________________
૧/૫/ ૩૪પ થી ૩૪૮
૧૬૩ તેઓ સાંકળથી બાંધાયેલા, નિકટ સ્થિત બહુકૂ૪મને ખાઈ જાય છે.
અતિ દુર્ગ લોહીથી મલિન, અનિના તાપથી પીગળતા લોઢા જેવી ગરમ પાણી વાળી સEાજવલા નામક એક નદી છે, તેમાં નારકો રક્ષણ રહિત એકલા તરે છે અને દુઃખ ભોગવે છે.
નરકમાં દીર્ધકાળથી રહેલા અજ્ઞાની નારકો નિરંતર દુઃખ ભોગવે છે હણાતા એવા તેમને કોઈ રક્ષણ નથી, એકલા રહય દુઃખ અનુભવે છે.
• વિવેચન-૩૪૫ થી ૩૪૮ :
પૂર્વભવના ગુ જેવા વૈરી સમાન પરમાધામીઓ અથવા પૂર્વભવના અપકારી એવા નાસ્કો બીજાના અંગોને ક્રોધ કરીને મુદ્ગર-મુસલ લઈને ગાઢપ્રહાર કરીને ભાંગી નાંખે છે. તે નાહો અશરણ બનીને શોના ઘા થકી ભાંગેલા શરીરે લોહી વમતા ઉંધે માથે પૃથ્વી પર પડે છે.
વળી પરમાધામીએ વિદુર્વેલા વિશાળ દેહવાળા શિયાળો ભૂખ્યા હોય છે. સંભવ છે કે તે અતિવૃષ્ટો, રૌદ્રરૂપા, નિર્ભય થઈને, નિત્યકુપિત હોય છે. આવા શિયાળો દ્વારા ત્યાં રહેલા, પૂર્વજન્મ બહુ દૂરકર્મ કરેલા, સાંકળો વડે બંધાયેલા, લોઢાની બેડીમાં પડેલા, પરસ્પર નીકટ રહેલા નાકો ટુકડે ટુકડા કરી ભક્ષણ કરાય છે • વળી -
સદા જળથી ભરેલ સદાજના નામે નદી છે. તે અતિવિષમ, પ્રકર્ષથી-અતિ ઉષ્ણ, ક્ષાપટ-લોહીથી ભરેલા જળવાળી અથવા લોહીથી ભરેલ હોવાથી ‘પિશ્કિલ' અથવા ઉંડા પાણીવાળી મોટી કે પ્રદીપ્તકલા નદી છે. આ જ વાત કહે છે - જે રીતે અગ્નિથી તપેલ લોઢ પીગળે છે તેવા લોઢાના સ જેવી અતિ ઉષ્ણ જળવાની છે. તે અભિર્ણ સદાકલા નદીમાં પડેલા નાસ્કો એકાકી, અશરણ બની તેમાં ગમન કરે છે.
o હવે ઉદ્દેશાનો ઉપસંહાર કરતા ફરી નારકીના દુ:ખ વિશેષ કહે છે.
આ પ્રમાણે અનંતરોત બંને ઉદ્દેશામાં કહેલ દુ:ખ વિશેષ પરમાધામી કૃd, પરસ્પર પ્રાપ્ત કે સ્વાભાવિક ઉદયમાં આવેલ અતિ કટુ રૂપ-રસ-ગંધ-સ્પર્શ-શબ્દોનાં દુ:ખો અત્યંત દુસહ છે, તે બાળ, અશરણ નારકી નિરંતર, ક્ષણમાણના વિશ્રામ વિના - x • ભોગવે છે. ત્યાં તે નારકોની ચિર સ્થિતિ આ પ્રમાણે છે - ઉત્કૃષ્ટ સ્થિતિ પહેલી રત્નપ્રભામાં એક સાગરોપમ, બીજી શર્કરાપભામાં ત્રણ, બીજી વાલુકામાં સાત, ચોથી પંકપ્રભામાં દશ, પાંચમી ધૂમપ્રભામાં સત્તર, છઠ્ઠી તમપ્રભામાં-બાવીસ, સાતમી મહાપ્રભામાં તેનીશ છે. ત્યાં સ્વકર્મવશ જનારૂં - X • દુઃખ પામતાં પોતાના કમને ભોગવતા કોઈ રક્ષક થતું નથી. જો કે સીતેન્દ્ર લમણને નષ્કના દુ:ખમાં બચાવવા પ્રવૃત થયા, પણ રક્ષણ કરી ન શક્યા એવું સાંભળેલ છે. તે રીતે દરેક નારક એકલો, જેને માટે પાપ કર્યા તે બધાંથી હિત થઈને કર્મવિપાક જન્મય દુ:ખ અનુભવે છે. તેના દુ:ખમાં કોઈ ભાગ પડાવતું નથી. કહ્યું છે . મેં પશ્વિન અર્થે દારુણ કર્મો કર્યા, તેનું ફળ ભોગવનારા ગયા, પણ હું એકલો જ તે કર્મથી બળું છું.
• સૂત્ર-૩૪૯ થી ૩૫૧ - જે જીવે પૂર્વભવે જેવું કર્મ કર્યું છે, તેવું જ આગામી ભવે આવે છે. જેણે
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ એકાંત દુઃખરૂપ ભવોનું સર્જન કર્યું તે દુ:ખી અનંત દુઃખને વેદે છે.
વીરપર આ નરક કથન સાંભળીને સર્વ લોકમાં કોઈની હિંસા ન કરે. એકાંત દૈષ્ટિ, અપરિગ્રહી થઈ લોકનો બોધ પામી તેને વશ ન થાય.
આ રીતે તિચિ, મનુષ્ય અને દેવના પણ ચતુગતિક, અનંત તદ્ અનુરૂપ વિપાક છે, તે સર્વેને આ રીતે જાણીને બુદ્ધિમાન મરણકાળ પર્યત સંયમનું પાલન કરે. – તેમ હું કહું છું.
• વિવેચન-૩૪૯ થી ૩૫૧ -
જે કમનો જેવો અનુભાવ કે જેટલી સ્થિતિનું કર્મ પૂર્વ જન્મમાં કર્યું હોય, તે પ્રમાણે જ જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ સ્થિતિના અનુભાવ ભેદે સંસારમાં તે જ પ્રકારે અનુસરે છે. કહ્યું છે કે - તીવ્ર, મંદ, મધ્યમ અધ્યવસાય સ્થાનો વડે જેવા હૃદ્ધથી બાંધેલ હોય તે જ પ્રમાણે તીવ્ર, મંદ, મધ્યમ વિપાક ઉદયમાં આવે છે. અવશ્ય લેશ સુખ રહિત અને દુઃખ જ નરકાદિ ભવે (ઉદયમાં આવે. તે તેવું એકાંત દુ:ખ નકભવે ભોગવવા યોગ્ય કર્મો ઉપાર્જન કરીને એકાંત દુઃખી - x - અસાતા વેદનીય રૂ૫, અનન્ય ઉપશમ અપ્રતિકાર અર્થાત્ જેનો કોઈ ઉપાય નથી, તેને વેદે છે.
ફરી ઉપસંહાર અર્થે ઉપદેશ આપતા કહે છે
ઉપર કહેલા - x - નકોના દુ:ખ વિશેષને સાંભળીને બુદ્ધિ વડે શોભતો એવો ધીર-બુદ્ધિમાન-પ્રાજ્ઞ આ પ્રમાણે કરે તે દશવિ છે - આ ગસ-સ્થાવર ભેટવાળા સર્વલોકમાં - પાણિગણમાં કોઈપણ પ્રાણીની હિંસા ન કરે. તથા એકાંતથી નિશ્ચલ જીવાદિ તત્વોમાં દષ્ટિ-સમ્યગ્દર્શન જેવું છે. તે એકાંત દૈષ્ટિ અર્થાત નિપ્રકંપ સમ્યકવી બને. તથા ચોતરફથી સુખને અર્થે ગ્રહણ કરાય તે પરિગ્રહ એવો પરિગ્રહ જેને નથી તેવા અપરિગ્રહી બને. ‘તું' શબ્દ થી આધત્તના ઉપાદાન થકી મૃષાવાદ, અદત્તાદાન અને મૈથુનનું પણ વર્જન કરે તથા અશુભકર્મકારી લોકને કે તેના વિપાક ફળને ભોગવનારાને અથવા કષાયલોકના સ્વરૂપને જાણે. પણ લોકને વશ ન થાય.
આ પ્રમાણે પૂર્વે કહેલા દુ:ખવિશેષને અન્યત્ર પણ જણાવતા કહે છે - આ રીતે અશુભકર્મકારી જીવો-તિચ, મનુષ્ય, દેવતામાં પણ ચારગતિવાળા અનંતકાળ કરેલા કૃત્યોના અનુરૂપ વિપાકોને તે બુદ્ધિમાન પૂર્વોક્ત રીતે બધું જાણીને સંયમને આચરે અને મૃત્યુકાળની આકાંક્ષા કરે. કહેવા એમ માંગે છે કે ચારગતિવાળા સંસારમાં જીવોને કેવળ દુ:ખ જ છે. તેથી ધ્રુવ એવા મોક્ષ કે સંયમ અનુષ્ઠાનમાં જીવનપર્યત રત રહી મૃત્યુકાળની પ્રતિક્ષા કરે.
અધ્યયન-૫ “નયવિભત્તિ” ઉદ્દેશા-૨ નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | ત્તિ શબ્દ પરિસમાપ્તિ સૂચવે છે. જીવન - પૂર્વવત્ જાણવું.
શ્રુતસ્કંધ-૧નું અધ્યયન-૫ ટીકાસહિત અનુવાદ પૂર્ણ