ્તિકો પોતાના શિષ્યોને જીવાદિના અભાવને કહેતા શાસ્ત્ર બતાવતા આત્માને કત, શાસ્ત્રને કરણ અને શિયોને કર્મરૂપે જરૂર સ્વીકારે છે. જો તેઓ બધું શૂન્ય માનતા હોય તો કાદિ ત્રણેના અભાવથી મિશ્રીભાવ થાય છે.
બૌદ્ધો પણ મિશ્રીભાવ યુક્ત છે. જેમકે - કોઈ જનાર જ નથી, તો બૌદ્ધ શાસનમાં છ ગતિ કઈ રીતે કહી ? - X - X • તેમજ કર્મ નથી, ફળ નથી આત્મા કતી નથી, તો છ ગતિ કેમ થાય? - X - X - ક્ષણના અસ્થિતપણાથી ક્રિયાનો અભાવ થવાથી વિવિધ ગતિનો સંભવ નથી. બૌદ્ધો બધાં કર્મોને અબંધનરૂપે માને છે, બુદ્ધ ૫oo જાતકો ઉપદેશે છે, તે મુજબ માતા-પિતાને હણનાર, બુદ્ધના શરીરમાં લોહી કાઢનાર, અહંતુ વધ કરવા, સૂપને ભાંગનારા એ પાંચે આવિયી નરકમાં જાય