________________
૨/૬-/99૪ થી ૦૭૯
૨૨૩
૨૨૪
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
કહેલ છે. આવા ધર્મમાં રહેલો સમાધિ પામીને, આ અશુદ્ધ આહાર પરિહારરૂપ સમાધિમાં અતિશય સ્થિર થઈને માયારહિત થઈ અથવા પરીષહોચી ન કંટાળતો અથવા સ્નેહબંધન રહિત થઈને સંયમાનુષ્ઠાન કરે. તથા તવને જાણતા મુનિ, ત્રણ કાળને જાણીને ક્રોધાદિ ઉપશમરૂપ શીલ તથા મૂલ-ઉત્તરગુણ યુક્ત થયેલો એવો ગુણવાનું સર્વગુણોથી ચડે તેવા સર્વે રાગ-દ્વેષના વંદ્વથી રહિત સંતોષ રૂપ પ્રશંસા લોક-લોકોત્તરમાં પામે.
કહ્યું છે - સંતોષી પુરપ રાજાને તણખલાં સમાન માને છે, શક્ર પર તેને આદર નથી, ધન ઉપાર્જન કે રક્ષણ માટે તે વેદના પામતો નથી. સંસારમાં દેહધારી છતાં મુક્ત માફક નિર્ભય છે, સુરેન્દ્રપૂજિત તે જલ્દી મોક્ષ પામે.
આ રીતે આદ્રક મુનિએ ગોશાલકના આજીવક અને બૌદ્ધમતની સમીક્ષા કરી, હવે બ્રાહ્મણો બોલ્યા કે - હે આદ્રકુમાર ! તમે સારુ કર્યું કે આ વેદબાહ્ય બંને મતોનું નિરસન કર્યું. આ અરિહંત દર્શન પણ વેદબાહ્ય છે, તમારા જેવાએ તેનો પણ આશ્રય કરવો યોગ્ય નથી. તમે ક્ષત્રિયોમાં ઉત્તમ છો, ક્ષત્રિયોએ સર્વ વર્ણમાં ઉત્તમ બ્રાહ્મણોની જ ઉપાસના કરવી-શુદ્રોની નહીં. તેથી યાગાદિ વિધિ વડે બ્રાહ્મણોને સેવવી. હવે તે બતાવે છે
• સૂત્ર-૩૮૦ થી ૩૮૩ :
વેિદવાદી કહે છે- જે હંમેશાં રહoo સ્નાતક બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તે પુન્યનો સમૂહ એકઠો કરીને દેવ થાય છે, એમ વેદનું કથન છે...[અદ્ધકે ક-1 ભોજન માટે ક્ષશિયાદિ ફુલોમાં ભટકતા ૨ooo સ્નાતકોને નિત્ય ભોજન કરાવનાર માંયલોલુપી પ્રાણીથી વ્યાપ્ત નક્કમાં જઈને ત્યાં તીવ પરિતાપ પામે છે...દયાપઘાન ધર્મની નિંદા અને હિંસામય ધર્મની પ્રશંસા કરનાર રાજ, એક પણ કુશીલ બ્રાહ્મણને જમાડે, તો અંધકારમય નરકમાં જાય છે પછી દેવોમાં જવાની તો વાત જ ક્યાં રહી .[એકદંડી કહેવા લાગ્યા તમે અને અમે બંને ધમમાં સમ્યક રીતે ઉસ્થિત છીએ. ત્રણે કાળ ધર્મમાં સ્થિત છીએ. આચારશીલ પુરુષને જ્ઞાની કહીએ છીએ, બંનેના મનમાં કોઈ ભેદ નથી.
• વિવેચન-૩૮૦ થી ૩૮૩ :
[૩૮૦] છ કર્મમાં રત વેદ અધ્યાપકો, શૌચાચારની દૃઢતાથી નિત્ય નાના કરનારા બ્રહાયારી સ્નાતકો છે, તેમાંના ૨૦૦૦ને જે નિત્ય ઇચ્છિત ભોજન કરાવે છે, તે પુણ્યસમૂહનું ઉપાર્જન કરીને સ્વર્ગે જાય છે, તેમ વેદવાદ છે.
- હવે આકમુનિ તેના દૂષણો બતાવે છે–
(a૮૧] નિત્ય ૨૦૦૦ સ્નાતકોને જે જમાડે - કેવા સ્નાતક ? કુલાટ-જેઓ માંસના અર્થી બનીને કુળોમાં ભટકે છે. બીલાડાની જેમ ભમતાં બ્રાહ્મણો અથવા ક્ષત્રિયાદિના ઘરોમાં નિત્ય ભોજન શોધતા, પાસ્કાનો આશ્રય શોધતા કુલાલયો છે, તેવા નિંધ-જીવિકાવાળા એવા ૨૦૦૦ સ્નાતકોને જમાડવા, તે અસતુ પાત્રમાં આપેલા દાનથી બહુ વેદનાવાળી ગતિમાં જાય છે.
માંસાસક્તિથી સ-સાતાગારવયુક્ત અને જિલૅન્દ્રિય વશકથી વ્યાપ્ત અથવા માંસાહક જીવોથી વ્યાપ્ત એવી નરકમાં જાય છે. આ નરકાભિસેવી દાતા ત્યાં જઈને અસહ્ય અભિતાપ-કરવતથી વેરાવું, કુંભીમાં પકાવું, ગરમ સીસાનું સપાન, શાભલીનું આલિંગન આદિરૂપ • x • એવી વેદનાથી દુ:ખો ભોગવતાં ત્યાં 33-સાગરોપમ સુધી અપ્રતિષ્ઠાન નકાવાસમાં રહે છે.
[a૮૨] પ્રાણી માત્ર પર દયા રાખનારો શ્રેષ્ઠ ધર્મ, તે ધર્મને નિંદતા તથા પ્રાણી વધને ચાહે તેવા ધર્મને પ્રશંસતા, એક પણ વ્રત ન પાળતા, તેવા દુરાચારીને છકાય જીવને પીડા કરીને જે જમાડે. તે જમાડનાર રાજા હોય કે કોઈ મૂઢ મતિ પોતાને ધાર્મિક માનનારો હોય, તે બીયારો રાત્રિ જેવા અંધકારમય નકભૂમિમાં જાય છે. તેવાને અધમ દેવપણાની પ્રાપ્તિ પણ ક્યાંથી થાય? તથા કર્મન વશ જીવોને વિચિત્ર જાતિગમનથી, અશાશ્વત એવી આ જાતિનો મદ ન કરવો જોઈએ. જેમકે કોઈ કહે છે . બ્રાહ્મણો બ્રહ્માના મુખમાંથી નીકળેલા છે - x - ઇત્યાદિ. માટે બ્રાહ્મણો શ્રેષ્ઠ છે. આ વચન પ્રમાણ હોવાની નિરર્થક છે. કદાચ સ્વીકારોતો પણ તેટલા માત્રથી કંઈ વિશેષ વર્ણવાળા થઈ ન જાય કેમકે જેમ એક વૃક્ષમાંથી જન્મેલ થડ, શાખા, પ્રશાખા આદિના અગ્રભૂત ફણસ ઉર્દુબરાદિ કુળમાં કંઈ વિશેષતા હોતી નથી. બ્રહ્માના મુખાદિ અવયવોમાંથી ચાર વર્ષની પ્રાપ્તિ થઈ [તો તેના પગમાંથી શુદ્રો ઉત્પન્ન થતા શુદ્રવતુ પગવાળા થયા ઇત્યાદિ તમને પણ ઈટ નહીં હોય. વળી જો બ્રાહ્મણો બ્રહ્માના મુખમાંથી નીકળ્યા હોય તો હવે કેમ જન્મતા નથી ? જો એમ કહેશો કે યુગની આદિમાં એવું હતું, તો દેટહાનિ - અદટ કલાના થશે. વળી - * * * * * * જાતિનું અનિત્યવ તો તમારા સિદ્ધાંતમાં જ સ્વીકારેલ છે. જેમકે
વિટા સહિત બળે તે મરીને શીયાળ થાય.” વળી તમે કહો છો - જે બ્રાહ્મણ દૂધ વિકેતા છે, તે ત્રણ દિનમાં શુદ્રપણું પ્રાપ્ત કરે છે, પણ જો લાખ, લુણ કે માંસ વેચે તો તુર્ત પતિત થાય છે. આ રીતે પરલોકમાં અવશ્ય જાતિ બદલાય છે, તે જ કહ્યું છે - જે માણસ કાયાથી કુકર્મ કરે, તે મરીને સ્થાવર થાય છે, વચનના દોપો લગાડે તો પક્ષી કે મૃગપણું પામે છે, પણ જે મનના દોષ લગાડે છે, તે મરીને અંત્યજ થાય છે.
વળી આવા ગુણોથી પણ બ્રાહ્મણત્વ ન શોભે - જેમકે - અશ્વમેધ યજ્ઞની વિધિ મુજબ વચલા દિવસે પ૯૩ પશુ હોમવા ઇત્યાદિ. કદાચ તમે એમ કહો કે વેદોક્ત હોવાથી તેમાં દોષ ન લાગે, તો શંકા થશે કે તમે જ કહો છો કે - “કોઈ પ્રાણીને ન મારો.” તેનાથી પૂર્વાપર વિરોધ આવશે. વળી તમે કહો છો કે - હત્યારો વેદાંતનો પારગામી હોય, તો પણ રણ સંગ્રામમાં તે ઘા કરે, તો તેને હણતાં તે કૃત્ય વડે બ્રહ્મહત્યા ન લાગે.
વળી કહો છો કે શુદ્રને મારીને પ્રાણાયમ કરવો - x - અસ્થિહિત જંતુને ગાડું ભરીને મારીને પણ બ્રાહ્મણને જમાડવા. આવા મંતવ્યો વિદ્વાનોના મનનું રંજન ન કરી શકે. તેથી જ તમારું મંતવ્ય અયોગ્ય લાગે છે. આ પ્રમાણે આદ્રકુમારે બ્રાહ્મણોના વિવાદનું નિરાકરણ કર્યું. પછી તેમને ભગવંત પાસે જતાં જોઈને એકદંડી