________________
૨/૬/-[૭૫૬ થી ૭૬૨
૨૧૭
• વિવેચન-૭૫૬ થી ૭૬૨:
[૫૬] જેમ વણિક્ કોઈ લાભનો અર્થી વેપાર યોગ્ય માલ-કપૂર, અગરુ, કસ્તુરી, અંબરાદિ લઈને દેશાંતર જઈને વેચે છે તથા લાભને માટે મહાજનનો સંગ કરે છે, તેમ તમારો તીર્થંકર જ્ઞાતપુત્ર મહાવીર પણ તેવો જ છે, એવું મને લાગે છે. ગોશાલકે આમ કહેતા આર્દ્રક મુનિ કહે છે
[૫૭] તમે જે દૃષ્ટાંત કહ્યું તે સર્વથી કહ્યું કે દેશથી ? જો દેશથી ઉપમા હોય તો અમને કોઈ વાંધો નથી. જેમકે વણિક્ લાભ દેખે ત્યાં વેપાર કરે. ગમે ત્યાં નહીં - આટલું સરખાપણું યોગ્ય છે, પણ જો સર્વથા સરખાપણું કહેતા હો-તો તે યોગ્ય નથી. કેમકે ભગવંત સર્વજ્ઞ હોવાથી સાવધ-અનુષ્ઠાનરહિત છે, તે નવા કર્મો ન બાંધે, જે ભવોપગ્રાહી કર્મ બાંધ્યા છે, તેને દૂર કરે તથા વિમતિ તજીને સર્વ જીવોનું રક્ષણ કરનારા છે. - ૪ - અથવા મોક્ષમાં જનારા છે. - ૪ - તે ભગવંતે જ કહ્યું છે - વિમતિ ત્યાગથી મોક્ષગમનશીલ થાય છે. આ સંદર્ભથી મોક્ષનું વ્રત બ્રહ્મવ્રત કહ્યું છે. તેમાં કહેલા અર્થમાં અનુષ્ઠાન કરતા તેના ઉદયનો-લાભનો અર્થી શ્રમણ છે, એમ હું કહું છું. વણિકો આવા નથી તે દર્શાવે છે—
[૫૮] તે વણિકો ચૌદ પ્રકારના જીવ સમૂહના નાશની ક્રિયામાં પ્રવર્તે છે. ક્રય-વિક્રયાર્થે ગાડાં, પાલખી, વાહન, ઉંટ વગેરે રાખે છે, દ્વિપદ-ચતુષ્પદ, ધન
ધાન્યાદિ પરિગ્રહ-મમત્વ કરે છે. તે વણિકો સ્વજનોનો સંયોગ તજ્યા વિના લાભ નિમિત્તે બીજા સાથે સંબંધ કરે છે જ્યારે ભગવાન તો છ કાય જીવની રક્ષા માટે પરિગ્રહ અને સ્વજનોને તજીને સર્વત્ર પ્રતિબંધ રહિત ધર્મ લાભને શોધતા વિહાર કરી ધર્મ કહે છે. તેથી વણિકની સાથે તેમની સર્વથા સમાનતા સિદ્ધ ન થાય. ફરી પણ વણિા દોષ બતાવે છે.
[૫૯] વણિકો ધનને શોધનારા વિત્તેચ્છુ છે. તથા સ્ત્રી સંગના રાગી છે. તથા આહાર માટે તેઓ અહીં-તહીં ભટકે છે કે બોલે છે. અમે તે વણિક્ માટે કહીએ છીએ કે - તેઓ કામાસક્ત, અનાર્ય કર્મ કરનારા અનાર્યો છે, સાતા ગૌરવાદિમાં મૂર્છિત છે, પણ અરિહંત ભગવંત તેવા નથી તેઓમાં સામ્ય નથી.
[૭૬૦] વળી સાવધઅનુષ્ઠાન તથા પરિગ્રહને તજ્યા વિના તે જ ક્રય-વિક્રય, પચન-પાયનાદિ આરંભમાં તથા ધન, ધાન્ય, હિરણ્ય, સુવર્ણ, દ્વિપદ, ચતુષ્પદાદિ પરિગ્રહમાં વણિકો બંધારોલા છે, આત્માને આ કાર્ય વડે દંડે છે, અસદાચાર પ્રવૃત્તિથી આત્મદંડવાળા છે. આરંભી-પરિગ્રહી વણિકોને આવા ભાવથી અનંત ભવભ્રમણરૂપ ચતુર્ગતિક સંસારનો લાભ થાય છે - ૪ - તથા અંતે દુઃખી થાય છે. એકાંતે તે પ્રવૃત્તિથી મોક્ષ ન પામે.—
[૭૬૧] એ જ બતાવવા કહે છે - એકાંતથી તેને વેપારમાં લાભ જ થાય તેવું નથી, તેથી વિપરીત પણ થાય. તે લાભ આત્યંતિક અને સર્વકાલીન નથી, તેનો ક્ષય પણ થાય છે. તેનો લાભ અનૈકાંતિક, અનાસ્યંતિક છે તેમ વિદ્વાનો કહે છે. તે બંને ભાવ પણ વિગત ગુણોદય થાય છે. સારાંશ એ કે - જે અનૈકાંતિક, અનાત્યંતિક
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨
અને અનર્થને માટે છે તેવા લાભથી શું ફાયદો ? ભગવંતને તો દિવ્યજ્ઞાનની પ્રાપ્તિનો લાભ થયો છે અથવા ધર્મદેશનાથી નિર્જરારૂપ લાભ છે, તે આદિ અનંત છે. આવો લાભ પ્રાપ્ત કરેલ ભગવંત બીજાને પણ તેવો લાભ કહે છે કે બતાવે છે - ભગવંત કેવા છે ? - X - ભગવંત મોક્ષ પ્રતિ ગમનશીલ છે અથવા ત્રાયી-નિકટભવી ભવ્યોને રક્ષણરૂપ છે તથા જ્ઞાતક્ષત્રિયો કે જ્ઞાત-વસ્તુ જાણનારા સમસ્ત વસ્તુના જ્ઞાતા છે. આવા ભગવંતની તે વણિક્ સાથે તુલના કેમ થાય?
[૬૨] હવે દેવકૃત સમોસરણ, કમલશ્રેણિ, દેવછંદક, સિંહાસનાદિ ઉપભોગ કરવા છતાં આધાકર્મી વસતિ ભોગવવાથી સાધુને દોષ લાગે તો તેની અનુમતિથી ભગવંત કર્મથી કેમ ન લેપાય? તેવી ગોશાલકની શંકાને દૂર કરવા કહે છે. ભગવંત સમવસરણાદિ ઉપભોગ કરવા છતાં અહિંસક રહીને ઉપભોગ કરે છે. સારાંશ એ કે
૨૧૮
- તે ભગવંતને તેમાં થોડી પણ આશંસા કે પ્રતિબંધ નથી. તેઓ તૃણ કે મણિ, ઢેકું કે સુવર્ણમાં સમદૃષ્ટિ પણ સમવસરણાદિના ઉપભોગમાં પ્રવૃત્ત છે. દેવો પણ પ્રવચન શ્રવણાર્થે આવેલ ભવ્યોની ધર્માભિમુખ પ્રવૃત્તિ સુખેથી થાય તે માટે અને આત્મલાભાર્થે સમોસરણાદિ રચે છે, તેથી ભગવંત અહિંસક છે. તથા બધાં જીવોની અનુકંપાથી, તેમને સંસાભ્રમણથી મુકાવવા ભગવંત ઉપદેશ આપે છે. આવા ભગવંતને વણિક્ સાથે સરખાવતાં બે ભવમાં અહિત થાય તેવું આત્માને દંડરૂપ આચરણ તમે કરો છો. તે અજ્ઞાનરૂપ છે. એક તો જાતે કુમાર્ગમાં પ્રવર્તવું, બીજું જગધ, સર્વાતિશય નિધાનરૂપ ભગવંતને વણિક્ સાથે સરખાવવા તે બંને અજ્ઞાન છે. - x - આર્દ્રકુમાર ભગવંત પાસે જતા હતાં ત્યાં માર્ગમાં શાક્યભિક્ષુએ આ કહ્યું
• સૂત્ર-૭૬૩ થી ૭૬૫ :
[શાક્યો કહે છે-] કોઈ પુરુષ ખોળના પિંડને “આ પુરુષ છે.” તેમ માની શૂળથી વિંધી પકાવે કે તુંબડાને કુમાર માની પકાવે તો અમારા મતે તે પાણિવધના પાપથી લેપાય છે...અથવા મ્લેચ્છને ખોળની બુદ્ધિ એ વિંધે કે કુમારને તુંબડુ માની મારે તો પ્રાણિવધનું પાપ ન લાગે...કોઈ પુરુષ મનુષ્ય કે બાળકને ખોળનો પિંડ માની શૂળથી વીંધે કે આગમાં પકાવે, તો [તે પવિત્ર છે] બુદ્ધોને પારણા
માટે યોગ્ય છે.
• વિવેરાન-૭૬૩ થી ૭૬૫ :
[૬૩] શાક્યો કહે છે- આ વણિક્ દૃષ્ટાંત દૂષણ વડે તમે બાહ્ય અનુષ્ઠાન દૂષિત કર્યુ, તે સારું કર્યુ. કેમકે બાહ્ય અનુષ્ઠાન વ્યર્થ પ્રાય છે. અંતરનું અનુષ્ઠાન સંસારમોક્ષનું પ્રધાન અંગ છે. અમારા સિદ્ધાંતમાં તે જ તત્વ બતાવ્યું છે, હે આર્દ્રકુમાર રાજપુત્ર ! તું સ્થિર થઈને સાંભળ, સાંભળીને અવધાર. એમ કહીને તે ભિક્ષુઓ અંતર્ અનુષ્ઠાન સમર્થક સ્વસિદ્ધાંત બતાવવા આમ બોલ્યા-ખોળનો પિંડ જે અચેતન છે, તે લઈને કોઈ જતો હતો, ત્યાં મ્લેચ્છાદિના દેશમાં નાસતા તેણે ખોળ ઉપર કપડું ઢાંક્યુ, તેની પાછળ મ્લેચ્છ શોધવા આવ્યો. ખોળના પિંડને પુરુષ માનીને ઉંચક્યો, તેને શૂળમાં પરોવી અગ્નિમાં પકાવ્યો. તુંબડાને આ કુમાર છે, તેમ માની અગ્નિમાં