________________
૧/૩/૪/૩૧
૧૧૯
મળવા છતાં કદાગ્રહથી એમ માને કે દૂરથી લાવેલ લોટું ક્યાં મૂકી દઉં ? પછી અલ્પ લાભ થતા પસ્તાવો કરે. તેમ તમે પણ તમારો કદાગ્રહ નહીં મૂકો તો પસ્તાશો. - શાક્યાદિના દોષો કહે છે—
• સૂત્ર-૨૩૨ થી ૨૩૬ :
સુિખથી સુખ મળે એવું માનનારા] જીવહિંસા કરે છે, મૃષાવાદ સેવે છે, અદd વસ્તુ લે છે, મૈથુન સેવે છે અને પરિગ્રહમાં વર્તે છે.
જિનશાસનથી વિમુખ, સ્ત્રીવશવર્તી, અજ્ઞાની, અનાર્ય કર્મ કરનાર, પાણ્યિા આ પ્રમાણે પ્રરૂપણા કરે છે - ... જેમ ગુમડા કે ફોલ્લાને દબાવી પરુ કાઢતા તુરંત પીડા દૂર થાય છે. તેમ સમાગમપાર્થી આી સાથે સમાગમમાં શું દોષ છે ?...જેમ ઘેટે પાણીને હલાવ્યા વિના પી લે છે. તેમ સમાગમપાર્થી સ્ત્રી સાથે સમાગમમાં શો દોષ છે ...જેમ પિંગ પક્ષિણી પાણીને હલાવ્યા વિના પી લે છે, તેમ સમાગમ પાર્ટી આી સાથે સમાગમમાં શો દોષ છે?
• વિવેચન-૨૩૨ થી ૨૩૬ :
હે વાદીઓ ! તમે સુખથી સુખ ઇચ્છો છો, તેથી હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહમાં વર્તી અસંયત બનો છો, તમે વર્તમાન સુખની એષણામાં અા વૈપયિક સુખના આભાસથી પારમાર્થિક એકાંત અત્યંત મોક્ષસુખને ગુમાવો છો, કેમકે પચનપાચનાદિ ક્રિયામાં વતતા સાવધ અનુષ્ઠાનના આરંભ વડે જીવહિંસા કરો છો તથા જે જીવોના શરીરનો ઉપભોગ તમે કરો છો, તેઓના સ્વામીએ તે શરીર અર્પણ કર્યા ન હોવાથી અદત્તાદાન લાગે છે, તથા ગાય, ભેંસ, બકરી, ઉંટ આદિના સંગ્રહથી તેના મૈથનનું અનુમોદન કરતા અબ્રાહ્મ છે અને ગૃહસ્થ આચરણ કરવા છતાં અમે પ્રવજિત છીએ તેમ બોલતા મૃષાવાદ લાગે છે. વળી ધન, ધાન્યાદિ પરિગ્રહથી પરિગ્રહ દોષ લાગે. મતાંતર માટે પૂર્વ પક્ષ કહે છે
- X- ઉક્ત રીતે પ્રાણાતિપાતાદિમાં વર્તતા બૌદ્ધ વિશેષ કે નાયવાદી મંડલમાં રક્લા શૈવમતવાળા, સદ્ અનુષ્ઠાનથી બાજુમાં રહેલા પાર્થસ્થા કે જૈન મતના પાસસ્થાદિ કુશીલો સ્ત્રી પરીપહથી હારેલા અને અનાર્ય કર્મ કરવાથી અનાર્ય એવા તે આ પ્રમાણે કહે છે
પિયાનું દર્શન જ અમને થાઓ, અન્ય દર્શનનું શું પ્રયોજન છે ? જેના વડે સરાણી યિત હોવા છતાં નિર્વાણ મળે છે - તેઓ આવું શા માટે કહે છે ? તેઓ સ્ત્રીને વશ વર્તે છે, અજ્ઞાન છે, રાગદ્વેષથી હણાયેલ ચિતવાળા છે, રાગદ્વેષને જિવનારા જિનની આજ્ઞા જે કષાય, મોહના ઉપશમના હેતુભૂત છે, તેનાથી પરોગમુખ બની સંસારાસક્ત, જૈન માર્ગ દ્વેષી છે માટે કહે છે.
જેમ કોઈ ગુમડાવાળો રોગી ગુમડા કે ફોડલાની પીડા શાંત કરવાને લોહીપર કાઢીને મુહર્ત માત્રમાં સુખી થાય છે, તે દોષિત ગણાતો નથી એ પ્રમાણે સ્ત્રીએ કરેલ પ્રાર્થનામાં - સ્ત્રી સંબંધમાં ગુમડું દાબવા માફક કયો દોષ છે? આ રીતે સમાગમમાં કોઈ દોષ નથી જે કોઈને કંઈ પીડા થતી હોય તો દોષ લાગે, પણ અહીં
૧૨૦
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ એવું નથી, તેનું દૃષ્ટાંત કહે છે–
જેમ પેટે પાણીને હલાવ્યા વિના પાણીથી પોતાને તૃપ્ત કરે છે તેમાં કોઈના ઉપઘાત થતો નથી, તેમ આ સંબંધમાં કોઈને પીડા થતી નથી અને પોતાને સંતોષ થાય છે, તો તેમાં દોષ ક્યાંથી હોય?
આ જ વિષયમાં બીજું દૃષ્ટાંત કહે છે - આકાશમાં ઉડતું એવું કપિલ પક્ષી આકાશમાં રહેલું એવું ભરેલું પાણી પીએ તેમાં દોષ નથી. તેમ અહીં પણ દર્ભદાનપૂર્વક રાગદ્વેષ વિના ગાદિ માટે સ્ત્રી સંબંધ કરતા તેને દોષ નથી. આ રીતે ગુમડું દબાવવા માફક * * * ઘેટા અથવા કપિંજલના પાણી પીવાની ક્રિયા માફક - X - X - X - સ્ત્રી સંગમાં દોષ નથી તેમ કહ્યું. તથા કહે છે કે - ધર્મ માટે પુત્રની ઉત્પતિ કરવા પોતાની સ્ત્રીમાં અધિકારી તેના પતિને જેમ ઋતુકાળે શાસ્ત્રોક્ત વિધિએ સંગ કરતા દોષ નથી, તેમ ઉદાસીનપણે કામ ભોગવતા દોષ નથી.
- તેનો ઉત્તર નિયુક્તિકાર આપે છે–
[નિ.૫૩-] કોઈ પુરુષ શસ્ત્રથી કોઈનું મસ્તક છેદીને અવળે મોઢે ઉભો રહે, તેવી રીતે ઉદાસીન પુરષ શસ્ત્રથી ઘા કરવાનો અપરાધી ન થાય ?
[નિ.૫૪-] કોઈ ઝેરનો કોગળો પીને મૌન રહે કે છાનો પીએ અને કોઈ ન દેખે તેથી શું તે પુરુષ મરતો બચી જશે?
[નિ.૫૫-] કોઈ રાજાના ભંડારમાંથી મહામૂલ્ય રત્નોને ચોરીને અવળે મુખે ઉભો રહે, તો શું તેને કોઈ નહીં પકડ? આ રીતે કોઈ શઠતા કે અજ્ઞ બની ખૂન કરે - ઝેર પીએ - રત્ન ચોરે અને તેમાં માધ્યચ્ય ધારણ કરે, તેથી તેની નિર્દોષતા ગણાય ? એ પ્રમાણે અહીં મૈથુનમાં અવશ્ય રાગ થવાનો છે અને બધા દોષોનું કારણ છે, સંસાર વધારનાર છે, તો નિર્દોષતા ક્યાંથી ? કહ્યું છે કે - પ્રાણીઓના બાઘક આ શાસ્ત્રમાં મહર્ષિઓએ કહેલું છે કે - જેમ રૂ ની ભરેલી નળીમાં તપાવેલો લોઢાનો સળીયો ઘાલતાં રૂ બળે તેમ સ્ત્રીના સંગમાં યોનિમાં રહેલા જીવોનો નાશ થાય છે. આ ધર્મનું મૂળ છે, ભવ-ભ્રમણ વધાસ્નાર છે, માટે પાપને વધારવા ન ઇચ્છતા પુરો વિષમિશ્રિત અન્ન માફક તે ત્યાગવા યોગ્ય છે એમ નિયુક્તિકાર કહે છે.
• સૂત્ર-૨૩૭ :
ઉકત પ્રકારે મૈથુન સેવનને નિરવધ બતાવનાર પાશુ, મિશ્રાદેષ્ટિ, અનાર્ય છે, બાળકોમાં આસક્ત રહેતી પૂતના માફક તેઓ કામાસક્ત રહે છે.
• વિવેચન-૨૩૭ :
આ રીતે ગુમડું પીલવા આદિ દષ્ટાંત મુજબ મૈથુનને નિર્દોષ માનનારા, સ્ત્રી પરીષહથી પરાજિત, સદ્ અનુષ્ઠાનની બાજુમાં રહેલા નાયવાદિ વગેરે તથા પતિત જૈન સાધુ વિપરીત દર્શનવાળા તથા દુષ્ટ કર્મ આદરવાથી કે ધર્મ વિરુદ્ધ અનુષ્ઠાનથી અનાર્ય એવા ઇચ્છા મદનરૂપ કામભોગમાં કે કામભોગ વડે સાવધ અનુષ્ઠાનમાં કત રહે છે. અહીં લૌકિક દષ્ટાંત છે - જેમ પૂતના ડાકણ દૂધ પીતા બાળકમાં આસક્ત રહેતી, તેમ આ અનાર્યો કામાસક્ત રહે છે અથવા પૂયણ એટલે ઘેટી પોતાના